બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત
(12)
મેઘના મારા જીવનમાંથી જતી રહી એણે લઘભગ એક વર્ષ થયું હતું. ખરેખર તોહ, પૂજા મેમએ મને સંભાળી લીધો હતો. પરંતુ, જ્યારે તેઓ આસપાસ નહોય ત્યારે મેઘનાની યાદ આજે પણ આવી જાય છે. એવું નથી કે, હું મેઘનાને ભૂલવા માંગુ છું. પરંતુ, મારું ફોકશ તેની ઈચ્છા પર વધારે રહેલો છે. તેની છેલ્લી ઈચ્છા પર. પણ જ્યોતીને હું આ બધા વચ્ચે ભૂલી જ ગયો હતો. લાસ્ટ હું એને એક વર્ષ પહેલાં મળ્યો હતો. હા! તેની તબિયત પહેલાં કરતાં થોડી સુધરી હતી. પરંતુ, સંપૂર્ણપણે તબિયતમાં સુધાર લાવવા માટે કેટલો સમય લાગશે? એ વિષે તોહ, ડોક્ટરને પણ જાણ નહોતી. તમને લાગતું હશે આમ અચાનક જ્યોતી કેમ યાદ આવી? એનું પણ એક કારણ છે. જ્યોતી ફરી બેકાબુ થઈ હતી. અને આ વખતે તે લોહીલુહાણ તો થઈ જ હતી. પરંતુ, તેની સાથે મારા પિતાજીને પણ લોહીલુહાણ કર્યા હતા. આ કારણે જ હું ફરી જ્યોતી પાસે જઈ રહ્યો હતો. હું મારા શહેર પહોંચ્યો. પિતાજી અને જ્યોતી બંને ઘરે જ હતાં. તેમને અહીંજ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી.
"પિતાજી! શું થઈ ગયું? વધારે તોહ નથી વાગ્યુંને? મેં તમને કહ્યું હતું તમે ખ્યાલ રાખજો તમારું. શું થયું? ડોક્ટર એ શું કીધું છે? અને જ્યોતી ક્યાં છે? એને વાગ્યું નથી ને?" મેં કહ્યું.
"અરે, શાંત દિકરા. કંઈ નથી થયું અમને. બસ છોટી ચોટ હૈ. હમણાં જ બરાબર થઈ જવાના છીએ. આ તોહ, જ્યોતી થોડી ઘભરાઈ ગઈ હતી. તેની માટે આટલાં સેવકો જે રાખ્યા છે. એમને જોઈને ડરી ગઈ હતી. માટે કાંચમાં હાથ માર્યો હતો. હું વચ્ચે પડ્યો એમાં મને પણ થોડું વાગી ગયું. પરંતુ, કોઈ મોટી સમસ્યા નથી. બધું બરાબર છે. તું ચિંતા ન કર." પિતાજીએ કહ્યું.
"પિતાજી કહો તોહ, હું ફરીવાર આની રિસ્પોન્સીબીલીટી લઈ લઉં? આમ, કેટલાંક દિવસ ચલાવશો? અને આમેય તમને ઘણા કામ હોય છે. અને એમાંય મમ્મી સાથે કંઈક કરી નાખશે તોહ?" મેં કહ્યું.
"અરે, તું? આ તું જ છે ને? આ તું જ બોલી રહ્યો છે? તું બીજીવાર આ વિષે વાત પણ ન કરતો. જ્યોતીની સંભાળ લેવાનું મેં વચન આપ્યું હતું. અને અંત સુધી હું મારો વચન નિભાવીશ. અને તું ચિંતા નહીં કરજે. એની સંભાળ લેવા માટે કેટલાક નોકરચાકર છે. અને એની માટે એક સ્પેશ્યલ કમરો પણ છે. માટે તારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી."
"તમે કહો છો માટે ઠીક છે. તમે જ આની સંભાળ રાખો. પરંતુ, બીજીવાર આવું થયું તોહ હું આને મારી સાથે લઈ જઈશ. અને ત્યાં જ એની ટ્રીટમેન્ટ કરાવીશ."
"બીજીવારનું બીજીવાર જોઈ લઈશું. પરંતુ, અત્યારે જમવાનું તૈયાર છે. કેટલાંક દિવસો પછી સાથે ભોજન કરીશું. ચલ, આવી જા."
"આ માતાજી કેમ નથી દેખાતા? ક્યાં ગઈ છે મમ્મી?"
