Manjit - 17 in Gujarati Fiction Stories by HardikV.Patel books and stories PDF | મંજીત - 17

Featured Books
Categories
Share

મંજીત - 17


મંજીત

પાર્ટ : 17


સારા મંજીત અબ્દુલની નજર ક્રિષ્ટી પર ગઈ. ક્રિષ્ટીની નજર ફક્ત સારા પર જઈને અટકી. ક્રિષ્ટી સારાની સુંદરતા જોઈને અંજાઈ ગઈ.

"અરે રે આવને ક્રિષ્ટી આવ...!! દરવાજા પર કેમ ઊભી છો. નાસ્તા કરેગી??" ક્રિષ્ટીને કમને આવકાર આપતાં મંજીતે કહ્યું.

સૌંદર્યથી ભરપૂર સારાને જોઈને ક્રિષ્ટીનું નાક ફુલાઈ ગયું. આગળ શું થશે એનો ડર મંજીતને સતાવી રહ્યો હતો.

"ક્રિષ્ટી નાસ્તા..!!" અબ્દુલે પૂછ્યું.

ક્રિષ્ટીનાં હાથમાં એક થેલી હતી. જેમાં અબ્દુલનાં કહેવાથી એ એક ડ્રેસ લાવી હતી. એ આવીને મંજીતના લગોલગ નીચે બેસી ગઈ. સારા તો ક્રિષ્ટીને જાણતી પણ ન હતી. એ પણ મોઢા પર થોડાક મિશ્રિત ભાવોથી ક્રિષ્ટીને જોઈ રહી.

મંજીતનું હવે દિમાગ ચાલવાનું ધીમું થઈ રહ્યું હોય તેવું તે ક્રિષ્ટીને જોતાંવેંત જ મહેસૂસ કરી રહ્યો હતો. એને પછતાવો થઈ રહ્યો હતો કે 'ડ્રેસ મંગાવાનું દિમાગ કેમ વાપર્યું..!! ડ્રેસ સાથે ક્રિષ્ટી પણ આવી ગઈ..!!'

"ક્રિષ્ટી તું આજે કોલેજ ન ગઈ??" ચહેરા પર થોડું હાસ્ય લાવતાં મંજીતે પૂછ્યું.

"ના." ક્રિષ્ટીએ ટૂંકમાં જવાબ આપ્યો.

"આ કોણ છે ?" ક્રિષ્ટીએ તરત જ પૂછ્યું.

"ઓહ. હા..!! મેં તો ઓળખાણ આપવાનું જ ભૂલી ગયો." મંજીતે અચકાતા સ્વરે કહ્યું. મંજીતે અબ્દુલ તરફ એક નજર નાંખી.

"ક્રિષ્ટી આ મારી ફ્રેન્ડ સારા...!!" મંજીતે કહ્યું. બંનેએ એકમેકને હાય કર્યું. મંજીત ચૂપ થઈને બ્રેડનો બીજો ટુકડો મોઢામાં મુક્યો ત્યારે જ ક્રિષ્ટીએ કહ્યું," મંજીત મારો ઈન્ટ્રો તો કરાવ સારાને..!!" એ ક્રિષ્ટી તરફ શંકાની નજરે જોવા લાગ્યો.

"મંજીત શરમાય છે સારા. લો હું જ મારો ઈન્ટ્રો આપી દઉં. હું મિસ ક્રિષ્ટી. મંજીતની ગર્લફ્રેંડ...!!" ક્રિષ્ટીએ મક્કમ થઈને કહ્યું. મંજીત ખાતા અટકી ગયો. સારાનાં ચહેરા પર આશ્વર્ય છલકાઇ ગયું. ક્રિષ્ટીનો ચહેરો ગુમાનથી ભરાઈ ગયો હતો. મંજીતને ક્રિષ્ટીને ઠપકો આપવો હતો પણ એ ચૂપ રહે એમાં જ એને ભલાઈ સમજી.

"નાસ્તો કરી લે સારા પછી આ ડ્રેસ ચેન્જ કરી લે. પણ અત્યારે ચોમાસું તો નથી. પછી તું પલળી કેવી રીતે??" ક્રિષ્ટી એક પછી એક સવાલો પૂછવા લાગી.

