soundarya - 11 in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૧)

Featured Books
Categories
Share

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૧)

" સૌંદર્યા - એક રહસ્ય " (ભાગ-૧૧). આપણે ભાગ-૧૦ માં જોયું કે સૌંદર્યા નું નામકરણ થાય છે. માં ની મોટી દીકરી ડો.સુનિતા એ દિવસે આવી શકતી નથી.
બીજા દિવસે આવે છે.અને માં ની આજ્ઞાથી સૌંદર્યા ને જબલપુર પોતાના ઘરે બે દિવસ માટે લઈ જવાની હોય છે...... હવે... આગળ.......ડો.સુનિતાનો પાંચ વર્ષનો પુત્ર આયુષ સૌંદર્યાને જોઈને બોલે છે..
આયુષ બોલ્યો:- હા નાની..માસી બહુ સારા છે.. મને તો બહુ ગમે છે... મારી સાથે રમે છે... હેં...દાદી...આ માસી....મારા....મામી....બને..તો... કેવું સારું.!......મારા મામાના લગનમાં મારે મજા કરવી છે.....
આ સાંભળી ને સૌંદર્યા ધીમું સ્મિત કરે છે... સુનિતા માં ની સામે જુએ છે.. પછી.. આયુષ ને લડે છે " બેટા, આવું ના બોલાય.તારી માસી છે.માસીને ખોટું લાગશે."
માં બોલ્યા," હશે બાળક છે.મામાના લગ્ન થયા એવું તો ઈચ્છે જ ને!. હા,સુભાષે કોઈ છોકરી જોઈ છે કે નહીં? હું એની સાથે વાત કરૂં?".
સુનિતા સૌંદર્યા સામે જોતા હસતી બોલી," ના, માં..તમે હમણાં વાત ના કરતા. હું મારા ઘરે જઈને એને પુછીશ. આમ તો માં સૌંદર્યા સારી જ છે... છતાં. પણ..."
માં બોલ્યા," જો સુનિતા તું સૌંદર્યાની ચિંતા ના કર.એની જવાબદારી મારી છે.". પછી માં મનમાં બોલ્યા..કાલથી તપોભૂમિ જવું પડશે. ગુરુજી ની સલાહ સૂચનો લેવા પડશે.કે હવે સૌંદર્યા નું શું કરૂં...? સૌંદર્યા બે દિવસના કપડા લઇને માં ની આજ્ઞાથી મોટી દીદી સાથે જબલપુર જવા તૈયાર થાય છે.
ડો.સુનિતા :- " કપડા લેવાના રહેવા દે સૌંદર્યા, હું તને અપાવીશ."
માં બોલ્યા:- ના,..સૌંદર્યા બે દિવસના કપડા લેશે.ને.....હા...કોઈ બીજો ખર્ચ કરવાનો નથી... પછી મને રાત્રે ફોન કરજે. બે દિવસ રોજ ફોન કરીને માહિતી આપજે." સૌંદર્યા ' માં ' ને નમન કરે છે.ડો.સુનિતાને પગે લાગે છે. બીજી દીદીઓને મલે છે..ડો.સુનિતા સાથે જબલપુર જવા રવાના થાય છે.
સૌંદર્યાના ગયા પછી ચિંતાતુર ' માં ' કલ્યાણી અને ગૌરી ને બોલાવે છે.
માં બોલ્યા:-" જુઓ સૌંદર્યા તો બે દિવસ માટે સુનિતાના ઘરે ગઈ છે. મને ખબર છે કે સુનિતા કદાચ એક દિવસ વધુ સૌંદર્યાને રોકશે.કાલથી તપોભૂમિ મારે જવું પડશે...સૌંદર્યા આવશે એટલે ગૌરી અહીં આશ્રમમાં રહેશે.મારી સાથે રાધા અને લતા આવશે.. આશ્રમમાં એક વધુ વ્યક્તિ જોઈશે.કલ્યાણી કાલથી કોઈ જરૂરિયાત વાળી હોશિયાર છોકરીને લાવજે.. પગાર તું નક્કી કરજે. ચાલો હું મારા કક્ષમાં જાવ છું."
