The game of destiny - 6 in Gujarati Fiction Stories by Kiran books and stories PDF | પ્રારબ્ધ નો ખેલ - ભાગ 6

The Author
Featured Books
Categories
Share

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 6

'સગાઇ ની વાત '

રાતે જમી પરવારી શ્યામા દેવદાસ પાસે જાય છે અને કહે છે, 'સાંભળો ને, આપડે આપણા કામના વલોપાતમાં આપડા દીકરા વૈભવ ને તો સાવ ભુલી જ ગયા. હવે એ પંદરેક વર્ષ નો થઈ ગયો છે હવે એની સગાઇ સારુ ઠેકાણું ગોતી કરી દેવી જોઈએ.'
પત્ની ની આ વાત સાંભળી દેવદાસ કેહવા લાગ્યો, 'વાત તો બરોબર છે તારી, મને પણ એનું તો કાંઈ ધ્યાન જ ના રયુ. પણ, છોકરી તો મળવી જોઈએ ને???
શ્યામા તરત જ અધીરાય થી બોલી,'મેં આજે આખા કેડે એ જ વિચાર્યું અને અંતે મને અનસૂયા યાદ આવી.આ વૈભવ જયારે નાનો હતો ત્યારે એના સગા મામાં એને મળવા આવેલા(દેવદાસ ની પેહલી પત્ની નો સગો ભાઈ )ત્યારે એણે જ કીધેલું કે મારે એક દિકરી છે અનસૂયા. તો ત્યારે એની ઓળખાણ પડી તી. તો આપડે એની જોડે વૈભવ ની વાત નાખીયે તો?? અને વળી એ તો આપડા જાણીતા પણ ખરા !'
પત્ની ની આવી સગા દીકરા ની જેમ વૈભવ પ્રત્યે ની ચિંતા જોઈ દેવદાસ મનોમન શ્યામા થી રંજિત હતો.થોડીવાર એની સામું પ્રેમ થી જોઈ બોલ્યો, 'હા, એ બરોબર, તો આપણે કાલે જ ત્યાં જઇયે અને વૈભવ ની સગાઇ ની વાત નાખીયે'.શ્યામા એ કીધું, 'સારુ તો કાલે જ જઇયે '.
આ બાજુ સુનંદા તો અનુરાધા ને પોતાની વીરુ અને સેતુ સાથેની મિત્રતા ની વાત કરતી હતી અને આજે એ બંને જોડે ખૂબ મસ્તી કરી અને આખો દિવસ સાથે રમ્યા ની વાત કરતી હતી.
હજુ તો સુનંદા કાલે વીરુ ને ફરી મળવા ની રાહ માં આતુર હતી ત્યાં જ શ્યામા આવી ને કહેવા લાગી, 'બેટા, ચાલો હવે સુઈ જાવ કાલે મારે અને તારા બાપુને બહારગામ જવાનુ છે તો તમે બન્ને બેહનો એ સવારે ઉઠી મને કામ માં મદદ કરવી પડશે.'આ સાંભળી સુનંદા તો જાણે હતાશ થઈ ગઈ અને પૂછવા લાગી, 'માઁ વૈભવ ભાઈ ની સગાઇ નું કેતા હતા એ માટે જ જવાનુ કે?? તો લાકડા કાપવા નઈ જવાનુ??'
શ્યામા કેહવા લાગી, 'હા બેટા, હું એની જ વાત કરતી હતી. અનસૂયા પેલા દૂરના મામાં ની જ છોકરી છે. તો કાલે ભાઈ ની સગાઇ ની વાત કરવા જવાનુ છે.એટલે આપડે કાલે જંગલ માં નથી જવાનુ'.
આ બધું સાંભળી સુનંદા તો કશુ બોલ્યા વગર જ પડખું ફરી ને સુઈ ગઈ અને સુતા સુતા વિચારવા લાગી, 'હું કાલે વીરુ અને સેતુ ને નઈ મળી શકુ.વીરુ ખૂબ નારાજ થઈ જશે મારાથી'. પછી મન ને મનાવતી હોય એમ વિચારી લીધું કે, હંમેશા માટે થોડું કાંઈ છે, એક દિવસ ની તો વાત છે. પછી તો મળવાનું જ છે ને'. આમ વિચારી એ સુઈ ગઈ.
