The game of destiny - 7 in Gujarati Fiction Stories by Kiran books and stories PDF | પ્રારબ્ધ નો ખેલ - ભાગ 7

The Author
Featured Books
Categories
Share

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 7

'મેળાપ '
બીજા દિવસે તો સુનંદા, શ્યામા થી પણ વહેલી ઉઠી ગઈ હતી.ફટાફટ માઁ-દીકરી બધું સવારનું કામ પતાવી વીરુ અને પોતે બન્ને નું ભાતું લઇ હરહંમેશ ની માફક જંગલ માં જવા નીકળી રહી હતી ત્યાં અનુરાધા એ મજાક કરતા કહ્યું, 'માઁ થોડા જલ્દી ચાલજો, આ સુનંદા ને મોડું થાય છે'. આમ કહી એ હસીને ઘરમાં જતી રઈ.માઁ -દિકરી બન્ને પણ હસીને જતી રઈ.
સુનંદા તો પવન વેગે ચાલતી જતી હતી, શ્યામા પણ એને જોઈ મનમાં ને મનમાં હસતી હતી.આમ થોડુંક ચાલતા જંગલ આવી ગયું ત્યાં શ્યામા એ કહ્યું, 'સુનંદા, જો અહીં પણ સુકાય ગયેલ ઝાડવા છે, પેલા અહીંયા થી કાપી લઈએ પછી પેલી બાજુ જઈએ'. આમ કહી એણે ભાતું ત્યાં નીચે મૂક્યું અને કુહાડી લઇ લાકડા કાપવાની તૈયારી કરી રહી હતી.સુનંદા મનમાં વિચારવા લાગી, 'અરે ભગવાન ! માઁ ને આજે જ આ સુકાયેલ ઝાડવા દેખાવા હતા??
આમ વિચારી સુનંદા એ કીધું, 'માઁ આખો દિવસ અહીં જ કાપવાના??'શ્યામા જાણે સુનંદા ની વ્યથા સમજી ગઈ હોય એમ કેહવા લાગી, 'ના બેટા, થોડા કાપીએ પછી વીરુ પાસે પણ જવાનુ છેને !!'આટલું કહી શ્યામા હસીને લાકડા કાપવા લાગી.
સુનંદા ને તો જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ રંજિત થઈ ગઈ. પછી તો ફટાફટ માઁ એ કાપેલા લાકડા ભેગા કર્યા અને ભારો બાંધ્યો. હવે બન્ને વીરુ પાસે જવા નીકળી હતી.
પણ જેવી એ બન્ને ત્યાં પોહચે તો તેઓ એકલા વીરુ ના પિતાને ત્યાં ઘેટાં બકરા ચરાવતા જોવે છે. વીરુ અને સેતુ આજે દેખાતા નહતા.સુનંદા તો માઁ ને પૂછ્યા કે કહ્યા વગર જ વીરુ ના પિતા પાસે જઈ 'વીરુ ક્યાં? 'એમ પૂછવા લાગી.
વીરુ ના પિતા એ કીધું, 'બેટા એ આજે હવે નઈ આવે, ઘરે એના મામા-મામી આવ્યા એટલે એ ઘરે જ રોકાઈ ગયો. કાલે આવશે,હું પણ આજે વહેલો ઘરે જતો રઈશ '.
વીરુ ના પિતાનો આવો જવાબ સાંભળી સુનંદા ને તો જાણે પગ નીચે થી જમીન સરકી ગઈ હોય એમ કઈ સંભળાતું જ બંધ થઈ ગયુ. હવે સુનંદા આખો દિવસ સાવ શાંત અને હતાશ થઈને બેઠી હતી.
સુનંદા મનમાં ને મન માં વીરુ ઉપર ગુસ્સો કરતી હોય એમ એકલી એકલી બોલવા લાગી, 'શુ આ વીરુ ના મામા ને આજે જ આવવું હતું? વીરુ ને ત્યાં રોકાઈ જવાની શી જરૂર હતી? આજે તો આખો દિવસ સાવ વ્યર્થ જ ગયો'. આમ વિચારતી હતી ત્યાં ઘરે જવાનુ ટાણું થઈ ગયેલું.
