Dil ka rishta - a love story - 43 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 43

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 43

ભાગ - 43

( આગળ જોયું કે રશ્મિ રોહન ને અમદાવાદ જવાના સમાચાર આપે છે રોહન ની ઈચ્છા ના હોવા છતાં તેજલ એને સમજાવે છે એટલે રોહન જવા માટે તૈયાર થાય છે એના મમ્મી પપ્પા અને અજય ને અલવિદા કહી રોહન અને રશ્મિ નીકળી પડે છે અમદાવાદ હવે જોઈએ આગળ)



બસ પોરબંદર ટોલ ટેક્સ એ પહોંચી રોહન છેલ્લી વાર પોતાની માતૃભૂમિ પોરબંદર ને નિહાળે છે આ એજ પોરબંદર છે જ્યાં પોતે બાળપણ વિતાવ્યું આતો પોતાના પરિવાર માટે જોયેલા સપના પુરા કરવા એને અમદાવાદ જવું પડ્યું નહિ તો કોણ પોતાના પરિવાર થી દુર જવા માંગે પોતાનું બાળપણ પોતાના ભાઈ સાથે ધીંગામસ્તી, માં નો અખૂટ પ્રેમ , પિતા ની છાયા અને આ એજ પોરબંદર છે જેને એના પ્રેમસાથે ભેટો કરાવ્યો નહિ તો એ તેજલ ને ક્યારેય મળી શકશે એ આશા જ નહોતી તો હવે તો એ બધી લાગણીઓ સાથે એક નવું નામ જોડાયું છે જિંદગી માં " પ્રેમ " અને એ પ્રેમ એટલે તેજલ..
બસ આ નામ યાદ આવતા એ ચહેરો આખો સામે તરે છે જે જીવન ના બધા દુઃખ દર્દ ભુલાવી દે છે અને રોહન ના મોઢા પર એક અજબ જ મુસ્કુરાહટ પ્રસરી જાયછે એ બધું એ પોરબંદર માં મૂકી અને ફરી જવું પડતું હતું અમદાવાદ. પણ કઈ વાંધો નહીં બસ તેજલ ના મમ્મી ની તબિયત સુધરે એટલે એ પોરબંદર આવે ત્યાં સુધી માં એ પણ થોડું ઓફિશવર્ક કરી લે પછી તો એ પન જલ્દી પોરબંદર આવી જશે પછી ઘરે વાત કરી દેશે અને પછી તો એની તેજલ ફક્ત એની... એની સાથે જ... એની પાસે જ....

આટલું વિચારતા જ રોહન ની મુસ્કુરાહટ ફરી પ્રસરી ગઈ એને યાદ આવ્યું કે તેજલ રાહ જોતી હશે એને ફોન કાઢ્યો અને ડેટા ઓન કર્યા ત્યાં તો તેજલ ના ઘણા બધા મેસેજ હતા ગુસ્સા ના રિસાવા ના અને છેલ્લે i love you so much my sweetheart સાથે જ ઘણી બધી કિસ ના ઇમોજી

રોહન હસી પડ્યો કે મારી પાગલ ને તો રિસાતા પણ નથી આવડતું આટલો ગુસ્સો કરી રિસાય ને પણ છેલ્લે i love you 😂😂😂😂

એને વિડીઓકોલ કર્યો તેજલ ને

રોહન - hi my beautiful world

તેજલ - જી આપ કોણ ??? હું નથી ઓળખતી (તેજલ મોઢું મચકોડે છે)

રોહન - hahaha ઓહ પારો ઉચ્ચ તાપમાન પર છે એમ ને

તેજલ - હા છે તો

રોહન - હાય હાય !! કેટલી કયુટ લાગે છે ગુસ્સા માં પણ

તેજલ શરમાઈ છે પછી ફરી પોતાનું નાટક ચાલુ જ રાખે છે અને ફરી ગુસ્સા માં મો મચકોડી મોઢું ફેરવી લે છે

રોહન હસવા લાગ્યો

રોહન - ઓય તેજુ એ તો કે કે આ આટલી કયુટ લાગે છે તો કોઈ ક્યુટનેસ નો કોર્સ કર્યો કે છે જ આટલી કયુટ

તેજલ હસવા લાગી

તેજલ ( ખોટો ગુસ્સો કરતા ) તું તો મને સરખી રીતે રિસાવા પણ નથી દેતો

રોહન - તને જ નથી આવડતું રિસાતા મારી નૌટંકીબાજ અને આજ તો શુ હું તને ક્યારેય નહીં રિસાવા દઉં બીજું જે કાંઈ પણ કહીશ એ કરીશ જે સજા આપે એ આ તારા ગુલામ ને મંજુર પણ રિસાવાનું નહિ

તેજલ - કેમ કેમ ??? નહિ કેમ રિસાવાનું???

