DOSTAR - 20 in Gujarati Fiction Stories by Anand Patel books and stories PDF | દોસ્તાર - 20

Featured Books
Categories
Share

દોસ્તાર - 20

વિશાલ લાઇફમાં એટલું ખરાબ થવાનું ક્યારેય જોયું નથી, નરેશ રોજ બહાર જવા પૈસા નથી.
સાચી વાત છે.
અલ્યા ભાઈ તું કુકિંગ સીખને યાર તારું પેશન તને ખબર પડી જશે રોજે અમને સારું ખાવા તો મળે...
નરેશ ના ભાવેશનું આગળનું વિઝન ગોલ્ડ એક્ટર બનવાનો છે. બધાએ મોબાઈલમાંથી ઊંચું જોયું ભાવેશ નો ચહેરો ગુસ્સા માં હતો.મને આવી કંઈ જ ખબર નથી એવું કહી રહ્યો હતો.
"વિશાલ જોરદાર આઈડિયા છે ભાવેશ તારી ફિલ્મ જોરદાર ચાલશે હા"
એટલી જ વારમાં ભાવેશ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયો અને બીજી જ મિનિટે તેને એડ કરી દીધી એ દિવસોમાં પુસ્તકો વાંચવાના ચાલુ કર્યા હતા.
હોસ્ટેલમાં પુસ્તક વાચક સ્કોલર માણસ ગણાતું ભાવેશ એક રૂમમાં જઇને આવા સ્કોલર્સ પાસે books લઈ આવ્યો શરૂઆતમાં વર્ષા અડાલજ જાણે બે-ત્રણ books વાંચી...
હોસ્ટેલની રૂમની બાલ્કનીમાં બેઠો-બેઠો બુક વાચી વિશાલ ને કહી રહ્યો તું જો કોઈ ભણેલો માણસ પોતાની નોકરી છોડીને લેખક બની શકે તો હું પણ લખી ને મોટો લેખક બની શકીશ.
વિશાલ તેને બાઘાની જેમ જોઈ રહ્યો આ વિચાર પછી તેને થોડાક સમય માટે લેખક બની ગયો.
રૂમ પર આવીને બાલ્કનીમાં ટેબલ મૂક્યું કોઈ મહાન લેખક ની જેમ એક પાણીની બોટલ લીધી ટેબલ પર હજુ કશું ખૂટતું હોય એવું લાગતાં બાજુના રૂમમાં પડેલી બુક્સ લઈને આવ્યો.
ખાલી કપ ટેબલ પર મુક્યો હવે કંઈક લેખક જેવી ફિલિંગ આવે છે તેને લખવાનું ચાલુ કર્યું પહેલા જ પેજ પર વાચક ને ખબર પડે એ માટે લખ્યું આ ડાયરી મારા સિવાય કોઈએ પણ વાંચવી નહીં.
"બીજા પેપર ડાયરીમાં લખી પોતાના માતા-પિતાને અર્પણ" વિદ્યાપીઠમાંથી તેની શરૂઆત કરી મેં થોડા દિવસ પહેલાં નક્કી કર્યું હતું કે હું મારી લાઇફમાં મારા ફોનમાંથી બહાર ઊઠીને કામ કરીશ સાચું કહું તો હજુ હું એવું કંઈ કરી શક્યો નથી.
હું કેમ કરી શક્યો નથી ખબર નથી મેં દોડવા નું ચાલુ કરેલું પણ મને ના ગમ્યું અને પાંચ દિવસ પછી બંધ થઈ ગયું.
મેં પેંટિંગ કરવાનું વિચાર્યું મને બાળપણથી એવું હતું કે હું જોરદાર પેન્ટર બનીશ મારી સ્કૂલમાં પણ ચિત્ર ના પેપર માં જોરદાર માર્ક્સ આવતા પણ ખબર નહીં કેમ...
પરંતુ થોડા દિવસ પહેલાં જ્યારે મેં પેપરમાં લખવા નું ચાલુ કર્યું ત્યારે મારાથી એકદમ ખરાબ ચિત્ર બની મેં મારા દોસ્ત ને હસતો હસતો બેડ પરથી નીચે પડી ગયો અને તે રાત્રે ખૂબ દુઃખ થયું તેનો ચહેરો બનાવવામાં ખૂબ મહેનત કરેલી...
ડાયરીમાં મારી જાત સાથે કશું પણ ખોટું લખવા માગતો નથી પણ સાચી જ લોકો એકબીજાથી થોડી હતી એટલે જ ચિત્ર માં તેનો ચહેરો જોઈને મારા મિત્રને ના ગમી હોય...
"લીખીતન ભાવેશ પટેલ"
ભાવેશ બીજી રાત્રે ફરી ડાયરી ટેબલ પર ખોલી કોફી કાપલી લઈ બેઠો હતો.
થોડા દિવસથી રોજ રાત્રે પથારીમાં પડે ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરીને મારી જાતને સવાલ પૂછું આજનો દિવસ ખરેખર મારી લાઇફમાં સાર્થક છે...
ટીવી જોવું છે ના જવાબ મોટા ભાગે ના મન ખબર પડે છે કશું ખબર પડે છે ભડકે બળે છે તડપે છે ઊંઘ આવતા પહેલા આંખોમાંથી આંસુ સરી પડે છે થાય છે કે હું એકલો નથી મારા જેવા કેટલાય યુવાનો ને આવી ફિલીગ આવતી હશે કેટલાયે લોકો પોતાની જાતને કંફોર્ત ઝોનમાંથી બહાર નીકળીને પોતાના સપનાઓને જીવવાની ખેવના ધરાવતા હશે પણ કશું કરી શકતા નહીં હોય...
ખબર નહીં દુનિયામાં બધા સફળ માણસોને જોઇને ક્યારેક પાછળ રહી ગયા ની પીડા થાય છે રોજ સફળતાઓ ની કહાનીઓ જોઈને એકલતા લાગે છે ફેસબુક પર કોઈની બ્યુટી કરેલી પ્રોફાઈલ જોઇને થાય છે કે એક દિવસ મારું પણ પેજ હશે હજારો લાઈક વાળું...
વધુ આવતા અંકે...