ghadtar - 4 in Gujarati Short Stories by Mittal Shah books and stories PDF | ઘડતર - વાર્તા-4 પિયાનો

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઘડતર - વાર્તા-4 પિયાનો

આસ્થા-અનંત રાત્રે દાદા-દાદી જોડે વાર્તા સાંભળવા ગયાં ત્યારે દાદા બોલ્યા કે, "આજે તો વાર્તા કહેવા નો વારો અનંત નો છે."

અનંત બોલ્યો કે, "મને તો દાદા જેવી વાર્તા કહેતાં નથી આવડતી."

દાદા બોલ્યા કે, "કંઈ વાંધો નહીં બેટા. જેવી આવડે તેવી કહે."

અનંતે વાર્તા શરૂ કરી.
💐💐💐💐💐💐💐💐💐💐💐 💐💐💐💐


પિયાનો


તબલાં, વાયોલિન, ગિટાર, ડ્રમ, બાસુંરી અને પિયાનો પર હાલજ મ્યુઝિકલ નાઈટની પ્રેકટીસ પુરી થઈ હતી. એ બધાં જ સ્ટોરરૂમ માં રિલેક્સ મૂડમાં હતાં. એ પ્રેકટીસ ટાઈમ યાદ કરીને હસી રહ્યા હતા.

"વાહ વાહ, કેવો સરસ મારો અવાજ તકધીના-તકધીનતા. હમણાં જ હું બોલી પડીશ કે મારા માંથી શબ્દો હાલજ બહાર આવશે." તબલાં એ કહ્યું.

વાયોલિન બોલ્યું કે, " જયારે મારો અવાજ તો એવો મધુર કે લોકો ડોલી ઉઠે. મનમાં એક તોફાની લહેર પસાર થઈ જાય અને ડાન્સ કરવા લાગે."

"અને મારા અવાજ થી તો દરેકમાં જોશ આવી જાય. મારા અવાજથી તો એટમોસ્ફિયર જ તોફાની બની જાય." ડ્રમ બોલ્યું.

ગિટાર બોલ્યું કે, "જયારે મારો અવાજ એકદમ સ્મૂથ. દરેકમાં ઉત્સાહ ભરી દે એવો કે તમે એમાં ખોવાઈ જ જાવ. જાણે હાલજ મમ્મીનો મીઠો મધુરો અવાજ સંભળાશે."

"હું ભલે શ્રી ક્રિષ્નાના મુખની શોભા છું. પણ મારા સૂર માંથી એક શાંત વહેતો અવાજ જાણે દરેક ના હ્રદયમાં પહોંચી જાય. લોકો અધ્યાત્મિક થઈ જાય કે સપનાં ઓમાં ખોવાઈ જાય સા..રે..ગ..મ..." બાસુંરી બોલી ઊઠી.

પિયાનો બોલ્યો કે, "બધાં જ સૂરોને એક કરીને શબ્દોમાં એક સુંદર સંગીત વહેતું કરી દે, પીરસી દેતું હોય એવો મારો અવાજ.

પણ સૌથી વધારે ચાર્મ તો આપણા વાદકનો. એ આપણને વગાડે એટલે આપણે સંગીત પીરસીએ."

પિયાનો સામે આશ્ચર્યથી જોઈ રહ્યું.

"અરે, બધાં આ વાતો મૂકો ને. કાલે મ્યુઝિકલ નાઈટ છે. તો સારી રીતે વાગજો." ઓર્ડર આપતી સ્ટીક બોલી.

પિયાનોએ કહ્યું કે, "હા કોઈએ કામચોરી ના કરવી.સારી રીતે વાદક ને સર્પોર્ટ કરજો પાછા."

આ બધાં ઈન્સ્ટ્રુમેન્ટ ઘણીવાર પ્રેક્ટિસ માં અવાજ અલગ કાઢીને થોડી વાર કામચોરી કરતાં અને આરામ કરી લેતાં. એ પિયાનોને ખબર હોવાથી જ એવું કહ્યું.

તબલાં બોલ્યા કે, " હા તું તો એવું જ કહેને કારણકે તું તો પરફેક્ટ છે. તારા માટે સરસ સ્ટેન્ડ જયારે અમારે જમીન પર. વળી, અમારા વાદક જ બરાબર ના હોય તો અમે શું કરીએ."

"તબલાં ની વાત સાચી છે. અમને વગાડનાર સારું નથી વગાડતાં એમાં અમે શું કરીએ. બાકી અમે કામચોરી નથી કરી." વાયોલિન બોલ્યું.

ત્યાં જ બાસુંરી બોલી કે, "અમારે પણ તારી જેમ પરફેક્ટ થવું છે. પણ અમારે તો લટકી રહેવું પડે છે સમજયો તું પિયાનો."

ગિટારે કહ્યું કે, " વળી, તું તારી જાતને ઊંચી માને છે. એટલે જ અમારા પર હુકમ કરે છે. અમારા પર તું હુકમ ના કરી શકે."

