Richa shyam - 8 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 8

Featured Books
Categories
Share

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 8

ભાગ - 8
આગળના ભાગમાં આપણે જાણ્યું કે
શ્યામ, અકસ્માતમા પોતાનાથી વધારે ઘાયલ થયેલ અને શરીરના બિલકુલ નાજુક અંગ એવા વેદના ગળાના ભાગમાં થયેલ ઘાવથી, બેહોશિમા જઈ રહેલ પોતાના મિત્ર વેદને
પોતાના ખભે ઊંચકી કોઈ પણ ભોગે વેદને બચાવી લેવાનો દૃઢ નીર્ધાર કરી, અદ્ધર જીવે ઝડપથી હોસ્પિટલ તરફ દોડી રહ્યો છે.
શ્યામ હોસ્પિટલ પહોંચતાજ
બે હાથ જોડી, વેદને બચાવી લેવા ડોક્ટરને રીતસર આજીજી કરે છે.
શ્યામ ડોક્ટરને કહે છે કે,
સાહેબ, કંઈ પણ કરવું પડે કરો
ભલે ગમે તેટલો ખર્ચ આવે
બાકી મારા મિત્રને અને એનાં અવાજને તમે પાછો લાવો.
શ્યામ આજે પોતાની જાત વેચવી પડે તો જાત વેચીને પણ વેદને અને વેદના અવાજને બચાવી લેવાના આખરી અને દૃઢ નિશ્ચય પર અડગ અને તત્પર છે.
ડૉક્ટર શ્યામ પાસેથી કેસની પ્રાથમિક જાણકારી લઈ,
તુરંત
શ્યામને બહાર ઉભા રહેવાનું કહી, કમ્પાઉન્ડર દ્રારા ફટાફટ પેસન્ટને ઓપરેશન થિયેટરમા મોકલી, તેઓ ચેક કરવા જાય છે.
આ એક્ષિડન્ટમા શ્યામ પોતાનેજ પૂરેપૂરી રીતે કસૂરવાર માની હોસ્પિટલની લોબીમાં વ્યાકુળ અવસ્થામા
ડૉક્ટર ઓપરેશન થિએટરમાંથી બહાર આવે, તેની રાહ જોઈ આંટા મારી રહ્યો છે.
શ્યામને મનમાં એમજ છે કે, આ બધુ મારા કારણેજ થયુ છે.
આજની આ દુઃખદ દુર્ઘટનાનો હુંજ જીમ્મેદાર છું.
મે પેલા બદમાશોને હોટલમા માર્યા, અને એ બદમાશોએ તેમનો બદલો લેવા અમારાં બાઈકને ટક્કર મારી.
આજે મારા કારણેજ વેદનો જીવ જોખમમાં મુકાયો, વેદનાં ગાવાના શોખનો અને ગાયક બનવાના એના સપનાનો તોડનાર હુંજ છું.
આવુ માનતો શ્યામ એકરીતે ખોટો પણ નથી.
ગમે તે વ્યક્તીને શ્યામ સાથે થયુ એવું થયુ હોય
તો તે પણ શ્યામની જેમજ વિચારી પોતાની જાતને કસૂરવાર માનવા નોજ.
પરંતુ
આ કિસ્સામાં અહિ વાત અલગજ બની છે.
શ્યામ પોતાની ધારણામા ખોટો નથી, તેમ શ્યામ તેની ધારણામા 100 ℅ સાચો પણ નથી.
પરંતુ
આ દુર્ઘટના નાં બીજા પાસાથી શ્યામ અજાણ છે.
આ દુર્ઘટનાનું બીજુ પાસું એટલે
જે બદમાશ લોકોએ શ્યામ અને વેદની બાઇકને ટક્કર મારી
તે લોકો શ્યામને હાથે હોટેલમાં માર ખાધેલા તો હતાજ,
સાથે-સાથે વેદે જે લોકોને કોલેજ પર માર્યા હતાં તે આજ બદમાશ લોકો હતાં.
શ્યામ અને વેદ બંનેને એક સાથે પાઠ ભણાવવાનો મોકો તો તે લોકો ક્યારનાય શોધી રહ્યાં હતા.
એમને એ પણ ખબર પડી ગઈ હતી કે, શ્યામ અને વેદ બન્ને જીગરી દોસ્ત છે.
બસ શ્યામ અને વેદ બન્ને મિત્રો છે તેવું એ લોકોએ જાણ્યું એજ દિવસથી એ બદમાશો એ બન્ને ને સાથે પાઠ ભણાવવાનો પ્લાન બનાવી રાખેલો.
બસ ખાલી તેઓ એક મોકાની તલાશમા હતાં.
એ મોકો શોધવા એ લોકોએ એક ખબરી રઘુને પણ શ્યામ અને વેદની રેકી કરવા રાખ્યો હતો.
એ ખબરી રઘુ દ્રારા જ આજે એ બદમાશોને જાણવા મળ્યું કે શ્યામ અને વેદ બન્ને આજે એક કોલેજનાં પ્રોગ્રામમાં બાઈક પર સાથે જવાના છે, અને તે પ્રોગ્રામ મોડી રાતે પૂરો થશે.
માટે પેલા બદમાશો પ્રિ-પ્રાલિંગ બનાવી
પ્રોગ્રામ પૂરો કરી વેદ અને શ્યામ જે રસ્તે ઘરે જવા નીકળવાના હતાં, એ રસ્તા પર તેઓ પહેલેથીજ તૈયાર ઉભા હતા.
અને અત્યારે પણ તે બદમાશોને તેમનાં ખબરી રઘુ દ્રારા ખબર પડી ગઈ હતી કે
એમણે જે ધાર્યું હતુ તેમ થયુ નથી.
વેદ ગંભીર રીતે ઘાયલ થયો છે
પરંતુ શ્યામ બચી ગયો છે.
અને શ્યામ વેદને લઈને હોસ્પિટલ પણ પહોચી ગયો છે.
હવે તે બદમાશો વધારે ચિંતામાં આવી ગયા છે.
કેમકે
તેઓ જાણે છે કે તેમને અકસ્માત કરીને ભાગતા શ્યામ જોઈ ગયો છે. શ્યામ હવે તેમને નહીં છોડે.
માટે ઘડી-ઘડીની માહીતી મેળવવા તેઓએ તેમનાં ખબરી રઘુને અત્યારે હોસ્પિટલ મોકલ્યો છે.
અત્યારે ખબરી રઘુ શ્યામ અને વેદની માહીતી જાણવા હોસ્પિટલની બહાર આંટા મારી રહ્યો છે.
શ્યામ હોસ્પિટલની લોબીમાં ડૉક્ટર બહાર આવે તેની રાહ જોતો વ્યાકુળ થઈ આંટા મારી રહ્યો છે.
અને
ઓપરેશન થિએટરમા ડોકટર વેદને તપાસી રહ્યાં છે.
વધુ ભાગ 9 મા