રોહન - બસ હું કહું કે નહીં રિસાવાનું એટલે નહિ રિસાવાનું

તેજલ - ઓહ રોફ કરે છે મારા પર ????

રોહન - ના ના, હું તો પ્રેમ કરું છું તને

એ બન્ને નું રોમાન્સ રશ્મિ ને અકળાવી રહ્યું હતું એટલે એને hendsfree લગાવી અને આંખો બંધ કરી ગીતો સાંભળવા લાગી

અને બસ પુરપાટ અમદાવાદ તરફ દોડી રહી હતી

**************

રશ્મિ ની આંખ મળી ગઈ હતી હોર્ન વાગતા જ એની નીંદર ઉડી અમદાવાદ આવી જ ગયું હતું અને એનું સ્ટેશન બસ 4 હતું એને જોયું રોહન પણ ઊંઘી રહ્યો હતો રશ્મિ એ જોયું એનો માસૂમ ચહેરો એક ગજબ ની ખુશી હતી એના ચહેરા પર એ નીંદર માં પણ મુસ્કુરાઈ રહ્યો હતો ..

રશ્મિ રોહન ને જોઈ મન માં વિચારી રહી કે મારો રોહન કેટલો માસૂમ છે મારા તો નસીબ માં નથી એનો સાથ પણ ભલે તેજલ સાથે તો તેજલ સાથે એ હંમેશા આમ ખુશ રહેવો જોઈએ તેજલ એને સંભાળી લે તો સારું ફરી તેજલ વિશે વિચારતા જ એના મન માં ગુસ્સો ફરી વળ્યો

એ અલ્લડ છોકરી , હહહ જે પોતાને સરખી રીતે ના સાંભળી શકે એ મારા રોહન ને શુ સંભાળવા ની હા હશે દેખાવડી , ખાલી રૂપ થી ઘર સંસાર નથી ચાલતો હા.. હશે એ ગરબા કવિન , પણ જિંદગી સંભાળવી એ કઈ ગરબા રમવા જેટલું સહેલું કામ નથી રોહન ને પણ કોઈ નહિ અને એજ..... છોડ યાર .. હું શા માટે એ એક જ વીચારુ છું ગમે એ હોઈ એમાં રોહન ની ખુશી છે પણ એ રોહન ની ખુશી માટે થઈ ને પણ તેજલ ને કયારેય દિલ થી સ્વીકારી તો નહીં જ શકે કારણ કે એ એજ છે જેને એની જિંદગી ઝેર કરી નાખી છે

ધીમે ધીમે રશ્મિ ના મન માં ના ઇચ્છવા છતાં તેજલ પ્રત્યે ઝેર ધોળાય રહ્યું હતું એ ઝેર ક્યાંક આગળ જતાં કોઈ માટે મહા મુસીબત નું કારણ બનશે કે કેમ એતો ભવિષ્ય ના ગર્ભ માં જ હતું

ત્યાં જ ફરી હોર્ન વાગ્યું ને એની તંદ્રા તૂટી એનું સ્ટેશન આવી ગયું હતું એને રોહન ને ઉઠાડ્યો બન્ને એ બધો સામાન ઉતાર્યો અને ટેક્ષી કરી અને ઘરે જવા રવાના થાય છે

રશ્મિ ને યાદ આવ્યું કે એ પોતાના વિચારોમાં આંટી ને તો જણાવતા જ ભૂલી ગઈ કે એ આજ આવી રહી છે એને આંટી ને ફોન જોડ્યો

એના આંટી એ ફોન ઉઠાવ્યો

રશ્મિ ના આંટી - હા બેટા કેમ છે શું કરે છે

રશ્મિ - હાય આંટી હું મજા મા સોરી હું તમને કહેતા જ ભૂલી ગઈ કે હું આજ આવું છું અમદાવાદ

