Pagrav - 39 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 39

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પગરવ - 39

પ્રકરણ - ૩૯

પરમની જાળમાંથી  મહાપરાણે છૂટ્યાં બાદ સુહાની ભાગતી જ રહી. ઘણું ભાગીને એ હાંફવા પણ લાગી. આજે એ નાઈટડ્રેસમાં પહેલીવાર ઘરની બહાર તો ઠીક પણ રસ્તા પર ભાગી રહી છે...એને ગમે તેમ કરીને મેઈનરોડ પર પહોંચવું છે... ઘણાં લોકો એને અજીબ રીતે જોઈ પણ રહ્યાં છે.

પણ ભાગતા ભાગતાં એને અણસાર આવ્યો કે કદાચ પાછળ પરમ આવી રહ્યો છે...એને યાદ આવ્યું કે ઉતાવળમાં એ બારી બંધ કરવાનું ભૂલી ગઈ હતી અને દરવાજાની બીજી ચાવી તો એની પાસે હતી જ...એ એક ચાર રસ્તાની નજીક છે ત્યાં જ એણે બે રસ્તા પડી રહ્યાં છે ત્યાં પરમને ગુમરાહ કરવા એનાં હાથનું કડું એ રસ્તાનાં વળાંકે ફેંકી દીધું ને એ બીજાં રસ્તા પર ભાગવા લાગીને એક જાડી ઝાખડી પાછળ સંતાઈ ગઈ. પરમ ઘણીવાર સુધી ત્યાં જોયાં બાદ એને સુહાનીનું કડું અને અને સહેજ દૂર ફેંકેલી વીંટી દેખાતાં એ એ દિશામાં પાગલની માફક ભાગવા લાગ્યો...!!

એક કંપનીનો સીઈઓ કે સર્વેસર્વા કહી શકાય એ આમ પાગલની જેમ રોડ પર ભાગી રહ્યો છે સુહાનીને પકડવા માટે... સુહાની બહું ગભરાયેલી છે સાથે આટલું દોડવાને કારણે હાંફી પણ રહી છે...એ થોડીવાર સંતાયેલી રહી. પછી ધીમેથી એણે જોવાનો પ્રયત્ન કર્યો પણ કદાચ એ થોડી અંદરનાં ભાગમાં આવી ગઈ છે એટલે કદાચ થોડું દૂરનું દેખાવું શક્ય નહોતું.

એ રસ્તો પણ થોડો સૂમસામ જેવો છે કારણ કે આખો એ વિસ્તાર જ કહેવાય કે નવો વિકસી રહ્યો હોવાથી એટલી વસ્તી ગીચતા હજું નથી. જીવનજરૂરી બધી ચીજવસ્તુઓ મળી રહેતી પણ કહી શકાય કે એરિયા અન્ડર ડેવલોપમેન્ટ છે...રાતનો સમય અને અંધારું પણ થવાં આવ્યું છે. વળી માણસોની પણ બહું ઓછી અવરજવર દેખાય છે. ક્યાંક ક્યાંક એકલદોકલ માણસો જતાં દેખાઈ રહ્યાં છે પણ આવાં વિસ્તારમાં એને કોઈ મદદ કરી શકે એવું લાગવા કરતાં પણ એ કોઈનાં પર વિશ્વાસ કરી શકે એમ નથી...

લગભગ કલાકેક થઈ ગયો. કોઈ આવ્યું નહીં એણે વિચાર્યું કે હવે પરમ જતો રહ્યો હશે...એણે ધીમેથી પોતાની નાની બેગમાંથી એક દુપટ્ટો કાઢ્યો અને આખો ચહેરો ઢંકાય એમ બાંધી દીધો. પછી ધીમેથી આજુબાજુ જોતી જોતી સહેજ બહાર આવી. એણે પછી થોડેક દૂર જોયું તો એક રીક્ષા ચાલક બહાર ઉભો રહીને કોઈ સાથે વાત કરતો દેખાયો....એ સાઈડ સાઈડનાં રસ્તેથી એ બાજું પહોંચી. પણ એ સામેની બાજુએ ઉભેલો છે રીક્ષાની બાજુમાં. પણ રોડ ક્રોસ કરીને જવું એ થોડું રિસ્કી છે.

