મેના એ યજ્ઞની શરૂઆત કરી.....યજ્ઞ ની આસપાસ 100 ચુડેલો બંધક અવસ્થામાં પોતાના પ્રાણ બક્ષવા કહી રહી હતી..ચોતરફ ચીખપુકાર મચી હતી,ઢોલ-નગારાં જાણે મ્રુત્યુ ના સુર છોડી રહ્યા હતા... મોટા અવાજે મેના યજ્ઞ કરી રહી હતી..આખુ વાતાવરણ ભયાનક હતુ...મેના આ યજ્ઞ કરી ને પ્રથમ ચુડેલ જેટલી શક્તિ હાસિલ કરી દુનિયા પર રાજ કરવા માગતી હતી...પુસ્તક માં લખેલ વિધી અનુસાર તેણે યજ્ઞ ચાલુ રાખ્યો...
આ કિતાબ માટે પણ તેણે અથાગ પરિશ્રમ કર્યો હતો...પેલી નાની છોકરી જેણે એ કિતાબ ગુફા માં થી બહાર કાઢી તેના જન્મ પુર્વ થી મેના એ તેની કુંડળીમાં જોઈ તેનુ કામ આ લોકો જ કરશે એમ નકકી કરી લીધુ હતુ....
એ દિવસે જ્યારે બધી છોકરી ઓ પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે મેના પણ એક નાની બાળકી નુ રૂપ લઈ એમની સાથે રમતા રમતા એમને ગુફા પાસે લઈ ગઈ હતી...સાંજે રમતા રમતા બાકી કરતા પેલી બાળકી ને બધા થી અલગ કરી ને બાકી બાળકો ને રાત થવા આવી છે તેથી પેલી બાળકી ઘરે ચાલી ગઇ છે એમ જણાવ્યું... બધા ના ગયા બાદ પોતાના અસલી રૂપ માં પેલી બાળકી ને મળી ને તેની બીજી સહેલીઓ તો ગુફામાં ગઇ છે તેમ જણાવી ને પોતાનો મકસદ પુરો કર્યો...
તે આ 100 ચુડેલો ની બલી આપી ને રક્ત યજ્ઞ કરી રહી હતી... તેને એક પિશાચ ની પણ બલી આપવાની હોવાથી શેતાન એક પિશાચ ની શોધ માં નીકળ્યો હતો......
"જગન,આજે આપણા લગ્ન થઈ ગયા... મને તો વિશ્વાસ જ નથી થતો....."ખુશી થી જુમતા ઝીલ બોલી....ઝીલ અને જગન બન્ને તળાવ ના કિનારે એકબીજા ના હાથ માં હાથ નાખી પ્રેમાલાપ કરતા હતા...આ રાત એમની મધુરજની ની હતી....જગન ઝીલ ને ચુમવા જતો હતો તો ઝીલ તેની પકડ માં થી છુટી ને ભાગી"પહેલાં મને પકડ...પછી હુ આખેઆખી તારી,,"એક પીશાચ ને ચુનોતી આપે છે....લે હુ આવ્યો" પાછળ દોડતો જગન બોલ્યો..
અચાનક જ એનો અવાજ આવતા બંધ થઈ ગયો, ઝીલ એને શોધવા લાગી..અચાનક એની નજર આકાશ તરફ ગઇ તો તેણે જોયુ કે એના જગન ને કોઈ વિશાળ પક્ષી તેના પંજા માં પકડી ને લઈ જાય છે...
જગન ના નામ ની રાડ નાખી તેણે પણ પોતાની પાંખો બહાર કાઢી તે પક્ષી ની પાછળ ઉડવા માડ્યુ...આ તરફ એ પક્ષી એ ગુફા આગળ ઉતરાણ કર્યું... અને શેતાન પોતાના રૂપ માં આવ્યો...જગન ના ખભા માં પક્ષી રૂપે રહેલા શેતાન ના નખ ખુપ્યા હતા તેથી તેના ઘા નહોતા ભરાઈ રહ્યા...તે અર્ધ બેહોશ હતો...શેતાન તેને ઘસડી ને અંદર લઈ ગયો્..આ તરફ ઝીલ પણ તેની પાછળ પાછળ આવી અને ગુફા માં જવા લાગી પણ જાણે તેને એક જોરદાર વિજળી નો ઝટકો લાગ્યો અને તે દુર ફેકાઇ...તેને ખ્યાલ આવ્યો કે અહી સુરક્ષા ચક્ર છે ફટાફટ તેણે મંત્ર બોલી ને તે ચક્ર તોડી નાખ્યું.. અને ગુફા માં પ્રવેશ કર્યો....
