ભાગ:10
ૐ
(આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ નીયાનું અજુગતું વર્તન જોઇને ચકરાવે ચડી જાય છે, પરન્તુ થોડિવારમાં તેને વિચાર આવે છે કે નીયા અને તે લોકોથી હું બચ્યો, અને જ્યારે વિરાજ તે ઘરમાંથી નીકળે છે ત્યારે નીયા તેને છેલ્લીવાર મળવા પણ ના આવી. વિરાજે નીયા માટે લીધેલ ગિફ્ટને અનન્યાને આપી અને નીયાને આપવા કહ્યુ અને બીજું કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો, અને ત્યાંજ રિતેશભાઈને કોઈનો ફોન આવ્યો અને બધાં ફટાફટ ત્યાંથી ચિંતામાં નીકળી ગયા, હવે આગળ..)
ઘરનાં બધાં નીયાની ઓફિસે જવા નીકળી જાય છે.
રીમા બહેન: જલ્દી ચલાવ મેહુલ, રામ જાણે શું થયું હશે? તું જલ્દી ચલાવ! મને ખૂબ જ ચિંતા થાય છે.
રિતેશભાઈ: અરે રીમા! તું ચિંતા નાકર બધું ઠીક થઇ જશે.
મેહુલ: મમ્મી, જલ્દીથી ત્યારે ચલાવુંને જ્યારે રસ્તામાં ટ્રાફિક ના હોય,જોતો ખરા કેટલો ટ્રાફિક છે!!
પ્રિયા: અને મમ્મી આપણે અનન્યાને મોપેડ લઇને આગળ મોકલીજ છે. તે બસ પહોંચવાજ આવી હશે.
(ત્યાંજ પ્રિયાનો ફોન રણક્યો)
પ્રિયા:જુઓ, તેનોજ કૉલ આવ્યો છે.
(પ્રિયાએ અનન્યાનો કૉલ ઉપાડ્યો)
પ્રિયા:હેલ્લો..
અનન્યા:હા, ભાભી અહીં બધુંજ ઠીક છે, તમે બધાં ચિંતા ન કરતા.
પ્રિયા:ઓક્કે
પ્રિયા ફોન કટ કરી ને ચહેરા પર એક સ્માઇલ લાવતા બોલી,"ચિંતા ના કરો બધુંજ ઠીક છે."
અને બધાએ હળવાશ અનુભવી.
નિયાની ઓફિસે પહોંચીને તે લોકો અંદર ગયા તો જોયુકે ત્યાં કેબીનમાં સોફા પર નીયા બેહોશ પડી હતી. ત્યાં બાજુમાં રીતેશભાઇનાં બેસ્ટ ફ્રેન્ડ રાહુલ ભાઈ પણ તેની પાસેજ ઉભા હતાં.
રિતેશ ભાઈ: થેન્કયું સો મચ રાહુલ, તું મારા એક કૉલ પર અહિ પહોચી ગયો.
રાહુલભાઈ:અરે રિતેશ એમા થેન્કયું શાનુ ભઈ? નીયા પણ મારી દિકરીજ છે ને.
અનન્યા: હા રીતેશ અંકલ,પપ્પા સાચું કહે છે, જેમ હું તમારી દિકરી છું, તેમ નીયા પણ પપ્પાની દિકરીજ છે.
રીમા બહેન: હા હો અનુ, એતો છે જ.
ત્યાંજ નીયાની આંખો ખુલે છે, આજુબાજુ જુએ છે તો અનન્યા, મેહુલભાઈ એમ બધાજ તેની આસપાસ ઉભા હોય છે, તે સોફા પરથી ઉઠવાનો પ્રયત્ન કરે છે પરન્તુ ઊભી નથી થઈ શકતી, તે હજું હોશમાં આવી હતી અને પહેલા-વહેલાં જ તેનાં મોંમાંથી શબ્દો નીકળયા
,"વિરાજ.."
ત્યાંજ અનન્યા બોલી,"વીરાજ પોતાના ઘરે ચાલ્યો ગયો."
નીયા કાઈ ના બોલી, તેનાં આંખોમાં આંસુ આવી ગયા.
ત્યાંજ મેહુલ બોલ્યો, "નીયાને શું થયુ હતું?"
નીયા:હા!મને શું થયુ હતું?
પ્રીયંકા આગળ આવતાં બોલી,"મેમ, હું તમારી ઓફિસમાં તમને એક ફાઇલ દેખાડવા આવી હતી, મેં જોયું કે તમે કોઈ સાથે ફોન પર વાત કરતા હતા, હું દરવાજા પર નૉક કરવાજ જતી હતી કે અચાનક તમે જમીન પર પડી ગયા, હું ગભરાઈ ગઇ અને રોશનીની મદદથી તમને અહિ કેબિનમાં લાવી અને તરતજ મે રિતેશઅંકલને ફોન કર્યો. અને પછી રાહુલ અંકલ અને અનન્યા આવ્યાં અને પછી તમે બધાં અહિ પહોંચ્યા.