એણે ધ્યાનથી એની વાત સાંભળી. એ કોઈની સાથે એની દીકરીની તબિયત સારી નથી એવી કંઈ વાત કરી રહ્યો છે. વળી પૈસાને કારણે એ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવે છે પણ કોઈ સરખું સારવાર પર ધ્યાન નથી આપતું એ વાતથી દુઃખી છે. એ બિચારો કોઈ પાસે પૈસા માંગી રહ્યો હોય એમ એ " ફક્ત બે હજાર આપશો તો પણ ચાલશે " એવું કહી રહ્યો છે. સુહાનીને થયું કે આ વ્યક્તિ સારો લાગે છે વળી એને પૈસાની પણ જરુર છે આથી એ મને ટ્રાવેલ્સ સ્ટોપ સુધી ચોક્કસ લઈ જશે...

એકદમ જ ફોન મુકીને એ રીક્ષામાં બેસી રહ્યો છે ત્યાં સુહાનીએ દુપટ્ટો આગળ રાખીને બૂમ પાડી. બે ત્રણવાર બૂમ પાડતાં એ ભાઈનું ધ્યાન સુહાની તરફ ગયું... સુહાનીએ એમને પોતાની તરફ બોલાવ્યાં. પહેલાં તો એ ગભરાયા કે કોણ હશે આવી રીતે. પણ પછી સુહાનીએ દુપટ્ટો ખોલતાં એને એ વ્યવસ્થિત લાગતાં એ સુહાનીની પાસે આવ્યાં.

સુહાની : " અંકલ મુજે આગરકર રોડ લે જાઓગે . ટ્રાવેલ્સ સ્ટોપ કે પાસ.....મુજે વહાં પહોચના હૈ... થોડા પ્રોબ્લેમ હૈ...જલ્દી સે ટ્રાવેલ્સ પકડની હે..."

રીક્ષાચાલક થોડીવાર કંઈ બોલ્યો નહીં. પછી એણે કહ્યું, " ઠીક હૈ લેકિન પૈસે જ્યાદા લગેગે...ઓર ઉસ રોડ પે ટ્રાફિક ભી જ્યાદા હોગા."

સુહાની : ઠીક હૈ જો હોગા મેં દે દૂગી આપકો.... અને એ પછી ફટાફટ બેસી ગઈ અને રીક્ષા ઉપડી ગઈ...!!

*************

ટ્રાફિકને કારણે સુહાનીને પહોંચતાં લગભગ કલાક થઈ ગયો. પણ સદનસીબે કોઈ અડચણ ન આવી...એણે રીક્ષાવાળાને એ કહે એ પહેલાં જ વધારે પૈસા આપ્યાં. રીક્ષાચાલકે કહ્યું, " બેટા આટલાં બધાં નથી થતાં ફક્ત દોઢસો જ થાય છે... હું પાંચસો રૂપિયા ન લઈ શકું...."

સુહાનીએ પર્સમાંથી બીજાં પૈસા કાઢીને કહ્યું, " લો આ દોઢસો અને આ બીજાં પૈસા કહીને બે હજારની નોટ હાથમાં લઈને આપીને કહ્યું, " તમારી બિમાર દીકરીની સારવાર કરાવી દેજો..."

એ વ્યક્તિ તો શું કહે એની જ મૂંઝવણમાં છે એને થોડી આનાકાની કરી પણ સુહાનીએ પરાણે એને પૈસા આપતાં એ ગદગદ થઈને બોલ્યો, " દીકરી તું હંમેશા ખુશ રહે...તારી દરેક ઈચ્છા પૂર્ણ થાય..." ને પછી એ રીક્ષા લઇને નીકળી ગયો અને સુહાની ફટાફટ ટ્રાવેલ્સની ઓફિસો છે ત્યાં આવી.

