love relation - 4 - last part in Gujarati Love Stories by soham brahmbhatt books and stories PDF | સ્નેહ સંબંધ - 4 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

સ્નેહ સંબંધ - 4 - છેલ્લો ભાગ

સ્નેહ સંબંધ (છેલ્લો ભાગ )


આજે સાધના અને માધવએ પોતાના જીવનની એ ભૂલોને ક્યારેય યાદ ન કરવાનું વિચાર્યું...અને પોતાની રડી ખડી જિંદગી હોશ ભેર ખુશીઓથી જીવવાનું નક્કી કર્યું ...સાધના અને માધવનો આવો પ્રેમ જોઈ આજુબાજુ વાળા પર કહેતા કે ‘’શું પ્રેમ છે કાકા અને કાકી નો !! ‘’

સાધના દરરોજ માધવના હાથે સેંથીના સુંદર પુરાવતાઅને માધવની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરતા...સાધના અને માધવ મ\ખુબજ સરસ રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હતા ..મોજ કરવી ..હરવું ફરવું ...દેવ દર્શન કરવા જવું ., નવું નવું ખાવું..ખુશીઓ સાથે રહેવું..એજ એમનો જીવન મંત્ર બની ગયો....ન જાણે કેમ કોઈની નજર લાગી હોય તેમ એક દિવસ સવારે નિત્યક્રમ મુજબ માધવ આંગણમાં છાપું વાંચતા હતા અને સાધના ચા બનાવતી હતી ..એટલા માં જ ધડામમ .અવાજ આવ્યો ..માધવ સફાળો ઉભો થઇ રસોડા તરફ દોડતા ....

રસોડામાં જઈ ને જોયું તો આ શું ???? એક બાજુ ગેસ પર ચા ઉભરાય રહી છે ..જ્યાં સાધના જોરથી ફસડાયને જમીન પર પડ્યા છે ..તેમણે માથા માંથી લોહી પણ વહી રહ્યું છે ..પાણી છાંટવા છતાંય સાધના ભાનમાં આવી રહ્યા ન હતા ...આ આખી પરીસ્થિતિમાં માધવ જાણે કઈ જ સમજાતું ન હતું કે હવે કરે તો કરે શું ? તેમણે આજુબાજુના લોકોને મદદ માટે બુમ પાડી ને તાત્કાલિક પણે ૧૦૮ બોલાવી સીધા સીટી હોસ્પિટલમાં ICU માં એડમીટ કર્યા....

માધવની હાલત આજે બહુ જ કફોળી હતી ..આ આવી કપરી પરીસ્થિતિમાં આજે તેમના એકેય દીકરા , સગાવ્હાલા કોઈ જ ન હતું ...માત્ર આજુબાજુના ઘરના એકડા વ્યક્તિ જ હતા ...માધવ સાધનાની ચિંતા અને દુઃખમાં રડી પડ્યા .., ‘’ હે ભગવાન મારી સાધના મારા જીવને કઈ થવું ન જોઈએ..’’ ..ત્યાં જ ICU માંથી ડોક્ટર બહાર આવ્યા ..,, ‘’ મિસ્ટર માધવ કોણ છે ? ‘’ ...દર્દી તેમનું નામ વારંવાર લે છે ..તેમની પાસે ૧૦ મિનીટ છે ..અંદર જઇને મળી લો ...વજન વધારે હોવાથી તેમજ સાઇલેન્ટ ફર્સ્ટ હાર્ટ એટેકનો ભોગ બન્યા છે માસી ..આથી તેમણે બ્રેઈન હેમરેજ થઇ ચુક્યું છે ....

માધવ તો સાવ ઠંડો પડી ગયો ....આંખમાં આંસુ અને હિમંત કરી પોતની સાધનાને મળવા માધવ ICUમાં અંદર પહોચ્યા..વેન્ટીલેટર પર હોવાના કારણે સાધના વધારે બોલી શકતા ન હતા....છતાંય તેમની ઢળતી આંખો માધવને જોઇને ખુશ થઇ ગઈ ..માધવનો હાથ પકડીને તેની બાદ ન રડવાનું વચન લીધું ...માધવની આંખમાં તો આંસુ નો દરિયો..માધવ રડતા અવાજે ..’’ પ્લીઝ સાધના ડાર્લિંગ હજુ તો મેં તને સરખી જોઈ પણ નથી મને જીવનદાન આપી ને, મારી સેવા કરીને ખુદ હવે મને એકલી મૂકી ને ચાલી છે ..!! એવું કઈ હોતું હશે ?? તું હવે મારી સાથે ચીટીંગ કરે છે હો ...ચાલને ઉભી થા ને હજુ તો આપડે ૮૦મી એનીવર્સરી મનાવવાની છે ..સાધના પણ અનહદ દુખ સાથે રડી પડી ..સાધના ધીમા અવાજે , ‘’ માધવ મેં કહ્યું હતું ને કે તમારા પહેલા હું જઈશ ..’’