તેણે જોયુ કે એક તરફ ઘણી બધી ચુડેલો બંધક હતી અને એક તરફ કોઈ યજ્ઞ ચાલી રહ્યો હતો અને તે સ્રી જે યજ્ઞ કરી રહી હતી તેની પાછળ જ જગન ઘાયલ અવસ્થામાં પડ્યો હતો....ઝીલ પળવારમાં સમજી ગઇ કે અહી રક્ત યજ્ઞ ચાલી રહ્યો છે...
તેણે એક શક્તિ ગોળો ઉત્પન્ન કરી ને મેના પર ફેક્યો...પણ શેતાને તે ગોળા ને મેનાસુધીપહોચવા જ ન દીધો..
આ તરફ મેના એ બલી આપવા ની શરૂઆત કરીદિધી...તેણે એક ચુડેલ નુ માથુ કાપી ને તેના ધડ નુ લોહી થોડુ પીધુ અને થોડું શરીર પર રેડ્યુ અને તેનુ માથું યજ્ઞ માં નાખ્યુ....આ રીતે તેણે હત્યાકાંડ શરૂ કર્યો....
શેતાન ઝીલ ને ટકકર આપી રહ્યો હતો... પણ હવે ઝીલ ગુસ્સે થાય છે..અને પોતાની પાખો પ્રકટ કરી ઊડી ને શેતાન પર શક્તિ પ્રહાર કરે છે ...આ જોઈ શેતાન સમજી જાય છે કે ઝીલ કોણ છે પણ તે મેના ને આ જણાવે ત્યા સુધી મોડુ થઇ ગયુ અને તે શક્તિ પ્રહાર માં કેદ થઈ જાય છે...
શેતાન ને કેદ કરી ને ઝીલે બીજો પ્રહાર મેના પર કર્યો...અને એના થી મેના દુર જઇ પડી....જ્યારે મેના તેની અસર માં થી બહાર આવી ત્યારે તેણે શેતાન ને કેદ થયેલો જોયો....અને ઝીલ ની પાંખો પણ જોઈ.... તેની આંખો માં ચમક આવી.....તે ઝીલ પર સામે પ્રહાર કરવા લાગી પણ તે તેમાં ફાવી નહી....જ્યારે ઝીલે તેની ઉપર પણ શક્તિ પ્રહાર કરી કેદ કરી...અને બાકી ની બંધક ચુડેલો ને છોડાવી અને પોતાના જગન ને ઉઠાવી ત્યા થી નીકળી ગઇ...
ઝીલ ને એમ કે બસ આ અંત હતો.....પણ શું ખરેખર આ અંત હતો????
રક્ત યજ્ઞ અસફળ થતા જ ગુફામાં નાનુ ચક્ર વાત આવ્યુ....બધો સામાન વેરવિખેર થઈ ગયો.... શેતાનો નો દેવ નારાજ થયા હતા.... કાળા જાદુ ઉધુ પડ્યું... શેતાન અને મેના ઝીલ ના ચક્રવ્યુહ માં થી તો બહાર આવી ગયા...પણ મેના નુ શેતાન ના દેવ થી રક્ષણ કરવુ અસંભવ જેવુ હતુ.... આના માટે નો ઉપાય મેના એ વિચારેલો હતો..તેણે શેતાન ની સામે જોઈ આંખો ના ઇશારે આગળ નુ કામ કરવા કહ્યું... શેતાન જાણતો હતો કે આટલુ સહેલુ ન હતુ મેના નો જીવ બચાવવો પણ તે છતા તેણે તે કામ કરવા માડ્યુ.... ગુફા ના ગુપ્ત તયખાના જેવી રચના માં થી તે એક સ્ત્રી ને વાળ થી પકડીને ખેચી લાવ્યો.
મેના એ તે સ્ત્રી ની અંદર પોતાની આત્મા નો.એક ટુકડો નાખ્યો અને તેને યજ્ઞ આગળ મુકી પોતે ભાગી ગયા.... થોડીવાર માં જ તે સ્ત્રી નુ શરીર ઓગળવા લાગ્યું... અને અંતે તે પુરેપુરી ઓગળી ગઇ...તેના ફક્ત હાડકાં જ બચ્યા... મરતા પહેલાં પેલી સ્રી એ મેના ને શ્રાપ આપ્યો કે મેના ચાહે જેટલા પણ જન્મ લે તેનો વધ તેના હાડકાં માં થી બનેલા અસ્ત્ર થી થશે.....