Safar - 11 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 11

Featured Books
Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 11

ભાગ:11
(આગળનાં ભાગમાં આપણે જોયું કે નીયા બેહોશ થઇ ગઇ હતી, તેમજ નીયાની ડાયરી પણ ખોવાઇ ગઇ હોય છે, અને ઘણાં પ્રયત્નો કરવા છતા તે મળતી નથી, તે થોડાં દીવસ માટે બધાંથી દુર એકલી શાંતી આશ્રમ જવાની તૈયારી કરે છે. હવે આગળ..)

નીયા શાંતી આશ્રમ પહોંચી ગઇ છે, વિશાળ બગીચો, જેમાં જાત-જાત નાં વૃક્ષો, આ વિશાળ ક્ષેત્રમાં વચ્ચે ખૂબ સુંદર અને સીધુ-સાદું મકાન જેમાં એક બાજું પ્રાથનાખંડ, ત્યાં આવતાં લોકો રોજ ભજન કરતા અને મનની શાંતી અનુભવતા, તેમજ ત્યાં ધ્યાન ધરીને શાંતીથી બેસવા માટેની પણ સારી વ્યવસ્થા હતી.
નીયાએ અહીં થોડા દિવસો વિતાવ્યા અને તેનું અશાંત મન અહિં શાંત થયું.

બીજી બાજુ વિરાજ જ્યારે નીયાનાં રૂમને છેલ્લી વાર આંખો ભરીને જોવા ગયો હતો ત્યારે તેણે ટેબલનાં ડેસ્કની અંદર એક ડાયરી જોઇ, તેણે તે ડાયરી પોતાની સાથે લઇ લીધી. પછી તે રાત્રે ત્યાંથી નીકળી અને પોતાના ઘરે પહોંચ્યો, તો ત્યાં તેણે જોયું કે તેનાં ડેડ તેનું વેલ-કમ કરવા સામેજ ઉભા હતાં. પોતાના ડેડ નાં મોઢા પર રહેલી હાર જોયને તે ખુબજ ખુશ હતો.

તેનાં ડેડ તેનું સ્વાગત કરી અને તેને
માનપૂર્વક અંદર લઇ આવ્યાં, વિરાજને બધુંજ યાદ આવવા માંડ્યું કે કેવી રીતના તેનાં અભિમાની ડેડ દ્રારા તેને ઘરમાંથી કાઢી નાખવામાં આવ્યો અને આજે તેજ અભિમાની પણ હારી ગયેલાં ડેડ જ તેને હાથ પકડીને ઘરની અંદર લાવે છે. અને તેઓ નિરાંતે વાત કરવાનાં ઇરાદાથી વિરાજ સાથે બેઠા, પરન્તુ, વિરાજે થોડીક ઔપચારીક વાતો કરીને થાકી ગયો છે એવું બહાનું કાઢીને તે પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. તેનાં પીતાને થોડું દુઃખ થાય છે, પણ તે જાણે પોતાના પુત્રથી પોતાનુ દુઃખ છુપાવવા લાગે છે.

વિરાજ તેનાં રૂમમાં આવી ફ્રેશ થઇ, જમીનેે સુઈ જાય છે.એનાં પછીના બીજા દિવસે વિરાજ ઘરેજ આરામ કરે છે અને રાતનાં મેહુલભાઈને ફોન કરે છે.
વિરાજ:હેલ્લો, મેહુલભાઈ હું ઘરે પહોંચી ગયો છું.
મેહુલભાઈ:હમ્મ..ઓક્કે..બરાબર પહોંચી ગયો ને?
વિરાજ:હા, નીયા અને બાકી બધાં શું કરે છે?
મેહુલભાઈ: બસ,બધાં પોતપોતાના કામમાં વ્યસ્ત છે. ઓક્કે,બાય.
વિરાજ: બાય.
પછી વિરાજ પણ સુઈ જાય છે. તે બીજા દિવસથી પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય છે, હવે તેને નીયા અને તેનો પરિવાર ઓછા યાદ આવે છે.

બીજી બાજુ નીયા પણ હવે ઘરે આવી ગઇ હોય છે, તે પણ પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઇ જાય છે. તે પણ હવે વિરાજને ભૂલવા લાગી છે. તે હવે પોતાના એક મહત્વના પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપી રહી હતી, જો તે પ્રોજેક્ટ સફળ જાય તો તેને તે એવોર્ડ મળી જાય કે જેને પામવાની ઇચ્છા તે ધણા સમયથી સેવી રહી હતી.

હવે વિરાજ અને નીયા બન્ને એક-બીજાને ભૂલીને પોત-પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને બંનેનું જીવન અલગ થઇ જાય છે.

