“ફરી મોહબ્બત”
ભાગ : ૨૪
એન્કરિંગના ચાલુ પ્રોગ્રામ દરમિયાન જ અનય હોટેલના રૂમ પર આવી ચુક્યો હતો. એની આત્મા રડી રહી હતી. એ મોહબ્બતનો ધોખો બરદાસ્ત કરી શકતો ન હતો. એ પણ પોતાની એકતરફી સાચી મોહબ્બતથી આજે હારી ચૂક્યો હતો..!! ઈવાને પામવાની તો દુરની વાત...!! અનય સમજી ચુક્યો હતો કે ઈવા કોઈ બીજાને એટલે કે અંકુરને ચાહે છે...!! પણ આવી રીતે દિલ પર વાર કરવું!! ઈવાને સાચી મોહબ્બત સમજીને પૂજા કરી હતી. પતિ થયો તો પણ પતિપણું ન દાખવતા ઈવાની ઈચ્છા અનુસાર વર્તયો. પોતાના પ્રેમને એક દિવસ જરૂર ઈવા સમજશે એ વિચારથી જ અનયે બધું શાંતિથી જતુ કર્યું..!! અનયે ઈવા માટે શું ન કર્યું..!!
અનય હોટેલના રૂમ પર આવીને મનભરીને રડ્યો. પણ એ એક મક્કમ નિર્ણય પર આવ્યો. એ જાતે પોતે બધું ભૂલીને ઈવાને એક મોકો આપવા માગતો હતો. એ ઈવા સાથે ફરી મોહબ્બત માટેની સ્પષ્ટતા કરવા માંગતો હતો. કેમ કે એ ઈવાને બૂરી રીતે ચાહતો હતો. એ ઈવાને પોતાની લાઈફમાંથી જતી કરવા માંગતો ન હતો. એ ઈવા વગર રહી શકતો ન હતો કેમ કે એ ઈવાને અનહદ ચાહતો હતો.
ઈવા પોતાનો એન્કરિંગનો પ્રોગ્રામ પતાવીને રૂમમાં આવી. અનય બેડરૂમમાં આમનો તેમ આંટાફેરા કરી રહ્યો હતો. ઈવા ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતી રહી. એ ફ્રેશ થઈને આવી ત્યાં સુધી અનયનું મન ઉચાટમાં પસાર થયું.
"ઈવા...!! ઘરે જઈએ એના પહેલા મને થોડી સ્પષ્ટતા કરી લેવી છે." ક્યારનો આતુરતાથી ઈવાની રાહ જોતો અનય બોલી પડ્યો.
"હા કરીશું. પણ હું અત્યારે થાકી છું. આવતીકાલે સવારે..!!" કહીને ઈવાએ બેડ પર લંબાવી દીધું.
અનયે ફરી શાંતિ સેવી. પરંતુ એને ઊંઘ ક્યાં આવવાની હતી. આખી રાત વ્યગ્રતામાં પસાર થઈ.
બીજે દિવસે સવારે જ અનય ઈવાને લઈને હોટેલના રૂમમાંથી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ દરવાજા પર બેલ વાગી. ઈવાએ જ દરવાજો ખોલ્યો. અંકુર અંદર આવ્યો.
"જીજાજી..!! હું કારમાં છોડી દઉં તમને બંનેને સ્ટેશન સુધી. તમે કશા પણ પ્રકારની ગેરસમજ નહીં રાખતા. ઈવા મારી બહેન જ છે. તમે તમારો સંબંધ ખરાબ નહીં કરો." અંકુરે આવતાની સાથે જ કહ્યું.
"અમે અમારી વ્યવસ્થા કરી લઈશું." કહીને અનયે બેગ ઉપાડી.
"ઓકે ઈવા..!! ટેક કેર...!!"અંકુર ઈવાને સહેજ ભેટયો ત્યાં જ અનયે એને ધક્કો મારીને અળગો કરતાં કહ્યું," દૂર રહે મારી વાઈફ ઈવાથી...!!"
"અનય શું છે આ બધું?? તું જે વિચારે છે એવું કશું નથી." ઈવા વચ્ચે પડી.
" હા જીજાજી. તમે નકામો શક કરી રહ્યાં છો." અંકુરે સ્વસ્થતાથી કહ્યું.
"ઠીક છે. તું ભાઈ હવે નીકળ. તારું જે પણ કામ હોય એ મને ફોન પર કહેજે. આજથી ઈવાને ફોન પણ નહીં કરવાનું અને મળવાનું પણ નથી." અનયે કડક શબ્દોમાં કહ્યું.
"અનય....!!" ઈવા ચિલ્લાવી.
"ના..ના...!! ગલતી તમારી બંનેની નથી. આ અંકુરની પણ નથી. હું જ વધુ પડતી સ્વતંત્રતા આપી બેઠો. મેં પોતે જ મારી વાઈફ પર ધ્યાન આપી શક્યો નહીં. મારામાં જ કશી ખામી હશે તો જ મારી વાઈફ બીજા મર્દને મોહબ્બત કરી બેઠી ને...!!" અનયે ભડાસ કાઢી.
ઈવાને સમજ પડી ગઈ હતી કે મામલો વધુ પડતો ઉલઝવાનો હતો..!! એને તરત જ કહ્યું, " અંકુર ભાઈ તમે બહાર જાઓ."