સુહાની દરવખતે જે જગ્યાએથી બેસતી હતી ત્યાં જવાને બદલે આજે બીજી જગ્યાએ આવી જેથી કરીને કદાચ પર એનો પીછો કરતો અહીં સુધી આવી ન પહોંચે. બધી લાઈનસર આવેલી ઓફિસોમાં બધે તપાસ કરી પણ ત્યાં બધું બુક કરેલું છે...એણે ખબર ન પડી કે હવે શું કરવું કારણ કે અહીં બધી ટ્રાવેલ્સ મોટે ભાગે આગળનાં સ્ટોપ પરથી આવતી હતી. છેલ્લે એક ઓફિસ પાસે ગઈ. એની ટ્રાવેલ્સ એટલી સારી ન હોવાથી એ કદી જતી નથી પણ આજે કોઈ વિકલ્પ ન હોવાથી એ પૂછપરછ માટે ગઈ એમણે કહ્યું કે છેલ્લો સોફો ખાલી છે જોઈએ તો આપું...!!

સુહાનીએ ફાવશે કે નહીં ફાવે કે કંઈ પણ વિચાર્યા વિના હા કહીને તરત ટિકીટનાં પૈસા આપી દીધાં. ને ટ્રાવેલ્સ દસ મિનિટમાં આવશે એવું કહેતાં એ થોડીવાર ત્યાં જ ઉભી રહી. આ દરમિયાન છેક સુધી સુહાની ભગવાનને સ્મરણ કરી રહી છે‌.... એટલામાં જ ટ્રાવેલ્સ આવીને એ ફટાફટ બેસી ગઈ....!! એણે બહું જોવાની કોશિષ પણ ન કરી કે બીજું કોણ છે એમાં...પણ ત્યાંથી ચઢનારમાં થોડી લેડીઝ પણ દેખાઈ એટલે એને થોડી ચિંતા ઓછી થઈ ગઈ.

અંદર બેસીને ટ્રાવેલ્સ ઉપડતાં એણે પોતાનાં સોફાની જગ્યાને એ સ્લાઈડરથી બંધ કરી દીધી. આજે એ ડબલનો સોફો કોઈ બીજું ન આવી શકે એ માટે ડબલ પૈસા આપીને પણ લઈ લીધો...આખી રાત દરમિયાન એ વોશરૂમ માટે પણ ઉતરી નહીં. નહોતું એણે સાંજનું જમ્યુ કે પાણી સરખું પણ પીધું નથી. આજે એનાં કાનાએ એની લાજ રાખી દીધી એમ વિચારીને સતત એનો આભાર માનતી રહી....પણ આટલું થયાં બાદ કંઈ પણ વસતુ લેવાં માટે પણ નીચે ઉતરીને આટલું પણ જોખમ લેવાની એની ઈચ્છા નથી.

પણ પાપી પેટ એ ક્યાં કોઈનું માને છે...આખી રાત ભૂખી આને તરસી હોવાને કારણે એને ઉંઘ પણ ન આવી કારણ કે બપોરે પણ સરખું જમ્યુ નહોતું ને ઓફિસેથી આવીને ફક્ત એક કપ ચા પીધી હતી...બસ એકવાર શાંતિથી ઘરે પહોંચી જાય એની પ્રાર્થના કરી રહી છે....

લગભગ સાડા પાંચ વાગવા આવતાં સુહાનીએ ઘરે ફોન કર્યો. એનાં પપ્પાને કહ્યું કે એ બરોડા લેવા આવે‌. પહેલાં તો એ ગભરાઈ ગયાં કે અચાનક શું થયુ.. પણ સુહાનીએ સરપ્રાઈઝ કરીને એમની ચિંતાને ઓછી કરી દીધી. મેરેજની સિઝન હોવાથી એમને દુકાનમાં ઘરાકી હોવાથી એમણે એનાં કઝીનને  મોકલવાનું કહ્યું. પણ સુહાનીએ કહ્યું, "પપ્પા, પ્લીઝ મારી ઈચ્છા છે કે તમે આને મમ્મી બે જ આવો."

પછી તો ફટાફટ તૈયાર થઈને વીણાબેન અને અશોકભાઈ બરોડા પહોંચી ગયાં. થોડીવારમાં તો સુહાની આવી ગઈ. એને આવી રીતે પહેલીવાર નાઈટડ્રેસમાં આવેલી ને ફક્ત એક બેગ સાથે આવેલી જોઈને એ થોડાં ગભરાયા.

