Viral Tasvir - 9 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૯)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૯)


(બીજા દિવસ સવારે)
ઇશી ઉઠીને તરત જ રુદ્રને કોલ કરે છે.
હેલો....રુદ્ર તે બુકીંગ કર્યું હતું?? હા આંટી કરી દીધું છે આજની રાતની ટ્રેન છે.
થેન્ક્સ હન દીકરા....ના રે આંટી એમા શુ મારી ફરજ બને એટલી તો,
ઓકે ચલ તું કોલેજ જતી વખતે અહીંથી ટીકીટ આપીને જજે,
આટલું કહી ઇશી ફોન કટ કરે છે. સાંજે જવાનું હોવાથી ઝડપથી ઉભી થઈને ઇશી કામે લાગી જાય છે. અનિને નથી ઉઠાડતી એ સુવે છે ત્યાં સુધી હું ઘરના કામ કરી લઉં અને પછી પેકીંગ કરી દઈશ. અમમ.....શુ ખૂટે છે?? ચલ પછી જોઈ લઇશ હમણાં તો નહાઈને જમવાનું તો કરી લઉં.
મનમા આવું ગણી રહેલી ઇશી ફટાફટ રેડી થાય છે અને નાસ્તો બનાવી પોતાના રૂમ સુધી જાય છે.
બેગ પેક કરી અચાનક થોભતા જ,
ક્યાં છે?? શાયદ મેં તેને ડ્રોવરમાં મૂક્યું છે.
વારંવાર બધા ખાના ખોલીને ઇશી કઈક શોધી રહી છે પણ મળી નથી રહ્યું, ક્યાં ગયું !! ક્યાં મૂકી દીધું. પોતાના પર જ ગુસ્સો કરતી ઇશી યાર!! મારા ઠેકાણા કેમ આવા છે નહિ મળે તો....
ના ચલ શોધ મળી જશે. આખરે એક કલાકની મહેનત પછી મળી જાય છે. હાસ હવે શાંતિ થઈ હાથમાં એક નાની લાલ પોટલી જેવા નાના કાપડમાં કઈક હતું. શુ હશે તે???
એટલામાં જ બહારથી દરવાજો નોક થાય છે.
આવું છું. કોણ છે???
ઓહોહો..આવ આવ રુદ્ર જલ્દી આવી ગયો ને તું તારી કોલેજ તો થોડી મોડી હોય છે ને??
હા આંટી ૧૨ વાગ્યાનો હોય છે પણ મને થયું અનિ સાથે થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરું એટલે આવી ગયો. સારું કર્યું પણ મેં તો એને હજી ઉઠાડી જ નથી. જા તું જ ઉઠાડી દેજે એમપણ એને આજે હેર વોશ કરવાના છે મારે,
રુદ્ર અનિની પાસે જઈને ઓ !!! ઉઠ ચલ કોણ આવ્યું છે જો,
અનિના ગાલ પર એક આંગળીથી પુશ કરી રુદ્ર કહે છે. ઉઠતાની સાથે જ રુદ્ર દેખાતા તે ખુશ થઈને આંખો ચોડતી ઉભી થઇ ઈશારો કરે છે
કેમ ?? આંટીને ટીકીટ આપવા આવ્યો હતો. અનિ ફેસ થોડુ આશ્ચર્ય સાથે હાથ કરી,
મને નથી ખબર પણ કાલે એમણે કહ્યું હતું કે ગંગા ઘાટ જવાનું છે અમારે તો તું ટીકીટ બુક કરી દેજે તને કઈ ખબર નથી?
અનિ માથું હલાવી હા કહે છે.
તું જા બ્રશ કરી આવ હું અહીંયા બેસું છું. મારું અસાઈમેન્ટ પણ અધૂરું છે પૂરું કરી દઈશ. તું પણ મદદ કર આજે મને બરાબર.
લો ચા આવી ગઈ, શુ થયું રુદ્ર?? આજે સલોની નથી કયા ગઈ?? એ આંટી એણે ગઈકાલે રજા પાડી'તીને તો એના બોસ એ જલ્દી બોલાવી લીધી.અરે રે...ખોટું અનિના લીધે નહિ. ના ના આંટી એ તો ચાલે બધા બોસ એવા જ હોય છે એવુ સલોની કહે છે. હા એ તો છે જ.
તમે બન્ને નાસ્તો અને ચા કરીને નીચે આવજો પછી જમવાનું રેડી જ છે તું અહીંથી જમીને જ કોલેજ જજે આજે અને હા આજે પણ વણ કઈ નહિ બરાબર જમીને જ જવાનું છે મેં તારું બનાવી દીધું છે. હવે આંટીને કયા ના પાડી શકવાનો હતો રુદ્ર એટલે હા પાડી દીધી.
થોડી વારમાં અનિ બહાર આવી અને બન્ને નીચે ગયા. આંટી મારે તમને કહેવું હતું કઈક,
હા બોલ શુ?? મેં પરમદિવસ રાત્રે એક વીડિયો જોયો હતો એમા કઈક શક્તિ વિશે ડિટેલમાં હતું બધું મેં જોયું તો મને ગૂગલ પરથી પણ એ વીડિયોનું સાચા હોવાનું પ્રુફ મળ્યું શુ એ સાચું હશે??
ઇશીએ ઈશારો કરી રુદ્રને બતાવ્યું કે અનિ છે પછી કહીશ તને હું સમજી ગઈ છું તું શું કહેવા માંગે છે. ત્રણે ખૂબ મસ્તીથી જમે છે.
હું હવે કોલેજ જવા નીકળું. હા બેટા જલ્દી જા તને મોડું થઈ જશે પછી હનન..., ચલ અનિ તને પણ આજે માથું ધોવાનું છે તો આપણે જઈએ મેં ઘરનું બધું કામ પતાવી દીધું છે આજનું હવે આપણે બન્નેને રેડી થઈને થોડું બજારનું કામ છે તે પતાવી લેવાનું છે પછી રાત્રે નીકળવાનું પણ છે.