બન્ને માઁ -દિકરી હરહંમેશ ની જેમ લાકડા ગામમાં વેચી ઘરે આવી ત્યાં, અનુરાધા તરત જ સુનંદા ની પાસે જઈ ધીમે થી કેહવા લાગી, 'આજે તું અને વીરુ કઈ રમત સાથે રમ્યા??... અનુરાધા બળી ગયેલ ને વધુ બાળતી હોય એમ સુનંદા ને લાગ્યું એટલે એ ગુસ્સા માં બોલી, 'શુ વીરુ.. વીરુ... કરે છે ક્યારનીય??..... એ ના આવે એમાં મને શુ? એ હોય તો જ રમાય એવું કઈ થોડું હોય??.... હું એકલી આજે મસ્ત રમતી હતી. તું હવે તારું કામ કર '.
બહેન નો આવો ગુસ્સો પેહલી વાર જોઈ અનુરાધા થોડી વાર તો સાવ સ્તબ્ધ જ થઈ ગઈ. પછી ધીમેથી ઘરમાં જતી રઈ.જમી પરવારી ને જયારે સુનંદા સુવા ઘરમાં ગઈ ત્યાં અનુરાધા ને બાજુમાં સુતેલી જોવે છે એટલે જાણે કે એને અનુ (અનુરાધા )ઉપર કરેલા નકામા ગુસ્સા નો પસ્તાવો થવા લાગ્યો. પછી એ અનુરાધા ના કપાળે પ્રેમ ભર્યું ચુંબન કરે છે અને એકલી એકલી બોલે છે, 'મારી બેન માફ કરજે, કારણ વગર નો તારી ઉપર ગુસ્સો કર્યો'.
આમ કહી સુનંદા અનુરાધા ના કપાળે હાથ ફેરવી સુઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે માઁ દિકરી જંગલ માં જવા નીકળી ત્યારે જ સુનંદા એ વિચારી લીધેલું કે હવે તો વીરુ ને મળવા જવુ જ નથી. માઁ પેલા સુકાય ગયેલા લાકડા કાપતા હતા ત્યાં જ આજે પણ કાપવા વળગી જાવું. એવું વિચારતી હતી ત્યાં જંગલ આવી ગયું અને માઁ દિકરી લાકડા કાપવા લાગી.
થોડીવાર લાકડા કાપ્યા પછી શ્યામા એ સુનંદા ને કીધું, 'ચાલ, હવે વીરુ પાસે જઈએ.'સુનંદા જાણે ત્યાં જવાનુ મન હોવા છતા પોતાના મન ને મક્કમ બનાવતી હોય એમ કેહવા લાગી, 'માઁ હજુ અહીં ઘણા સુકાય ગયેલ ઝાડવા છે, આ પુરા કરીયે પછી ત્યાં જશુ '.
શ્યામા ને પણ સુનંદા ની વાત સમજદારી વાળી લાગી એટલે એણે કહ્યું, 'ભલે તો એમ કરીએ'.આમ કહી એ બન્ને ફરી લાકડા કાપવા લાગી.
હવે તો સૂર્ય પણ માથે આવી ગયેલો એટલે બન્ને એ ભાતું ખોલી જમી લીધું. પછી થોડીવાર આરામ કરવા બેસ્યા. હજુ સુનંદા માઁ ના ખોળામાં માથું રાખીને સૂતી હતી ત્યાં જ સામેથી વીરુને પોતાની તરફ આવતો જોયો. પેલા તો સુનંદા ખુશ થઈ અચાનક માઁ ના ખોળામાંથી ઉભી થઈ ગઈ. પણ આ શું? વીરુ સાથે કોઈ એની જ વય ની એક છોકરી પણ આવી રહી હતી.
શ્યામા એ સુનંદા ને કહ્યું, 'જો બેટા, વીરુ અહીં જ આવે છે. 'સુનંદા તો પેલી છોકરી કોણ હશે એના જ વિચાર માં ખોવાયેલી હતી...

હવે, એ છોકરી કોણ હશે?..... આવતા ભાગ -8........"ઓળખાણ ".....માં