"એવું કંઈ નથી. હું તો એટલા માટે કહું છું કે. કાલે જો તમે સરસ વાગશો તો તમારી જ વાહવાહી થશે. જેમકે વાહ શું તબલાં વાદન, બાસુંરી ના સૂર, ગિટાર વાદન કે ડ્રમ નો અવાજે તો મ્યુઝિકને ચાર ચાંદ લાગી ગયાં. સુંદર મ્યુઝિકલ નાઈટ રહી. સમજયા"પિયાનો બોલ્યો.

પિયાનો તો રાતે સૂઈ ગયો.

એટલે ડ્રમ જે કનિગ હતો. તેણે ધીમા અવાજે કહ્યું કે, "એ આપણને અત્યારે તો આપણાં નામની વાહવાહીનું કહે છે પણ ખરેખર તો કાલે એની જ વાહવાહી થશે. વળી, એ આપણાં પર હુકમ થોડો કરી શકે. એટલે જ ફ્રેન્ડસ આપણે કોઈએ તેને સપોર્ટ ના કરવો જોઇએ. બોલો શું કહો છો ફ્રેન્ડસ?"

"ડ્રમ ની વાત સાચી છે. હું તો તૈયાર છું." ગિટારે કહ્યું.

બધાં એ હા પાડી. અને પિયાનોને સબક શીખવાડવા માટે પ્લાન તૈયાર કર્યો.

બીજા દિવસે મ્યુઝિકલ નાઈટમાં થોડી વાર રહીને બાસુંરી માંથી અવાજ ન બરાબર નીકળ્યો. પછી ગિટાર બગડી ગયું. તબલાં માંથી અવાજ બેસૂરો નીકળવા લાગ્યો.

આમ, એકએક કરીને ગિટાર, ડ્રમ, વાયોલિન, તબલાંએ સ્ટીકનો ઓર્ડર ના માનીને પિયાનો ને સપોર્ટ ના કર્યો.

પિયાનોએ ઘણાં સમજાવ્યા પણ તેઓ માન્યા જ નહીં. પણ એ સારી રીતે વાગ્યા જ નહીં.

આખરે ઓર્ડર આપતી સ્ટીકે પણ વાગવાનું કહ્યું. પણ તેઓ ટસના મસ ના થયા.

મ્યુઝિકલ નાઈટ્સ ના ઓર્ગેનાઈઝરે એ વાજિંત્રો બદલાવી દીધાં. અને સ્ટેજ ના ખૂણામાં મૂકીને વાદકોને બીજા ઈન્સ્ટ્રુમેન્ટ આપ્યાં.
મ્યુઝિકલ નાઈટ્સ સરસ રીતે પૂરી થઈ. બધાં એ તાળીઓ પાડી અભિવાદન કર્યું.

એ વખતે કોઈ તબલાં વાદનના વખાણ કરતું. કોઈ કહેતું કે મને તો ડ્રમનું મ્યુઝિક ડોલાવતું હતું. કોઈ બાસુંરીવાદન તો કોઈ વાયોલિન ના સૂરના વખાણી રહ્યા હતા. કોઈના આંખમાં ગિટાર નું મ્યુઝિકમાં તો કોઈ પિયાનોના સૂરોમાં ડૂબેલા હતાં.

આ બધું જોઈને બાસુંરી, ગિટાર, વાયોલિન, તબલાં, અને ડ્રમના મનમાં થતું હતું કે, 'કાશ આપણે સ્ટેજ પર હોત તો આપણા વખાણ થાત. આપણે જો કામચોરી ના કરી હોત તો આપણા માટે તાળીઓ વાગતી.'

એવામાં પિયાનો એમની જોડે આવ્યોને કહ્યું કે, "જોયુંને તમે કામચોરી કરી તેમાં શું થયું? તમે સ્ટેજ પર આવ્યા છતાંય ના સપોર્ટ કરતાં જે તાળીઓ તમારા માટે હતી એની જગ્યાએ બીજા માટે વાગી. હું એટલે જ કહેતો હતો કે વાજિંત્રો કરતાંય વાદક ઈમ્પોર્ટન્ટ છે."

બધાં નીચું જોઈને સાંભળી રહ્યા.
💐💐💐💐💐💐💐💐💐💐💐

દાદા-દાદી, આસ્થાએ તાળી પાડી.

આસ્થા બોલી કે, "તો પછી શંભુ મહારાજ, આયા આન્ટી અને મંગુદીદીએ પણ કામચોરી કરે છે. એવું કહેવાય ને."

દાદી બોલ્યા કે, "એવું ના કહેવાય."

અનંત બોલ્યો કે, "આસ્થાની વાત સાચી છે. દાદી"

દાદા બોલ્યા કે, "ચાલો વાત મૂકો. આના પર પછી ચર્ચા કરીશું. હવે રમીએ."