તમે ગતાંક માં જોયું કે...
રોકી અને રિયા ફાર્મહાઉસમાં પોતાની ઈચ્છા સંતોષવા આવે છે.. રોકીને રિયા પર અનહદ પ્રેમ આવે છે અને.પ્રેમઅંધ બનીને એ રિયા પર તૂટી પડે છે.. અંતે શાંત થાય છે.. અને થાકીને સુઈ જાય છે.
મોડી રાત્રે પણ એ બિલ્લી અને કુતરાના અવાજો સાંભળી જાગી જાય છે અને ઊંઘમાંજ રિયાને સ્પર્શ કરે છે ત્યાં એના હાથે કાંટા વાગે છે. એ ઉભો ઘયીને ઉંધી સૂતી રિયાને સરખી કરી ચહેરાના વાળ હતાવતા જ ચોંકી ઉઠે છે.
રિયાની જગ્યાએ રચના હોય છે. અને રોકી રિયા વિશે પૂછતાં એને રૂમમાં પુરી ચાવી સ્વિમિંગ પુલમાં નાખી એવું કહે છે. રોકી દોડીને ચાવી લાવે છે પણ એના હાલ હજુ બેહદ ખરાબ હોયછે.. એ જોઈને રિયાને થોડી શાંતી મળે છે..
હવે જોઈએ આગળ....
રિયા રિયા.. જો તારો દિવાનો આવ્યો.. ચાવી લઈને..તને બચાવવા.. વાહ શુ પ્રેમ છે.. રિયા..
અને રોકી જુવે છે તો રિયા અને રચનાની શરીર રચના જાણે અર્ધનરેશ્વર જેવી હતી..
અડધું અંગ રિયા અને અડધું અંગ રચના..
રોકી ને ઘડીભરતો કાઇ સમજાયું નહીં..!
રિયા પણ રોકીને જોઈ અટહાસ્ય કરવા લાગી..
કેમ કેવી રહી મિસ્ટર રોકી.. !
રોકી : રિયા અને રચના તમે બન્ને એ મારી સાથે ચિટીંગ કરી..
તમે બને ને હું નહીં છોડું..
રચના : ઓહો.. એવું પહેલા પકડતો ખરા અને રિયા રચનાને તાળી આપીને હસવા લાગી..
હું રિયા એજ રચના .. કોઈ જુદું અસ્તિત્વ નથી અમારું તને મારા પ્લાનમાં ફસાવવા રિયાનું રૂપ ધારણ કરવું પડ્યું..
રોકી.: યુ બીચ... નોંસેન્સ.. તારી તો..આઈ કિલ યુ..
રચના :ઓહ... મિસ્ટર.. જસ્ટ કુલ ડાઉન..
આ તારા બાપનું ફાર્મહાઉસ ભલે પણ અહીં આજ પૂનમની રાત છે..અને રાજ મારુ ચાલશે..
રોકી : તું હવે તારી ઔકાત ભૂલે છે રચના
રચના : ઔકાત તું યાદ રાખ.. મારેતો તને યાદ છે
આ દુનિયા યાદ કરશે કે એજ હતી રોકી એ રીતે તારું કામ કરવાનું
ભૂલી ગયો.. બિલ્લી બનીને મારી મદદ કરનાર એ મારો મિત્ર જ હતો.. હવે તારી પર એ લોકીટની કોઈ જ અસર રહેશે નહીં ને હું હવે તને તારા કર્મો ની સજા આપીશ.. હવે તને મારા સંકનજામાંથી કોઈ છોડાવી નહીં શકે
હવે તારા પાપનો ઘડો ભરાઈ ચુક્યો છે અને મારે હવે ખાસ કરવાનું નથી.. બસ એક.નાનકડું કામ છે તને જીવનમરણ ની ઝંઝટમાંથી મુક્તિ આપવાનું કાર્ય..
રોકી હવે એ તાવીજ શોધવા ખીસ્સામાં બધે ફેદે છે. તાવીજ ન જોઇને હેબતાઈ જાયછે..
આખરે એને રચના પર ગુસ્સો આવે છે અને રોકી તેની પર બાજુમાં પડેલું ફ્લેવર વાઝ ફેકે છે
પણ રચના તો પડછાયો હતી પ્રેત.. એ વાઝ એની આત્માની આરપાર નીકળી ગયું.. રચનાએ અટ્ટહાસ્ય કર્યું..
અને રોકી ત્યાંથી મુઠ્ઠી વાળીને ભાગ્યો..
રચનાએ પહેલાથી જ એની કાર પંકચર કરેલી એટલે એ ચોકીદારનું બાઇક લઈને ભાગ્યો. રચના એની પાછળ વાયુવેગે ઊડતી ઊડતી ગયી..
રોકીએ બાઇકની સ્પીડ વધારી દીધી રચનાની આંખોમાંથી તણખા ઝરતા રહ્યા પણ રોકી એ બધાથી બચતો આગળ વધી ગયો અને તંત્રીકના ઘરે બાઇક ઉભી રાખીને સડસડાટ અંદર જતો રહયો.
રચના બહાર જ ઉભી રહી કારણકે અંદર જવામાં જોખમ હતું..
રોકી અંદર જઈને બોલ્યો ..".મહારાજ.. મહારાજ.. મને બચાવો..બચાવો..
રચના અને રિયા એક છે.. બન્ને એ મને મારવા પ્લાન બનાવેલો
મને રચના મારી નાખશે. .મારુ તાવીજ પણ તોડી નાખ્યું અને હવે મને મારવા છેક અહીં સુધી મારી પાછળ આવી છે.."
" પ્લીઝ .. હેલ્પ મી.. પ્લીઝ.. હું મરવા નથી માંગતો.. એણે માંરા બધા દોસ્તોને મારી નાખ્યા અને હવે મને પણ.. પ્લીઝ કાઈ મંત્ર તંત્ર કરી એની આત્માને મુક્ત કરી નાખો.. "
શું રોકીનો અંત આવશે..? રચનાને મુક્તિ મલશે?..
આવતા અંકમાં જોઈએ આગળ શું થાય છે..
તમે તમારી રીતે અનુમાન લગાવો..
આવજો