love game - 11 in Gujarati Horror Stories by Bhavna Jadav books and stories PDF | લવગેમ - (પાર્ટ 11)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવગેમ - (પાર્ટ 11)


ગતાંકમાં જોયું કે..

રોકી અને રિયા કાર માં સાથે જઇ રહ્યા હોય છે એ સમયે રિયા ને અતિસુંદર અંદાજમાં તૈયાર થયેલ જોઈને રોકીને કાબુ નથી રહેતો એ અને રિયા કારમાં જ પ્રેમઅંધ બની પ્રાણયલીલા રચેછે ત્યારે રોકી પોતાની અંદર જાગેલ વાસનાના કીડા ને સંતોષવા કારને ફાર્મહાઉસ તરફ વાળી લે છે.

ત્યાં વૈભવી બાંગ્લા ને જોઈને રિયા અચંબિત થઈ વખાણ કરેછે.. રોકી અંદરની સુંદરતા જોવા માટે આગ્રહ કરતા બન્ને અંદર પ્રવેશે છે..

હવે જોઈએ આગળ..

રિયા પહેલીવાર હું આવા મહેલમાં જાઉં છું.. રોકીને કહે છે..

રોકી થેંક્યું કહીને એને ઊંચકી લે છે.
રિયા પણ શરણાગતિ સ્વીકારી ને બન્ને એ સ્થિતિમાં અંદર પ્રવેશે છે.. અંદર પણ સોનેરી અભા ધરાવતો આ મહેલ જોઈ રિયાના મોં માં થી વાહ.. નીકળે છે..
રોકી આભાર માને છે..

રિયા : હવે મને નીચે ઉતારીશ..?

રોકી : ના જાન તનેતો આમ સીધી બેડરૂમમાં લઈ જવાની છે.

રિયા : ઓહ.. ઈરાદો શુ છે જનાબ.?

રોકી : ઈરાદો ન સમજે એટલી ભોળી તું નથી..હો.!

અને બન્ને હસી પડે છે.

રોકી રિયાને બેડરૂમ માં લઈને સીધી બેડ પર સુવડાવે છે.. અને દરવાજો બંધ કરેછે. .
રિયા સામે એક લુચ્ચું હાસ્ય કરે છે..

અને બન્ને એકમેકમાં ભળી જાય છે.. ધીમે ધીમે એકબીજાના શરીરપર ના આવરણ દૂર થતાં જાય છે.. રોકી આવેશમાં આવીને રિયા સાથે એજ અદામાં કૃત્ય કરી નાખે છે..

રિયા પણ રોકીના પ્રેમમાં અંધ હોઈ પૂરો સાથ આપે છે.. બન્ને ધમણ ની માફક અવેગાત્મક હૂંફાળો અનુભવ કરે છે.. અને અંતે છુટા પડે છે.. રોકી થાકી ને ચૂર થાય છે અને સુઈ જાય છે..

અંધારું થાય છે.. અને અચાનક વિચિત્ર અવાજો આવે છે.. બિલાડી ચીસો પડતી આમતેમ દોડતી હોય છે તો એક બાજુ બહાર કુતરાઓ કાગારોળ મચાવી દે છે.. રોકી ઊંઘમાં જ હોય છે અને બંધ આંખે જ જાગતાં રિયાના મુલાયમ બદન પર હાથ ફેરવે છે.. પણ આ શું..?

એને હાથમાં કાંટા ચુભ્યા .. એનો હાથ લોહી લુહાન થયો અને ફરી એના પર એક બિલ્લી એ ઝાપટ મારી અને એનો તાંત્રિકે આપેલ અભિમંત્રિત દોરો તૂટી ગયો..

રોકી ડરી ગયો..

રિયા રિયા.. ઉઠ.. ઉઠને યાર.. રિયા ઉલટી સૂતી હતી.. એના વાળ વિખરાયેલા હતા.. બદન પર અસ્તવ્યસ્ત કપડાં ઢંકાયેલા પડ્યા હતા.. એની લાલ ચૂંદડીને ખેંચી ને એને સીધી કરી ને ચહેરા પર આવેલા વાળ સરખા કરતા જ એ ફાટી આંખોથી જોઈ રહ્યો..

રિયા... રચ ...ના... આ..આ.. રોકી ચીસ પાડી ઉઠ્યો

રિયા ક્યાં છે..? અને તું અહીં ક્યાંથી.. રિયા સાથે તે શું કર્યું..?
હું તને છોડીશ નહીં રિયા.. ક્યાં છે મને મારી રિયા આપી દે.. નહીતો તારી ખેર નથી..

રિયા.. તો ગયી.. ઉપર તરફ આંગળી ચીંધી ને રચના બોલી.
અને પછી.. જોર જોરથી અટ્ટહાસ્ય કરેછે..

રિલેક્સ... રોકી રિલેક્સ..

એમ કાઈ આટલી આસાનીથી તને તારી રિયા આપી દઉં એટલી મૂર્ખ નથી.. તે જે મારી સાથે કર્યું એ બધાને ખબર તો પડવી જોઈએ ને.. ?

પછી તને તારી રિયા મળી જશે..

જો તારી રિયા
. એમ કહીને ઉપર સ્ટોરરુમ તરફ ઈશારો કરીને હશે છે..

રોકી બેડ પરથી કૂદકો મારીને સ્ટોરરુમ તરફ ભાગે છે

રિયા.. રિયા.. ક્યાં છે
માય લવ.
રિયું.. મિસ યુ.. અને જોરથી સ્ટોરરુમ નો દરવાજો ખખડાવી ને બોલે છે.. ત્યાં બહાર તાળું લાગેલું જુવે છે..

રચના ઊડતી ઊડતી એને બાજુમાં આવી જાય છે અને રોકીને ચાવી બતાવે છે

યુ બીચ લાવ ચાવી..
મારી રિયા ને કાઈ થયું છે ને તો તને મારી નાખીશ..

મરેલ ને તું શું મારીશ પાગલ ..કહીને રચના જોરથી હશે છે અને ચાવી બારીમાંથી દેખાતા બહારના સ્વિમિંગપુલમાં ફેંકી દે છે.

રોકી ભાગીને બહાર જાય છે..

રચના પણ પાછળ જાય છે..

બચાવી લે તારી રિયાને એ અંદર રૂમમાં છે ને એ રૂમમાં ગેસ લીકેજ કર્યો છે. તો જેટલી જલદી તું ચાવી લઈને ખોલીશ એટલી જલ્દી રિયા માટે સારું..

અને રોકી દોટ મૂકીને પુલમાં કૂદે છે.. ભારે જહેમત ઉઠાવે છે અને ચાવી ખોલતા ખોલતા એને તમમર આવી જાય છે .. ત્યાંજ એના પર બિલાડી ફરી કૂદે છે અને લોહી લુહાન હાથ કરે છે ..

રોકી હેબતાઈ ગયો ..લોહી પણ વહી રહ્યું હતું..પણ તોય ચાવી શોધીને લથડીયા ખાતો ઉપર જાય છે..

રચનાને એની આ હાલત જોઈને પોતાની સાથે કરેલ દુષ્વ્યવહાર યાદ આવે છે ને આજ રોકીને એજ હાલતમાં જોઈને આનંદિત થાય છે..

આગળ શું થશે ..
રોકી રિયાને બચાવી શકશે કે નહીં..
જોઈએ આવતા અંકમાં
આવજો..