Khalipo - 6 in Gujarati Love Stories by Ankit Sadariya books and stories PDF | ખાલીપો - 6 (પહેલી મુલાકાત)

Featured Books
  • ऋषि की शक्ति

    ऋषि की शक्ति एक बार एक ऋषि जंगल में रहते थे। वह बहुत शक्तिशा...

  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

Categories
Share

ખાલીપો - 6 (પહેલી મુલાકાત)

સવારે ઉઠીને મસ્ત તૈયાર થઈ, શાળાએ રોજ કરતા અડધી કલાક વહેલી જ પહોંચી ગઈ. આજ દિપકની ખબર લેવાની હતી, સાલો આવ્યો કેમ નહીં. આજે મેં પહેલી વખત મોટો ચોટલો લીધો હતો, મોઢે થોડો પાઉડર લગાવ્યો હતો, સોનલ બહેને લગ્ન વખતે આપેલી લિપસ્ટિક લગાવી હતી. જો કે હું ક્લાસમાં સૌથી સુંદર છોકરી ના હતી પણ કોઈકનું એક વખત ધ્યાન પડે તો નજર હટાવી પણ ના શકે. ક્લાસના અમુક વાંદરાઓ કમલ, દિવ્યેશ, હિતેશ વગેરે પાછળ પડી જ રહેતા પણ મારા સ્વભાવને લીધે દૂર ભાગતા. શું દિપક પણ મારાથી ડરીને આવ્યો નહીં હોય?
ત્યાં રેખા આવી, આવતા જ મને પૂછ્યું કે મારા માટે રાહ કેમ ના જોઈ. મેં કહ્યું પેલા એ કે તે દિપક સુધી મારી વાત પહોંચાડી કે નહીં. એને ગણિતના પુસ્તકમાં આગળ જ એ ચિઠ્ઠી રાખીને દિપકને આપી હતી. થોડીવારમાં દિપક આવ્યો, એ અને રાજેશ સાથે હતા. રેખા અને રાજેશ પણ એકબીજાને પસંદ કરતાં હતાં. એ બંને અમારા તરફ સ્માઈલ કરીને નીકળી ગયા. મને થયું સાલો દાંતીયા તો કાઢે છે તો પછી આવ્યા કેમ નહિ. પાછી સીધી સામે વાત કરવાની હિંમત પણ ના થઇ.
ક્લાસમાં હું વારંવાર પાછું વળીને જોયા કરતી એ મને જ જોતો હતો. ત્યાં ક્લાસમાં પાસ થતા થતા એક ચિઠ્ઠી મારી પાસે આવી. એમાં લખ્યું હતું કે
ચોટલમાં તમે બહુ સારા લાગો છો,
પણ બહુ એકલા એકલા લાગો છો
કેમ આમ ફુલાયેલા લાગો છો
આજે થોડા કરમાયેલા લાગો છો

મેં પાછું વળી જોયું કોણ છે આ નમૂનો? દિપક તો નથી ને? ના એ આવા ચાળા કરે જ નહીં. મેં ચિઠ્ઠીમાં ફરી લખ્યું કે
નામ કેમ નથી લખ્યું?
તમે બહુ બીકણ લાગો છો.

ત્યાં નામ આવ્યું કે એ છેલ્લી પાટલી વાળા રવજીએ લખ્યું છે. હું રિશેષની જ રાહ જોતી હતી. જેવી રિશેષ પળી કે હું બે પાટલી ઠેકીને રવજી પાસે ગઈ. રવજીની ઊંચાઈ મારાથી પણ ઓછી હતી, પણ અપલખણમાં ક્લાસમાં પહેલો નંબર આવે. ઘણી છોકરીઓને આવી રીતે છેડતો રહેતો. મેં એને કાંઠલો પકડી ઉંચો કર્યો અને બે થપ્પડ મારી. દિપક તો જોતો જ રહ્યો. ત્યાં રેખા વચ્ચે આવી અને મને રવજીથી દુર કરી. ત્યાં વળી એ પાછળથી કૈક બબળ્યો, આ વખતે દિપકે જ ત્યાં જઈને એને બંધ કર્યો.
આખી રિશેષ પુરી થઈ પણ દિપક મારી સાથે બોલ્યો નહિ. સોરી કહેવા કે હું નથી ગમતી કહેવા પણ ના આવ્યો. એ શાંતિથી એના મિત્રો સાથે ગપ્પા લડાવતો હતો. કદાચ એનો ગુસ્સો જ રવજી પર ઉતર્યો હતો. ત્યાં છોકરાઓના ગ્રૂપ પાસેથી પૂજા નીકળી. ક્લાસમાં એ એક જ છોકરી છુટા વાળ, મેકઅપ અને પુશઅપ બ્રા પહેરીને આવતી હતી. બધા છોકરાઓ એના સામું જોવા માંડ્યા, કોઈકે કમેન્ટ પાસ કરી ત્યાં વળી કોઈએ સીટી મારી. પૂજાને આ બધામાં મજા આવતી હતી. એ તો મોડેલની જેમ ચાલતી ચાલતી નીકળી ગઈ. મને અને રેખાને ગુસ્સો પણ આવ્યો અને ઈર્ષા પણ થઈ કારણ કે એ ગ્રુપમાં રાજેશ અને દિપક પણ હતા.
પછી ગણિતનો લેક્ચર હતો. એ લેક્ચર પછી દિપક મારી સામે જ જોયા કરતો હતો. ત્યાં મને ચીઠ્ઠી મળી
"પ્રિય દક્ષા
મને માફ કરજે, કાલે મેં તારી ચિઠ્ઠી જોય જ નહોતી. મને પણ તું ગમે છે. આજે આવીશ મળવા?
- દિપક"
વાંચતા જ મને પહેલા તો ગુસ્સો આવ્યો કેવો ડફોળ છે. પછી શરમ આવી અને પછી બોવ બધી લાગણીઓ આવી. એના ક્યૂટ મોઢા સામે જોયું, બુધ્ધુ દાખલા ગણવામાં વ્યસ્ત હતો. બાજુમાં બેઠેલા રાજેશે એને કોણી મારી, મોઢું ઉપર નીચે કરીને હા પાડી.