નીયા: થેન્ક યુ પ્રીયંકા.
પ્રીયંકા:અરે!મેમ એ તો મારી ફરજ છે.
અનન્યા: પપ્પા,નીયુ ને શું થયુ છે?
રાહુલભાઈ: નીયાને અશક્તિને કારણે ચક્કર આવ્યાં,અને તે બેહોશ થઇ ગઇ.
નીયા બેટા, તું તારું જમવાનું સમયસર ન હતી લેતી?
પ્રિયા:અંકલ તમે સમયસર જમવાની વાત ક્યાં કરો છો, તેણે બે દિવસથી મોઢામાં કશું નથી નાખ્યું સીવાય કે પાણી.
રાહુલભાઈ: નીયા બેટા, એટલું પણ કામ ન કરાય કે ખાવાનો પણ સમય ના રહે.
અનન્યા: કામ ને કારણે નહી,બીજુ કારણ છે પપ્પા, હું તમને ઘરે બધુંજ કહીશ.
રાહુલભાઈ: ઓક્કે, તમે લોકો હવે પહેલા નીયાને લઇ ને ઘરે જાઓ અને તેને જમાડો, જેથી કરીને તેનાં શરીરમાં શક્તિ આવે. અને હા, કંઈ જરૂર હોય તો કૉલ કરી દેજો, અત્યારે મારે હોસ્પિટલે પહોંચવું પડશે.
(પછી રાહુલભાઈ ત્યાંથી નીકળી જાય છે, નીયા,અનન્યા અને બધાં પરિવારનાં લોકો પણ ત્યાંથી નીકળી જાય છે.)
પાર્કિંગમાં પહોંચ્યા ત્યાં અનન્યા બોલી,"તમે બધાં નીયાને લઇને ઘરે જાઓ. હું પાછળથી મોપેડમાં આવુ છું, પપ્પાએ નીયા માટે જે મેડિસિન લેવાની કહી છે તે લઇ આવુ છું."
રિતેશ ભાઈ: ઓક્કે બેટા, ધ્યાનથી આવજે.
પછી બધાં ઘરે પહોચે છે, રીમા બહેન નીયાને માથે રહીને પેટ ભરીને જમાડે છે, ત્યાંજ અનન્યા પણ દવા લઇને આવે છે, નીયા દવા લઇને સુઈ જાય છે, ત્યારબાદ ઘરનાં બધાં જમે છે.
અનન્યા:હું હમણાં થોડા દીવસ અહિ નીયા પાસે જ રહીશ, તેને સારુ લાગશે.
મેહુલ: હું પણ તને એજ કહેવાનો હતો.
અને પછી અનન્યા નીયાનાં રૂમમાં જાય છે, અને ત્યાંજ નીયાની બાજુમાં સુઈ જાય છે.સવારે જ્યારે નીયા જાગે છે તો જુએ છે કે અનન્યા તેની બાજુમાં સૂતી છે, પોતાની બેસ્ટીને પોતાની આવી ચિંતા કરતા જોઇ તે પોતાને સદ્દભાગી માને છે, તે ફરીથી પોતાની ડાયરીમાં કાંઇક લખવા ઊભી થાય છે, તે ટેબલનું ડ્રોવર ખોલિને જુએ છે તો ત્યાં ડાયરી નહતી,તે આખા રૂમમાં જુએ છે પણ ક્યાંય તેને ડાયરી નથી મળતી, તે ચિંતામાં આવી જાય છે, ત્યાંજ અનન્યા ઉઠે છે.
અનન્યા: શું કરે છે?
નીયા: કાઈ નહીં
અનન્યાની બાજુમાં બેસીને નીયા તેનો હાથ પકડતા બોલી,"થેન્ક યું સો મચ,અનુ ."
અનન્યા: નીયા દોસ્તીમેં નો સોરી, નો થેન્ક યુ.
દોસ્તીનું નામ આવતાંજ નીયાને વિરાજ યાદ આવે છે, અને તેની આંખો માં આંસુ આવી જાય છે. અનન્યા તેનાં આંસુ લૂછે છે અને કહે છે,"ચાલ,જલ્દી તૈયાર થય જા, ઓફિસે નથી જવું?"
નીયા: હા, આજે મારે બધું કામ પતાવવું પડશે.
અનન્યા: કેમ? આજેજ બધું કામ પતાવવાનુ?