"એ તોહ, ગઈ છે યાત્રા પર. હું આ હાલતમાં જઈ ન શકું. માટે આપણાં કેટલાક રિલેટિવ સાથે ગઈ છે. ચિંતા નઈ કર. ભોજન બહારથી આવ્યું છે. તને ફાવશે."
જ્યોતીની તબિયત સારી છે. અને એની સંભાળ માટે પિતાજીએ કેટલાંક લોકો પણ રાખ્યા છે. માટે મારે ચિંતા કરવાની કોઈ જરૂરત નહોતી. અમે, ભોજન લઈ રહ્યા હતા. કેટલીક જુની વાતોને યાદ કરી. અને હું મારા કમરામાં જતો રહ્યો. થોડીવાર બાદ, જ્યોતીને જોઈ. તેની તબિયત સારી હતી. અને તેનો ખ્યાલ પણ સારી રીતે રખાઈ રહ્યો હતો. રાત્રે નોવેલ વાંચવાનું વિચાર કર્યું. થોડા પન્ના ફેરવ્યા બાદ, ડાયરી લખવાનું મન થયું. પરંતુ, આજકાલ તો ક્યાં એ શક્ય હતું જ? કોઈ જ ચિંતા નથી! આ વાક્ય તમે હમણાં જ સાંભળ્યું હશે. પરંતુ, ચિંતા તોહ થઈ. તરત જ ચિંતા થઈ. અને સાથે દુઃખ પણ. જ્યારે અમને જાણ થઈ કે, દાદાજી રહ્યા નથી. હું આઘાતમાં હતો. મારી આંખોમાંથી આંશુ પણ નહોતા નીકળી રહ્યા. અને થોડા મિનિટ બાદની ઘભરાહટ બાદ, હું રડવા લાગ્યો. મારા આંખમાંથી નદીઓ વહી રહી હતી. આમ, અચાનક? પરંતુ, શા માટે? દાદાજી આમ કેમ જતાં રહ્યાં? હું એમને મળવા જવાનો હતો. કાલે જ મળવાનો હતો. કેટલાંક સમયથી મુલાકાત થઈ નહોતી. અને મોકા મળતા ત્યારે હું ઠેલી મુકતો. પરંતુ, હવે એ તક એ મોકો ક્યારેય નહીં આવે. એજ વિચારથી મને વધારે રડવું આવી ગયું. આખરે દાદાજી મારા જીવનનાં સૌથી ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ હતાં. તેમણે મારી કેટલીક વખત મદદ પણ કરી છે. તેઓ જ હતાં. તેમણે જ મને બાળપણમાં વાર્તાઓ સંભળાવી છે. તેમના સાથે જ હું રમ્યો છું. તેમના હાથે જ હું મોટો થયો છું. તેમણે જ મને ચાલતાં શીખવાડ્યું છે. અને દોડતાં પણ તેમણે જ શીખવાડ્યું છે. તેમણે જ જીવન શું છે? એ વિષે જણાવ્યું છે. અને જીવવું કેમ? એ પણ એમણે જ શીખવાડ્યું છે. મારી જીવનની કેટલીક યાદો પણ એમણે જ આપી છે. મારી અડધી જીંદગી મેં એમની સાથે જ વિતાવી છે. તેઓ ફિલ્મી હતા. પરંતુ, જીવનનો કિરદાર તેમણે અધભુત નિભાવ્યો હતો. તેમના મૃત્યુ બાદ, હું ભાંગીપડ્યો હતો. પરંતુ, આ અંતિમવિધિ પતે ત્યાં સુધીમાં મને મારી જાતને સંભાળવાનું હતું. અને એ કામ મેં બખુબી નિભાવ્યો. અને આ સમયમાં ડાયરી લખવાનું સમય નહોતું મળ્યું. તમને લાગતું હશે કે, આવા સમયમાં કોઈ ડાયરી લખે ખરું? પરંતુ, હું ડાયરીઓ નહોતો લખી રહ્યો. હું મારા હૃદયની વાત મેઘના સુંધી પહોંચાડવાનું કામ કરી રહ્યો હતો.
