Palak - aek rahasymay chokri - 12 in Gujarati Love Stories by અંકિતા ખોખર books and stories PDF | પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 12)

Featured Books
Categories
Share

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 12)

પલક ઘરમાં આમ તેમ ફરી રહી હતી અને થોડીવાર બાદ રુદ્રને ખૂબ જ ગભરાતી ગભરાતી પૂછવા લાગી, " રુદ્ર બધા ક્યાં છે.. પપ્પાને ફોન કરને."

" અરે શાંત થા, પપ્પા કામ માટે ગયા છે અને કુસુમભાભીની તબિયત નહોતી સારી એટલે નિખિલભાઈ અને મમ્મી તેમને લઈને હોસ્પિટલ ગયા છે.. અને ફોન પણ આવી ગયો કે તેમની તબિયત હવે સારી છે અને એક ખુશ ખબર પણ છે." રુદ્ર બોલ્યો.

પલકે થોડો રાહતનો શ્વાસ લઈને પૂછ્યું, " શું ખુશખબર છે?"

" તું ફોઈ બનવાની છે હવે, ઘરમાં નવું સદસ્ય આવવાનું છે." રુદ્ર ગંભીર થઈ ગયેલ પલકને થોડું હસાવવા માંગતો હોઈ તેમ બોલ્યો.

પલક ખૂબ ખુશ હતી કેમ કે પલકને નાના બાળકો બહુ પ્રિય હતા. આમ સાંજ થવા આવી હતી, રુદ્રને ઘરે જવાનું હતું માટે તે પલકને કહીને ઘરે જવા નીકળવાનો જ હતો ત્યાં જ હોસ્પિટલથી રજા મળતા સૌ ઘરે આવ્યા. નિખિલભાઈના મોં પર એક અલગ જ ખુશી હતી. સૌ ખૂબ જ ખુશ હતા. ખુશી ભરેલો ઘરનો માહોલ જોઈને અને સૌના હસતા ચહેરા જોઈને પલકને જાણે બધું જ સુખ પ્રાપ્ત થઈ ગયું હોઈ તેવું લાગતું હતું. બહુ નાનો શબ્દ છે આ ખુશી. પણ જિંદગી જીવવા માટે પૂરતો છે આ શબ્દ.

આમને આમ જ દિવસો જવા લાગ્યા હતા, પલકની નોકરી શરૂ હતી, રુદ્ર પણ વધુ મહેનત કરવા લાગ્યો હતો, બંનેના પરિવાર પણ એકબીજાને સમજતા હતા, આમ બધું જ બહુ સુંદર રીતે ચાલી રહ્યું હતું.

પલક ફોઈ બની ગઈ હતી, કુસુમભાભીએ પુત્રને જન્મ આપ્યો. એક વર્ષ આમ જ પૂરું થઈ ગયું, બંનેના પરિવારને હવે રુદ્ર અને પલકના લગ્નની જ રાહ હતી. પલક અને રુદ્ર પણ પરિવારના સદસ્યોનું કહેવું માનતા. આજની જનરેશન જૂની પેઢીનું માને એ બહુ ઓછું જોવા મળે છે, પણ વધારે અનુભવ અને સૌથી સારી સમજણ આપણી જૂની પેઢી પાસેથી વધુ સારી રીતે સમજી શકાય. મોર્ડન બનવાના ચક્કરમાં લોકો માણસાઈ અને જીવન જીવવાની રીત ભૂલી રહ્યા છે.

આમ પલક અને રુદ્ર તેમના પરિવારનું કહેલું માનતા. જોતજોતામાં જ લગ્નની તારીખ પણ આવી ગઈ અને બંનેના પરિવાર પણ ખૂબ જ ખુશ હતા. ધામધૂમથી લગ્ન થયા અને પલક હવે રુદ્ર સાથે જ રહેવાની હતી. પલકના લગ્ન થયાના એક અઠવાડિયા બાદ જ જેનીની સગાઈ નક્કી થઈ હતી અને જેનીના પણ જલ્દી જ લગ્ન થવાના હતા. હવે બંનેને જીવનસાથી મળી ગયા હતા.

રુદ્રનો પરિવાર ખૂબ જ સારો હતો અને આમ પણ તેના પરિવારમાં રુદ્ર તેના પપ્પા જલ્પેશભાઈ અને મમ્મી હિરલબેન અને ઘરની લક્ષ્મી સમાન પલક. ખૂબ જ સુખી કુટુંબ હતું. પલક હવે નોકરી નહોતી કરતી. ખૂબ નાની અને ખુશીભરેલી દુનિયા એ જીવતી હતી. ઘરમાં શાંતિ અને પ્રેમભર્યા વાતાવરણને લીધે પલકને ક્યારેય દુઃખી થવું ન પડતું અને સાચી સ્વતંત્રતા જાણે તેને મળી હોય તેવું જ લાગતું. ઘણી વખત જેની સાથે ફોન પર વાત થતી, અને બધી જ યાદો તાજી થઈ પડતી. બધી જ વાતોમાં કોલેજની યાદો અને મસ્તી પહેલા હોઈ.

જલ્પેશભાઈનો પલકના પાપા જેટલો જ પ્રેમ અને હિરલનબેનનું હેતભર્યું વર્તન અને આ સાથે રુદ્રનો સાથ પલકને ખૂબ જ ખુશ કરતા હતા. ઘણી વખત પલકને ઘર અને નિખિલભાઈ યાદ આવતા તો પલકના સાસુ..નહીં.. પલકના મમ્મી જ તેને રુદ્રને લઈને તેના ઘરે જવા કહેતા. કહેવાય છે એક છોકરીની લાગણી એક છોકરી જ સમજી શકે. છોકરાઓ ઘણી વખત ઘણો બધો પ્રેમ અને વ્હાલ હોવા છતાં ક્યારેક કોઈ કારણોસર સ્ત્રીને સમજવામાં થાપ ખાઈ જતા હોય છે. ક્યારેક ઘર ચલાવવાનું ટેંશન તો ક્યારેક ધંધાનું કામ આમ બધાના ચક્કરમાં ઘણી વખત લોકો ગુસ્સો કરતા જોવા મળે છે. પરંતુ રુદ્ર એક અલગ જ છોકરો હતો.

રુદ્ર તેના કરતાં પણ પલકને વધુ સમજતો. લગ્નને એક વર્ષ વીતવા આવ્યું હતું,સૌ ખૂબ ખુશ હતા. એકદિવસ જલ્પેશભાઈને અચાનક જ વિચાર આવે છે કે, " દિવાળીની રજાઓ નજીક છે અને ઘણા દિવસથી સૌ કામમાં જ હતા એટલે બહાર ફરવા જ નથી ગયા, સોમનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા જવાનું નક્કી કરીએ તો... સાંજે જ બધાને વાત કરી જોઇશ."

સાંજે રુદ્ર આવ્યા બાદ જલ્પેશભાઈએ દરેકને તેના મનની વાત કરી, બધા તૈયાર હતા કારણ કે રુદ્રને પણ દિવાળી પર થોડા દિવસની રજા હતી.

વધુ રસપ્રદ કહાની વાંચો આગળના ભાગમાં.