lagnio rupi bhetni nishanio in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | લાગણીઓ રૂપી ભેટની નિશાનીઓ.

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

લાગણીઓ રૂપી ભેટની નિશાનીઓ.

ચાંદ ની જુદાઈ પર, આસમાન પણ તડપી ગયું..!
તેની ઝલક મેળવવા ,સીતારા પણ તરસી ગયા..!
આ વાદળા દુઃખમાં, હસતાં હસતાં વરસી ગયા..!

'અરે! સંદીપ...
અચાનક અહી..!
ઘણા દિવસ થઈ ગયા તને જોઈએ.'
'હા.'
'એક જ શહેરમાં રહીએ છીએ, છતાં તણે તો ટાઈમ જ નથી મળતો, દોસ્ત ને મળવાનો..'
'મને ચિંતા થતી હતી એટલે તને મળવા તારી પાસે આવ્યો છું.'
'સેની ચિન્તા?'
'કાલે જ મારા બોસ નું એક્સિડન્ટ થઇ ગયું અને તેઓ ગુજરી ગયા.'
'હા તો તે કોઇના હાથમાં નથી, કોઈને પણ... ક્યારેય પણ... કંઇ પણ... થઇ શકે છે.'
'હા એટલે જ હું ડરું છું કે મને પણ કશુંક થઇ જશે તો.'
'એમાં ડરવાની શું જરૂર છે? કુદરત આગળ કોઈનું કશું ચાલ્યું છે ખરું,જે નસીબમાં લખાયું છે તે થઈને જ રહેશે..'
'હું મરવાથી નથી ડરતો.'
તુ કહેવા શું માંગે છે?
"મારા બોસની જેમ મારું પણ એક્સિડન્ટ થાય અને મને કંઇક થઇ જાય તો...એ વાતથી હું ડરી ગયો હતો.
તું તો મારો ખાસ દોસ્ત છે ,તું તો બધું જ જાણે છે મારા વિશે.‌'
'હા હા પણ વાત શું છે?'
"તને ખબર છે ને પદર વર્ષ પહેલાંની વાત...
મારી જ ઓફિસમાં જોબ કરતી મારી સહ કર્મચારી સોમ્યા.. ની ચિઠ્ઠીઓ ,ફોટા, ગીફટ બધું મારી પાસે યાદગીરી તરીકે સચવાયેલું પડ્યું છે."
"હા એના લગ્ન થઈ ગયા એટલે એને જોબ છોડી દીધી હતી,અને એની ચિઠ્ઠીઓ પણ તુ મને વંચાવતો હતો.... કહેવું પડે શું દિવસો હતા એ તો..."

હા એ યાદો પણ કેટલી ખૂબસૂરત હોય છે,
એની યાદગીરી તરીકે સાચવેલી બધી વસ્તુઓ જો મારા મર્યા પછી કોઈના હાથમાં આવી જાય તો મારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય.."

"હા યાર વાત વિચારવા જેવી તો ખરી..
'તું સાચો છે, પણ કરવાનો શું?"

નાજુક પળ હતી જ્યારે અમે બંને મળ્યા હતા.. ધીરે ધીરે નજીક આવતા ગયા આમ તો અમે બંને સમજદાર હતા .... અમે જાણતા હતા કે એક બીજાના નસીબમાં તો છીએ જ નહીં.... છતાં દિવસે દિવસે પ્રેમ વધતો જતો હતો...

આ લાગણીઓ પણ આશ્ચર્ય પમાડે છે. "
"આ તો દસ પંદર વર્ષ પહેલાની વાત છે, હવે તો એનો કોઈ મતલબ નથી."