વીણાબેન : " બેટા તું કેમ આવી હાલતમાં અહીં આવી છે ?? તું ઠીક તો છે ને ?? અને આવી રીતે અચાનક આવવાનું કારણ ??  "

સુહાનીની બધી હિંમત જાણે તૂટી ગઈ. એ ત્યાં સ્ટોપ પર જ એનાં મમ્મી-પપ્પાને ભેટીને રડી પડી. પછી આજુબાજુ સ્થળ અને પબ્લિક જોઈને અશોકભાઈ બોલ્યાં, " ચાલ બેટા ગાડીમાં પછી વાત કરીએ..." ને ત્રણેય જણાં ગાડી તરફ પહોંચ્યાં.

કદાચ વીણાબેન અને અશોકભાઈ બંનેને એક જ વાતની શંકા છે કે સુહાનીની સ્થિતિ જોઈને કે એની પર બળાત્કાર જેવી ઘટના તો નહીં બની હોય ને...બંને જાણે આંખોથી એકબીજાને પુછી રહ્યાં છે...પણ સુહાનીને પુછવાની હિંમત નથી થતી.

ગાડીમાં બેઠા પછી ગાડી થોડે દૂર લઈ ગયાં પછી અશોકભાઈએ ગાડી સાઈડમાં ઉભી રાખી. વીણાબેને સુહાનીને પૂછ્યું, " બેટા તું કંઈ કહીશ અમને ?? અમને ચિંતા થાય છે... તું જે પણ હોય અમને સાચું જણાવ...તો અમે કંઈ કરી શકીશું. "

સુહાનીએ રડવાનું ઓછું કર્યું પણ કંઈ બોલી નહીં. કદાચ અશોકભાઈને થયું કે એમની હાજરીમાં એ કંઈ બોલી નહીં શકતી હોય.

એમણે વીણાબેનને ગાડીમાંથી ઉતરીને બહાર બોલાવીને કહ્યું, " હમણાં એને કંઈ પણ પુછીશ નહીં...ઘરે જઈને શાંતિથી બધી વાત પૂછજે‌...એને થોડું સારું લાગશે એટલે એ તને જાતે જ બધું કહેશે...બની શકે કે મારી હાજરીમાં એ અચકાતી હોય." વીણાબેન સમજી ગયાં. એમણે સહમતિ આપતાં પાછાં બંને ગાડીમાં બેસી ગયાં. સુહાની તો ચૂપચાપ બેસી જ રહી છે‌ ‌.

અશોકભાઈએ ગાડી બરોડામાં બજાર તરફ લીધી. હજું આખું બજાર ખૂલ્યું પણ નથી. ને કંઈ પણ બોલ્યાં વિના એક રેડીમેડ કપડાંની મોટી શોપ પાસે ગાડી ઉભી રાખી. વીણાબેન સમજી ગયાં. એટલે ફક્ત એ એકલાં દુકાનમાં જઈને થોડીવારમાં સુહાની માટે એક જોડી કપડાં લઈ આવ્યાં.

પછી એક હોટેલમાં જઈને સુહાનીને નાસ્તો કરવા કહ્યું. અને સાથે જ એનાં કપડાં ચેન્જ કરાવ્યાં. જો ઘરે આવી રીતે જાય તો લોકો ચર્ચા કરતાં જરાં પણ વાર ન કરે...!! આથી જ સુહાનીને તૈયાર કરી દીધી. ને પછી સીધી જ ગાડી સડસડાટ કરતી ડભોઈ તરફ ભગાવી‌...

સુહાની એનાં મમ્મીપપ્પાને બધી વાત કરી શકશે ?? સુહાની હવે પૂનાને હંમેશાં માટે ભૂલી જશે કે પછી એણે સમર્થને જ ભૂલી જવો પડશે ?? શું થશે આગળ ?? જાણવાં માટે વાંચતા રહો,  પ્રેમનો પગરવ ભીનેરો - ૪૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......