Dil ka rishta - a love story - 42 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 42

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 42

ભાગ - 42




( આગળ જોયું કે રોહન તેજલ ને પ્રોપોઝ કરે છે અને તેજલ એનો સ્વીકાર કરતા બન્ને ખૂબ જ ખુશ હોઈ છે ત્યાં રશ્મિ આવી અને રોહન ને ના ગમતા સમાચાર આપે છે કે રજા પુરી થઈ ગઈ છે અને કાલ સવારે અમદાવાદ નીકળવા નું છે રોહન ઉદાસ થઈ જાય છે કારણ કે એ તેજલ ને મળવા માંગતો હતો પણ તેજલ એને સમજાવે છે કે અત્યારે એ ત્યાં જાય એના મમ્મી ની તબિયત સારી થતા જ એ પોરબંદર આવશે અને બન્ને મળી અને ઘર ના ને જણાવશે જોયે હવે આગળ )


5 વાગ્યા હતા ત્યાં રોહન ના દરવાજે નોક થયું રોહન ઉઠે છે એલાર્મ પેલા જ દરવાજો ખખડયો મતલબ મિસ પરફેક્ટ જ હશે એને ઉઠી દરવાજો ખોલ્યો અને એનું અનુમાન સાચું પડ્યું બહાર રશ્મિ જ હતી રોહન નું બ્રશ અને ટુવાલ લઈ ઉભી હતી

રોહન - વેલકમ વેલકમ!! મને હતું જ કે આપ જ હશો એલાર્મ ને તારો એલાર્મ રાખવો જોઈએ એટલી પરફેક્ટ છે તું..

રશ્મિ - યસ ગુડ મોર્નિંગ રોહન

રોહન પોતાના નિખાલસ સ્વભાવ મુજબ રશ્મિ ને hug કરી અને માથા પર કિસ કરે છે - ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ થેક્સ તું આવી નહિ તો હું એલાર્મ લગાવતા ભૂલી ગયો હતો અને મોડું થઈ જાત. ચાલ હું ફ્રેશ થઇ અને રેડી થાવ છું એમ કહી એ રશ્મિ ના હાથ માં થી બ્રશ અને ટુવાલ લઈ બાથરૂમ તરફ જાય છે

રશ્મિ ના ચહેરા પર ખુશી ફરી વળી રશ્મિ રોહન ને ઓળખતી હતી એ નિખાલસ હતો પણ આ રીતે આજ ગુડ મોર્નિંગ કરવું એ એના માટે આશ્ચર્યજનક હતું રોહન ને તો એવું કંઈ મન માં પણ નહીં પણ રશ્મિ માટે ખબર નહિ એ સ્વર્ગ ની અનુભૂતિ થી કમ નહોતું એ મન માં વિચારી રહી કે રોજ રોહન ને એ ઉઠાડે રોજ રોહન એને આ રીતે ગુડ મોર્નિંગ વિશ કરે એ એના રોહન ના 10 જાત ના નખરા ખુશી ખુશી ઉઠાવે કેટલી સુખમય અનુભૂતિ ..... એનો ચહેરો ખીલી ઉઠ્યો

પણ અચાનક એ વર્તમાન માં પટકાઈ અને ફરી ઉદાસી એના ચહેરા પર ફરી વળી કે આ જન્મ માં આ કઈ જ શક્ય નથી પોતે જોયેલા સપના ને જીવશે તેજલ... આબધું જ થશે પણ એ બધું તેજલ સાથે. એક એક પળ જે પોતે જીવવા માંગે છે એ તેજલ જીવશે રશ્મિ ના મોઢા પર ગુસ્સા ના ભાવ ફરી વળ્યાં કે કાશ આ અમારી જિંદગી માં આવી જ ન હોત😠😠😠😠

અથવા

કાશ..... કાશ.....

એ અમારી જિંદગી થી દુર ચાલી જાય.... બહુ જ દૂર....