સવારે ત્રણેય માઁ દિકરી એ ઉઠીને શિરામણ કરી સાથોસાથ બપોરનું ભોજન પણ બનાવી નાખ્યું.હવે શીરામણ કરી શ્યામા એ વૈભવ ને બોલાવી બધી વિગતે વાત કરી કહ્યું, ' તું આજે એકલો ખેતરે ના જતો ઘરે જ રહેજો ત્રણેય અને ઘરનું ધ્યાન રાખજો. અમે સાંજે વેળાસર આવી જશુ.'આમ ભલામણ કરી શ્યામા અને દેવદાસ બહારગામ જવા નીકળી ગયા.
હવે, અહીં સુનંદા ને વ્યાકુળ જોઈ અનુરાધા કહેવા લાગી, 'વીરુ ની યાદ આવે છે?? 'અનુરાધા સ્વભાવે થોડીક ચંચળ હતી. એટલે મસ્તી માં કેહવા લાગી,'આજનો દિવસ તો તારો વીરુ રાહ જોતો બેઠો હશે. 'એમ કહી એને ખભા ઉપર મજાક માં ટપલી મારી હસવા લાગી.
આ બાજુ શ્યામા અને દેવદાસ વૈભવ ના મામા ના ઘરે પોહચી ગયા હતા.વૈભવ ના મામા તો આટલા વર્ષે બનેવી ને જોઈ પોતાની બેન ની યાદ આવી ગયેલી એટલે ભાવુક થઈ કેહવા લાગ્યા, 'આજે આટલા વર્ષે દેખાણા બનેવીલાલ !આવો આવો '. આમ કહી એ દેવદાસ ને ભેટી પડ્યા.
થોડીવાર અહીં તહીં ની વાતો કરી પછી શ્યામા એ વૈભવ ના સગાઇ ની વાત નાખતા કહ્યું, 'ભાઈ,જોવોને આ જોત જોતા માં છોકરા કયારે મોટા થઈ ગયા એની ખબર જ ના પડી.હવે તો લગન કરાવવા જેવડા થઈ ગયા છે અને વળી અમે જીવતા છીએ ત્યાં સુધીમાં જો આ વૈભવ ને વરાવી -પરણાવી દઈએ તો જરાક હૈયા માં ટાઢક વળે. એટલે જ અમે આજે તમારી અનસૂયા નો હાથ મારાં દીકરા વૈભવ માટે માંગવા આવ્યા છે. તમારા જેવું જાણીતું અને સારુ કુટુંબ
બીજે તો ક્યાં મળે? '
જાણે કે પહેલેથી જ મામાં નું મન હોય એમ વૈભવ ના મામા કહેવા લાગ્યા, 'બેન, તમે વૈભવ ને એની સગી માઁ કરતા પણ વધુ લાડકોડ થી ઉછેર્યો છે. આવી હેતાળ માઁ સમાન સાસુ મારી અનસૂયા ના નસીબ માં કયાથી?? આટલું કહી એણે અનસૂયા નો હાથ વૈભવ ને આપી દીધો.
શ્યામા અને દેવદાસ બન્ને એ બપોરે ત્યાં ખાધું પછી થોડીવાર બેસી સગાઇ ની વિગત વાર વાત નક્કી કરી ને ઘરે જવા નીકળી ગયા.
આ બાજુ વીરુ ક્યારનો સુનંદા ની રાહ જોઈને આખો દિવસ નિરાશ બેઠો હતો.બે વાર તો એ એના પિતાને કીધા વગર જંગલ ની પેલી બાજુ આંટો મારી આવેલો જ્યાં પેહલી વાર શ્યામા અને સુનંદા ને મળેલો. એને થયું કદાચ હવે આજે તો નઈ આવે એટલે એ સેતુ ની બાજુમાં બેઠા બેઠા એની જોડે વાતો કરવા લાગ્યો.
હવે અહીં તો સુનંદા નો દિવસ માંડ કરીને નીકળ્યો હતો. હવે તો એ પણ કાલના દિવસ ની રાહ જોતી હતી.

હવે બીજા દિવસે શુ થાશે...... આવતા..... ભાગ 6....... "મેળાપ "...... માં