ડો.સુનિતા કારમાં બેઠાં બેઠાં સૌંદર્યા સામે જોતા સ્મિત કરે છે.બોલી:- સૌંદર્યા, તને તો ફાવશે ને મારી સાથે...બે દિવસ?. વધુ વાત ઘરે પહોંચ્યા પછી કરીશ.".
"હા,દીદી".
"તને થોડું ચેન્જ મલશે. તારૂં મન પણ લાગશે."
આ સાંભળીને નાનો આયુષ બોલ્યો:- સારૂં થયું..માસી ,તમે મારી આ રજામાં આવો છો. હું તમારી સાથે જ રમીશ. મમ્મી તો મને બહાર રમવા જવા દેતી નથી. આપણે ખુબ મજા કરીશું." આમ બોલીને આયુષે સૌંદર્યાના ગાલે વ્હાલની પપ્પી કરી.
સૌંદર્યા પણ એની કાલી ઘેલી ભાષાને,ક્યુટ આયુષ ને જોઈ ને એને પણ ગાલે વ્હાલની પપ્પી કરી...
ડો.સુનિતા આ જોઈને મનમાં ખુશ થઈ. થોડીવારમાં ડો.સુનિતાના ઘરે પહોંચ્યા. ડો.સુનિતાના ઘરે પહોંચ્યા પછી બોલી:- સૌંદર્યા, તું ફ્રેશ થઈ જાય.આપણે ચાનાસ્તો કરીએ.પછી તને મારું ઘર બતાવું.તને તારો રૂમ.તારા કપડા ત્યાં મુકી દેજે.".
"સારું દીદી...પણ..દીદી... તમારૂં ઘર બહુ મોટું લાગે છે..તમે,જીજુ અને આયુષ જ રહે છે?.".
"હા, સૌંદર્યા...પણ અમારું કુટુંબ બહુ મોટું છે.. પ્રસંગો પર ઘર નાનું પડે છે...હા...બે..સર્વન્ટ છે. જેમાંથી એક અહીં રહે છે.. સાથે એક દાઈમા છે.જે આયુષ ની સંભાળ રાખે છે..આજે એ મોડી આવશે."
થોડીવારમાં ચાનાસ્તો કરીને ડો.સુનિતાએ ઘર બતાવ્યું.સૌદર્યાને એનો રૂમ બતાવ્યો.
ડો.સુનિતા બોલી:- સૌંદર્યા, માં એ તને સમજાવ્યું હશે જ..મને માં એ કહ્યું છે કે સૌંદર્યાનો મેડીકલ ચેકઅપ કરાવજે... હું ગાયનેક ડોક્ટર છું.તારા જીજુ હાર્ટના સર્જન છે.તને વાંધો નથી ને? હું છું જ તારે ચિંતા કરવી નહીં...ને..હા..તને કંપની આપવા માટે મારા નણંદની દીકરીને બોલાવી લઉ છું. સાંજે આપણે માર્કેટમાં પરચેઝ કરવા જવાનું છે.". ડો.સુનિતા સૌંદર્યાને લઈને એની હોસ્પિટલમાં આવી. ડો.સુનિતા:- સૌંદર્યા,ગભરાતી નહીં.તારી હાઈટ,વજન,કરવાનું છે.પછી બીપી અને જનરલ ચેક.બ્લડ ટેસ્ટ...... અને... પછી..જ.. હું તારી સાથે જ છું"
"સારૂં દીદી,આમ તો મને ડર લાગતો નથી..પણ આ બધું.. પહેલીવાર..." સૌંદર્યા બોલી.
" હા, મને ખબર છે.' માં ' એ તારી history તપોભૂમિ થી માં ત્રિપુરા સુંદરી મંદિર ના ચમત્કાર સુધી ની વાત કરી છે.તને તારી દીદી પર ભરોસો છે..ને..".