રશ્મિ ના આંટી - ઓહ તું અમદાવાદ આવે છે પણ બેટા આપણે કઈ વાત થઈ નહોતી તો હું તો મારી ફ્રેન્ડ ના ઘરે આવી છું અમે બધી જૂની ફ્રેન્ડ એ આજ મળવા નું નક્કી કર્યું હતું તો હું તો ત્યાં છું

રશ્મિ - આવું છું નહિ આંટી આવી ગઈ છું ને ટેક્ષી માં છું

રશ્મિ ના આંટી - ઓહ ગોડ તો ચાલ હું આવું છું

રશ્મિ - ના આંટી આવવું નથી વાંધો નહિ તમે એન્જોય કરો મારી ચાવી પણ હું અહીંયા ભૂલી ગઈ હતી તમે ચાવી કોઈ ને આપી છે ???

રશ્મિ ના આંટી - ના બેટા તું હતી નહિ એટલે પછી ચાવી કોઈ ને નહિ આપી હું આવું છું ચાલ ને

રોહન બધું સાંભળે છે એને રશ્મિ ને ઈશારા માં કહ્યું કે તું અત્યારે મારી સાથે મારા ઘરે ચાલ ને

રશ્મિ - ના આંટી તમારે નથી આવવું હું અત્યારે રોહન ને ત્યાં જાવ છું

રશ્મિ ના આંટી - ઓકે બેટા હું રાત સુધી માં આવી જ જઈશ હું તને ત્યાં થી પિકઅપ કરી લઈશ

રશ્મિ - ઓકે આંટી બાય

રશ્મિ એ ફોન કટ કર્યો એને રોહન ને કહ્યું કે તારા ફ્રેન્ડ પણ તારી સાથે રહે છે ને તો એ લોકો ને તો કઈ પ્રોબ્લેમ નહિ હોય ને

રોહન - ના એ લોકો સાથે મારે રસ્તા માં જ વાત થઈ એ લોકો 4 દિવસ માટે ફરવા ગયા છે તો હું એકલો જ છું

રશ્મિ - ઓહ તો તારી પાસે તો છે ને ચાવી ક્યાંક મારી જેમ...

રોહન હસવા લાગ્યો

રોહન - ના ના છે મારી પાસે તો ચાવી....

બન્ને હસવા લાગ્યા રોહન એ ટેક્ષી વાળા ને કહ્યું કે હવે આ એક જ એડ્રેસ પર જવાનું

બન્ને રોહન ના ઘરે પહોંચે છે રોહન સામાન ઉતારી અને ડ્રાઇવર ને પૈસા ચૂકવે છે રશ્મિ લોક ખોલી અને બન્ને બધો સામાન લઈ ઘર માં જાય છે

રશ્મિ ઘર સાફસુફ કરે છે રોહન એ કહ્યું કે થાકી ગયા છે અને આમ પણ બધા ફ્રેન્ડ બાર છે હમણાં એટલે ઘર માં કઈ હશે નહિતો હું કંઈક બહાર થી પાર્સલ કરાવી આવું છું રશ્મિ એ કહ્યું હા ઠીક છે રોહન જમવાનું લેવા જાય છે રશ્મિ બધો સામાન ગોઠવી રહી હતી ત્યાં જ બહાર વરસાદ આવે છે રશ્મિ ને ચિંતા થઈ રોહન બહાર ગયો છે પલળી જશે

ત્યાં રોહન જમવાનું લઈ આવે છે સાચે જ રોહન આખો પલળી ગયો રોહન હવે પલળી જ ગયો છે એટલે એ એના રૂમ સાથે જ એટેચ અગાસી માં ન્હાવા માટે ચાલ્યો જાય છે એ રશ્મિ ને બોલાવે છે રશ્મિ ના કહે છે રોહન એને ધરાર ખેંચી ને લઈ જવાની કોશિશ કરે છે