પ્રિય મેઘના. હું જાણું છું કે, આટલાં દિવસ હું કંઈ લખી શક્યો નહીં. પરંતુ, એક ખરાબ સમાચાર છે. દાદાજી રહ્યા નથી. એ પણ જતાં રહ્યાં. મને છોડીને જતાં રહ્યાં. જેમ, તું ચાલી ગઈ મારી લાઈફમાંથી. બસ, ડીફ્રેંશ એટલો છે. કે, એ ખુદાની મરજી પર ગયાં. અને તું તારી મરજી પર. હવે, કદાચ આ મારું એકલાપણુ જ મને ખાઈ જવાનું છે. પરંતુ, તારી ઈચ્છાને હું ભૂલ્યો નથી. અને તારી માટે જ હું જીવી રહ્યો છું. પૂજા મેમ તારા વિષે જાણતાં નથી. અને હું તેમને જણાવવા માંગતો પણ નથી. ખબર નહીં કેમ? પણ હું ડરું છું. હું એમને આ બધી જાણ કરવાથી ડરું છું. કદાચ, તેઓ મારી પરિસ્થિતિને ન સમજી શકે તોહ? સ્ટીલ તેઓ તારી પ્રોજેક્ટ પર કામ કરશે. તેઓ, એ કામમાં મારી મદદ કરશે. પરંતુ, એ પ્રોજેક્ટ પતે એ પહેલાં દુઃખના સમાચાર મળ્યા છે. દાદાજી નથી રહ્યા એનું દુઃખ તને પણ હશે. પરંતુ, શું કરી શકીએ? આજ સંસારનો નિયમ છે. જે આવે છે તેને એક દિવસ જવું જ પડે છે. અને મારે પણ જવાનું છે. જોઉં મારો સમય ક્યારે આવવાનો છે. વેલેન્ટાઈન ડે ને થોડો જ સમય છે. યાદ છે તને? કેટલાંક યાદગાર પલ આપણે એ દિવસે જ વિતાવ્યા છે. સાથે વિતાવ્યા છે. વધારે કંઈજ નહીં બોલું. તું અહીં છે નહીં તોહ, આ દિવસ મારી માટે યાદો તોહ લાવશે જ. પરંતુ, તેમાં દુઃખ વધારે હશે. ચલ, ફરી આવીશ. માત્ર તારો જ યશ.
જીવનમાં સુખ હતું. પરંતુ, દુઃખની માત્રા વધારે હતી. દાદાજી અને મેઘના મારા જીવનમાં નહોતા રહ્યા. એમાંય જ્યોતીનું ટેન્શન માથે હતું. કોઈ વ્યક્તિ આટલાં દુઃખો વરચે કઈ રીતે જીવી શકે? પરંતુ, મારે જીવવાનું હતું. મેઘના ખાતર. અને જ્યોતી ખાતર જીવવું જ હતું. એની જવાબદારી લઈને હું ફરી શકું નહીં. બસ એટલે જ મેં કહ્યું હતું કે, મારી જીંદગી જેઠાલાલ જેવી છે. જેમાં સુખ કરતાં વધારે દુઃખ અને ટેન્શન આવે છે. પણ કોઈના જીવી લઈશું. જીવવા માટેના કેટલાંક કારણો છે જ. હું થોડાક દિવસો પિતાજી પાસે રહી ગયો. તેઓ પણ શોકમાં હતાં. આમ, અચાનક દાદાજીના જતાં રહેવાથી તેઓ દુઃખી રહેતાં. પરંતુ, જ્યોતીનું ખ્યાલ રાખવાનું ભૂલતા નહીં. હવે, જ્યોતીનો ભાર કદાચ, મારા પર ઓછો હતો. પિતાજીએ જ્યોતીને સંભાળી લીધી હતી. પરંતુ, પિતાજીને હવે કોઈ સહારાની જરૂરત હતી. મમ્મી આવે ત્યાં સુધીમાં મારે જ અહીં રહેવાનું હતું. હુંજ તેમનો સહારો હતો. તેઓ, રડી રહ્યા હતા. મારી સાથે રડી રહ્યા હતા. પરંતુ, આવા સમયમાં અમને સ્ટ્રોંગ રહેવાનું હતું. આખરે દાદાજીના જવાનું દુઃખ મને હતું. પરંતુ, એ મારા પિતાના પણ પિતા હતા. માટે તેમને વધારે દુઃખ હતું.
મને કોલેજ ગયે પંદર થી વિશ દિવસ થયાં. પૂજા મેમ એ કેટલાંક કોલ્સ કર્યા હતાં. પરંતુ, આ ઘટનાઓની વચ્ચે હું તેમને જવાબ આપી શક્યો નહોતો. એ દિવસે હું મારા રૂમમાં હતો. અને ત્યારે જ પૂજા મેમનો કોલ આવ્યો. મેં ફોન ઉપાડ્યો. અને તેમણે સવાલોનો ઢગલો કરી નાખ્યો. ક્યાં છો? આટલાં દિવસ ફોન કેમ ન ઉપાડ્યા? કંઈ તકલીફ તોહ નથી ને? આટલો કેરલેશ કેમ છે? કોઈ જાણ કેમ કરી નહીં? મારા ફોન નથી ઉપાડતો? આટલો મોટો વ્યક્તિ થઈ ગયો છે? છે ક્યાં તું? બસ આવા જ કેટલાંક પ્રશ્નો હતાં. અને મેં તેમના ઉત્તર બરાબર આપ્યા હતા. અને એ ઉત્તર બાદ, તેમણે એક વધુ પ્રશ્ન કર્યો.