"અરે બન્યું એવું કે સારાએ કોઈવાર તળાવ જ જોયું ન હતું. તો અબ્દુલ એને તળાવ જોવા લઈ ગયો. ત્યાં જ સારાનો પગ લપસ્યો. અને એ તળાવમાં પડી." મંજીતે હસતા હસતા જવાબ આપ્યો.

"પણ અબ્દુલ તો કહી રહ્યો હતો કે સારાને તું લઈ ગયો હતો તળાવ જોવા..!!" ક્રિષ્ટી સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન કરવા લાગી.

"હા એટલે હું અને અબ્દુલ બંને ગયા હતા.." અબ્દુલ તરફ ખીજથી જોતાં મંજીતે કહ્યું.

" ઓહ ક્રિષ્ટી થેંક યુ. પણ મને ડ્રેસની જરૂરત નથી. હું નાસ્તો કરીને અત્યારે નીકળી જ રહી છું. મારી કાર અત્યારે આવતી જ હશે." સારાએ કહ્યું.

"સારા તું અત્યારે નીકળે છે એ તો કહ્યું જ નહીં..!!" મંજીતે વિચારતાં પૂછ્યું.

"મંજીત તે પણ આ ડ્રેસનું અરેંજ મને પૂછીને કર્યું?" સારાએ ગુસ્સાથી પૂછ્યું.

ક્રિષ્ટી બંને વચ્ચેનું ટ્યુન પકડવા માંગતી હોય તેમ વાતો દરમિયાન બંનેના ચહેરા પરના હાવભાવ વાંચવા લાગી એ વિચારેથી કે બંને વચ્ચે શેનો સંબંધ રંધાઈ રહ્યો હતો...!!

સારાનો નાસ્તો પત્યો જ હતો. પ્લેટ ઊંચકીને એ કિચનના પ્લેટફોર્મ પર મૂકી આવી. મંજીતે એકસાથે બચી ગયેલો ટુકડો મોઢામાં મૂકીને ઉઠી ગયો. એ પણ સારાના પાછળ ગયો. વાસણ ધોવાનું બેઝિનમાં જ સારાને હાથ ધોવા માટે કહ્યું. સારા છણકો કરતી હોય તેમ હાથ ધોહ્યા. ક્રિષ્ટી પણ ઉભી થઈ ગઈ. એ પણ બધું જ નોટીસ કરી રહી હતી.

અબ્દુલ તો નાસ્તો કરવામાં જ પડ્યો હતો. એની આજુબાજુ શું થઈ રહ્યું છે એની તો પડી જ ન હતી. સારાએ મંજીત ને ગુસ્સાથી બાય કહ્યું અને ઝડપથી બહાર જતી રહી. ક્રિષ્ટી ઓટલા પર આવીને ઉભી થઈ ગઈ.

"ઓ ક્રિષ્ટી..!! નાઇસ ટુ મીટ યુ." સારા જતાં કહી રહી હતી.

"બ..બાય." ખુશીમાં જ ક્રિષ્ટી કહેવા લાગી. કેમ કે જે પણ બની રહ્યું હતું એ જોઈને ક્રિષ્ટીનાં દિલને અજીબ શાંતિ મળી રહી હતી.

સારા તો એવી ઝડપથી ચાલવા લાગી જાણે આ પ્રેમનગરની ઝૂંપડપટ્ટીનાં રસ્તાથી વાકેફ હોય..!! એ કેટલાં કદમ ઝડપથી નીકળી ગઈ હતી.

મંજીતે બુલેટ કાઢ્યું સારાના પાછળ જવા માટે.

"મંજીત તું ક્યાં જાય છે. એને જવા દે." ક્રિષ્ટીએ ક્રોધિત થઈને બાજુમાંથી બુલેટ લઈને પસાર થતો મંજીતને કહ્યું.

"તું ચૂપ જ રહેજે ક્રિષ્ટી." ગુસ્સાથી કહીને મંજીતે સારા પાસે પહોંચવા બુલેટ મારી મૂક્યું.


(વધુ આવતાં અંકે)