અંકુર બહાર જતો રહ્યો. તે સાથે જ ઈવાએ અનયના બંને ગાલ પોતાના હાથમાં લઈ લીધા. એકદમ મદહોશ સ્વરે અનયના નજદીક આવીને કહેવા લાગી, "શું છે?? કેમ નાટક કરી રહ્યો છે?? શું જોઈ લીધું તે અમારા બંને વચ્ચે એવું?? અમે બંને ભાઈ બહેન છે સમજ્યો. તારી સામે જ અંકુરને મેં રાખડી બાંધી દીધી ને...!! કેમ ખોટો શક કરી રહ્યો છે."
અનય આગળ કશું બોલે એના પહેલા જ ઈવાએ અનયના હોઠ પર પોતાના હોઠ ચાંપી ચસચસતું ચુંબન આપી દીધું.
અનય...!! ફરી એક વાર હાર્યો ઈવા સામે..લાગણીઓ સામે!! ઈવાએ અનયને મનાવી લીધો. જાણે બધું સુમતરું થઈ ગયું હોય તેમ અંકુર, ઈવા અનયને પોતાની કારમાં બેસાડી સ્ટેશન સુધી મૂકવા પણ આવ્યો.
***
અનય ઈવા બંને પોતાના ઘરે આવી પહોંચ્યા.
"અનય, હું થોડા દિવસ મોમ ડેડને ત્યાં રહીને આવું." ઈવાએ કહ્યું.
અનયે 'હા' માં ડોકું ધુણાવ્યું.
ઈવા એક અઠવાડિયુ જેવું પિયરમાં રહીને આવી. પરંતુ અનય નોટિસ કરતો હતો કે ઈવાનું વર્તન હવે સાવ જ બદલાઈ ગયું હતું. એને ઘરના કામ કરવાના છોડી દીધા હતાં. જમવાનું ઘરમાં બનાવવાનું છોડી દીધું હતું. અને પાર્સલ મંગાવાનું ચાલું કરી દીધું.
" ઈવા શું થયું છે તને??" અનયે બેડ પર સૂતેલી ઈવાને પૂછ્યું.
"કશું નહીં તબિયત ખરાબ છે મારી." ઈવાએ મોબાઈલમાંથી ધ્યાન હટાવ્યા વગર કહ્યું.
"ચાલ આપણે ડૉક્ટર પાસે જઈને આવીએ." અનયે ઘણું મનાવ્યાં બાદ ઈવા ડોકટર પાસે જવા માટે રેડી થઈ.
અનય સમજી શકતો ન હતો કે હવે ઈવા શું કરવા ધારે છે. એ કેમ એવું કરી રહી હતી સમજ જ પડતી ન હતી. અનયનો એટીએમ પીનથી લઈને મોબાઈલ પાસવર્ડ બધું જ ઈવા જાણતી હતી. પણ અનયને તો ઈવા પોતાના મોબાઈલને ટચ કરવા પણ દેતી ન હતી. એ પોતાનો મોબાઈલ જ હાથમાંથી છૂટો મૂકતી ન હતી.
અનય ઈવાને હોસ્પિટલમાં દેખાડીને આવ્યો. ડૉક્ટરનું કહેવું હતું કે ઈવાને કશું નથી થયું. તો પણ કમજોરીના લીધે વિટામીનની ટેબ્લેટ આપી હતી. જ્યારે અનય સામે હોય ત્યારે જ ટેબ્લેટ લેતી. નહીં તો એ દવા લેવાનું ટાળતી. અનય આ બધું જ જાણી ચુક્યો હતો. પરંતુ ઈવામાં કશો પણ ફેરફાર નજરે આવ્યો નહીં. એ એવી રીતે જ આખો દિવસ રાત બીમાર છું કહીને બેડ પર સૂતી રહેતી અને ફક્ત મોબાઈલમાં જ એનું ધ્યાન કેન્દ્રિત રહેતું.
અનયને કશું જ સમજાતું ન હતું. હવે શું કરવું જોઈએ..!! ઈવા બીમાર છે એવું કહીને એ રાત દિવસ ફક્ત બેડ પર જ કાઢતી હતી એ એનાથી સહન થતું ન હતું. અનયે બીજા ત્રણ ચાર ડૉકટર પાસે ઈવાને લઈને ગયો પરંતુ ત્યાંથી પણ એવું જ સાંભળવા મળ્યું કે ઈવાને કશું નથી થયું. એની તબિયત એકદમ બરાબર છે.
અનય વિચારી વિચારીને થાક્યો હતો. અચાનક એના દિમાગમાં વિચાર ઝબકયો હોય તેમ સ્વગત બોલ્યો, " એ બીમાર રહેવાનું નાટક કરી રહી છે...!! જેથી હું એની પાસે જઈ ના શકું!! હું એની સાથે શારીરિક સંબંધ માટે આગળ પગલાં ના ભરું એના લીધે ઈવા આટઆટલુ કરી રહી છે...!! ઓહ અનય આંખ ઊંધાડ...!! બસ હવે દિલથી કામ લેવાનું છોડી દે...!! તારે હવે નિર્ણય પર આવવું જોઈએ... નિર્ણય એક જ ડિવોર્સ...!!"
(ક્રમશ)