આજે આખરે મારે મળવાનું હતું. મારા માટે પ્રેમનો પહેલો અનુભવ હતો. આ લાગણીઓને હું વાચા ના આપી શકું. કાલે જે દુઃખ રાતે થયું હતું એનાથી બમણો આજે ઉત્સાહ હતો, હૈયે હરખ હતો કોઈને મળવાનો. કાલની જેમ જ શાળાએથી આવી ભાઈ અને અમે ત્રણે બહેનો સાથે જમવા બેઠી. આજે રોજ કરતા બે રોટલી વધુ ભાવી. મને ના ભાવતા ભીંડાનું શાક આજે બહુ જ ભાવ્યું.

આખરે રેખાના ઘરે જવાનું બહાનું બનાવી હું નીકળી પડી. હું રાવણાના ઝાડથી દૂર હતી ત્યાં જ મેં દીપકને જોયો. એ મારી પહેલા જ રાહ જોતો ઉભો હતો. ને સાઈકલ એમ જ સાઈડમાં નાખી દીધી અને દોડતી દોડતી એની પાસે ગઈ. એ શરમાઈ ને ડોબો એમ જ અદબ વાળીને ઉભો હતો. મારો સિરિયલનો સીન અધુરો રહ્યો. મેં એને ગળે હળવેકથી થપ્પડ મારી, બુધ્ધુ કાલે કેમ ના આવ્યો. તારી રાધા કેટલી દુઃખી થઈ તને ખબર છે કાના? એ બિચારાને કાંઈ સમજાતું નહોતું પણ ક્યૂટ લાગતો હતો.

અમે બંનેએ થોડી વાતો કરી. સાઈકલમાં પડી હતી એ યાદ કરી બંને હસ્યાં. પૂજલી સામે નહિ જોવાનું મેં એને પ્રોમિસ કરાવ્યું. કલાસમાં કોઈને નહિ મારવાનું મેં પ્રોમિસ કર્યું. ક્લાસની, મિત્રોની ઘણી બધી આડી અવડી વાતો કરી. હું આ વાતો રોજ રેખા સાથે કરતી હોઉં પણ આજે જે અંદરથી સ્પંદનો થતા હતા એ ક્યારેય નહોતા અનુભવ્યા. અમે બંને સાવ એકલા જ હતા. હું એને સ્પર્શ કરવાની કોશિશ કરતી હતી પણ એ દૂર ભાગતો જતો હતો. સંબંધની શરૂઆતમાં છોકરાઓ હોય જ શરમાળ !

આ કલાકમાં મેં એક આખો ભવ જીવી લીધો. અમે બંને પાછા ઘરે આવવા અલગ અલગ નીકળ્યા. રાજેશ અને રેખા સિવાય કોઈને નહિ કહેવાનું વચન આપ્યું. હું ઘરે આવી બહુ જ ખુશ હતી. મેં રસોડામાં જઈ નાનામોટા કામ કરાવ્યા. બધા સાથે સાંજે અમે બેસીને ઘણી બધી વાતો કરી. અમે ત્રણે બહેનો અને ભાઈ મળીને પત્તા રમ્યા અને પછી સાથે જ બધા સુતા.

મને સપનામાં દિપક આવતો હતો, એના ઉડતા વાળ, સફેદ ઘોડા પર બેસીને ખેતર સોંસરવો મારી નજીક આવતો હોય. હું લાલ ફ્રોકમાં, ઉંચી એડી વાળા સેન્ડલ પહેરી, વાળ ખુલ્લા રાખી ઝાડ પાસે ઉભી હોય. એ આવીને મને ઉપાડીને એના ઘોડામાં બેસાડીને જ લઈ જાય..

ત્યાં ફોને મારી યાદોની ગાડી પર બ્રેક લગાવી. મારા પતિ દર્શનનો ફોન હતો કે આજે એને કામેથી આવમાં કદાચ મોડું થશે એ કહેવા ફોન કર્યો હતો. મેં ફોન મુક્યો અને શૂન્યમનસ્ક એમ જ બેઠી રહી !!.

(ક્રમશઃ)