" હા,દીદી..તમે કેટલા સારા છો.તમે મારા માટે અજાણ્યા હોવા છતાં પણ મારી આટલી કાળજી લો છો. ' માં ' એ મને રૂપિયા આપ્યા છે.આ બધા ટેસ્ટ માટે ના.".
"અરે... એવું હોય કંઈ.. મારાથી કોઈ રૂપિયા લેવાય નહીં. તું મને તારી મોટી દીદી માને છે ને!" ડો.સુનિતા બોલી..
પછી મનમાં...આમેય આમાં મારોય થોડો સ્વાર્થ છે...નાના ભાઈ ને વચન આપ્યું છે કે આ રક્ષાબંધન પહેલાં એની સગાઈ કે લગ્ન કરાવી આપીશ. સૌદર્યાને જોતાં જ મને પસંદ પડી.હવે જોઈએ ભાઈ હા પાડે છે કે એની ગર્લફ્રેન્ડની જીદ લઈને બેસે છે...હા... માં ને આ માટે રાજી કરવા અઘરા છે.. હું સૌંદર્યાની પસંદગી જાણીને જ..... રાત્રે વાત..... ડો.સુનિતા એ સૌંદર્યાના બધા મેડિકલ ટેસ્ટ લીધા.ડો.સુનિતા બોલી:-" સૌંદર્યા તારી હાઈટ સારી છે..પણ એ પ્રમાણે તારૂં વજન નથી.. લગભગ છ થી સાત કીલો ઓછું છે.ને ચહેરા પર ફીકાશ પણ લાગે છે.તને થોડી દવાઓ.. આપું છું.એ હમણાં નિયમિત લેવાની છે.તારૂ બ્લડ ગૃપ અને હેમોગ્લોબીન પણ કરાવ્યું છે. સાંજ સુધીમાં બધા રિપોર્ટ આવશે..એક બે રિપોર્ટ કાલે સવારે આવશે.. રાત્રે 'માં' સાથે હું વાતો કરીશ.". "ઓકે..દીદી.. "
ડો.સુનિતા અને સૌંદર્યા ઘરે આવ્યા. ત્રણેય જણે જમી લીધું .આયુષને ઉંઘ આવતી હતી એટલે ડો.સુનિતા એમના રૂમમાં લેતી ગઈ.
સૌંદર્યા એની રૂમમાં આરામ કરતા વિચારે છે..કે..આજે તો કદાચ પાયલ અને વિજયની સગાઇ થવાની હશે... મને... ....ખબર .. કેવીરીતે પડશે? મારી પાસે તો મોબાઈલ નથી.....
એટલામાં ડો.સુનિતા આવ્યા.બોલ્યા:-" સૌંદર્યા,તારો સમય પસાર થતો નથી ને..!..જો સાંજે મારી નણંદ ની દીકરી...ભાણીને બોલાવી છે.એને અહીં બે દિવસ રોકીશ. સાંજે આપણે માર્કેટમાં ખરીદી કરવા જવાનું છે..મારી પાસે એક એક્સ્ટ્રા સ્માર્ટ ફોન છે..એ હમણાં તારી પાસે રાખ.. તારું તો જુનું ગુગલ એકાઉન્ટ તો યાદ છે ને?".
"હા,દીદી..તમે મારૂં કેટલું બધું ધ્યાન રાખો છો.દીદી..આ આયુષ ને પાંચ વર્ષ થયાં..તો પણ તમે હજુ પણ નમણાં જ દેખાવો છો.. હેલ્થ ટિપ્સ મને આપજો.".
"ઓહહો્..સૌંદર્યા શું વાત છે.. તું સરસ જ દેખાય છે..પણ તારા માટેનો ડેઇલી ચાર્ટ બનાવ્યો છે... સાંજે આપણે બ્યુટી પાર્લર પણ જવાનું છે.ચાલ...હવે હું આયુષ પાસે જાવ છું..તારા જીજાજી તો રાત્રે આવશે.".
આમ બોલીને ડો.સુનિતા આયુષ પાસે ગયા. સૌદર્યા પાસે મોબાઈલ આવવાથી ખુશ થઈ. થયું...