આજ રશ્મિ જેવી વ્યક્તિ પહેલીવાર કોઈ નું ખરાબ ઈચ્છી રહી હતી આજ પેલી વાર એ સ્વાર્થી બની અને એ તેજલ ને... હા... એ પહેલીવાર જાણ્યે અજાણ્યે તેજલ નું મૃત્યુ ઇચ્છતી હતી

કાશ કઈક એવું થાય કે તેજલ.....

અને રોહન હમેશા માટે મારો....

પણ પછી અચાનક જ એને યાદ આવ્યું કે શું તેજલ ના ના રહેવા થી રોહન એનો થઈ જશે???

અને ફટ પાગલ.. તું તારા સ્વાર્થ માટે રોહન ની જિંદગી ની અણમોલ ખુશી છીનવી લેવા માંગે છે ?? રોહન ની જિંદગી બની ગયેલી ને તું રોહન થી છીનવવા માંગે છે ને પછી??? રોહન પણ..... રશ્મિ ની ચીસ નીકળી ગઈ ...nhiiiiiiiiii.....
પોતા ની જાત સાથે નફરત કરતી પોતાને કોસે છે કે તું પોતાના સ્વાર્થ માટે રોહન ની ખુશી છીનવવા માંગે છે ના... ના... ના.. ક્યારેય નહીં પ્રેમ પામી લેવા માં નથી પણ જેને તમે પ્રેમ કરો એ ને ખુશ જોવા માં છે ભલે રોહન મને ના મળે તેજલ ને મળે પણ મારો રોહન તો ખુશ રહે છે ને એની ખુશી માં જ મારી ખુશી છે હા એની ખુશી માં જ... ત્યાં તો ચોધાર આંસુડે એ રડી પડે છે પછી પોતાના આંસુ લૂછી અને કહે છે કે ભલે મારા કૃષ્ણ ની રાધા કે રૂકમની થવાનો અધિકાર મને ના મળ્યો પણ મારા કૃષ્ણ ની મીરા બનતા મને કોઈ જ નહીં રોકી શકે હા... કોઈ જ નહીં કારણ કે મીરા એ ક્યારેય કૃષ્ણ પાસે કઈ માગ્યું જ નહીં બસ એતો અપાર પ્રેમ કરતી રહી ને હું પણ મારા રોહન ની મીરા થઈ અને જીવીશ એ હક મારો છે હા... ફક્ત મારો..... એ દુનિયા ની કોઈ તાકાત મારી પાસે થી નહિ છીનવી શકે
એવું વિચારી એ રડતા ચહેરે પણ સ્માઈલ કરે છે અને ઘડિયાળ માં જુવે છે અને યાદ આવ્યુ કે 7 વાગે બસ પકડવાની છે એને ફટાફટ રોહન નું પેકીંગ ચાલુ કર્યું બધુ યાદ કરી અને પેક કરે છે ત્યાં રોહન ના મમ્મી ની બૂમ સંભળાય છે રોહન.... જલ્દી કર હજી પેકીંગ પણ બાકી છે ત્યાં અંદર આવી ને જોવે ત્યાં રોહન ની બેગ પેક થઈ અને રેડી હતી
રોહન ના મમ્મી બોલ્યા અરે વાહ આને પેકીંગ પણ કરી લીધું એકલા એ ???

ત્યાં રોહન આવે છે

રોહન - અરે ના મમ્મી મારે ક્યાં ટેન્સન છે ( એ રશ્મિ ના બન્ને ખભે હાથ મૂકી) આ મિસ પરફેક્ટ છે ને

રોહન ના મમ્મી મન માં વિચારી રહ્યા કે આ મિસ પરફેક્ટ ને જ મારે તો તારી મિસિસ પરફેક્ટ બનાવી હતી દીકરા પણ હવે તારી ખુશી માં મારી ખુશી..

