ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-14
નીલાંગ નીલાંગી ટ્રેઇનમાં સાથે જઇ રહેલાં અને આઇને નવો ફોન આપ્યો એની બધી વાત કરી રહેલાં. નીલાંગે પહેલાં તો આઇએ આપેલો લાડુનો ડબ્બો નીલાંગીને આપ્યો કે તારાં ભાવતાં ગોળનાં લાડુ આઇએ આપ્યાં છે લે મસ્ત છે મેં તો ઘરે એક ખાઇ લીધેલો.
નીલાંગી ખુશ થઇ ગઇ અને બોલી મને ખબર છે આઇએ મને કીધુ છે કે મેં તારાં માટે ગોળનાં લાડુ મોકલ્યાં છે અને લાડુ લઇને નીલાંગી ખુશ થઇ ગઇ.
નીલાંગ નીલાંગી સાથે વાતો કરતો હતો અને એની અચાનક નજર નીલાંગીનાં ડ્રેસ પર ગઇ એ બોલ્યો નીલો હું તારી સાથે વાત કરવામાં અને તારો ચહેરો જોવામાં સાવ ખોવાઇ ગયો છું પણ.... આ ડ્રેસ ક્યારે લાવી ? મેં પહેલીવાર જ જોયો બહુ સરસ છે પણ એક વાત કહુ ? આટલો બધો ડીપ નેક છેક તારી છાતી સુધીનો ? કાપ ? કેમ આવો લીધો ? પહેર્યો ?
નીલાંગીએ ખુશ થતાં કહ્યું "વાઉ તને ગમ્યો નીલુ આ આઇ લાવી મારી માટે મને કહે આ પહેરીને જા ખુબજ સુંદર લાગે છે તું આ ડ્રેસમાં... પછી અચાનક નીલાંગનો પ્રશ્ન સાંભળી ગંભીર થઇ ગઇ...
નીલુ કેમ આવો પ્રશ્ન કરે છે ? ખરાબ લાગે છે ? મને શું ખબર ? અત્યારે આવીજ સ્ટાઇલ ચાલે છે ફેશન છે આઇ લાવેલી... મારું પોતાનું ધ્યાન.... નીલુ છેક અત્યારે બોલે છે ? હું સ્ટેશનથી પાછી ઘરે જતી રહેત બદલી નાંખત... હવે કેમ બોલે છે ? જો આ ડુપટ્ટો આમ રાખીશ બસ ? કંઇ નહીં દેખાય...
નીલાંગે કહ્યું "નીલો દુપટ્ટો તું ગમે તે રીતે રાખે તારી અડધી છાતી અને બધાં આકાર સ્પષ્ટ દેખાય છે તારી આઇને ખબર ના પડે કે કેવી સ્ટાઇલ છે ? કેવુ લાગશે ? આમાં આઇનો વાંકજ નથી તું પહેરે ત્યારે તને ખબર નથી પડતી કે પહેર્ચાં પછી કેટલું તારું પ્રદર્શન થાય છે ?
બોલતાં બોલતાં નીલાંગનો અવાજ ગુસ્સામાં થોડો ઊંચો થઇ ગયો પછી ભાન પડ્યુ ટ્રેઇનમાં છે અને શેની વાત કરે છે ?
પછી સંકોચાયો અને ધુંધવાઇને બોલ્યા વિના એમ જ ઉભો રહ્યો. નીલાંગીએ કહ્યું "સોરી મને એવું કંઇ ના લાગ્યુ નીલુ... સોરી હવે તેં કીધું એટલે હું.... નીલું... સોરી....
આમ વાતો કરતાં ઝગડતાં ગ્રાંટ રોડ આવ્યું અને નીલાંગી ઉતરી ગઇ. ઉતરતાં ઉતરતાં નીલાંગ સામે જોતી જોતી આગળ ચાલતી રહી અને સ્ટેશનથી ગાડી નીકળી ગઇ...
***********
નિલાંગે એનાં ટ્રેઇનર ગણેશકાંબલે ને કહ્યું "સર મારી ટ્રેઇનીંગ પુરી થઇ ગઇ છે ને ? તમે મને કેવી રીતે મૂલવો છો ? સર જે હોય એ નિખાલસ અભિપ્રાય આપજો મને.
ગણેશ કાંબલે એ કહ્યું "નીલાંગ આ બધી વાત રાનડે સર પાસે જઇને થવાનીજ છે એમણે આપણને બોલાવ્યાં છે ચલ રાનડે સર પાસે... અને બંન્ને જણાં રાનડે સરની ચેમ્બરમાં પહોંચ્યાં. રાનડે સર કોઇ વીડીયો ફીલ્મ જોઇ રહેલાં.
