Darek khetrama safdata - 38 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | દરેક ક્ષેત્રમાં સફળતા - 38

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

દરેક ક્ષેત્રમાં સફળતા - 38

                              ભાગ 38
 
       તમે જ્યારે મોટા સપાનાઓ જોશો, ઉંચી આકાંક્ષાઓ રાખશો ત્યારે લોકો તમારી હાંસી ઉડાવશે, તમારા પર શંકા કરશે, તમને નીચા પાળશે કે રોકવા–ટોકવાનો પ્રયત્ન કરશે. આવી પરિસ્થિતિઓથી તમારે ગભરાવાને બદલે તેનો સામનો કરી પોતાના સપના મુજબ વિકાસ કરવા મક્કમ રહેવુ જોઇએ, કૃતનિશ્ચયી થવુ જોઇએ. જે દિવસે તમે તમારા નિર્ણયો, સપનાઓને  વળગી રહેતા શીખી જશો તેજ દિવસથી તમેજ તમારા સૌથી મોટા ભાગ્ય વિધાતા કે મદદગાર બની જશો, પછી તમારે નશીબના જોરે બેસી રહેવાની જરુર પડશે નહી.
 
આ વિશ્વમા જેટલા પણ મહાન માણસો છે તે બધા આ રીતેજ આગળ આવ્યા હોય છે, તેઓની શરુઆત દારૂણ ગરીબી અને સંઘર્ષોથી થઇ હોય છે પણ પોતાને કંઇક સારુ પ્રદાન કરવાની તમન્નાને કારણેજ તેઓ આગળ આવ્યા હોય છે. તમે ધીરુભાઇ અંબાણીનોજ દાખલો જુઓ, તેઓ એક નાના એવા પેટ્રોલ પંપમા નોકરી કરતા હતા, સામાન્ય એવી પરિસ્થિતિમા જીવન જીવતા હતા તેમ છતાય તેઓ પેટ્રોલના સામ્રજ્યાના માલીક બની શક્યા, શા માટે ? 
 
તેઓએ સપનાઓ જોયા એટલા માટે ....
 
જો તેઓ એમ માનીને બેસી ગયા હોત કે આટલા મોટા કદની રીફાઇનરી નાખવી એ આપણુ કામ નથી એટલે તેવા સપનાઓ જોવાય નહી તો ક્યારેય તેઓ તેમ કરી શક્યા ન હોત.
અહીં એક વાત હંમેશા યાદ રાખજો કે માહાન સફળતા ક્યારેય રાતો રાત મળી જતી નથી. આવી સફળતા મેળવવા માટે તો દરરોજ તેને પ્રાપ્ત કરવાના સપનાઓ જોવા પડતા હોય છે અને દરરોજ થોડા થોડા પ્રયત્નો કરી તેને સાકાર કરવા પડતા હોય છે. આ બધુ પ્રબળ અને ટકાઉ મહત્વકાંક્ષાથીજ શક્ય બનતુ હોય છે.
 
મહત્વકાંક્ષાની આગને જગાળવા માટે વધુ પડતા કે નકામા સંતોષને કાબુમા રાખતા શીખવુ જોઇએ. જો એક નાનુ એવુ બીજ માત્ર છોળ બનીને સંતોષ રાખીને બેસી જાય તો તે વટવૃક્ષ કેવી રીતે બની શકે ? પછી આવા છોળવાઓ બહુ જાજુ ટકી શકતા હોતા નથી. કહેવાનો અર્થ માત્ર એટલોજ છે કે સંતોષને નામે પોતાની મહત્વકાંક્ષા કે વિકાસને દબાવી રાખવો વ્યાજબી કહેવાય નહી. દરેક વ્યક્તીએ એક વાત ખાસ સમજી લીવી જોઇએ કે કોઇ કામ કરવાનો સંતોષ માણવો અને સંતોષ રાખીને બેસી જવુ એ બન્ને વચ્ચે મોટો તફાવત છે. રાજી ખુશીથી કે સંતોષથી કામ કરવાથી કાર્યની ગુણવત્તામા વધારો થતો હોય છે જ્યારે સંતોષ રાખી બેસી જવાથી પ્રગતી અવરોધાતી હોય છે, પછી બહુ દુર જઇ શકાતુ હોતુ નથી. આમ જીવનમા સંતોષ રાખવો જરુરી છે પણ તે એટલો બધો પણ ન હોવો જોઇએ કે આપણો વિકાસજ રુંધાઇ જાય.
 