હાશ હવે હું પાયલ સાથે વાત કરીને સારી હકીકત કહીશ..પણ..પણ..એ માનશે? એ તો સૌરભ ને ઓળખે છે.. એનું ફેસબુક જોઉં!... ના..ના...આ મારો મોબાઈલ નથી..એટલે ફક્ત યુ ટ્યુબ જ જોઈશ...ચાલ ને એને કોલ તો કરૂં......
સૌંદર્યા ને પાયલનો નંબર યાદ હતો.એણે પાયલને રીંગ કરી...પણ... રીંગ જતી હતી.. થોડીવાર પછી...ફરીથી બે વખત રીંગ કરી પણ પાયલે રીસીવ કર્યો નહીં...કદાચ સગાઈની તૈયારી!...કાશ... મારો પણ મોબાઈલ હોત..તો...
વોટ્સએપ પર .....ના...ના..આ મારો મોબાઈલ નથી...
મારા સંસ્કાર એ નથી કે બીજાના ફોનનો ઉપયોગ કરૂં....
થોડીવારમાં સૌંદર્યા ઉંઘી ગઈ...
જ્યારે આંખ ખુલી ત્યારે ચાર વાગવા આવ્યા હતા..હવે સૌંદર્યા ને કંટાળો આવતો હતો..એ મેઈન હોલમાં ગઈ....
ટીવી જોઉં?... ના..ના...હજુ દીદી ઉંઘે છે..
પુછ્યા વગર તો અડાય નહીં...
આટલું વિચારે છે ત્યાં જ એના મોબાઈલની રીંગ વાગી... કદાચ...પાયલનો!...
જોયું તો ડો.સુભાષનો હતો..એ ગભરાઈ ગઈ...
ના..ના...કોલ રીસીવ ના કરાય..દીદીનો છે...
થોડીવારમાં ફરીથી રીંગ આવી.... હિંમત કરીને સૌંદર્યા એ ફોન ઉપાડ્યો...
સામેથી ડો.સુભાષ:- દીદી... શું કરે છે? કેમ ફોન રીસીવ કરતી નથી..તારો કોલ હતો..પણ મારે કામ હતું..એટલે...હા.. તેં મેસેજ કર્યો હતો...કોઈ યુવતી જોઈ છે એનો..."
આ સાંભળી ને સૌંદર્યા ગભરાઈ..
એનું દીલ ધક ધક થવા લાગ્યું...
આખરે એ બોલી:" દીદી અને આયુષ આરામ કરે છે." " ઓકે...જાગે એટલે દીદીને કહેજો કે મને કોલ કરે." ફોન કટ થયો.
થોડીવારમાં ઘરની ડોર બેલ વાગી.
સૌદર્યા એ દરવાજો ખોલ્યો..
એક ખૂબસૂરત ટીન એજ છોકરી જીન્સ અને ટી-શર્ટ માં હતી..
"હાય...મામી.. ક્યાં છે? છોકરી બોલી. બોલીને સૌદર્યા સામે જોયું..".wov...વાહ...ક્યાં હસીના હૈ.!"
સૌંદર્યા એને જોઈ રહી.છોકરી બોલી," હું પાયલ,મામી ની ભાણી.મામીનો ફોન હતો.તમે...તમે..જ સૌંદર્યા! .. વાહ...જોતી જ રહું.."
સૌંદર્યા એ પોતાની ઓળખ આપી. ડોર બેલ વાગવાથી ડો.સુનિતા જાગીને આવી.બોલી:- આવ પાયલ,જો આ સૌંદર્યા..તારે બે દિવસ એને કંપની આપવાની છે." "ઓહ્.મામી... ચોક્કસ..આવી કંપની તો મને ગમે જ.. આપણે મજાક મસ્તી કરીશું.મામી આજનો પ્રોગ્રામ કયો છે?. હું તો કપડા લાવી નથી.".
