થોડા સમયમાં આવતાં જૈમિકના જન્મદિવસની જૈમિક આતુરતાથી રાહ જોતો હોય છે. અને જોવે પણ કેમ નહીં....? માણસ શરીરથી હારી શકે પરંતુ મનથી નહીં. હા એવુંજ કાંઈક જૈમિક સાથે પણ થયું કેમ કે એ જાણતો હતો કે ભલે નેત્રિ એની સાથે વાત નથી કરતી પરંતુ એના જન્મદિવસના દિવસ પર એને મળવા તો આવશે જ.
જૈમિકની રાહ પણ પૂરી થઈ થોડાં સમયમાં એનો જન્મદિવસ આવી ગયો ને એ બસ ફોન હાથમાં લઈને બેઠો હોય છે. હૃદયના ધબકારા જાણે બહાર સંભળાતા હોય એવું લાગે ધક..... ધક.......! ધક........ધક........! ફોન સામે ઘડીક થાય ને જોયા કરે હજુ કેમ ફોન નથી આવ્યો......? ને જોતજોતામાં રિંગ વાગી. અને નવાઈની વાત તો એ છે કે એની ફોન આવશે જ એવી આશા સાચી નીકળી જોયું તો ફોન નેત્રિનો જ હતો.
ફોન ઉઠાવીને હેલ્લો કહે એ પહેલાં જ નેત્રિ કહે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.......! તમારા બધાજ સપનાં પૂરા થાય અને હમેશાં ખુશ રહો એવી ભગવાનને પ્રાર્થના......!
ખુબ ખુબ આભાર ઢીંગલી.......! ને મારા સપનાં તો તારી સાથે શરૂ ને તારી સાથે જ પૂરા થાય છે એમ જૈમિક ખુશી સાથે જવાબ આપે છે.
તો કેવો રહ્યો તમારો આજનો જન્મદિવસ.....? નેત્રિ જૈમિકને પૂછે છે.
બસ તારા જ ફોનની રાહ જોતો હતો કે ક્યારે તારો ફોન આવે અને તને મળવા બહાર આવું ખુબજ ઉત્સુકતાથી જૈમિક નેત્રિને એના મનની વાત જણાવે છે.
મારા ફોનની રાહ જોતા હશો એતો મને જાણ હતી જ પરંતુ મને મળવાની રાહ જોતા હશો એની મને અપેક્ષા નહોતી નેત્રિ જૈમિકને એના મનની વાત વ્યકત કરે છે.
હા મને ખબર જ હતી તારો ફોન આવશે અને તું મને મળવા પણ આવીશ એમ જૈમિક જણાવે છે.
હા અમુક અંશે તમે સાચાં છો જ.......! પરંતુ અમુક અંશે ખોટાં પણ ખરાં......! કારણ કે મેં મારા હાથથી તમારા જન્મદિવસની ભેટ સ્વરૂપે કાંઈક બનાવ્યું છે જે હમેશાં તમારી પાસે રાખી શકો ને એ તમને ગમશે જ. તો એ તમારા સુધી પહોંચાડવાનો મારી પાસે રસ્તો નહોતો માટે તમને મળવા આવવાનું વિચારી જ રહી હતી.
પરંતુ હું જાણતી હતી કે તમને મળીને બે ઘડીની ખુશી અને વધારે આશાઓ આપવામાં કાંઈ મજા નથી. જેનાં લીધે પછી તમે અને હું બંને દુ:ખી જ થવાનાં હોઈએ એવું કાંઈ કરવાનો શો અર્થ.....? માટે તમારા મિત્ર અને મારા બનાવેલ ભાઈને મેં તમારી માટે બનાવેલ વસ્તુ સોંપી છે જે તમારી જન્મદિવસની ભેટ તમારા સુધી પહોંચાડી દેશે. મને આશા છે કે તમને ગમશે જ મારી મોકલેલ ભેટ એવું નેત્રિ જણાવે છે.
તારી મોકલેલ ભેટ માટે તારો ખુબ ખુબ આભાર નેત્રિ. તે તારા હાથથી બનાવી છે તો હું એને રાજીખુશીથી સ્વીકારી જ લઈશ પરંતુ ફક્ત ને ફક્ત તારા હાથથી જ સ્વીકાર કરીશ અન્ય કોઈ વ્યક્તિના હાથથી નઈ એમ જૈમિક નેત્રિને કહે છે.
આ જીદ તમારી ખોટી છે જૈમિક હું નહીં આવી શકું તમને મળવા કારણ કે હું નથી ઇચ્છતી કે હવે આગળ કાંઈપણ એવું થાય જે આપણાં બંનેને એકબીજા વિના રહેવામાં તકલીફ રૂપ થાય માટે તમે જેટલું વહેલા સમજી શકો સમજી લેજો કે આપણે હવે ના મળીયે એમાંજ ભલાઈ છે.
તો ઠીક છે નેત્રિ આપણે નઈ મળીયે મને કાંઈજ વાંધો નથી પરંતુ મેં જેમ કહ્યું એમ જન્મદિવસની ભેટ તારા હાથે જ લઈશ તો એમજ થશે માટે જ્યાં સુધી તું તારા હાથથી નઈ આપે ત્યાં સુધી હું એ ભેટ નઈ સ્વીકારી શકું માટે મિત્ર પાસે રહેલ એ ભેટ હું તને મિત્ર પાસે જ પરત મોકલાવી દઈશ પછી હતાશ થઇ જૈમિક ફોન રાખી દે છે.