તમે ઘણી વખત અનુભવ્યુ જ હશે કે જ્યારે જ્યારે તમારી પાસે કોઇ મહાન હેતુ હતો ત્યારે તમે તેને પ્રાપ્ત કરવાના ઉત્સાહમા દિવસ રાત એક કરી દેતા હતા, બધીજ વેર વિખેર પડેલી શક્તીઓને ભેગી કરી પુરી તાકતથી કામ કરવા લાગી ગયા હતા, રોજે એક–એક સ્ટેપ લઇને પણ આગળ વધતા હતા જેથી તમારુ કામ આગળ વધતુ હતુ પણ  તેનાથી  વિપરીત જ્યારે કોઇ પણ પ્રકારની મહત્વકાંક્ષા ન'તા અનુભવતા ત્યારે પોતાની શક્તીઓને કોઇ કેન્દ્ર બીંદુ પ્રાપ્ત ન થતા તેનો વેળફાટ થતા અનુભવ્યો હશે અથવાતો કંઈકને કંઈક ગુમાવવાનો સમય આવ્યો હશે ખરુને !! જો આવી પરિસ્થિતિઓ પ્રત્યે તમને અસંતોષ થાય તોજ તમારા દિલમા તેને સુધારવાની જ્વાળા પ્રજવલ્લીત થતી હોય છે, ઇચ્છીત મુકામો પ્રાપ્ત કરવાનો ઉત્સાહ પ્રાપ્ત થતો હોય છે અને જ્યાં સુધી તે મળી ન જાય ત્યાં સુધી પ્રયત્નો કરી શકાતા હોય છે. અસંતોષની આવી ચમત્કારીક શક્તીઓને કારણેજ માણસ મહાન સીદ્ધીઓ પ્રાપ્ત કરી બતાવતા હોય છે. દા. ત . તમે પરીક્ષામા ૯૦ % એ પાસ થવાનો લક્ષ્યાંક રાખ્યો હોય પણ તમે માત્ર ૭૦ ટકાજ લાવી શક્યા હોવ અને તેનો સંતોષ રાખીને બેસી જાવ તો પછી બીજી વખત ૯૦% લાવવા જેટલી મહેનત કરવાનુ બળ તમે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. તેના બદલે તમે ૭૦% લાવ્યાનો અસંતોષ અનુભવો અને ફરી પાછા ૯૦% લાવવાનો ટાર્ગેટ રાખો તો વધુ મહેનત કરવાનો ઉત્સાહ પ્રાપ્ત કરી મહેનતના પ્રમાણમા વધારો કરી શકતા હોવ છો. પછીતો આવી વધારાની મહેનતને કારણેજ વધુ સફળતા પ્રાપ્ત કરી શકાતી હોય છે. આમ અસંતોષ એ વ્યક્તીને મહાન સીદ્ધીઓ પ્રાપ્ત કરવાનુ બળ પુરુ પાડે છે, અવિરત પ્રયત્નો કરવા મજબુર બનાવે છે જેથી માણસ તેમ કરી પણ બતાવતો હોય છે.
 
તમે રોજના ૫૦૦૦ રૂપીયા કમાવા સુધીનુ કામ કરી શકતા હોવ તેમ છતાય તમે માત્ર ૨૦૦-૩૦૦ રૂપીયા કમાવા સુધીની મહેનત કરતા હોવ તો શું આ રીતે તમને સંતોષ મળી શકશે? તમે ૪૦ કીલોમીટર પ્રતી કલાકની જડપે દોળી શકતા હોવ તેમ છતાય પુરી તાકાત લગાવીને ન દોળો અને હારી જાવ તો શું તમને સ્પર્ધા કરવાનો સંતોષ મળશે ? શું તમને એમ નહી થાય કે મે હજુ વધારે મહેનત કરી હોત તો વધારે સારુ થાત ? આમ સાચો સંતોષ એ ઓછુ કામ કરવામા નહી પણ પોતાની પુરેપુરી શક્તીઓનો ઉપયોગ કરી બતાવવામા હોય છે. જે લોકો સંતોષના નામે મહેનત કરવાનુ છોળી દે છે તેઓએ આ વાત પર ખાસ ધ્યાન આપવુ જોઇએ. જે દિવસે તમે તમારી તમામ તાકાત લગાવીને કામ કરી બતાવશો અને ત્યારે જે કંઇક કરી બતાવ્યાનો આનંદ અનુભવશો ત્યારે તમારી મહત્વકાંક્ષાઓ સોળે કળાએ ખીલી ઉઠશે. કદાચ તમને તે કામમા નિષ્ફળતા મળી હશે તો પણ તમને એક વખત એવુ જરૂર થશે કે મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કરી બતાવ્યા છે, હવે બધુજ ભગવાન પર છે એટલે મારે દુ:ખી થવાની કોઇ જરૂર નથી. જો તમે તમારી શક્તીઓનો પુરેપુરો ઉપયોગ ન કર્યો હોત અને નિષ્ફળતા મળી હોત તો કાયમને માટે તમને અફસોસ રહીજાત કે મે થોળીક વધારે મહેનત કરી લીધી હોત તો આવા દિવસો જોવા પડ્યા ન હોત. આવો અફસોસ જીંદગીભર ડંખ મારતો હોય છે જ્યારે મહેનત કરી લેવાનો સંતોષ જીંદગી ભર પ્રસન્નતા આપતો હોય છે. માટે હવે પછી જ્યારે પણ તમને સંતોષ રાખી બેસી જવાનુ મન થાય ત્યારે ઉપર દર્શાવેલી વાત એક વખત જરૂર યાદ કરજો, તમને તમારો હેતુ સમજાઇ જશે. 
 