એ પ્રેમ થી રશ્મિ ના માથા પર હાથ ફેરવે છે અને કહે છે ચાલો બન્ને જલ્દી કરો નાસ્તો તૈયાર છે બસ નો ટાઈમ થઈ જશે

રોહન રશ્મિ અને રોહન ના મમ્મી નીચે જાય છે

નાસ્તો તૈયાર છે રોહન ના મમ્મી એ ફરી આજ રોહન ના ભાવતા ઢોકળા બનાવ્યા છે રોહન અને રશ્મિ પેટ ભરી નાસ્તો કરે છે બધો સામાન આવી ગયો અને અજય ગાડી માં બધો સામાન મૂકે છે

રોહન ફોન ના ડેટા ઓન કરે છે ત્યાં તેજલ નો મેસેજ આવ્યો

good morning harami

રોહન નું મોઢું તેજલ નો મેસજ જોઈ એવું ખીલી જતું જાણે પૂનમ એ ચન્દ્રમાં ખીલે

એને રિપ્લે આપ્યો

good morning my sweetheart

મોડું થઈ રહ્યું છે બસ માં બેસી ને વાત કરું એમ મેસેજ કરી એને ફરી ડેટા ઓફ કર્યા કારણ કે નહીં તો એ પોતાની જાત ને રોકી ના શક્ત વાતો કરતા.

રોહન અને રશ્મિ નો સમાન ગોઠવાય ગયો બન્ને એના પપ્પા ને મળી બાય કહી મમ્મી ને મળે છે રશ્મિ રોહન ના મમ્મી ને પગે લાગે છે રોહન ના મમ્મી એને ગળે મળે છે ને વહાલ થી એનું માથું ચૂમે છે

રશ્મિ !! તું રોહન ની સાથે છે એટલે મને એની ચિંતા નથી ધ્યાન રાખજે મારા દીકરા નું

રશ્મિ રોહન સામે જુવે છે ને વિચારે છે કે એ હક્ક રોહન એ મારી પાસે થી છીનવી લીધો છે પછી રોહન ના મમ્મી સામે જોઈ એ કઈ બોલી નથી શકતી ફક્ત પ્રને હસી અને હકાર માં માથું હલાવે છે

રોહન એના મમ્મી ને હસી ને ગળે મળે છે એ પણ ઇમોશનલ થઈ ગયો હતો પણ જો એ ઇમોશનલ થાય તો એના મમ્મી સાવ ભાંગી પડે રોહન ને એના મમ્મી એટલે ભગવાન એ એના મમ્મી ને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે એને હિંમત રાખી હસતું મોઢું રાખ્યું પણ એના મમ્મી તો રોહન ને વળગી નાના બાળક ની જેમ રડી પડે છે એને રડતા જોઈ રોહન ની હિંમતે જવાબ આપ્યો એ પણ રડી પડે છે બન્ને માં દીકરો કઈ જ ના બોલતા બસ ગળે મળી અને રડી રહ્યા છે 5 મીનિટ માટે વાતાવરણ ખૂબ ઇમોશનલ થઈ ગયું

રોહન એના મમ્મી ના આસું લૂછે છે અને માહોલ હળવો કરવા મજાક કરે છે

રોહન - મમ્મી તમે તો એમ રડો છો જાણે સાસરે વળાવી રહ્યા હોય જાણે હું કેમ છેલ્લી વાર ગળે મળતો હોય અને ફરી ક્યારેય પાછો આવવાનો હોઈ

રોહન ના મમ્મી- એય એવું ના બોલ ભગવાન તને 100 વર્ષ નો કરે અને તને દુનિયા ની બધી ખુશી મળે તું હમેશા આમ જ હસતો રહે

રોહન - (ધીમે થી એના કાન પાસે જઈ) મમ્મી તમારી પ્રાર્થના ભગવાન એ સાંભળી જ લીધી છે એને મારી ખુશી મને આપી જ દીધી છે

રોહન ના મમ્મી - ઓહો એમ તો હવે કે તો ખરા.....