મે આઇ કમીંગ સર ? એવું કાંબલે એ રાનડે સરની ચેમ્બરનો દરવાજો ખોલી પૂછ્યુ.. પછી બોલ્યા નીલાંગ ઇઝ ઓલ્સો વીથ મી સર...
ઓહ કમ કમ કાંબલે એન્ડ નીલાંગ... ઇટ્સ એ પરફેક્ટ ટાઇમ ટુ શેર વીથ યુ એમ કહીને ફોન બાજુમાં મૂક્યો. કાંબલેએ કહ્યું શું સર ?
રાનડે એ કહ્યું "એ પછી કહું છું અને કીધું પહેલાં આપણે નીલાંગની ટ્રેઇનીંગ પછીની વાત કરીએ મારે તમારી પાસેથી જાણવું છે કે નીલાંગને કઇ જોબ આઇમીન ક્યો પ્રોજેક્ટ આપીએ જેમાં એની નીપુણતા સાબિત કરી શકે ? અત્યારે તો દુનિયામાં અને દેશમાં આપણાં શહેરમાં એક એક મીનીટ કંઇને કંઇ બનતું રહે છે ન્યૂઝ માટેની કોઇ કમીજ નથી એમ કહીને હસવા લાગ્યા.
કાંબલે સાંભળીને બોલ્યો યસ સર.... નિલાંગે બધીજ ટ્રેઇનીંગ પુરી કરી છે સર... હું આપને એકજ સેન્ટન્સમાં નીલાંગનો રીપોર્ટ આપું તો નીલાંગને તમે કોઇ પણ પ્રોજેક્ટ આપી શકો છો ગમે તેવો કોન્ફીડેન્શીયલ હોય કે ક્રાઇમનો કે પોલીટીક્સનો બધીજ રીતે એ તૈયાર છે અને સર હું એવું કહું કે અત્યાર સુધી મેં જેટલાને ટ્રેઇનીંગ આપી છે એમાંથી નીલાંગ સાવ જુદોજ સીન્સીયર અને સર્વશ્રેષ્ઠ છે એનામાં પોતાની આગવી સુઝબુઝ -ગટ્સ એટલી છે કે એ કોઇ પણ ન્યૂઝ પર કોઇપણ પ્રોજેક્ટ પર કામ કરી શકશે એવો મારો વિશ્વાસ છે.
રાનડે સર કાંબલેની નીલાંગ માટેનો રીપોર્ટ સાંભળીને ખૂબ ખુશ થઇ ગયાં અને નીલાંગને શાબાશીનાં સૂરમાં કહ્યું "નીલાંગ વેરી ગુડ... આઇ એમ હેપી એન્ડ ઇમ્પ્રેસ્ટ.. જ્યારે ગણેશભાઇ રીપોર્ટ આપે અને એમની ટ્રેઇનીંગ હોય પછી વાત પુરી થઇ જાય ગણેશભાઉનાં હાથ નીચે મોટાં મોટાં જર્નાલીસ્ટ તૈયાર થયાં છે એમાં ઘણાં ખૂબજ નામ અને નાણાં કમાયાં છે.
ગણેશભાઉ તો બધી રીતે મારાં પણ સીનીયર છે હું પોતે એમનો ફેન છું એમનાંથીજ તૈયાર થયેલો છું એ આપણી ન્યૂઝ એજન્સીમાં જોડાયાં છે આ મારા માટે પ્રાઉડ છે સમજ્યો.
એની વે... કાંબલે સર અને નીલાંગ આજે તમે જે રીતે બધી તૈયારી બતાવી છે હું તમને એક સીક્રેટ ન્યૂઝ આપવા માંગુ છું અને આ પ્રોજેક્ટ હેઠળ તમને કામ કરવા માટે કહી રહ્યો છું આ થોડું રીસ્કી છે પણ એમાં ખૂબજ કુશળ પાસે ખબર આવી છે હજી મીડીયામાં સમાચાર પ્રસર્યા પણ નથી આપણું અખબાર પહેલવહેલુ, ન્યૂઝ મુકશે અને આ ખબર આજની હેડલાઇન બનશે હજી સવારે 11.00 વાગ્યા આસપાસ આ ઘટના બની છે... આજનાં પેપરનું બધુ કામ થઇ ગયુ છે એડીટીંગ અને ટાઇપસેટીંગ પણ પુરુ થયુ છે માત્ર જાહેરાતો ગોઠવવી બાકી છે....