"કશો વાંધો નથી.તારી એક જોડી અહીં છે..બીજા ફોન કરીને મંગાવી લેજે.. આપણે ચા નાસ્તો કરીને માર્કેટમાં શોપિંગ કરવાની છે. મારે બ્યુટી પાર્લર પણ...સૌંદર્યાની સાથે..". "મામી તમે કેટલા સારા છો.મને તો કંપની ગમશે..થોડા દિવસમાં મારે SSC નું ટ્યુશન શરૂ થશે.. પછી ટાઈમ મલશે નહીં...સૌંદર્યા અહીં જ રહેવાની છે ને!. સુભાષ મામા માટે કોઈ ના જોઈ હોય તો..આમ તો આ ચાલે..ના..ના...દોડે..." બોલીને પાયલ હસી પડી.
આ સાંભળી ને સૌંદર્યા શરણાઈ જાય છે..
બોલી:-" દીદી તમારા ભાઈ નો ફોન હતો..ફોન કરવાનો કહ્યો છે.".
ડો.સુનિતા હસી પડી ને બોલી:- સોરી, હું તને કહેવાનું ભુલી ગઈ.આ ફોન ને સીમ એક્સ્ટ્રા છે. એમાં ફક્ત મારા ભાઈનોજ ફોન આવે છે. 'માં' નો નંબર સેવ તો છે જ.તારે તો બે દિવસ જ સહન કરવું પડશે.ભાઈ ને કહીશ કે તારા ફોન પર ફરીથી ફોન ના કરે.".
સૌંદર્યા :- " ના..ના..દીદી ફોન તમારો છે.તમારો ભાઈ ફોન તો કરેજ ને."
એકાદ કલાક માં ત્રણેય જણા માર્કેટમાં શોપિંગ કરવા નિકળ્યા...આયુષને નણંદના ઘરે મુકી આવ્યા. ....
ડો.સુનિતા:-"મારે થોડા ડ્રેસ લેવાના છે..મારા નણદોઈની ત્રણ દુકાનો છે. આપણે રેડિમેઈડ ડ્રેસના શોપમાં જવાનું છે"
ડો.સુનિતાએ ત્રણ ચાર ડ્રેસ લીધા. સૌદર્યાને એના માટે પસંદગી કરવા કહ્યું.
" ના..ના..મારી પાસે તો છે.. મને ના ફાવે."
સૌદર્યા માટે પાયલે બે જીન્સ, બે જર્સી,બે ટોપ..તેમજ બીજા ડ્રેસ પસંદ કર્યા... સૌંદર્યા ની ના હોવા છતાં....
સુનિતા:- "જો તું મને મોટી દીદી માને છે ને...તો તારે લેવા પડશે.હજુ તો તારી પસંદગીની સાડી પણ લેવાની છે.". "સારૂં..પણ..ખોટા ખર્ચા ના કરો."
પછી અગ્રવાલ એમ્પોરિયમમાં સાડી લેવા ગયા..
"સૌંદર્યા બસ એક ચંદેરી આને એક બનારસી સાડી પસંદ કર. મારા ભાઈ માટે છોકરી જોઈ ને એક મહિનામાં જ લગ્ન કરાવી દેવાના છે...હા...તારા માટે પણ બે ચંદેરી સાડી લેવાની છે." બોલતા બોલતા સુનિતા હસી.
આ શોપિંગ પછી તેઓ નોવેલ્ટી સ્ટોરમાં થી બુટી,બંગડી ,તેમજ ચંપલ, મોજડી અને બીજી જરૂરિયાત વાળી ચીજો ખરીદી... થોડી સૌંદર્યા,પાયલ અને સુનિતાના પોતાના માટે... આ ખરીદી જોઈને સૌંદર્યા ને નવાઈ લાગી..
દીદી ના મનમાં કંઈક.. રંધાતું હોય એવું લાગે છે....
એ પછી બ્યુટી પાર્લર માં ગયા.
સુનિતા અને પાયલનો આગ્રહ થયો કે સૌંદર્યા તું પણ.... સૌંદર્યા...ના..ના..કરતી રહી.