રશ્મિ - રોહન પ્લીઝ, આ ઘર ગંદુ થશે બન્ને ભીના થશુ તો તું પલળી ગયો તું નાહી લે અને.... રશ્મિ આગળ કઈ બોલે પેલા રોહન એને બે હાથે ઊંચકી અને પરાણે વરસાદ માં લઇ જાય છે રશ્મિ ની આટલી વાર ના પાડવા છતાં રોહન એને વરસાદ માં ભીંજવી ને જ રહ્યો હવે તો રશ્મિ પણ ભીંજાય ગઈ હતી બન્ને હસવા લાગ્યા અને એકબીજા ને પાણી ઉડાડે છે ખૂબ ધીંગામસ્તી કરે છે ત્યાં રશ્મિ નો પગ લપસે છે એ દીવાલ સાથે અથડાવા જાય ત્યાં રોહન એને કમરે થી ખેંચી અને બચાવી લે છે પણ એને બચાવવા જતા પોતાનું બેલેન્સ પણ ગુમાવે છે અને રોહન અને રશ્મિ બન્ને નીચે પછડાઈ છે રશ્મિ ને રોહન એ કમરે થી પકડી હોવાથી રશ્મિ રોહન ની ઉપર પડે છે બન્ને એકબીજા સામે જુવે છે રશ્મિ ના ભીના વાળ રોહન ના મોઢા પર આવે છે એના વાળ માંથી આરપાર થઈ વરસાદ ની બુંદો રોહન ના ચહેરા ને ભીંજવી રહી છે. રશ્મિ માટે તો એ પળ સ્વર્ગ ની અનુભૂતિ હતી એ રોહન ને જોઈ રહે છે રોહન પણ રશ્મિ ને જોઈ રહે છે બન્ને ના અઘરો વચ્ચે નું અંતર ધીરે ધીરે કપાઈ રહ્યું હતું રશ્મિ નું દિલ જોર જોર થી ધડકી રહ્યું હતું કદાચ આ એજ પલ હતી જે રોહન અને રશ્મિ.....

આજ રોહન અને રશ્મિ એકલા હતા આજ વરસાદ ને જોઈ લાગી રહ્યું હતું કે કદાચ એના આંટી રાતે નહિ જ પહોંચી શકે એટલે આજ ની રાત પણ કદાચ બન્ને એકલા હતા

વરસાદી માહોલ , બે યુવા હૈયા અને એમાં એને મળેલું એકાંત.....

કદાચ આ એજ રાત હતી જે બન્ને ના જીવન માં ખૂબ મોટો બદલાવ લાવી શકે છે આજ ની આ રાત તોફાની વરસાદ સાથે રોહન ની જિંદગી માં મોટું તોફાન લઈ આવી શકે છે એ વાત થી બન્ને અજાણ હતા....

TO BE CONTINUE.....

( રશ્મિ અને રોહન ની વધી રહેલી નજદીકી એના જીવન માં શુ બદલાવ લઈ આવશે ???? શુ આઘાતજનક કિસ્સો રોહન ની જિંદગી માં બનવાનો હતો જેના થી અત્યારે એ અજાણ હતો ??? રોહન રશ્મિ અને તેજલ ની જિંદગી આગળ ક્યાં લઈ જશે ???? શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા.....

આપનો અભિપ્રાય આપવાનું ચૂકશો નહિ મને જરૂર જણાવો કે આપણી આ રોહન રશ્મિ અને તેજલ ની ત્રિપુટી ની લવ સ્ટોરી આપણે કેવી લાગી રહી છે અત્યારે કેવી જઇ રહી છે અને કઈ પણ સજેશન પણ આપી શકો છો હા થોડો સમય લઉં છું જાણું છું પણ થોડી બધી જવાબદારીઓ વચ્ચે થોડું મોડું થઈ જાય છે અને આપ સૌ આ સ્ટોરી ને એટલો પ્રેમ આપો છો કે હવે તો મારે એને વધુ મહેનત થી લખવી પડે છે કારણ કે આપ સૌ ના દીલ માં આ સ્ટોરી એ જે જગ્યા બનાવી છે એ હું આપ સૌ ની કોમેન્ટ અને મેસેજ રિવ્યુ પર થી અનુભવું છું કે આપ સૌ ખૂબ પસંદ કરી રહ્યા છો તો આપ સૌ નો ખુબ ખુબ આભાર બસ આમ જ પ્રેમ આપતા રહો

love you all my reader🤗🤗🤗🤗🤗

મને instagram પર ફોલ્લો કરો

@tejal_rabari.singer_official