ભાગ - 9
આગળના ભાગમાં આપણે જાણ્યું કે...
અત્યારે હોસ્પિટલમાં ડૉક્ટર, શ્યામના એક્ષિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલ મિત્ર વેદને તપાસી રહ્યાં છે.
શ્યામ,
બેબાકળો થઈ પોતાના મિત્ર વેદને ચેક કરી રહેલ ડોક્ટર સાહેબ,
બહાર આવે તેની રાહ જોતો હોસ્પિટલની લોબીમાં, આમથી તેમ આંટા મારી રહ્યો છે.
આ બાજુ ખબરી રઘુ આ બધી બાબતો પર ધ્યાન રાખી
વેદ અને શ્યામ વિશે કંઈપણ જાણવા મળે,
તે જાણી, તે મેસેજ આગળ આપવા માટે, હોસ્પિટલની બહાર અને કોઈ-કોઈવાર મોકો મળે તો હોસ્પિટલની અંદર પણ, આંટા મારી રહ્યો છે.
બે કલાક જેટલો સમય થતા, ડોક્ટર વેદને ચેક કરીને બહાર આવે છે.
શ્યામ દોડીને ડોક્ટર પાસે જાય છે, અને પોતાના મિત્ર વેદની હાલત વિશે અને તેના ઉપચાર વિશે જાણવા,
શ્યામ, એકી શ્વાસે ડોક્ટરને પૂછવા લાગે છે.
શ્યામ : બોલો ડોક્ટર સાહેબ, મારો મિત્ર બચી જશેને ?
એનો અવાજ પાછો આવી જશેને ?
ડોક્ટર શ્યામને શાંત કરે છે, અને કહે છે કે...
ડોક્ટર : જુઓ ભાઈ, ઈજાઓ તો ઘણી બધી થઈ છે, અને ગંભીર પણ છે.
પરંતુ...
એ બધી ઈજાઓ ધીરે-ધીરે સમય જતા બિલકુલ મટી શકે છે અને તમારો મિત્ર પહેલાની જેમ સ્વસ્થ પણ થઈ જશે.
રહી વાત તેના ગળા પર થયેલ ગંભીર ઘા વિશેની,
તો એના માટે ગળાના સ્પેશ્યાલિસ્ટ ડોકટર સાથે, મે ફોન ઉપર વાત કરી લીધી છે, અને તેઓ કાલે સવારે અહી આવી રહ્યા છે.
તે આવતીકાલે સવારે અહી આવી, એમની રીતે પેસન્ટને ચેક કરી, તેઓ જે કહે
તે પ્રમાણે પેસન્ટના ગળાના રિપોર્ટ કઢાવવા પડશે, અને તે રીપોર્ટ- ફોટો આવી ગયા બાદ, એ ડોક્ટર જેમ કહે તે પ્રમાણે
આગળ હું કંઈ વધારે કહી શકીશ.
હા, પરંતુ
હું તમને એટલું જરૂર કહીશ કે,
તમે બહુ ચિંતા ના કરશો, મેડિકલ સાયન્સે સારી એવી પ્રગતી કરી છે, અને બીજુ કે
તે ડોક્ટર ખૂબ જ હોશિયાર છે, અને આ રીતના જ એક-બે ટિપિકલ કેસ,
એમના હાથે ઓપરેશન કરીને સાજા થયેલા મેં પોતે જોયેલા છે.
હા, પરંતુ ખર્ચ થોડો વધારે આવી શકે તેમ છે.
એટલે તે ડોક્ટર કાલે અહી આવે, તે કહે તે પ્રમાણે ના રિપોર્ટો આપણે કરાવી લઈશુ, એટલે કાલે સાંજ સુધીમાં બધા રિપોર્ટ્સ પણ આવી જાય, તો કાલે રાત્રે તમારા મિત્રના ગળાનું ઓપરેશન આપણે કરી શકીએ.
ત્યાં સુધી તમે એક કામ કરો...
કાલ સાંજ સુધીમાં પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી જમા કરાવી દો, બાકી બધું આપણે જોઈ લઈશું.
શ્યામ : સાહેબ, પૈસાની બિલકુલ ચિંતા ના કરો, પૈસા હું કાલે ભરી દઈશ.
પરંતુ,
તમે, ગમે તેમ કરીને મારા મિત્રને બચાવીલો.
આટલું કહી શ્યામ, હોસ્પિટલની બહાર નીકળે છે.
શ્યામ ડોક્ટર સાહેબ સામે બોલતા તો બોલી ગયો કે,
પાંચ લાખ રૂપિયા કાલે ભરી દઈશ.
પરંતુ
શ્યામ કે વેદના પરિવારે, પાંચ લાખ તો શું,
50,000 જેવી રકમ પણ આજ સુધી એક સાથે નથી જોઈ, એ આપણે જાણીએ છીએ.
છતા...
શ્યામ અત્યારે, પૈસાની બાબતે વિચારવાનું થોડો સમય સાઈડમાં રાખી, આ એક્સિડન્ટ વિશે પોતાના તેમજ વેદના ઘરે જણાવવાનું વિચારે છે.
પાછું શ્યામને મનમાં થાય છે કે,
એક્ષિડન્ટની વાત જાણી બન્નેના પરિવારના લોકો ટેન્શનમાં આવી જશે.
એના કરતા કોઈપણ બહાનું કાઢી એક દિવસ કાઢી દઉં, અને પૈસાની વ્યવસ્થામાં લાગી જાઊં.