સુનિતા :- "અરે સૌંદર્યા.. આપણે લેડિઝે આપણું ધ્યાન તો રાખવું પડે...બસ તારે તો થોડું ક જ. આઈબ્રો, વેક્સિંગ અને ફેશિયલ જ.. તું તો દેખાવડી છે.જ...પછી જો તારી પાછળ છોકરાઓ ની લાઈન લાગશે..તારે લગ્ન તો કરવા છે ને!. તારા બધા રિપોર્ટ સારા જ છે... રાત્રે 'માં' સાથે બધી વાત વિગતે કહીશ... તું ના..પાડતી નહીં..તારી દીદી ના સો..."
સૌંદર્યા સાથે પાયલને મુકીને સુનિતા આયુષ ને લેવા ગઈ... આ બાજુ બ્યુટી પાર્લર માં થી નિકળ્યા પછી પાયલે ટેટુ કરાવવાનો આગ્રહ કર્યો... પાયલે ટેટુ કરાવ્યું...
" બોલ ફ્રેન્ડ તારે કયું ટેટુ કરાવવું છે?"
સૌંદર્યા એ ના પાડી...પણ પાયલના આગ્રહ પછી ડાબા હાથની હથેળી નીચે " સૌંદર્યા " નામનું સરસ ટેટુ કરાવ્યું.....આમ સૌંદર્યા નું રૂપ વધુ ખીલી ગયું.....
એટલામાં સુનિતા આયુષ ને લઈને આવી. બધા હોટલમાં જમીને ઘરે આવ્યા.
રાત્રે ચારેય ઘરે આવ્યા ત્યારે સુનિતા ના મિસ્ટર આવી ગયા હતા.. સુનિતા:-" આ સૌંદર્યા..છે...મારી નાની દીદી. ' માં ' ની દીકરી છે.એ અમદાવાદની છે.'.
"સારૂં સારૂં...એની સારી ખાતીરદારી કરજે...મારે કાલે સવારે ભોપાલ જવાનું છે.. અમદાવાદ ના ડો.કેયુર પરીખ આવવાના છે...મારે જવું જરૂરી છે...કાલ સવારની ફ્લાઈટ માં જવાનો છું.. હું જમીને આવ્યો છું.આરામ કરવા જાવ છું.". "ઓકે..તમારે કોઈ કામ હોય તો કહેજો..અમે ત્રણેય સૌંદર્યા સાથે છીએ.".
પાયલ,સુનિતા અને સૌંદર્યા એ નવા ડ્રેસ માં ફોટા ઓ લીધા..તેમજ પાયલે સૌંદર્યા સાથે સેલ્ફી ઓ લીધી......
પાયલ:- "આપણે અંતાક્ષરી રમીએ....પણ ..પણ..".
સુનિતા બોલી:-" સાંભળ્યું છે કે સૌંદર્યા સરસ ગાય છે.. સૌંદર્યા એક ગુજરાતી ગીત... સંભળાવ. અમે આમ તો અગ્રવાલ છીએ... રાજસ્થાની..પણ ઘણા સમયથી મધ્ય પ્રદેશ માં છીએ.".
ના..ના..કરતા... આગ્રહને વશ થઇને સૌંદર્યા એ એક ગુજરાતી ગીત ગાયું. છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે
"વાહ...સૌંદર્યા.. આપણે તારા માટે...પાટણથી લાવવો છે?" પાયલ બોલી.
"હવે એક બીજું સરસ ગીત ...ગરબા સાથેનું......મજા...આવી ...".....
"હા....હા..સૌંદર્યા તમારા ગુજરાતી ગરબા મજા આવે.. અહીં નવરાત્રી માં અમે ગરબા રમવા જઈછે છીએ". સુનિતા બોલી. સૌંદર્યા તો તાનમાં આવી ગ ઈ... એણે ગાયું...... હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં… ..
પાયલ બોલી:- " અરે..વાહ..સૌંદર્યા. થોડું ગુજરાતી તો આવડે છે.. અમને પણ હવે મેળામાં લેતી જજે..એક ઓર હો જાય...".