માધવ ’ હું પણ નહી જીવું હું તારી પાછળ આવીશ ..’’ સાધના , ‘’ ખબરદાર જો મરવાની વાત કરી છે તો આજે છેલ્લીવાર પણ માધવ હું તમારા હાથે મારા સેથીનું સિંદુર પુરાવવા માંગું છું જેથી મારો સુહાગ અમર થાય અને ભગવાન તમને ખુશ રાખે ...આજે દુખ સાથે સાધનાની સેંથીમાં છેલ્લીવાર સિંદુર પૂરી અને કપાળમાં ચાંદલો કર્યો..ભેટીને રડી પડ્યા ..એવા માં જ સાધનાએ પોતાનો આખરી શ્વાસ છોડ્યો..માધવ આક્મ્ન્દ રુદન સાથે રડી પડ્યા...હોસ્પિટલનો સ્ટાફ આ બન્નેનો પ્રેમ જોઇને રડી પડ્યા....

સ્ટાફે પણ ખુબજ ભારે દિલ સાથે સાધનાની ડેથ બોડી માધવને સોંપી ..આજે માધવની આંખમાં આંસુ ન હતા ..આખરે સાધના પાસે ન રડવાનું વચન લીધું !! ..ખુબ જ ભારે દિલે માધવએ સાધનાની ક્રિયા વિધિ દ્વારા અંતિમસંસ્કાર આપવાનું વિચાર્યું..આજે બન્ને દીકરા એની માતાને કાંધો આપવા પહોચી ગયા હતા.. માધવની લાલ આંખો . આંખમાં આંસુ જોઇને સૌ દીકરાઓ ડઘાઈ ગયા !! તેમનો ગુસ્સો બખૂબી દેખાતો હતો.....

માધવ ( હાથ જોડીને ) .. ‘’તમારા જેવા નરાધમો ના ખભા પર મારી સાધનાની નનામી લઇ જવા કબીલ છે જ નઈ ! મારી સાધનાની આત્માને શાંતિને બદલે અંજપો મળશે...મહેરબાની કરીને આમારી આ બે ભૂલો ચાલ્યા જાવ અહીંથી નહિતર મારા જેવો કોઈ ખરાબ કોઈ જ નથી...પછી જેમતેમ કરી માધવે સાધના અંતિમ સંસ્કાર કર્યા...

સાધનાના ગયા બાદ માધવ જાણે કે જીવવાનું જ ભૂલી ગયા હતા ...ના તો ઘરની બહાર નીકળે કે ના કોઈ સાથે બોલે ..બસ જાણે એક જીવતી જાગતી આત્મા સમજી લ્યો..માધવ તેમની પ્રિય વસ્તુ સેંથીનો સિંદુર અને ચાંદલાનું પેકેટ સાથે જ રાખતા જે સાધના સાથે હોવાનો અહેસાસ કરાવતું..બસ એમ ને દિવસો વિતતા જતા હતા ...માધવ ને પણ હવે જીવનમાં બાકી રહેતા દિવસો સાધનાના સહારે માણી લેવાનું વિચાર્યું.....માધવ આજે ઘણા દિવસ બાદ ઘરની બહાર નીકળ્યા હતા.સૌ વ્યક્તિ તેમને જોઈ ને હસી રહ્યા હતા ..કેટલીક જગ્યા એ તો , ‘’ ડોસો આ ઉમરે ગાંડો થયો લાગે છે . ‘’ લોકોનું હસવું એ પણ વ્યાજબી હતું કેમકે માધવ પોતાની પત્ની સાધનાને પોતાની સાથે હોય તેવો એહસાસ કરાવવા તે પોતે હવે સાધનાનું સિંદુર અને મરુન ચાંદલો તે પોતે લગાવી..ફરતા ...તેમને દુનિયા શું કહશે.તેમને માટે તો તેમનો સાધના પ્રત્યેનો અનહદ પ્રેમજ જે કઈ એ તે જ હતું....