નીયા:કાલથી હું થોડાં દિવસો માટે શાંતી આશ્રમ જાઈશ, ત્યાં મને કોઈ યાદ નહીં આવે, હું થોડાં દીવસ બધાજ સગા-સંબધી કે ફ્રેન્ડ્સથી દુર રહેવા ઇચ્છુ છું. થોડાક દીવસ હું પોતાની જાત સાથે વીતાવવા માંગુ છું.
અનન્યા: સરસ, અત્યારે તો ચાલ તૈયાર થઈ જા. અને હા, હું અત્યારે ઘરે જઉ છું, સાંજે મળીએ.
નીયા: ઓક્કે,બાય
અનન્યા: બાય
અનન્યા પોતાના ઘરે જાય છે, અને નીયા ફરીથી પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ જાય છે .
નીયા તે દિવસે ઓફીસમાં પોતાનુ બધું જ કામ પુરૂ કરવામાં લાગી ગઇ હોય છે, રાતનાં 10 વાગ્યે પ્રીયંકા નીયાની ઓફિસમાં આવે છે ,"મેમ, જુઓ તો ખરાં રાતનાં 10 વાગી ગયા છે, તમારે ઘરે નથી જવું?"
નીયા:અરે, બસ થોડુંક જ કામ બાકી છે, તું ઘરે જા અત્યારે, બાકી તારે મોડું થશે.
પ્રીયંકા:પણ, મેમ તમે?
નીયા:હું પણ થોડીવારમાં નીકળી જઈશ, તું મારી ચિંતા ના કર.
પ્રીયંકા: શ્યોર, મેમ?
નીયા:હા
પ્રીયંકા:ઓક્કે,બાય.
નીયા:બાય.
પછી નીયા ફરીથી પોતાના કામમાં લાગી જાય છે, રાતનાં બાર વાગ્યે નીયાનો ફોન રણક્યો. નીયાએ જોયું તો મેહુલભાઈ નો ફોન હતો.
નીયા:હેલ્લો, મેહુલ ભાઈ બોલો શું કામ છે?
મેહુલ:નીયા, હજું ઓફીસનું કામ પુરૂ નથી થયું? બહુંજ મોડું થઈ ગયું છે અને આજે તું તારી કાર લઇને પણ નહતી ગઇ.
નીયા: હું ગમે તેમ આવી જઈશ.ચિંતા ના કરો.
મેહુલ: મેં રામુકાકાને કાર લઇને મોકલ્યા છે, તે તારી ઓફીસની નીચેજ ઉભા હશે.
નીયા:થેન્ક યુ ભાઇ, હું આવુજ છું. બાય.
મેહુલ:બાય.
નીયા ફટાફટ નીચે ઊતરે છે અને પોતાની કારમાં બેસી જાય છે.
નીયા ઘરે પહોંચે છે, ત્યાં બધાજ તેની રાહ જોતાં હોય
છે.
પ્રિયા: તને રાહુલઅંકલે સમયસર જમવાનું કહ્યુ છે ને? તો પછી સમયસર જમીને દવા લઇ લેવાય ને.
નીયા: આજે કામ વધારે હતું, ભાભી.
મેહુલ: (નીયા સામું અચકાતા બોલ્યો) નીયા, વિરાજનો કૉલ હતો, તે અમદાવાદ પહોચી ગયો છે.
નીયા: હમ્મ..અમદાવાદ? ખરેખર?
મેહુલભાઈ: તેણે કેટલું ખોટું બોલ્યું.
નીયા કંઈ પણ જવાબ કે પ્રતિક્રિયા આપ્યાં વગર પોતાના રૂમમાં ફ્રેશ થવા જાય છે. રૂમમાં પ્રવેશતાની સાથેજ તેને યાદ આવે છે કે તેની ડાયરી ખોવાઇ ગઇ હતી. તે પોતાની ડાયરી શોધવાનાં મિથ્યા પ્રયત્ન કરે છે પરન્તુ અંતે તેને હતાશાજ મળે છે. તે ફ્રેશ થઈ ને નીચે જાય છે પછી બધાં જમવા બેસે છે. નીયા જમીને પોતાના રૂમમાં આવે છે, થાકી ગઇ હોવાથી તેની આંખ ક્યારે લાગી જાય છે, ખબર જ નથી પડતી!
(નીયાની દિલની નજીક એવી તેની ડાયરી ક્યાં ગઇ હશે? એવું તે ડાયરીમાં શું હશે કે જેને કારણે નીયા એટલી ચિંતામાં છે? વિરાજનું શું થયુ હશે? તે ક્યાં હશે? આ બધુંજ જાણવા માટે વાંચતા
રહો "સફર-એક અનોખા પ્રેમની.."
આપ આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો..તેવી આશા સહ.. સહુને મારા જય સોમનાથ.🙏