કાંબલે સર તમે આપણાં એડીટર ચીફ છો હું તમને હાલજ જણાવું છું કે મર્ડર મીસ્ટ્રી શું છે અને તમે બધાં ન્યૂઝની ઉપર મુખ્ય ટોપ ઓફ ધ ન્યૂઝ લાઇનમાં આ સમાચાર મૂકો કે આ અનુપ ઇન્ડસ્ટ્રીઝ ગૃપની પુત્રવધુની હત્યા છે કે આત્મહત્યા ?
સમાચાર સાંભળીને કાંબલે અને નીલાંગ બંન્ને જણાં ચોંકીને ખુરશીમાંથી ઉભા થઇ ગયાં ? શું કહો છો સર ?
આ અનુપ ગ્રુપની પુત્રવધુ એટલે... પેલી સુપ્રસિધ્ધ મોડલ અનીશા ? ઓહ માય ગોડ સર હજી 6 મહીના પહેલાં તો અનુજા ઇન્ડસ્ટ્રીઝનાં એકનાં એક યુવરાજ જેવાં અમોલ સાથે પ્રેમ વિવાહ થયાં હતાં આખુ મુંબઇ હિલોળે ચઢેલું એમનું લગ્ન જોવા આવી સેલીબ્રીટીનું મૃત્યું ?
સર.. આતો ગજબનાં ન્યૂઝ છે... કેમ કેવી રીતે મરી ગઇ ? શું થયેલું ? છ મહિનામાં જ આ જોડી તૂટી ? આવી રીતે ? બંન્ને જણાનાં પ્રેમનાં તો કેવા કેવા ન્યૂઝ હતા ? અમોલ જેવો સોહામણો અને મિલિયોનેર છોકરો અને કેવી સ્વરૂપવાન છતાં કેટલી ડાહી લાગતી આ છોકરી અનીસા ?
સર શું ન્યૂઝ છે ? ક્યાંથી આવ્યા કેટલાં વાગે આવ્યો ? હજી સમાચાર વાઇરલ નથી થયાં ?
રાનડે સરે કહ્યું "હજી હમણાંજ ન્યૂઝ મને મળ્યાં છે મારી એક ચેનલ છે ત્યાંથી વિશ્વસનીય લીડ મળી છે અને એ ખાત્રીવાળી જ છે બસ કન્ફર્મ કરી લઊ એટલે તમે હેડલાઇન સેટ કરી દો એમ કહીને પોતાનો ફોન ઉપાડ્યો અને નંબર ડાયલ કર્યો... અને સામેથી બોલતી વ્યક્તિને સાંભળતાં રહ્યાં... હાં... હાં... ઓકે.. ઓહ.. ઓહ નો... ઓકે નો...નો... ડોન્ટ વરી... યસ... આઇ વીલ બી ફર્સ્ટ... આઇ વીલ એપોઇન્ટ એ સ્માર્ટ અને ઇન્ટેલિજ્ન્ટ જર્નાલિસ્ટ યસ યસ ઓકે થેક્સ...
રાનડે એ ફોન મૂક્યો અને કહ્યું "ન્યૂઝ કન્ફર્મ છે તમે હેડલાઇન બદલાવી આને પ્રમોટ કરી દો જુઓ આજે આપણું વેચાણ બધાં રેકર્ડસ તૂટશે.
યાર.. કાંબલે ભાઉ મને માન્યામાં નથી આવતું કે અનીશાનું આવુ થશે ? એની વે હવે આ પ્રોજેક્ટ હું ફક્ત તમને બંન્ને જણાને સોંપુ છું મને એની બધીજ ડીટેઇલ્સ અને સાચું કારણ... રીયલ સસપેન્સ શોધી લાવવુ પડશે આનાં પર આપણાં ન્યુઝપેપરનું ભવિષ્ય છે જે મારે એચીવ કરવુ છે એનાં માટે જબરજસ્ત ચાન્સ છે.
નીલાંગે કહ્યું "સર આઇ વીલ.. બી.. ડોન્ટ વરી સર મને તક આપી હું પુરુવાર કરીશ. કાંબલે સર સાથે છે એમનું પીઠબળ અને માર્ગદર્શન મારા માટે મહત્વનું છે.
કાંબલે એ કહ્યું "સર તમે બધી બાકીની ડીંટેઇલ્સ આપો પછી હું અને નીલાંગ આખી સ્ટેટેજી તૈયાર કરીએ....
*****************
નીલાંગી ઓફીસમાં પ્રવેશી એવીજ બધાંની નજર એનાં તરફ દોરાઇ અને સોમેશ ભાવેની નજર તો ખાસ જગ્યાએ જ અટકી....
વધુ આવતા અંકે ---પ્રકરણ-15.