માધવ હવે દુનિયાની કોઇપણ જાતની ચિંતા કર્યા વગર પોતાની સાથે સાધનાબો અહેસાસ લઇ ફરતા હતા...માધવની પેરાલીસીસની સારવાર હજુ પણ ચાલુ હતી ...છેલ્લા એક મહિનાથી તેઓ હોસ્પિટલ બતાવવા પણ ન હતા ગયા , ત્યાં ના ડોક્ટર સાધના અને માધવને ખુબજ સારી રીતે ઓળખતા આથી ડોક્ટર સામેથી ફોન કરી એની ૧૫ દિવસની દવા લઇ જવા આગ્રહ કર્યો....

સાધનાના ગયા પછી કોઈ જમવાનું બનાવી આપે નહી એટલે તેમના ઘરની નજીક એક નાની રેસ્ટોરન્ટ હતી ત્યાં જ જમતા..જ્યાં નું જમવાનું સાધનાને ખુબજ પ્રિય હતું....જયેશ જે એ નાની રેસ્ટોરન્ટનો માલિક એ પહેલી થી જ બન્નેને ઓળખાતા...અને બન્નેના પ્રેમની મજાક પણ ક્યારેક તે જયેશ કરી લેતો...પણ માધવની આવી કફોડી હાલત જોઈ ન શકતો..જયેશના કુટુંબમાં પણ કોઈ ન હતું એટલે જયેશને માધવ પ્રત્યે અનહદ લાગણીઓ હતી...માધવ રોજ જયેશને જીવન જીવવાના રોજપાઠ શીખવતા..

જયેશ આજે મનોમન નક્કી કરી લીધેલું હતું કે આજે તો કાકાને બધી મનની વાત કરી દેવી છે..માધવ આવ્યો રેસ્ટોરન્ટમાં માધવને ભાવતું ભોજન એના હાથે જ પીરસ્યું..પોતાના હાથે ખવડાવ્યું..અને એની વાત ચાલુ કરી..., ‘’ માધવ કાકા મેં હમેશા તમને એક વડીલ તરીકે જોયા છે , ..શું આ અનાથ બાળકના પિતા બનશો ?? જયેશ સહજતાથી પોતાની વાતને માધવ સામે મૂકી આ વાત સાંભળી માધવ જોર જોરથી ડુસકા સાથે રડવા લાગ્યા ...’’ પોતાન પેટના જણેલા દીકરાએ માં બાપને તરછોડ્યા..ઘરડા માં બાપને એકલા મુકીને પોતે સુખેથી રહે છે અને એક તું છે..જે પેટનો જણેલ નથી તોય તું આ ઘરડાને બાપ બનાવા માંગે છે..

જયેશ , ‘’ તમે મને દીકરો માનો કે ના માનો હું અને મારી પત્ની કાજલતો તમને પિતા માની જ લીધા... તમે જ અમારા પિતા છો...’’ આમ જયેશ માધવને પોતાના ઘરે લઇ જઈ છે અને માધવની પિતાની જેમ સેવા કરે છે..બધી જ એમની દેખભાલ કરવી સમયસર દવા આપવી..દરેક બાબતો બહુ જ બારીકાઇ થી ધ્યાન દોરતા હતા.. કાજલ અને જયેશ તો માધવનો એક સહારો જ બની ગયા ...હવે તો માધવના જીવનનો કોઈ જ રંજના હતો..

આવા કળયુગમાં પણ શ્રવણ મળી ગયો હોય એમ માધવને લાગતું હતું ...દિવસો જતા એમનું શરીર પણ નબળું પડવા લાગ્યું.....એકવાર સવારમાં જયારે સાધનાનો સેંથીનો સિંદુર અને કપાળમાં ચાંદલો લગાવી બેઠા..અને હાથમાં સાધનાની તસ્વીર લઇ છેલ્લો શ્વાસ લીધો.....

જયેશ , માધવનો ડોક્ટર અને આજુબાજુ વાળાએ માધવનો અંતિમસંસ્કાર કર્યા..માધવ અને સાધનની પ્રેમ કહાનીને અમર બનાવવા માટે એક પુસ્તક છપાવ્યું....એક અનોખી સમાજ માટે પ્રેમ કહાની.....જે પ્રેરણાદાયક છે.....

પ્રેમ કરવો અગત્યનો નથી એને નિભાવવો,અનુ સમર્પણ અગત્યનું છે ...’’હું તને પ્રેમ કરું છું’’ એમ કહો એ પ્રેમ નથી પરંતુ એમાં રહેલી લાગણીનું ઝરણું તમને ક્યા પ્રેમના સમુદ્રમાં મેળવશે ...તમારી જીદંગીની હોડીને ક્યા લઇ જશે એ અગત્યનું છે.. સમાપ્ત.. તો આ અનોખી એક પ્રેમ કહાની હતી ..વાંચીને તમારો અમુલ્ય પ્રતિભાવ આપશો...