સૌંદર્યા ગાયું.... એક પાટણ શહેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય..
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..
એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..
સૌંદર્યા એ સરસ અવાજે ગાયું...
પાયલ ખુશ થઈ.નાચવા માંડી.
ડો.સુનિતા બોલી:- " સૌંદર્યા,તારો અવાજ તો મધુર છે..થાય છે કે સાંભળતા જ રહીએ...પણ તને ખબર છે...એક વાગડ.. કચ્છમાં..છે.".
"હા,દીદી..ખબર છે.".
"તો પછી બીજું ખબર નહીં હોય.અમારા રાજસ્થાન માં પણ વાગડ દેશ છે....... એવું તો નહીં થાય ને કે અમારા રાજસ્થાન નો જ તને ગમી જાય..કે એજ તારી સાથે.....".
" દીદી મારી મજાક ના કરો. હું હજુ રાજસ્થાન ગઈ જ નથી.".
" તો ક્યાંથી જાય...' માં' ના ઘરે જ તો સીધી આવી." હસતા હસતા ડો.સુનિતા બોલી. " સૌંદર્યા આજે તને સરપ્રાઈઝ ગિફ્ટ આપું છું."
પાયલ બોલી:- મામી શું લાવ્યા? ને મારા માટે.".
સુનિતા પોતાના કક્ષમાં થી એક ગિફ્ટ પેકેટ લાવી.બોલી:-" સૌંદર્યા તારા માટે આ નવો સેમસંગ નો મોબાઈલ લાવી છું..ના પાડવાની નથી... હું માં સાથે વાત કરીશ.ને નવું સીમ છે જે કાલે એક્ટિવેટ કરવાનું છે..કાલે મારો મોબાઈલ પાછો. પાયલ તું મારી સાથે આવજે તને તારી પસંદગીનો મોબાઈલ અપાવીશ.ચાલ હવે આ આયુષ તો સુતો છે..એને લઈને જાવ છું... ઓકે..ગુડ નાઈટ..".
સુનિતાના ગયા પછી પાયલ બોલી:-" આટલા વખતથી ક્યાં હતી? મને તો તારી કંપની ગમશે.હવે હું ફ્રેશ થઈ જાવ ને ચેન્જ કરીને આવું.".
પાયલ ફ્રેશ થવા ગઈ.
સૌંદર્યા વિચારે છે..આ અજાણ્યા લોકો નો પ્રેમ પોતાના પરિવાર ની જેમ મને રાખે છે...
એટલામાં સૌંદર્યાના મોબાઈલ ની રીંગ વાગી...
સૌંદર્યા નું મુખ શરમ થી લાલ થઈ ગયું.ફોન સુનિતા ના ભાઈ સુભાષનો હતો. સૌંદર્યા એ ફોન ઉપાડ્યો.
સામેથી " દીદી તમે મને વાત કરી. .એ છોકરીનો અવાજ સાંભળ્યો.મધુર ઘંટડી જેવો છે..આમ તો...મને..."
સૌંદર્યા તરતજ બોલી," હું દીદીને ફોન આપું ?.ફોન ચાલુ રાખજો."....
( ક્રમશઃ...ભાગ-૧૨ માં... ડો.સુનિતા પોતાના ભાઈ ના લગ્ન કરાવવાના પ્રયત્નો... ' માં ' માનશે?.. ડો.સુનિતા સૌંદર્યાના રિપોર્ટ વિશે ' માં ' ને કહે છે...આખરે..ડો.સુભાષના લગ્ન કોની સાથે થશે?... આવનારા ભાગમાં ડો. સુભાષ નું લગ્ન...અને એક નવા.. પાત્ર નું આગમન...ને... સૌંદર્યાના જીવનમાં એક પરિવર્તન...
વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા "સૌદર્યા-એક રહસ્ય"( મિત્રો ,આવનારા તહેવારો ની શુભેચ્છાઓ...આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏). @કૌશિક દવે તા.૦૩/૦૯/૨૦૨૦