રોહન - ના... ના.. સમ આપ્યા યાદ છે ને કે હું સામે થી ના કહું ત્યાં સુધી મને પૂછવાનું નથી

રોહન ના મમ્મી - સારું બસ તું ખુશ રહે હું તો એ ઈચ્છું

રોહન - હા મારી વ્હાલી વ્હાલી માં હવે અમને હસી ને રવાના કરો નહીં તો બસ છૂટી જશે ને તમને રડતા મૂકી ને હું જઈશ નહીં

એના મમ્મી હસી અને બને ને ફરી ગળે મળે છે

રોહન - બાય બાય પપ્પા બાય માં

બન્ને ને બાય કહી અને અને બન્ને ગાડી માં ગોઠવાઈ છે અને અજય ગાડી ભગાડે છે બસ સ્ટેન્ડ તરફ....

બસ સ્ટેન્ડ એ પહોંચી બસ માં બધો સામાન મૂકે છે અને જરૂરી સમાન લઈ અજય રોહન ને આપે છે

અજય- આ લે આ પાણી ની બોટલ અને ફોન કરજે પહોંચી ને ધ્યાન રાખજે ...રોહન અજય સામે જોવે છે અજય નજર નથી મેળવતો અને બસ નજર ચોરી અને બોલ્યે જાય છે રોહન એને 2 ખભે થી પકડે છે અજય નીચું જોઈ ઉભે છે રોહન એને જોર થી ગળે મળે છે અને અજય રડી પડે છે

અજય -(રડતા રડતા) રોહન પૂજા પણ ચાલી ગઈ તું અને રશ્મિ પન જાવ છો હું સાવ એકલો થઈ જઈશ 😭😭😭😭😭

રોહન - અરે ગાંડા હાવજ એકલા જ હોઈ તું આમ રડે છે મને વિશ્વાસ નથી આવતો. હવે સાંભળ! હું થોડા જ સમય માં આવું છું પાછો અને તને એક ગુડ ન્યૂઝ આપીશ રોહન એ આંખ મિચકારી

અજય - વાહ સાચું બોલે છે તું ?? મારા ભાઈ સાચે જલ્દી આવીશ ને????

રોહન - હા જલ્દી જ આવીશ

અજય તો હજી પણ રશ્મિ ને જ પોતાની થનારી ભાભી માને છે એટલે એ હવે એક ભાભી ની મર્યાદા અને હક થી રશ્મિ ને બાય કહે છે બન્ને જલ્દી આવજો હું તમારા બન્ને ની રાહ જોઇશ
રશ્મિ અજય ના ગાલ પર વ્હાલ થી હાથ ફેરવી કહે છે હા તારું ધ્યાન રાખજે અજય..

અજય હંકાર માં માથું હલાવે છે ત્યાં બસ નું હોર્ન વાગે છે અને બન્ને ફરી અજય ને ગળે મળી બસ માં ગોઠવાઈ છે અને બસ અમદાવાદ તરફ રવાના થાય છે એ વાત થી બિલકુલ અજાણ કે આ વખતે અમદાવાદ અને એક આઘાતજનક કિસ્સો એની વાટ જોઈ રહ્યા છે જે રોહન સહિત એની જિંદગી સાથે જોડાયેલા વ્યક્તિઓ ની જિંદગી માં પણ ઘણી અસર કરશે.....

TO BE CONTINUE......

( શુ હશે એ આઘાતજનક કિસ્સો ???? રશ્મિ ના મગજ માં આવેલી નકારાત્મકતા નું કોઈ ગંભીર પરિણામ તો નહીં હોય???? ક્યાં લઈ જશે હવે એને એની જિંદગી ??? શુ થશે આગળ એ તો ભવિષ્ય ના ગર્ભ માં જ છે તો શું થવાનું છે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા.......