"હા એજ હું કહું છું કે હવે, આ ચીઠ્ઠી ઓ , આ ગીફ્ટ આ બધું શું કરવું?"
"એમ કર એને ફાડીને ફેંકી દે બધું."
"હા પણ ,જેમ મારી પાસે તેની યાદગીરી છે, એમ તેની પાસે પણ મારી બધી વસ્તુઓ પડી હશે."
"હવે તો ખબર નહીં તે ક્યાં રહે છે."
"કોલ કરીને પૂછી લે, અબ વો ચિઠ્ઠીઓ કા જમાના તો ચલા ગયા."
"હા વાત તો સાચી તારી કોલ કરીને પૂછી લઉં એને શું કરવું છે‌, એને મળીને બધું પાછું આપી દઉં."
"હા સોમ્યા ને પણ જણાવવું જરૂરી છે."
"સારું તો હવે હું ઘરે જવું, તને મળીને મારું મન હળવું થઈ ગયું."

યાદોની ચારણીમાં રોજ જિંદગી ચાળે..!
એમજ રોજે-રોજ ઓશીકા પલાળે..!
જિંદગી કાલ્પનિક વ્યથા દર્દ માં બળે..!
ઈરછાઓ થીજેલી પળોને કેમ? વાગોળે..!
પ્રીતનું સ્મરણ પુષ્પ સમ ઝુલતુ મન હિંડોળે..!

"હલો સોમ્યા."
"હા બોલ સંદિપ"
"તું મારો અવાજ ઓળખી ગઈ."
"હા,
આજે અચાનક આટલા વર્ષ પછી કેવી રીતે મારી યાદ આવી."
"શું આપણે છેલ્લી વખત મળી શકીએ."
"હા પણ કારણ શું છે?"
"ચીઠ્ઠી ઓ, ફોટા બધું મારી પાસે પડયુ છે , જે તને પાછું સોંપવું છે, તુ આવે ત્યારે તારી જોડે મારી પણ ચિઠ્ઠીઓ લેતા આવજે.."
"હા જરૂર.."

"એ જ જગ્યા ,એ જ કોફી શોપ,પણ આ કોફી સુગર વિના પહેલા પણ ફીકી હતી અને આજે પણ."
"બસ તો આજે પણ કોફીને ફીકી જ કરવા આવ્યો છું."
"સમય પણ કેવો ગુજરી જાય છે, તારા ઘરમાં બધા ઠીક તો છે ને?"
"બધા જ મજામાં છે ,પણ આ કોલાહલ ભાગ દોડ વાળી ફાસ્ટ લાઈફમાં કોને શું થઈ જાય કશું નક્કી નહિ અને એટલે જ મેં કોલ કર્યો હતો કે આપણે બધી યાદોને ફાડીને ફેંકી દઈએ હવે આ બધી યાદગીરી જોડે રાખીને શું કરવાની છે."
"તને શું આ બધું આસાન લાગે છે ફેંકી દેવું?
તુ તારી ભાવનાઓ ફાડી ને ફેકી શકે છે પણ મારાથી નહીં થાય..
લે આ બધું જ તું જ એ કામ કરી દે."
" મને પણ એવું લાગે છે કે, હું પણ નહીં કરી શકું.

"સમય બદલાય જાય છે પણ પ્રકૃતિ એવી ને એવી જ રહે છે, તે નથી બદલાતી અને સાલો સાલ આવી જ રહેવાની આપણે ભલે આ દુનિયામાં નહીં હોઈએ.
એટલે ડરવાનું બંધ કરીને જેવું છે એવું જ રહેવા દે."

આપણી આ છેલ્લી મુલાકાત છે હવે આપણે ક્યારે નહીં મળીએ."

"હા તું સાચું જ કહે છે,કાશ તારો હાથ મારા હાથમાં હોત પણ હવે એવું નથી પણ મારી દુઆ હંમેશા તારી સાથે જ રહેશે જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ ચાલશે ..

પ્રેમમા જયારે કોઈ સજા હોય છે.!!
ત્યારે વિરહમાં પણ મજા હોય છે.!!
ના કોઈ સંબંધ તૂટે, ન જિંદગી છુટે .!!
બસ આ જીવન માટે રજા હોય છે.!!