શું દરેક વ્યક્તી મહત્વકાંક્ષા રાખી શકે ? 
 
ઘણા લોકોના મનમા એવો ભ્રમ હોય છે કે મોટી મોટી મહત્વકાંક્ષાઓતો  સુખી સંપન્ન અને અમીર ઘરના લોકોજ રાખી શકે, આપણા જેવા સામાન્ય વર્ગના લોકો મોટા વેપાર સામ્રાજ્ય ઉભા કરી શકે નહી. તો આ વાત વ્યાજબી નથી. હા એ વાત સચી છે કે રાતો રાત મલ્ટીનેશનલ કંપની બનાવી શકાય નહી પણ તેની ઇચ્છા કરવામા આવે અને તેને અનુસંધાનમા જીંદગી જીવવામા કે સતત પ્રયત્નો કરવામાં આવે તો ગમ્મે ત્યારે સારામા સારો આઇડીયા પ્રાપ્ત કરી તે દિશામા આગળ વધી શકાતુ હોય છે. એક વખત થોડે દુર સુધી આગળ વધવામા આવે તો ત્યાં પહોચતાજ નવો માર્ગ શોધી શકાતો હોય છે  અને ધીરે ધીરે નાના-નાના પગલા ભરી નાના એવા સામ્રાજ્યને પણ મોટુ સ્વરૂપ આપી શકાતુ હોય છે. જો લોકો આટલી વાત સમજી લેય તો દરેક સમાન્ય કક્ષાનો વ્યક્તી પણ જીવનમા મોટી મોટી મહત્વકાંક્ષાઓ રાખી તેને સાકાર કરી બતાવી શકતા હોય છે. 
 
મહત્વકાંક્ષાનો મતલબ એવો ક્યારેય થતો નથી કે થોડાકજ સમયમા મોટુ પરીણામ પ્રાપ્ત કરી લેવુ, પણ તેનો સાચો સંદેશો એટલોજ હોય છે કે તમે વિશાળ ઉદ્દેશ રાખો અને તેને પ્રાપ્ત કરવા માટે નાના નાના સ્ટેપ ભરી આગળ વધતા રહો. આ બધા સ્ટેપ તમારી મહત્વકાંક્ષાને ધ્યાનમા રાખીને ભરો, જે કંઇ પણ કરો એ બધુજ તમારી મહત્વકાંક્ષાને મદદરૂપ થાય એ રીતે કરો. દા.ત. તમારી મહત્વકાંક્ષા મલ્ટીનેશનલ કંપની બનાવવાની હોય તો તેનો અર્થ એવો ક્યારેય નથી થતો કે તમે ખુબ થોડાજ સમયમા કે રાતો રાત કંપની ઉભી કરી દો, અહી વાતનો સારાંશ માત્ર એટલોજ છે કે આ મલ્ટીનેશનલ કંપની સ્થાપીત કરવા માટે સૌપ્રથમ નાનુ એવુ સ્ટેપ ભરો એટલે કે નાની એવી કંપની કે દુકાનથી શરુઆત કરો અને તમામ પ્રકારના અનુભવો મેળવી તેનો મહત્તમ લાભ ઉઠાવી આગળ વધો. આ રીતે આગળ વધતા રહેવાથી ચોક્કસથી પોતાના સપનાઓને સાકાર કરી શકાતા હોય છે. આમ દુનિયાના કોઇ પણ ક્ષેત્રમા મહત્વકાંક્ષા રાખવી એ પાપ નથી પણ પોતની શક્તીઓને ઓછી આંકવી એ સૌથી મોટુ પાપ છે.
                                ક્રમશઃ