Jinn nu ghar in Gujarati Horror Stories by પટેલ મયુર કુમાર books and stories PDF | જિન નું ઘર

Featured Books
Categories
Share

જિન નું ઘર

‌ આ વાત છે આજથી પાંચ વર્ષ પહેલાની આ સમયે બીલાસપુરથી થોડે દુર ઍક મોટુ લગભગ ત્રણ માળનું મોટુ મકાન હતુ . આ મકાન એક મુસ્લિમ કુટુંબ નું હતુ .આ મુસ્લિમ કુટુમ્બ છેલ્લાં પાંચ વર્ષથી ગામડે આવ્યુ ન હતુ . જેથી આ ઘરમાં ઘણી દુષ્ટ શક્તિ નો પ્રવેશ થઇ ચુક્યો હતો.એક લૌકિક કથા પ્રમાણે આવા ઘરોમાં જીન નામનુ આસુરી તત્વ હોઇ છે. હવે આપણે આગળ ની કહાની જોઈએ તો નજમા અને મહેશ નાનપણથી સાથે ભણતા હતાં .તેમણે કૉલેજ પણ ઍક સાથે કરેલ હતી . કોલેજ મા તેં બન્ને વચ્ચે મિત્રતા વધે છે અને આગળ જતા આ મિત્રતા પ્રેમમાં બદલી જાય છે.અને બંને લગ્ન કરવાનો વિચાર કરે છે. તેં બંને ઍક બીજાના પડોશિઓ હતાં એટલે એનાં બંનેનાં માઁ-બાપ પણ સારા મિત્રો હતાં .આથી તેને નજમા અને મહેશની મિત્રતા ની ખબર હતી પણ પ્રેમની ખબર ન હતી.આથી તે બંને પોતાના માતા - પિતાને આ વાતની જાણ કરે છે તો બંનેનાં ધર્મ અલગ હોવાથી ધર્મના લોકોની બીકે તેં બનેને ખૂબ ધમકાવે છે .આથી નજમા ખૂબ આહત થઇને આત્મહતયા કરવા પ્રયત્ન કરે છે.આથી તેં બંનેનાં માતા -પીતા કોઈને કહ્યા વગર તેં બનેનાં લગ્ન કરાવી બહાર મોકલી દેઈ છે. હવે આપણે આગળ જોયુ તેં બિલાસપુરમાં આવેલ ત્રણ માળનુ મકાન એ નજમાનાં પિતાનું હતુ .હવે તેં બંને અંહિજ રહેવાના હતાં .બંને ઘરે પહોચીને બહાર નો દરવાજો ખોલતા હોઇ છે. એવામાં ઍક બિલાડી તેં બનેની આડી ઉતરે છે. હવે નજમાએ ઘરે સપનામા જોયેલું તેં સાચું થતુ હોઇ તેવું લાગે છે. નજમાએ સપનામા જોયેલુ કે આ ઘરમા એક ખરાબ આત્મા રહે છે જેની સાથે ઍક કાળી બિલાડી પણ છે. જે નજમાયે અત્યારે જોઇ છે.પણ આ વાત તેં મહેશને તો કહી ન શકે કેમકે તે આમાં માનતો નથી.હવે લગ્ન પછી મહેશ અને નજમા અહીજ રહેવાના હતા. આજે આ ઘરમાં નજમા અને મહેશની પ્રથમ રાત્રિ હતી.રાત્રે મોડી રાત સુધી જાગવાથી મહેશ ને સારી ઉંઘ આવી જાય છે. બીજી બાજુ નજમા સવારમા જે બિલાડી જોઇ હતી એની ચિંતામાં હતી.તેને ઉંઘ ન્હોતી આવતી આથી તેં પોતાની બાલ્કની મા જાય છે. થોડો સમય ઊભી રાહી ત્યારબાદ તેને ઍક પડચાયો બતાયો જે તેણીની પાસે આવી રહ્યો હતો .જે જોઇ તેં ડરીને મહેશને બોલાવે છે. મહેશ આવે છે તો નજમાની બધી વાત તેને ખોટી લાગે છે તેને લાગે છે કે નજમા ખૂબ થાકી ગઇ છે.આથી મહેશ તેને સુવડાવે છે. હવે સવાર પડી ચૂક્યુ છે.