અજયભાઈ(વિરાજનાં ડેડ)ની ઓફીસમાં આજે બહાર સોફા પર આશરે 4 છોકરીઓ પોતાના હાથમાં ફાઇલ તેમજ બેગ લઇને બેઠી હતી, ત્યાં આવેલ બધીજ છોકરીઓ નર્વસ દેખાતી હતી, ત્યાંજ એક છોકરી ત્યાં સોફા નજીક આવી, અને ત્યાં બેસેલી છોકરીઓને પુછ્યું, "કંપની સેક્રેટરી માટેનું ઈન્ટરવ્યું અહિજ લેવાશે?"
તે 4 છોકરીઓ માંથી 1 છોકરી થોડીક ખસીને તે પેલી હમણાં આવેલ છોકરી ને ત્યાં હાથથી બેસવાનો ઈશારો કરતા બોલી,"હા,અહિ બેસી જાઓ, હમણાં બધાને ક્રમસર અંદર ઇન્ટરવ્યું માટે બોલાવશે."
થોડીવાર બાદ એક પછી એક બધીજ છોકરીઓનો નંબર આવવા માંડ્યો. હવેે ફક્ત એકજ છોકરી બચી હતી, તે પેલી છેલ્લે આવેલી છોકરી. તેનું નામ બોલાયું અને તે અંદર ગઇ.
અજય ભાઈ : પોતાનો હાથ ખુરશી તરફ ચીંધતા બોલ્યા) પ્લીઝ સીટ .
તે છોકરી: થેન્ક યું .
અજય ભાઈ : વોટ ઇઝ યોર નેમ?
તે છોકરી: પ્રીતિ આહુજા.
અજય ભાઈ: પ્રિતી આહુજા? તમે પહેલા રાઉન્ડનાં ઇન્ટરવ્યુ માં 1st પોઝીસન ઉપર હતાં એ પ્રિતી આહુજા છો તમે?
પ્રિતી: યસ,સર.
અજય: હમ્મ..ગિવ મી યોર સર્ટિફિકેટસ.
પ્રિતી પોતાના સર્ટીફીકેટસની ફાઇલ અજયભાઈને આપે છે, તેનાં 1st રેન્ક માટે પ્રાપ્ત થનાર સર્ટીફીકેટસ જોઇને અજયભાઈ ઈમ્પ્રેસ થાય છે.
અજય ભાઈ: તો તમે csની ડીગ્રી મેળવેલી છે.
પછી અજયભાઈ પ્રિતીને થોડાક સવાલ પુછે છે, પ્રિતી બધાયનાં જવાબ નિર્ભયતાપૂર્વક આપે છે જેથી અજયભાઈ ઈમ્પ્રેસ થાય છે.
અજયભાઈ: તમે થોડીવાર બહાર બેસો હમણા રીસલ્ટ જાહેર કરાશે.
પ્રિતી: ઓક્કે,સર.
બધીજ છોકરીઓ બહાર બેઠી હોય છે ત્યાંજ તે કેબીનનો દરવાજો ખુલે છે અને એક વ્યક્તિ અંદર પ્રવેશે છે.
સાવ સાદા-સીધા કપડા પહેર્યા છે, મોટા ડાબલા જેવા ચસ્મા પહેર્યા છે, અને તેનાં બે દાંત મોં ની બહાર આવે છે, રંગે ખુબજ કાળો હોયછે. હાથમાં કોઈ ફાઇલ છે, તે ત્યાં બેસેલી છોકરીઓ તરફ જાય છે. અને ઈશારા સાથે કાંઇક કહેવાનો પ્રયત્ન કરે છે, પેલી બેસેલી છોકરી તેની સામું ધ્યાન આપતી નથી, બીજી છોકરી પણ તેવુજ કરે છે, અને એનાં પછીની બીજી બે છોકરીઓ પણ તેને સરખો જવાબ આપતી નથી, ત્યાંજ તે યુવાન પ્રિતી પાસે આવે છે, પ્રિતી તરત ઊભી થઈ ને તે યુવાનને પોતાની જગ્યાએ બેસાડે છે, તેને થાકેલો જોઇને તે તેને પોતાની બોટલમાંથી પાણી આપે છે. તે યુવાન તેને ઈશારામાં કાંઈક કહેવાનો પ્રયત્ન કરે છે. પ્રિતી સમજી ગઇ કે તે બોલી શકતા નથી, તેણે તેનાં ઈશારા સમજવાની કોશિશ કરી અને પછી તેણે તે યુવાનને પુછ્યું,"તમારે અજય સર ને મળવું છે?'"
પેલા યુવાને હકારમાં માથું ધુણાવ્યું.
પ્રિતી ફટાફટ રીસેપનીસ્ટ પાસે જઇ ને થોડીક વાતચીત કરે છે અને પછી તે યુવાનને કહે છે,"તમે તેની ઓફિસમાં જઇ શકો છો, મે પરવાનગી લઇ લીધી છે. પછી તે યુવાનને રસ્તો બતાવવા પ્રિતી યુવાનને લઇને અજયભાઈની ઓફિસમાં જાય છે.
અજયભાઈ: બોલો, કાઈ કામ છે?
પ્રિતી પેલા યુવાન સામું જોઇ અને બોલી,"સર, આપની રીસેપ્નીસટ દ્રારા જેનાં માટે પરવાનગી લેવામાં આવી તે આ યુવાન છે, આમને તમારી ઓફિસમાં આવવુ હતું, પરન્તુ તેઓ બોલી શકતા નથી, આથી હું તેમને તમારી ઓફીસ પર લઇ આવી."
તે યુવાન:અભાર
પ્રિતી તે યુવાનનો અવાજ સાંભળી ડઘાઇ ગઇ,તેને આમ જોતાં તે યુવાને પોતાના નકલી દાંત કાઢ્યા,પોતાના ડાબલા જેવા ચશ્મા ઉતાર્યા અને પછી "2 મિનીટમાં આવુ."તેમ કહીને તે બહાર ગયા અને પાછા આવ્યાં તો તેમને જોઇને તો પ્રિતી સ્તબ્ધ થઇ ગઇ અચાનક કાળું મોં ધોવાઈને ચોખ્ખું થઈ ગયું? તે યુવાન પ્રિતી તરફ હાથ વધારતા બોલ્યો,"hii, માય નેમ ઇઝ વિરાજ મલ્હોત્રા, સન ઓફ મી. અજય મલ્હોત્રા."
પ્રિતી થોડીકવાર કાઈ બોલી નહીં પછી તેણે વિરાજ સાથે હાથ મિલવાતા કહ્યુ,"hii, માય નેમ ઇઝ પ્રિતી આહુજા."
અજયભાઈ:પ્રિતી, પ્લીઝ સીટ.
પ્રિતી અચરજ પામેલી મુદ્રામાં અજયભાઈની સામે બેસી જાય છે.
અજયભાઈ: પ્રિતી,હું જાણું છુ તારા મગજમાં ઘણાં સવાલો રમી રહ્યાં હશે.
હું પહેલેથી બધું સમજાવું છું.
અમે ઇન્ટરવ્યુનાં ટોટલ ત્રણ રાઉન્ડ લેવાના હતાં,1st રાઉન્ડમાં લેખિત ઇન્ટરવ્યુ આપવાનું હતું જેમાં સહુથી આગળ તું હતી, 2nd રાઉન્ડમાં પણ તારું પરફોમન્સ સહુથી શ્રેષ્ઠ હતું, હવે ત્રીજા રાઉન્ડમાં અમે માનવતાની ચકાસણી કરવાનું વિચાર્યું, કારણકે જીવનમાં હર કોઈ અલગ-અલગ ક્ષેત્રૉમાં પ્રથમસ્થાન પ્રાપ્ત કરી લે છે પણ તેનામાં જો માનવતા નથી, તો તેનું અસ્તિત્વ કાઈ નથી. આથી અમે માનવતા પરથી અમારી નવી કંપનીનાં CS ને પંસદ કરવાનાં હતાં. અને તેમાં તું સિલેક્ટ થઈ છે, અભીનંદન.
પ્રિતી ખુબજ ખુશ થઇ ગઇ.તે બન્નેનો આભાર માનીને તે ત્યાંથી નીકળી ગઇ.