"આ જ્યોતી અને મેઘના કોણ છે?"
હું દુવિધામાં હતો. પરંતુ, એનથી પણ વધારે હું આશ્ચર્યમાં હતો. જ્યોતી અને મેઘના વિષે મેમને કઈ રીતે ખબર પડી? તેઓ પણ મેઘનાની જેમ જ રીએક્ટ નહીં કરે ને? તેઓ પણ આ દોસ્તી તોડી અને જતાં નહીં રહે ને? હવે, મને સમજાવશે કોણ? મારો એ પ્રોજેક્ટ ફીનીશ કરવામાં કોણ મારી હેલ્પ કરશે? આવા કેટલાંક પ્રશ્નો મારા મનમાં ઘુમી રહ્યા હતા. એક તરફ દાદાજીના જવાનું દુઃખ. આ બધાની વચ્ચે મને એક જ પ્રશ્ન સુજ્યો.
"આ વિષે તમને કોણે જાણ કરી?"
"કેમ? મને આ બધું જણાવવામાં કોઈ પ્રોબ્લેમ હતી? કે તને એમ થયું કે, હું પણ મેઘનાની જેમ જ રીએક્ટ કરવાની છું?"
"ના મેમ એવું કંઈજ નથી-"
"તોહ, કેવું છે? યશ હું એટલી મેચ્યોર છું. કે, તારી પ્રોબ્લેમને સમજી શકું. હું મેઘનાની ઉંમરની નથી. અને એક પ્રોફેસર છું. તોહ, આ બધા વિષે તારે એટલિસ્ટ મને તોહ, જાણ કરવી જોઈએ ને. તું ભલાઈનું કામ કરી રહ્યો છે. અને આ જાણકારી આપવામાં શું ડર? યશ તું પણ સાવ-"
"સોરી મેમ. પણ તમને જાણ તોહ, થઈ ગઈને. હવે, આવું નઈ કરું. ક્યારેય નઈ કરું. સોરી મેમ."
"અરે, એમાં શુ સોરી? તારા જેવો વ્યક્તિ મેં મારી લાઈફમાં નથી જોયો. કોઈ મેન્ટલ વ્યક્તિ માટે પોતાનાં લગ્ન મૂકી દે. આવું મેં ક્યાંય નથી જોયું. તું ડાયમંડ છે. તારા જેવાં વ્યક્તિઓ દુનિયામાં ઓછા છે. નાહ! નહીવત છે. નાહ! તું એકલો જ એવો વ્યક્તિ છે આ દુનિયામાં. અને હા મને આ વિષે શંકરએ જાણ કરી છે. અને એની પર ગુસ્સો નહીં કરજે. અને કોલજ આવી જા. ફરી જીવનમાં આનંદ આવી જશે. ચલ બાય. મારે કામ છે થોડું."
મને હતું કે, યહ દોસ્તી અબ નો મોર. પણ આ તોહ, કંઈક અલગ જ થયું. મેમ એ મને સમજ્યો. અને મારી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મને સહારો પણ આપ્યો. ખરેખર મેમ ના હોત તોહ, આ પ્રોજેક્ટને બધું શક્ય નહોત. કદાચ, મારી હાલત પણ આવી નહોત. માટે આ બધા માટે મેમનો મારે આભર માનવો જોઈએ. મિત્રો ક્યાંથી ક્યાં આવી ગઈ જીંદગી? એ કોમેડિયન માંથી ગંભીર બનવા સુંધીની આ સફર છે. ક્યાં જવાનો છું? શું થવાનું છે? એ વિષે મને કંઈજ જાણ નથી. પરંતુ, એજ તોહ મજા છે જીવન જીવવાની. આવી જ લાઈફ હોવી જોઈએ. જેમાં શું થવાનું છે? એ વિષે જાણકારી જ નહોય. એક જ પ્રકારની લાઈફ જીવવાથી બોર થઈ જતાં હોઈએ છીએ. માટે લાઈફ મે ટ્વિસ્ટ પણ જરૂરી હૈ.
ક્રમશઃ