પહેલા પૈસાની વ્યવસ્થા થઈ જાય, પછી કાલે બન્નેના ઘરે જણાવીશ, અને આમેય ઘણીવાર એક દિવસ મારા ઘરે હું કે
વેદ તેનાં ઘરે ના જઈએ, તો બન્નેના ઘરવાળા એમજ માને છે કે,
વેદ શ્યામને ત્યાં કે શ્યામ વેદને ત્યાં રોકાઈ ગયો હશે.
માટે એક દિવસ એકબીજાના ઘરે ન જણાવે તો ચાલે તેમ હતુ.
અને આજે તો કારણ પણ હતુ કે, પ્રોગ્રામમાં મોડું થઈ ગયું હશે, તો તે એકબીજાના ઘરે રોકાઇ ગયા હશે.
માટે એક દિવસનો બહુ વાંધો ન હોવાથી શ્યામ પોતાના ઘરે કે વેદના ઘરે અકસ્માતની જાણ કરતો નથી.
હા, પરંતુ મામલો વધારે ગંભીર હોવાથી...
શ્યામ
આ વાત વેદના પપ્પા ધીરજભાઈના અને પંકજભાઈના પણ વિશ્વાસુ એવા, બેંક મેનેજર અને રીયાના પપ્પા RS સરને ફોન કરી ને બધી માહિતી જણાવવાનુ વિચારે છે.
પરંતુ
તેમને પણ શ્યામ ગંભીર અકસ્માતનું જણાવવા માંગતો નથી.
કેમકે, રીયા આ ગંભીર સમાચાર સહન નહીં કરી શકે...
માટે શ્યામ,
આમે અત્યારે અડધી રાત થઈ ગઈ છે, અને ખોટી તેમને દોડા-દોડી કરાવીને, ચિંતામાં નાંખવા નથી માંગતો.
કાલે પૈસાની વ્યવસ્થા થઈ જાય પછી ફોન કરીને પુરી વાત જણાવી દઈશ.
શ્યામ અને ડોક્ટર વચ્ચે થયેલ આટલી વાત ખબરી રઘુ સાંભળી રહ્યો હતો,
એટલે તે આ વાત પેલા બદમાશોને જણાવી દે છે, કે કાલે વેદનું ગળાનું ઓપરેશન કરવાનું છે, ને એનાં માટે શ્યામને ડોક્ટરે પાંચ લાખની વ્યવસ્થા કરવાનું કહ્યુ છે.
શ્યામ હોસ્પિટલના ગ્રાઉન્ડમાંજ આંટા મારી રહ્યો છે.
ખબરી રઘુ સમજી જાય છે કે, ભાઈ પાંચ લાખ ક્યાંથી લાવવા એનાં વિચારોમાં અને ટેન્શનમાં છે.
શ્યામ કંઈક વિચારી થોડીવાર રહીને હોસ્પિટલની અંદર જાય છે.
લગભગ વીસ મિનિટ પછી બહાર આવે છે.
બહાર આવી શ્યામ ક્યાંક જવા માટે હોસ્પિટલથી નીકળે છે.
શ્યામની પાછળ-પાછળ ખબરી રઘુ શ્યામનો પીછો કરે છે.
બે કલાક પછી શ્યામ હોસ્પિટલ પાછો આવે છે.
ખબરી રઘુને કંઈ સમજ નથી પડી રહી, રઘુને એમ હતુ કે શ્યામ તેનાં ઘરે કે પછી પૈસાની વ્યવસ્થા કરવા બે-ચાર જગ્યાએ જશે.
પરંતુ શ્યામ તો ચાલતો-ચાલતો એક મંદીર પાસે પહોચે છે, અને તે પણ ઉઘાડા પગે. મંદીર સામે અડધો કલાક હાથ જોડી પ્રાથના કરી પાછો હોસ્પિટલ આવી જતા, રઘુને નવાઈ લાગે છે.
હજી વધારે નવાઈ તો રઘુને ત્યારે લાગે છે કે,
શ્યામ હોસ્પિટલ આવી, હોસ્પિટલની લોબીમાં મુકેલ બાંકડા પર આરામથી સુઈ જાય છે.
બીજા દિવસે મોટા ડોક્ટર આવી જતા, આગળ વાત થયા મુજબ વેદના રીપોર્ટ નીકળે છે.
સાંજ સુધી રીપોર્ટ આવી જતા મોડી રાત્રે ઓપરેશન કરવાનું નક્કી થાય છે.
સાંજે અંધારૂ થતા-થતા તો ખબરી રઘુને જાણવા મળે છે કે, શ્યામે ઓપરેશન માટે પાંચ લાખ જમા કરાવી દીધાં છે.
રઘુ સમજી શકતો નથી કે,
શ્યામ કાલ રાતથી ક્યાંય ગયો નથી, તો આ પૈસા આવ્યાં ક્યાંથી ?
કોણે આપ્યાં ?
રઘુ, શ્યામે પાંચ લાખ જમા કરાવ્યા વાળી વાત પેલા 3 બદમાશોને જણાવે છે.
વધું ભાગ 10 માં
વાચક મિત્રો ભાગ દસમાં વાર્તા જમ્પ કરે છે, એક ટવીસ્ટ એક થ્રીલ વાળા ટર્નિંગ પોઇન્ટથી આગળ વધે છે.
તો આગળના ભાગ વાંચવાના બાકી હોય તો વાંચી લેવા વિનંતિ.