lagni bhino prem no ahesas - 27 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 27

Featured Books
Categories
Share

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 27

સ્નેહાનો ફોન મુકતાની સાથે જ શુંભમનો ફોન પર દર્શનાનો ફોન આવ્યો. તે તેની સાથે વાત કરવા નહોતો માગતો છતાં પણ દર્શનાની જીદ પર તેમને છેલ્લી વાર વાત કરવાનું વિચારી લીધું.

"હવે શું છે તારે?? બધું જ તો પુરું થઈ ગયું. થોડિક દોસ્તી હતી તે પણ તે પુરી કરી દીધી." શુંભમે ફોન ઉપાડતાની સાથે જ દર્શનાને સંભળાવી દીધું.

"પ્લીઝ શુંભમ, એકવાર મારી વાત સાંભળ. હું તારી સાથે કોઈ રમત રમવા નહોતી આવી." દર્શનાની વાતમાં સાફ ખામોશી દેખાય રહી હતી. તેના શબ્દો આજે પહેલીવાર લાગણી ભીના લાગતા હતા.

"તો શું ફરી એકવાર વિશ્વાસ જગાવી મને તોડવા આવી હતી...?? શુંભમે ગુસ્સો જ વાત કરતા કહયું.

"સોરી, પર તું મને સમજી નહીં ત્યાં સુધી હું તને કોઈ વાત કેવી રીતે કહી શકી." દર્શનાએ તેમની લાગણી વહાવતા કહયું

"સમજવાની વાત તું કરે છે.....!!!!એકવાર નહીં મે તારા પર બે વાર વિશ્વાસ કર્યો ને બદલામાં તે મને શું આપ્યું......???દગો..!"

"આઈ એમ રીયલી સોરી. આ્ઈ લવ યું. મને ત્યારે તે વાતનો અહેસાસ નહોતો. હું તેની વાતમાં આવી ગઈ હતી. "

"સોરી, થોડીક નહીં પણ તે આ વાત કરવામાં બહું મોડું કરી દીધું છે. કેમકે, હવે હું કોઈ બીજી છોકરીને ઓલરેડી લગ્નની પ્રપોઝ કરી દીધી છે. હું હવે તેમની સાથે દગો ના કરી શકું. એન્ડ થેન્કયું, મારી જિંદગીમા બીજી વખત આવી મને એ અહેસાસ કરાવા માટે કે મારો પ્રેમ તું નહીં પણ સ્નેહા હોવી જોઇએ."

"પ્લીઝ શુંભમ, તેને ના કહી દેઈ. તું જે કહીશ તે હું કરી પર એકવાર મને અપનાવી લે. "

"થઈ ગઈ તારી વાત પુરી તો હું ફોન મુકુ. મને બહું જ કામ છે. બાઈ. " આટલું જ કહી શુંભમે ફોન મુકયો ને તે કામમાં લાગી ગયો.

કામમા તેનું મન લાગી નહોતું રહયું. એકબાજું સ્નેહા સાથે થયેલ પ્રેમનો અહેસાસ હતો ને બીજી બાજું દર્શના સાથે થયેલી વાતો. તે સમજી રહયો હતો દર્શનાનો અહેસાસને. પણ તે સ્નેહાને દગો કેવી રીતે કરી શકે. જે વિશ્વાસની ડોર તેના દિલમાં સ્નેહાએ જગાવી હતી. જે પ્રેમનો અહેસાસ તેને સ્નેહા પ્રત્યે થયો તે અહેસાસને તે હવે કેવી રીતે બદલે. તેમને દર્શનાનો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો ને ફરી સ્નેહા સાથે જિંદગી જીવવાના સપના સજાવવા બેસી ગયો.

તેના હસતા ચહેરા ને જોઈ તેના પપ્પાએ તરત જ પુછ્યું." શું વાત છે..???આજે ચહેરા પર આટલી ખુશી કેમ દેખાય છે. "

"કંઈ નહીં પપ્પા બસ એમ જ." શુંભમે કહયું

"તો હવે તારા પપ્પાથી પણ વાત છુપાવી એમ ને...!!"