પ્રિતી ઘરે જઇ પોતાની ફ્રેન્ડને કૉલ કરે છે, "હેલ્લો, મિસ.સિરિયસ, અભીનંદન...તારૂ કામ સફળતા પુર્વક પાર પડી જશે, તું જોજે તો ખરાં, મે એકજ દિવસમાં તે બને બાપ-દિકરાને એવા તો ઈમ્પ્રેસ કર્યા કે થોડાક દિવસમાં બન્ને મારા વસમાં કરી થઇ જશે. આજેે તો મેં ફક્ત તેમની કંપનીમાં સ્થાન મેળવ્યું છે, થોડાક દિવસમાં તેનાં ઘર પર કબજો કરી લઈશ. તારું મિસન સફળ જશે, તું ચિંતા ના કરતી. અને હા... તારો ખૂબ-ખૂબ આભાર, મારા પરીવારનું ભરણ-પોષણ કરવા, મારે આ સેક્રેટરીની જોબની ખુબજ જરૂર હતી, સારૂ થયુ તે મને આ જોબ વિશે માહીતી આપી અને તું ચિંતા કરતી નહીં, હું તારું કામ પણ પુરુ કરી દઈશ.હા.. હા.. હા..

(અરે, આ શું આ પ્રિતી તો કોઈનાં કહેવા ઉપર અહિં આવી છે, અને વિરાજ અને તેનાં પિતાને કોઈનાં કહેવા પર કાબુમાં રાખવા માંગે છે!કોણ છે, જે વિરાજ અને અજય ભાઈને ઓળખે છે અને તેનાં પરિવારને પ્રિતી દ્રારા કાબૂમાં કરવા માંગે છે? આ બધાં સવાલોના જવાબો જાણવા માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની..)

JAY somnath 🙏