(બન્ને સાંજે તૈયાર થઈને પોતાની આખરી આશ તરફ જવા નીકળે છે.)
ક્યાં જવાનું છે મેડમ?? રીક્ષા વાળાએ પૂછતા ઇશીએ પોતાની બેગ મુકતા મુકતા જવાબ આપ્યો
રેલવે સ્ટેશન લઈ જાવ.
અનિ તને ભૂખ લાગી છે પછી ટ્રેનમાં તું નહિ ખાઈ શકે તને વોમીટ થઈ જાય છે. જો જમવું હોય તો રેસ્ટોરન્ટમાં જમીને જઈએ પછી આખી રાત મુસાફરી પણ કરવાની છે ને બોલ શુ કરવું છે??
અનિએ માથું હલાવી ના પાડી.ઠીક છે એમ તો મેં ભરી લીધો છે નાસ્તો,
લો મેડમ આવી ગયું રેલવે સ્ટેશન કેટલા થયા??
ઇશી પૈસા આપીને ઝડપથી ચાલી ટ્રેનમાં બેસવા માટેની જગ્યા શોધી લે છે.
બેસો બેસો....એક આધેડ ઉંમરના માસી ઇશી અને અનિને બેસવાની જગ્યા આપતા કહે છે.
ક્યાં જવાનું તમારે?? બસ આ ગંગા ઘાટ સુધી ઓહો....હું પણ ત્યાં જ જાઉં છું. તમે એકલા છો માસી?? ઇશી પૂછે છે. હા બેટા એકલી જ છું મારો દીકરો મને ટ્રેનમાં બેસાડીને ગયો હું તો રાહ જ જોતી'તી કે કોક આવે અહીંયા મારી જોડે તો મને શાંતિ લાગે અને રસ્તો પણ જડી રે,
હા હવે અમે છીએ આપણે ત્રણે સાથે જ જઈશું.
પછી પેલા માસી અને ઇશી બન્ને વાતો કરે છે.
અરે રે.....હે પ્રભુ તું આટલા બધા દુઃખો કેમ આપેશ લોકોને અને આવી એકલી સ્ત્રીને,
બેટા બધું ઠીક થઈ જશે ભગવાન પર ભરોસો રાખ, હું પણ એકલી જ હતી અને એકલી જ જીવી છું મેં દીકરો ભણાવ્યો ઘર નહોતું જન્મથી જ મા બાપ નહોતા બીજા કોઈએ રાખી નહિ એટલે એક ઓરડીમાં પોતાનું ગુજરાન કરીને દીકરો ભણાવ્યો આજે એ દીકરો શહેરમાં સારો ડૉકટર છે.
ઇશીને એક બુઝુર્ગનો સહારો મળતા થોડી હળવી થઈ પણ ના જાણે કેમ એના જીવનમાં મુસીબતો ઓછું થવાનું નામ જ નહોતી લઈ રહી એમ
એક સ્ટેશન પર અનીને વૉશરૂમમાં મોકલી ત્યાં જ ટ્રેન ચાલવા માંડી છે.
ઇશી બુમરાડ કરી મુકે છે.
અનિ......અનિ......અનિ...........
પ્લીઝ હેલ્પ પ્લીઝ મારી દીકરી,
ઉભા રહો હું ટ્રેનની ચેન ખેંચુ છું. ઝડપથી મારી દીકરી બોલી નથી શકતી એ કેમ કેમ શોધશે.
પેલો માણસ ટ્રેનની ચેન ખેંચે છે અને ૧૦ મીનિટમાં ટ્રેન ઉભી રહે છે.
ઇશી કંઈપણ જોયા વગર ટ્રેનની બહાર નીકળી પ્લેટફોર્મ પર દોડીને ઝડપથી વૉશરૂમમાં જાય છે પણ ત્યાં અનિ હોતી નથી.
બધું શોધ્યા પછી ઇશી બાજુમાં રહેલ રેલવે પોલીસને જાણ કરે છે.
તમે છેલ્લી વખત અહીંયા જ જોઈ હતી પોતાની દીકરીને??
તેનો ફોટો નામ???
ફોટો અને નામ બન્ને આપીને ઇશી ત્યાં જ ઢળી પડે છે.
બેહોશ થયેલી ઇશીને દવાખાને લઈ જવામાં આવે છે.

ક્રમશ :