"એવું કયારે બન્યું કે મે કોઈ વાત તમારા લોકોથી છુપાવી હોય તેવું. બસ એકવાર તેમની સાથે વાત થઈ જાય પછી હું તમને અને મમ્મીને બેસી શાંતિથી વાત કરી. "

"કોની સાથે...?? " પરેશભાઈ એકદમ જ સવાલ કરી દીધો. શાયદ તે સ્નેહા વિશે કંઈ જાણતા ના હતા.

"સ્નેહા, જે છોકરીને આપણે સુરત જોવા ગયા હતા. પણ અત્યારે હું તેમના વિશે કંઈ જ વાત નહીં કરું. પહેલાં મારે તેમની સાથે વાત કરવી છે પછી. "

"તો કરી લે ને અત્યારે....!"

"કામ પુરું થાય પછી કરું....."

"જિંદગીની વાતો જેટલું ઇન્પોટન કામ નથી હોતું. તે આખી જિંદગી ચાલવાનું છે. પહેલાં તેમને કોલ કર ને જે પણ વાત કરવી છે તે કરી લે. " પરેશભાઈએ શુંભમને સમજાવતા કહયું.

શુંભમનો પરિવાર હંમેશા શુંભમની સાથે હતો. તે શુંભમની ખુશી માટે દર્શનાને સ્વિકાર કરી શકતા હોય તો પછી સ્નેહા તો તેની પસંદ છે. તે તેમને સ્વિકાર કેવી રીતે ના કરી શકે. શુંભમે ઘડિયાળમા સમય જોયો. છ વાગી ગયા હતા. તેમને તરત જ સ્નેહાનો નંબર મેળવ્યો ને સ્નેહાને ફોન કરી દીધો.

"હેલો, વાત થઈ શકે એમ છે મને કંઈક જરૂરી વાત કરવી છે. " શુંભમે જેવો સ્નેહાએ ફોન ઉપાડયો તેવું તરત જ પુછી લીધું.

"અફકોર્સ, તમારી માટે તો હું હજાર છું." સ્નેહાએ હસ્તા હસ્તા જ જવાબ આપ્યો.

"મને દર્શના વિશે કંઈ જણાવવું છે. આ્ઈ હોપ કે તું સમજી શકી. હું મારી નવી જિંદગીની શરૂઆત ખોટું બોલી નથી કરવા માગતો. મારી વાત સાંભળ્યા પછી તું વિચારીને મને જવાબ આપજે કે તું ખરેખર મારી સાથે આખી જિંદગી રહી શકી."

"શુંભમ, બધું બરાબર તો છે ને......?? "સ્નેહાના ધબકારા એમ જ વધી રહયા હતા. કંઈક ખરાબ થવાના સકેત ગુજી ઉઠયાને વિચારો તે જ પળે કેટલા વિચાર કરાવી ગયા.

મનમાં ચિંતા થવા લાગી કે કંઈક શુંભમ એવું ના કહી દેઈ કે તેને કોઈ બીજા સાથે. શુંભમની વાતો શરૂ થાય તે પહેલાં જ તે થંભી ગઈ હતી. બસ સ્ટેશન પર ઊભા ઊભા જ તેના પગ રુકી ગયા. તે બસની રાહ જોઈ રહી હતી ત્યાં જ બસ આવી ને તે બસમાં બેસી ગઈ. શુંભમે વાતની શરૂઆત કરતા કહયું.

"દર્શનાની વિશે મે તને પહેલાં પણ વાત કરી હતી. અમે બંને કોલેજમાં એકસાથે હતા. એકબીજાને પાગલોની જેમ લવ કરતા હતા. આમ તો તે અધર કાસ્ટની છે છતાં પણ મમ્મી પપ્પા મારી ખુશી માટે તેમને સ્વિકાર કરી રહયા હતા. હું તેને ખરાબ તો ના જ કહી શકું. કેમકે તેમા કંઇક ભુલ મારી પણ હશે તો જ તે મને છોડી બીજા સાથે જતી રહી. બાકી તે પણ મને એટલો જ લવ કરતી હતી." આટલું જ બોલતા શુંભમનો અવાજ ભારી થઈ ગયો. થોડીવાર તે એમ જ થંભી ગયો. પછી આગળ વાતની શરૂઆત કરતા બોલ્યો.