મહેશને નજીકમા જ નોકરી મળી છે તેથી પોતાનાં માટે તથા નજમા માટે સવારનો નાસ્તો બનાવીને સાથે નાસ્તો કરે છે.ત્યારબાદ મહેશ ઓફિસે જવા નીકળે છે. નજમા ને ખુબજ ડર લાગતો હતો તેથી આજે મહેશને ઓફિસે જવાની નાં પાડે છે. પરંતુ નવી નવી નોકરી માળી હોવાથી મહેશને ઓફીસે જવું પડે તેમ હતુ .તેથી તેં નજમા ને મનાંવીને ઓફિસે જવા નીકળે છે. હવે નજમા ઘરમાં એકલી છે. તે સાંજે બીકના કારણે સારી નીંદર કરી શકી ન હતી.આથી તેં સવારમાં લગભગ 10 વાગ્યે સુઈ જાય છે. તેને નીદંરમા ફરી વાર પેલી કાળી બિલાડી લઈને પેલો ભયાનક રૂપ વાળો પુરુષ બતાય છે.નજમા એકાએક જાગી ઉઠે છે અને આમતેમ જોવા લાગે છે. પણ તેને ક્યાંય તે પુરુષ દેખાતો ન હતો બિજી તરફ પેલી બિલાડીનો અવાજ સંભળાય છે અને તેં બિલાડી બતાય છે.જેથી તે વધારે ડરી જાય છે. આમ બપોર પડી જાય છે .બપોરે તેને એક અવાજ સંભળાય છે જેમા કોઇ વ્યક્તિ નજમાને સલાહ આપી રહી હતી કે તે અહીંથી ઝડપથી નીકળી જાય નહીતર ખુબજ ખરાબ હાલત થાશે. એવા અવાજને નજમા અવગણે છે અને આમ સાંજ પડે છે. સાંજે લગભગ 9 વાગ્યા છે છતા હજી મહેશ આવ્યાં નથી આવા વિચારથી નજમા ખૂબ અકળાતિ હતી.લગભગ 9:10 મિનિટે સ્ટૉર રૂમમાંથી કોઇક અવાજ આવે છે આથી નજમા જોવા જાય છે તો ખુરશીની સાથે સ્ટોર રૂમની બધી વસ્તુ હલી રહી હતી.નજમા એકાએક રૂમની બહાર દોડી જાઇ છે. ત્યા મહેશ બહાર આવી જાય છે અને તેને નજમા બધી વાત કરે છે તો હજી પણ મહેશને આવી વસ્તુ પર ભરોસો ન હતો. એકાએક નજમા બીમાર પડી જાય છે.આથી મહેશ ડોક્ટરને બોલાવે છે ડૉક્ટર તપાસ કરી રહ્યાં હોઇ છે ત્યા નજમા ડૉક્ટરનું ગળૂ હાથથી પકડે છે અને કહે છે અહીંથી ચાલ્યો જા નહિતર માર્યો જઈશ.આથી ડૉક્ટર ત્યાથી ભાગી જાય છે. હવે મહેશનેં આ જિન,ભૂત જેવી વસ્તુ પર થોડો વિશ્વાસ બેસે છે. તેથી તે પોતાના મિત્રને આ વિશે કહે છે તો તે એક મૌલવીનો નંબર આપીને તેને મળવા કહે છે. તેં મૌલવી બાબા પાસે જાય છે અને બધી હકીકત કહે છે. મૌલવી તૈમંની સાથે તેમના ઘરે જાય છે . મૌલવીજી ને ઘરમાં પગ મૂકતા જ બધી ખબર પડી જાય છે કે આ ઘર પર કોઈ ખરાબ જિન નો છાયો છે જેણે નજમાને પોતાની જાળમાં કૈદ કરી રાખી છે. આથી મૌલવી પોતાના સારા જીનાતૌને બોલાવી નજમાને રૂમમાં બાંધી દઈ તેનાં પર અમુક વિધી કરીને તેને મુકત કરવા માટે પેલા સારા જિનને મૌલવીજી હુકમ આપે છે. આથી તેં જિન આ ખરાબ જિનને નજમાનાં શરીરમાંથી બહાર કાઢીં નજમાની સાથે ઘરમાંથી પણ જિનને ભગાડી દેય છે. હવે નજમા અને પ્રદીપ આ ઘરમાં ખુશીથી રહે છે. હજી પણ તેં બંનેને આ વાત યાદ આવે તો તેને ખૂબ ડર લાગે છે.