"અમારી સંગાઇ નક્કી થઈ ગઈ હતી ને અમે બંને હંમેશા માટે એક થવાના હતા. ત્યાં જ સંગાઈના આગળની રાતે દર્શનાનો મારા ફર ફોન આવ્યો. ' સોરી શુંભમ હું તારી સાથે સંગાઈ ના કરી શકું. તું તારી ફેમિલીને કહી દેજે.' મે તેમને પુછવાની કેટલી કોશિશ કરી પણ તેમને તે વાત ના જણાવી કે આખિર કારણ શું હતું હું જ ના સમજી શકયો. મને એવું લાગ્યું કે તે કોઈ તકલીફમાં હશે એટલે તેમને મને ના કહી. બાકી તે મારા કરતા વધારે ખુશ હતી જયારે અમારી સગાઈ નકકી થઈ."

શુંભમની વાત હજું ચાલતી જ હતી ત્યાં સ્નેહાએ વચ્ચે પુછ્યું."પછી શું થયું......??"

"મે રાતે મમ્મી -પપ્પાને આ વાત કહી દીધી. તેમની આખોમાં ત્યારે પહેલીવાર આસું જોયા હતા. જે મા -બાપ મારી ખુશીમાં ખુશ હતા તે મમ્મી -પપ્પા તે ન્યુઝ સાંભળી રડી પડયા. પણ મને તે વાતનું દુઃખ નહોતું કે દર્શનાએ ના કહી મને. દુઃખ એ વાતનું હતું કે તે કોઈ પરેશાનીમા હશે ને હું તેને સમજવામાં ભુલ કરી રહયો છું. મારો પ્રેમ આટલો જલદી તુટે તેવો ના હતો. વિચારોની વચ્ચે મારી રાત પુરી થઈ ને હું બીજે દિવસે તેને મળવા માટે ખાસ કોલેજ ગયો. જયારે મારું મન બિલકુલ નહોતું. કોલેજ પહોંચતા જ મને ખબર પડી કે તેમને ના એટલે નહોતી કહી કે તે કોઈ પરેશાનીમા છે. પણ, તેમને ના એટલે કહી હતી કે તે મારા જ બેસ્ટ ફેન્ડની સાથે હવે જોડાઈ ગઈ હતી. તે મારો પ્રેમ ભુલી તેમના પ્રેમમાં ખોવાઈ ગઈ હતી. હકિકત તો એ જ હતી કે તેમને કયારે પણ મને પ્રેમ કર્યો જ ના હતો તે તો પહેલાથી જ બીજા સાથે હતી. હું તુટી ગયો ને ત્યાં જ હારી ગયો. તે દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો કે તેમને મારી સાથે એક રમત રમી. તે પણ પ્રેમ નામની રમત. પણ દિલમાં પ્રેમ હતો એટલે દિલ તુટવા છતાં પણ તેમને નફરત ના કરી શકયું. " શુંભમની આખો આસુંથી છલકાઈ ગ્ઈ હતી.

સ્નેહા તેમના આસુંને જોઈ નહોતી શકતી પણ તેના અવાજ પરથી તે આટલું સમજી શકતી હતી કે તે અત્યારે રડી રહયો છે. "શુંભમ જે હતું તે તમારું કાલ હતું. તેની સાથે મારે કોઈ મતલબ નથી. મારે બસ તમારા આજ સાથે મતલબ છે. "

"જો તે મારી કાલ હોત તો મને પણ કોઈ મતલબ ના હતો. પણ તે મારી આજ ફરી બની ગઈ છે. " શુંભમના આ જ શબ્દો સાથે સ્નેહાની આખો પણ છલકાઈ ગઈ.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાની જિંદગીમાં જયારે એક ખુશીની આશ ફરી ખીલી હતી ત્યારે શું શુંભમ પાસેથી દર્શનાની વાતો સાંભળ્યા પછી તેની આશ વિખેરાઈ જશે...?? શું હકિકત છે શુંભમ અને દર્શના વચ્ચેની..??શું હમણા બે મહિના જયારે બંનેની વાતો બંધ હતી ત્યારે શુંભમ દર્શના સાથે ફરી જોડાઇ ગયો હતો...?? શું સ્નેહા શુંભમની વાત સાંભળ્યા પછી તેમને સ્વિકાર કરી શકશે..?? શું થશે આ પ્રેમ કહાનીનું તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ."