કોલેજ માં એક પોલીસ ની ગાડી અંદર પ્રવેશી. અચાનક પોલીસ ની ગાડી કોલેજ માં આવતા બધાની નજર પોલીસ ની ગાડી પર અટકી ગઈ. કોલેજ માં પહેલી વાર પોલીસ ની ગાડી આવી હતી. કોલેજ નું નવું સત્ર શરૂ થવાનું હતું એટલે ઘણા વિદ્યાર્થી માટે આ કોલેજ એકદમ નવી હતી. પણ અહી જૂના વિદ્યાર્થી ઓ પણ કોલેજ માં પહેલી વાર પોલીસ ની ગાડી આવતી જોઈ હતી.
ગાડી કોલેજ ના ક્લાસ રૂમ પાસે આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખૂલ્યો. એક સુંદર સફેદ ડ્રેસ પહેરેલી, લાંબા વાળ, મિંજરી આંખો, અને પંખૂડી જેવા હોઠ વાળી એક સુંદર છોકરી ગાડી માંથી નીચે ઉતરી. બધાની નજર તે છોકરી પર પડી, પણ ગાડી માંથી એક પોલીસ વાળો ઊતર્યો એટલે બધાને નજર અચાનક ત્યાં થી હટી ને બીજે જતી રહી. પણ એટલો તો વિચાર આવ્યો કે તે છોકરી કોઈ પોલીસ વાળા ની છોકરી હોવી જોઈએ તો જ પોલીસ ની ગાડી અહી મૂકવા ન આવે.
પોલીસ ની ગાડી માંથી જે છોકરી ઉતરી તેનું નામ વિદ્યા હતું. તે એક ઇન્સ્પેકટર ની એક ની એક દીકરી. બહુ લાડ પ્યારથી થી ઉછેરી પણ હંમેશા તેને મર્યાદા માં રહેવામાં કહેવામાં આવતું. એટલે બહારની દુનિયા વિદ્યાએ બહુ જોઈ ન હતી. ઘરે એકલી એકલી રહેતી પણ હવે બહાર આવતા તે બધાની સાથે હસી મજાક કરવા માગતી હતી. કોલેજ કરવાના અરમાન જો હતા વિદ્યા ને.
કોલેજ નું પહેલું વર્ષ વિદ્યા માટે એક જિંદગી ની નવી સુંદર સવાર લઈને આવી. તેને જે જાણવાની અને માણવાની જિજ્ઞાસા હતી તેનો સમય આવી ગયો હોય તેમ કોલેજ માં આવતા ખુશ ખુશ દેખાઈ રહી હતી. તેને વિશ્વાસ બેસી ગયો હતો કે કોલેજ માં હવે હું જે ઈચ્છીશ તે કરી શકીશ. પહેલા તો વિદ્યા એ વિશાખા નામની છોકરી સાથે મિત્રતા બનાવી. વિશાખા અને વિદ્યા ની પસંદ અને શોખ એક સરખા હતા એટલે બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ.
આજે વિદ્યા તેની ફ્રેન્ડ વિશાખા સાથે કોલેજ ના ક્લાસ લેવા ને બદલે સીધી કોલેજની લાઇબ્રેરી પહોંચી ગઈ, ને તે કોઈ તેમની પસંદ ની બુક અને મેગેઝિન શોધવા લાગી. આખી લાઇબ્રેરી ની બધી બુક ચેક કરી પણ તેને કે બુક જોઇતી હતી તે બુક તેમને મળી નહિ એટલે નારાજ ચહેરો કરી બંને ક્લાસ માં જતી રહી.
એક બાજુ ક્લાસ માં લેકસર શરૂ હતો તો બીજી બાજુ આ બંને સહેલીઓ વાતો કરી રહી હતી.
તે કહ્યું હતું ને કે કોલેજ માં આપણી ગમતી બુક મળી જશે. ધીરે થી વિદ્યા એ વિશાખા ને કહ્યું.
વિશાખા એ પ્રોફેસર સામે નજર કરી ને વિદ્યા ને જવાબ આપ્યો. મને લાગ્યું અહી મળશે.!! પણ અહી તો નથી. એક કામ કરીએ મે એક બુક સ્ટોર જોઈ છે ત્યાં જરૂર થી તે બુક અને મેગેઝિન મળશે. તું કહે તો ક્લાસ પૂરો કરી ત્યાં જઈએ.
વિદ્યા ચાલુ ક્લાસ માં ઉભી થઇ.
સર મારે એક જરૂરી કામ આવી પડ્યું છે તો હું વિશાખા ને સાથે લઈ જાવ.?
પ્રોફેસર ના કહી શક્યા નહિ, તે બંને ને બહાર જવા દીધી.
બંને કોલેજ બહાર નીકળી પેલી બુક સ્ટોર પહોંચી ગઈ. ત્યાં જઈ બુક સ્ટોર પર નજર કરી તો તેમને જે બુક અને મેગેઝિન જોઇતી હતી તે ત્યાં હાજર જ હતી પણ મનમાં વિચાર આવ્યો કે એ બુક કે મેગેઝિન માંગવી કઈ રીતે.!! બંને તે બુક માંગી શકી નહિ એટલે નોટબુક લઈ પાછી ફરી ગઈ. પણ સમયસર પાછું કોલેજ પહોંચવાનું હતું. કોલેજ પૂરી થશે એટલે વિદ્યા ને પોલીસ ની ગાડી લેવા આવવાની હતી.
બુક અને મેગેઝિન તો તેમને ખરીદવી જ હતી પણ કેમ ખરીદવી તે વિચાર કરવા લાગી. ત્યાં એક દસ વર્ષ નો બાળક તેમની પાસે થી પસાર થયો. વિદ્યા તે બાળક ને રોકે છે ને કહ્યું તું મારું કામ કરી આપીશ તો હું એક ચોકલેટ આપીશ. ચોકલેટ નું નામ સાંભળતા તે બાળક ના કહી શક્યો નહિ. તરત કહ્યું શું લાવી આપુ મોટી બેન...?
વિદ્યા એ બેગ માંથી નોટબુક કાઢી ને તેમાં કઈક લખવા લાગી. તે બાળક ને રૂપિયા અને લખેલો કાગળ આપી કહ્યું પેલી સામે બુક સ્ટોર છે ત્યાં જઈ દુકાનદાર ને આપજે એટલે તે તને જે બુક આપશે તે અહી લેતો આપજે.
તે બાળક દોડતો દોડતો તે બુક સ્ટોર પાસે ગયો અને દુકાનદાર ને રૂપિયા અને કાગળ આપ્યો. પહેલી વાર એક નાનો બાળક રૂપિયા સાથે કાગળ લઈ બુક લેવા આવ્યો હતો. એટલે થોડી દુકાનદાર ને નવાઈ લાગી.
****
દુકાનદારે હાથમાં કાગળ લઈ વાચ્યો. તો....
સુંદર અક્ષર વાળો કાગળ વાચ્યો તો લખ્યું હતું. એક પ્રેમ ની બુક અને એક રોમાંસ ની મેગેઝિન આપવી અને તેને સારી રીતે પેકિંગ કરી બાળક ને આપી દેવા વિનંતી.
આટલું સરસ લખાણ જોઈ દુકાનદારે પ્રેમ અને રોમાન્સ ની સરસ બુક અને મેગેઝિન શોધી અને તેને પેકિંગ કરી તે બાળકના હાથમાં આપી. પણ પૂછ્યું નહિ બેટા તને કોણે બુક લેવા મોકલ્યો છે.!!
છોકરો હાથમાં બુક લઈ દોડતો દોડતો આવ્યો. તેને બંને બુક વિદ્યા ના હાથમાં આપી તો વિદ્યા એ તેમની બેગ માંથી એક ચોકલેટ કાઢી ને તે બાળક ને આપી. કોઈ જોઈ ન જાય તે રીતે બુક બેગ માં નાખી ને અને કોલેજ પહોંચી. બંને એ નક્કી કર્યું કે કોલેજ નો એક લેક્ચર મિસ કરીશું અને સૂનસાન જગ્યાએ જઈ પેલી બુક અને મેગેઝિન વાંચીશું.
લેક્ચર પૂરું કર્યું ત્યાં તો કોલેજ નો સમય પૂરો થયો. વિદ્યા ને લેવા પોલીસ ની ગાડી આવી ગઈ હતી. થોડો ડર લાગ્યો કે બુક ઘરે લઈ જઈશ ને ખબર પડશે તો મુશ્કેલી મૂકશે. એવું માની વિદ્યા એ વિશાખા ને કહ્યું તું બેગ માં નાખીને આ બુક ઘરે લઈ જા. પણ વિશાખા એ ના કહી મારી બેગ મારી બહેન રોજ જુએ છે એમ કહી વિદ્યા તું જ લઈ જા. ન છૂટકે વિદ્યા એ બુક અને મેગેઝિન બેગમાં નાખી ને ગાડીમાં ઘરે ગઈ.
રાત્રે વિદ્યા ને વિચાર આવ્યો કે બુક ખોલીને વાંચું પણ મમ્મી ના ડર થી બેગ ખોલી નહિ ને સવાર થવાની ની રાહ જોવા લાગી. સવારે ગાડી માં કોલેજ પહોંચી. કોલેજ પહોંચતા વિશાખા તેમની પાસે આવી ને કહ્યું. "તું બુક અને મેગેઝિન તો લાવી છે ને.?"
બધા તેની સામે જોઈ રહ્યા હતા એટલે માથું હલાવી હા કહ્યું. બંને ક્લાસમાં પહોચ્યા ને એક લેક્સર પૂરું કરી બહાર નીકળ્યા.
વિશાખા એ વિદ્યા નો હાથ પકડી ને ચૂપચાપ કોલેજ ની અગાસી પર લઈ ગઈ. ને એક ખૂણા બંને બેસીને બેગમાંથી બુક અને મેગેઝિન કાઢી. વિદ્યા મેગેઝિન વાંચવા લાગી તો વિશાખા બુક.
યુવાની માં હજુ વિદ્યા એ પગ મૂક્યો હતો ને તેને કોઈ પ્રેમ કે રોમાન્સ ની કઈ જ ખબર હતી નહિ. અને તે જ્ઞાન ક્યાંય થી મળ્યું ન હતું એટલે તે બુક અને મેગેઝિન વાંચીને તે જ્ઞાન મેળવવા માગતી હતી. બંને વાંચવા માં મશગુલ થઈ ગયા કે ગાડી ક્યારે વિદ્યા ને લેવા આવી ગઈ તે ખબર રહી નહિ. વાંચવા માં તેઓ ત્રીસ મિનિટ મોડા પડ્યા.
લેવા આવેલ કોન્ટેબલ ને વિદ્યા એ કહ્યું કે અંકલ અમે વાંચન કરી રહ્યા હતા તો ખબર રહી કે તમે લેવા આવી ગયા છો. કોન્ટેબલ કઈ કહ્યા વગર વિદ્યા ને ઘરે મૂકી ગયો.
બીજે દિવસે ફરી બંને બુક અને મેગેઝિન વાંચવા લાગ્યા. ને તે દિવસે બંને એ બુક અને મેગેઝિન વાંચી ને પૂરી કરી ત્યારે વિદ્યા એ વિશાખા ને કહ્યું મારે હજુ આવી આવી બુક અને મેગેઝિન વાંચવી છે. કેટલી મસ્ત બુક હતી. હા... જાણે કે હું પ્રેમ અને રોમાન્સ કરતી હોય એવું લાગતું હતું. તું ગમે તે કર મારે આવી બુક જોઈએ..! જીદ કરતી વિદ્યા એ વિશાખા ને કહ્યું.
આપણે ફરી તે બુક સ્ટોરમાં જઈએ જો ત્યાં બીજી આવી બુક હશે તો આપણે ગમે તેમ કરીને ખરીદિશું બસ.. બાબા... વિદ્યા ને દિલાસો આપતા વિશાખા એ કહ્યું.
બીજે દિવસે કોલેજ માં ચાલુ ક્લાસે કોઈ બહાનું આપી ને બહાર નીકળી બુક સ્ટોર પાસે ગઈ. ત્યાં જઈ પેલા બુક છે કે નહિ તે જોઈ રહ્યા પણ તેઓને બીજી કોઈ રોમાન્સ ની બુક દેખાઈ રહી ન હતી પણ પોર્ન ની બુક દેખાઈ. વિદ્યા એ વિશાખા ને ઈશારો કર્યો કે આ વાંચીએ તો. માથું હલાવી વિશાખા એ ના કહી ને એક નોટબુક લઈ બહાર નીકળી ગયા.
બહાર નીકળી ને વિદ્યાએ વિશાખા ને કહ્યું તે બુક મારે વાંચવી છે. કેમ તું ના પાડી રહી હતી.???
અરે ગાંડી તે પોર્ન બુક છે તેમાં ગંદુ લખાણ અને ગંદા ફોટા હોય તે લેવાય કે ન વંચાય. જો ઘરે ખબર પડશે કે આપણે પોર્ન બુક વાંચી એ છીએ તો કોલેજ તો બંધ થાશે સાથે આપણ ને જલ્દી ક્યાંક પરણાવી દેશે. એટલે ભૂલી જા પોર્ન બુક વાંચવા ની.
પણ મારે જાણવું છે જોવું છે. જીજ્ઞાશા દર્શાવી ને વિદ્યા એ કહ્યું.
વિશાખા તેને સમજાવે છે પણ વિદ્યા માનતી નથી. આખરે વિશાખા એ કહી દીધું તો એક કામ કર એક સ્માર્ટ ફોન લઈ લે ને તેમાં પોર્ન મૂવી જો..આવી સલાહ વિશાખા ને આપતા અપાઈ ગઈ પછી ઘણો પસ્તાવો થયો. કે વિદ્યા જિદ્દી છોકરી છે એટલે તે જરૂર થી પોર્ન મૂવી જોશે.
ઘરે આવીને મમ્મી પાસે વિદ્યાએ સ્માર્ટ ફોન ની માંગણી કરી. કેમ જોઈએ તે જવાબ વિદ્યા આપી શકી નહિ, બસ જીદ કરવા લાગી આ જોઇને વિદ્યા ના પપ્પા આવી ને વિદ્યા ના ગાલ પર એક થપ્પડ વાળી દીધી.
***
જેવી વિદ્યા ને બીજા ગાલ પર થપ્પડ મારે છે ત્યાં તેમની પત્ની રોકે છે.
"આપણી દીકરી છે. બસ ફોન ની તો માંગણી કરી રહી હતી." બીજું ક્યાં કઈ માંગી રહી હતી. તેમના પતિને સમજાવતા વિદ્યા ની મમ્મી બોલ્યા.
તેને ફોન ની જરૂર જ નથી. કોલેજ માં ફોન પર પ્રતિબંધ છે. તે તું જાણે છે, અને ઘરે આપણે હોઈએ તો ફોન ની શું જરૂર છે. ગુસ્સા માં ઇન્સ્પેકટર બોલ્યા.
આગળ વીઘા અને તેની મમ્મી કઈ બોલી શકતા નહિ ને રસોડા માં જઈ કામ કરવા લાગ્યા.
હવે ફોન કરી રીતે લેવો તે વિદ્યા વિચાર કરવા લાગી. પણ કોઈ રસ્તો સુજતો ન હતો, પપ્પા એમ જ ફોન આપી શકે તેમ હતા નહિ. કોઈ બીજા પાસે થી પણ ફોન મળે તેમ હતો નહિ એટલે વિચાર આવ્યો કઈક એવું કરું કે પપ્પા જાતે ફોન લઈ આપે.
થોડા દિવસ જવા દીધા. તે દિવસે ક્લાસ પૂરા થયા, બધા ઘરે જવા નીકળી ગયા, વિશાખા ને પણ ઘરે જવા દીધી. હવે વિદ્યા એકલી રહી હતી. ગાડી કોલેજ માં વિદ્યા ને લેવા આવી ગઈ હતી. વિદ્યા વોચરૂમ જઈ ત્યાં ઉભી રહી. ત્યાં કોઈ હતું નહિ ને કોલેજ બંધ થવા જઈ રહી હતી. કોન્ટેબલ વિદ્યા ની રાહ જોઈ રહ્યો પણ વિદ્યા ક્યાંય દેખાઈ નહીં એટલે ઓફિસ જા જઈ વિદ્યા વિશે પૂછ્યું. ઇન્સ્પેકટર ની દીકરી વિદ્યા ક્યાં છે.? બધાને ચિંતા થવા લાગી. કોલેજ નો સ્ટાફ વિદ્યા ને શોધવા લાગ્યા.
કોલેજ ની બધી જગ્યાએ તપાસ કરી પણ ક્યાંય વિદ્યા મળી નહિ આખરે વોચરૂમ પાસે આવ્યા. બધા ત્યાં આવ્યા તે પહેલા તો વિદ્યા બેભાન થવાનું નાટક કરવા લાગી. વોચરૂમ માં બધાએ નજર કરી તો વિદ્યા બેભાન પડી હતી. પાણી છાંટી ને વિદ્યાને જગાડી ને પૂછવામાં આવ્યું શું થયું હતું વિદ્યા તને.?
વિદ્યા ઊંઘ માં હોય તેમ "ખબર નહિ સર"
વિદ્યા ને ઘરે લઈ ગયા ત્યાં વિદ્યા પૂરી હોશ માં આવી ગઈ હતી.
પપ્પા ઇન્સ્પેકટર ને ચિંતા થવા લાગી, આવી રીતે બેભાન થશે તો શું થશે. એટલે પહેલા વિદ્યા ને ડોક્ટર પાસે લઈ ગયા. ડોકટરે ચેક કરી કહ્યું.
પ્રોબ્લેમ તો કઈ નથી પણ થોડી માનસિક તાણ માં રહેતી હોય તેવું લાગે એટલે કદાચ બેભાન થઇ હોય.
સાહેબ મારું માનશો તેને એક સ્માર્ટ ફોન લઈ આપો ક્લાસ માં ભલે પરમિશન ન હોય પણ બહાર કઈ થઈ ગયું હોય તો એક ફોન મદદગાર સાબિત થઈ શકે.!!!
ડોક્ટર સાહેબ ની વાત ઇન્સ્પેકટર ને તે યોગ્ય લાગી ને વિદ્યા માટે એક સ્માર્ટ ફોન લાવી આપ્યો. જેની ઈચ્છા હતી તે મળતા વિદ્યા બહુ ખુશ થઈ. થોડા દિવસ તો વિદ્યા ફોન નો બહુ વપરાશ કરતી નહિ પણ પછી ધીરે ધીરે બધું શીખવા લાગી. પપ્પા નો ફોન આપવાનો નિર્ણય ખરો ઉતરે તે માટે ઘરે વારે વારે ફોન કરતી. અને તેની હાજરી માં ફોન મૂકી ને વાંચવા બેસી જતી, એટલે મમ્મી પપ્પા ને પણ થયું 'સારું કર્યું વિદ્યા માટે ફોન લાવી આપ્યા.'
ફોન આવતા વિદ્યા ને પોર્ન જોવાની ઈચ્છા જાગી પણ ફોન માં કઈ રીતે જોઈ શકાય તે તેને ખબર હતી નહિ. ઘણી વાર ગૂગલ માં ચર્ચ કર્યું પણ કઈ પણ પ્રકારનું પોર્ન આવતું નહિ. વિચાર આવ્યો કે વિશાખા ને કહુ પણ તેને નહિ ખબર હોય અથવા ઘરે જાણ કરી દેશે તો બધી મહેનત નું પાણી ફરી જશે. એટલે વિશાખા ને કઈ જ ન કહેવું યોગ્ય લાગ્યું.
આખરે યુચી બ્રાઉઝર માં ખબર નહિ કેમ પહોંચી ગઈ ને એક વેબ સાઈટ ખુલી ગઈ જે પોર્ન વેબ સાઈટ હતી. કોઈ જોઈ ન જાય તે માટે તે ફાઈલ સેવ કરી લીધી ને ફોન બંધ કરી દીધો.
રાત્રે તેના રૂમમાં એકલી હતી. એટલે પોર્ન સાઈટ ખોલીને પોર્ન જોવા લાગી. ધીરે ધીરે રોજ રાતે જોવાની લત લાગી ગઈ. અને મન વિચલીત થવા લાગ્યું. કે હું પણ પ્રેમ કરું ને ફીઝીકલ રિલેશન બનાવું. પણ પહેલા તો પપ્પા નો ડર લાગ્યો પણ પછી વિચાર આવ્યો છુપી રીતે આ પોર્ન જોવ છું તેમ જો લવ કરું તો કોઈને ખબર પણ પડશે નહિ.
બીજે દિવસે કોલેજમાં કોઈ સારો તાકતવર છોકરો શોધવા લાગી પણ તેને ગમતો કોઈ છોકરો દેખાયો નહિ. પણ થોડું યાદ આવ્યું કે બુક સ્ટોર પર ગઈ હતી ત્યાં રસ્તામાં એક ભંગાર ની દુકાન પર એક યુવાન જોયો હતો તે મારા માટે યોગ્ય રહેશે.
એક ક્લાસ મિસ કરી વિદ્યા ભંગાર વાળા ની દુકાને પહોંચી.
"પસ્તી આપવી છે શું ભાવ છે.?" એમ કહી વાતો કરવા લાગી. ને વિદ્યા ની નજર તેની શરીર પર વારે વારે જતી એટલે ભંગાર વાળો યુવાન સમજી ગયો. પણ બંને માંથી કોઈ બોલ્યા નહિ પણ બીજી વાર વિદ્યા તે દુકાને પહોંચી ને વિદ્યા એ તે છોકરા ને આંખ મારી ઈશારો કર્યો તો તે યુવાને પણ આંખ મારી ને હા નો જવાબ આપ્યો. આંખ મળી ને પ્રેમ થયો.
****
વિદ્યા બીજે દિવસે ચાલુ ક્લાસ ફરી ભંગાર વાળા ની દુકાને પહોંચી અને દુકાન ની સામેની બાજુએ ઉભી રહી, તે યુવાન ના આવવાની રાહ જોવા લાગી. તે યુવાન ને ખબર પડી કે વિદ્યા મારી રાહ જોવે છે એટલે તેણે તેની બાઇક સ્ટાર્ટ કરી ને તેની પાસે આવીને ઊભો રહ્યો.
કોઈ વિચાર કર્યા વગર વિદ્યાએ મો પર દુપટ્ટો બાંધી ને બાઈક પર બેસી ગઈ. બંને નું મન એક જ વિચાર કરી રહ્યું હોય તેમ એક સુંદર રમણીય સ્થળ પર તે યુવાન વિદ્યા ને લઈ ગયો. ત્યાં બંને એ બેસીને વાતો કરી ત્યારે તે યુવાને કહ્યું હું આમિર છું અને મુસ્લિમ છું.
'તારું નામ વિદ્યા છે' એ તો ખબર છે પણ બીજું તારા વિશે ખબર નહિ. પણ એક વાત નો જવાબ આપીશ મારા માં તે એવું શું જોયું કે કોઈ વિચાર કર્યા વગર તું પ્રેમ કરી બેઠી. આમિરે પ્રેમ થી વિદ્યાને પૂછ્યું.
હું જ્યારે જ્યારે બુક સ્ટોર પર આવતી હતી ત્યારે હું તમને જોઈ રહેતી. અને તમે મને પસંદ આવવા લાગ્યા હતા. પણ હું કહી શકતી ન હતી. આજે હિમ્મત કરી ને વાત કરી, જુઓ મને મારો પ્રેમ મળ્યો. હસતા ચહેરે વિદ્યાએ જવાબ આપ્યો. જાણે એક બીજાએ પ્રેમ નો એકરાર કર્યો હોય તેમ બંને ગળે વળગીયા.
કોલેજ માં ગાડી આવી ગઈ હશે તે વિચારોમાં વિદ્યા એ આમિર ને કહ્યું ચાલ મને કોલેજ મૂકી આવ. તે જ સમયે આમિર ઉભો થયો ને કોલેજ ગેટ પાસે વિદ્યા ને મૂકી આવ્યો જતી વખતે આમિરે કહ્યું આપણે ફરી ક્યારે મળીશું. ?
વિદ્યા એ તેમનો મોબાઈલ નંબર આપી કહ્યું હું ફોન કરી ને જણાવીશ. આટલું કહી વિદ્યા તેના ક્લાસ માં જતી રહી.
બીજે દિવસે કોલેજ માં પહોચી ને વિદ્યા એ આમિર ને કોલ કર્યો.
આમિર.. આજે કોલેજ માં બધા લેક્ચર લેવા પડે તેમ છે એટલે આજે આપણે મળી શકીશું નહીં પણ કાલે આપણે જરૂર થી મળીશું આટલું કહી વિદ્યાએ ફોન કટ કર્યો. આમિર સમજી ગયો ' હું અને અભ્યાસ બંને તેની માટે મહવનું છે ' એટલે બીજા દિવસની રાહ જોઈ.
બીજા દિવસે કોલેજ નો સમય થઈ ગયો, કાલ ના સમયે વિદ્યાએ કોલ કર્યો હતો તે સમય પણ નીકળી ગયો હતો. આમિર ને થયું કે આજે પણ કોલેજ થી બહાર નીકળી શકે તેમ નહિ હોય. ત્યાં વિદ્યા નો કોલ આવ્યો. "કોલેજ ના પાછળ ના રોડ પર આવ હું તારી રાહ જોવ છું." ફોન મૂકી આમિરે બાઇક સ્ટાર્ટ કરી ને ત્યાં પહોંચ્યો.
વિદ્યા મો પર દુપટ્ટો બાંધીને ઉભી હતી. આમિર ત્યાં આવ્યો એટલે બાઇક પર બેસી ને કહ્યું ચાલ કોઈ ન હોય તે જગ્યાએ આપણે જઈએ. આમિરે ફાસ્ટ બાઇક ચલવવાનું શરૂ કર્યું. જેમ આમિર બાઇક ફાસ્ટ ચલાવી રહ્યો હતો તેમ તેમ વિદ્યા તેને ચીપકી રહી હતી. પણ દસ મિનિટ માં એક સારી જગ્યા આવી પહોંચી, બંને ત્યાં બેસી ને વાતો કરવા લાગ્યા. પણ વિદ્યા વાતો કરતી કરતી આમિર નો ચહેરો જ જોયા કરતી હતી. આમિર સમજી ગયો એટલે તરત કહ્યું
"શું કિસ કરવાની ઈચ્છા નથી ને.?"
જાણે કે આમિરે કિસ કરવાની હા પાડી હોય તેમ કઈ કહ્યા વગર આમિર ને કિસ કરવા લાગી. આમિર પણ આવો પહેલો અનુભવ કરી રહ્યો હતો એટલે તે પણ વિદ્યા ને સાથ આપવા લાગી. અને બંને એ ઘણો સમય કિસ કરી. ઘરે જવાનો સમય થયો એટલે બંને એ હગ કર્યું પણ વિદ્યા આમિર ને તેની બાહો માંથી છોડી રહી ન હતી.
"બસ મને તારો પ્રેમ મહેસૂસ કરવા દે" આટલું કહી ને ફરી વિદ્યાએ આમિર ને કિસ કરી.
તારે ઘરે જવાનું મોડું થશે. ચાલ હું તમે કોલેજ મૂકી આવું આટલું કહી આમિરે બાઇક સ્ટાર્ટ કરી. ને વિદ્યા ને કોલેજ પહોંચાડી આવ્યો.
બીજે દિવસે આમિર ને વિદ્યા ને મળવાની બહુ ઈચ્છા થઈ એટલે વિદ્યા ને મેસેજ કર્યો કે "મારે તને મળવું છે બોલ ક્યારે લેવા આવું.?"
ત્યારે વિદ્યાએ કહ્યું હું લવ ગાર્ડન માં આવું છું ત્યાં તું આવી જા. લવ ગાર્ડન કોલેજ ની નજીક હતું એટલે ચાલી ને વિદ્યા ત્યાં પહોંચી ગઈ. ઘણો સમય થયો પણ આમિર આવ્યો નહિ એટલે વિદ્યા તેના ફોનમાં પોર્ન મૂવી જોવા લાગી. તે પોર્ન મૂવી જોવામાં મગ્ન થઈ ગઈ.
અચાનક પાછળ થી આમિર આવ્યો ને વિદ્યા ને પોર્ન મૂવી જોતી જોઇને ચોંકી ઉઠ્યો. ને વિદ્યા ને ખબર ન પડે તેમ તેની દુકાને જતો રહ્યો.
****
વિદ્યા આખરે રાહ જોઈ થાકી એટલે તે પણ કોલેજ જવા નીકળી ગઈ. રસ્તા માં તેણે આમિર ને ઘણા કોલ કર્યા પણ આમિરે ફોન રિસિવ કર્યો નહિ. વિદ્યા ને કઈ જ સમજ પડી નહિ એવું લાગ્યું કે આમિર કદાચ કામ માં હશે.
બીજે દિવસે વિદ્યા કોલેજ પહોંચી ને આમિર ને કોલ કરે છે પણ આમિર ફોન રીસિવ કરતો નથી. કઈક થયું છે એમ માની ને વિદ્યા આમિર ની દુકાને પહોંચી. દુકાને આમિર એટલો બેઠો હતો. વિદ્યા ને જોઈ આમિરે તેનું મો ફેરવી લીધું.
કેમ આમિર...!
ફોન રીવિવ નથી કરતો..? અને આ શું... હું આવી એટલે મો ફેરવી નાખ્યું. હવે મારા પ્રત્યે પ્રેમ નથી રહ્યો કે શું..??
પ્રેમ તો હજુ છે પણ મે તને આવી જાણી ન હતી..! ગંભીર બનીને આમિરે કહ્યું.
તું કઈ સમજાય તેવું બોલ ને તને ખબર છે તને મળવા માટે મારે કેટલી જહેમત ઉઠાવી પડે છે. અને જે હોય તે સાફ સાફ કહી દે. ગુસ્સે ભરાઈ ને વિદ્યા એ કહ્યું.
લવ ગાર્ડન માં મે તને પોર્ન મૂવી જોતા જોઈ ગયો. એટલે નવાઈ લાગી. અને તું આટલી સેક્સી હશે તે મને ત્યારે ખબર પડી. મે તો તને સાદી છોકરી માની હતી ને તું....!!!
હું તારી જેમ સાદી છોકરી જ છું. અને સાંભળ પોર્ન મૂવી ક્યારેક જોવ છું. નહિ કે હું પોર્ન સ્ટાર જેવી છું.!!!
વિદ્યા ના પ્રેમ સામે આમિર ઝૂકી ગયો. સારું વિદ્યા ક્યારેક જોવી, પણ રોજ રોજ જોવાથી માનસિક તાણ વધે છે ને માણસ વિકાર વાળો થઈ જાય છે. હવે અહી થી જા આપણે કાલે મળીશું કહી આમિરે વિદ્યા ને કોલેજ જવા કહ્યું.
વિદ્યા તો ખુશ ખુશ થઈ ગઈ જાણે કે તેની કોઈ મનોકામના પૂર્ણ થવા જઈ રહી હોય. બીજા દિવસ ની રાહ જોવા લાગી. તે રાત્રે તો આમિર ના જ સપના જોઈ રહી. અને રાત્રે તેણે ઘણા પોર્ન મૂવી જોવાથી તેનાથી માંડ માંડ સવાર થયું.
કોલેજ પહોંચી ને વિદ્યાએ આમિર ને કોલ કર્યો કે તું અત્યારે અહી આવ આપણે કોઈક સેફ જગ્યાએ જઈએ. વિદ્યા નો કોલ આવતા આમિર તેમનું કામ પડતું મૂકીને વિદ્યા ની કોલેજ પહોંચ્યો. આજે વિદ્યા કઈક અલગ જ લાગી રહી હતી. તેના ચહેરા પર જાણે કે પ્રેમ ઉભરાયો હોય તેવો ચહેરો કરીને ઉભી હતી. આમિર ને જોઈ પાગલ થવા લાગી. બાઇક પાસે આવી એટલે તરત વિદ્યા બેસી ગઈ ને કહ્યું ચાલ કોઈ સેફ જગ્યાએ લઈ જા.
બાઇક સ્ટાર્ટ કરી ને આમિર ચલાવવા લાગ્યો. થોડી બાઇક આગળ ચાલી એટલે આમિરે કહ્યું બોલ તું કહે ત્યાં તને લઈ જાવ.
"સાચે હું કહું ત્યાં તું લઈ જઈશ.?" જીજ્ઞાશા ભર્યા શબ્દો થી વિદ્યાએ કહ્યું.
ચાલુ બાઇક પર વિદ્યા પાછળ નજર કરીને આમિરે જવાબ આપ્યો. હા
તો ચાલ આજે આપણે કોઈ સારી હોટલ માં જઈએ અને હોટલ ની રૂમમાં મન ભરીને વાતો અને પ્રેમ કરીએ.
મન ભરીને વાતો તો આપણે ગાર્ડન માં પણ કરી શકીએ છીએ. તો હોટલમાં જવાનું કારણ શું .? આશ્ચર્ય થી આમિરે સામે સવાલ કર્યો.
બહુ સવાલો ન કર હું કહું છું. મારે હોટલ માં જવું છે એટલે જવું છે.. !!!!!
તું લઈ જઈશ કે નહિ તે બોલ. ગુસ્સે ભરાઈ વિદ્યા બોલી.
સારું....ચાલ હું લઈ જાવ છું. કહી આમિર એક સારી હોટલ માં લઇ ગયો ને ત્યાં બંને એ પોતાના પુરાવા આપી એક રૂમ લીધી. અને બંને રૂમમાં પહોંચ્યા.
બેડ પર વિદ્યા બેસીને આમિર ને કહ્યું "આમિર મારી પાસે બેસ."
મારે તને ખુબ પ્રેમ કરવો છે.
આમિર વિદ્યા ની પાસે બેઠો એટલે વિદ્યા તેની સામે હવસ ની નજરે જોવા લાગી. આમિર ને ખબર જ હતી કે વિદ્યા મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગે છે. પણ વિદ્યા ના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે વિદ્યા જે કહે તે કરતો હતો.
વિદ્યા ધીરે ધીરે આમિર ની નજીક આવવા લાગી ને તેને ગાલ પર કિસ કરવા લાગી. પછી લીપ પર કિસ કરવા લાગી. આમિર પણ તેનો સાથ આપવા લાગ્યો. આમિર બધું જાણતો હતો કે વિદ્યા પર પોર્ન મૂવી હાવી થઈ ગઈ છે. પણ તે વિદ્યા ને સમજાવવા અસફળ થયો ને તે પણ તેના જેવો થઇ ગયો. ધીરે ધીરે બંને પોતાનો હોશ ખોઈ બેઠા ને બંને વચ્ચે ફીઝીકલ રિલેશન બંધાઈ ગયા. સેક્સ કર્યા પછી પણ બંને હજુ એક બીજાને પ્રેમ કરી રહ્યા હતા. ત્યાં કોઈ એ રૂમ નો દરવાજો ખખડાવ્યો....
*****
રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો એટલે ફટાફટ તેઓ બંને એ પોતાના કપડાં પહેર્યા ને આમિરે રૂમનો દરવાજો ખોલ્યો. ત્યાં હોટલ નો મેનેજર હતો. એટલું બોલ્યો
"હોટલમાં રેડ પડવા જઈ રહી આપ અહી થી ભાગી જાઓ..!"
આટલું સાંભળતા બંને એ એક બીજાનો હાથ પકડી હોટલ ની બીજી બાજુએ થી ભાગી ચૂંટ્યા. વિદ્યા કોલેજ તરફ ભાગી અને આમિર હોટેલ ની સામે ઉભો રહી જોઈ રહ્યો. પોલીસ ક્યારે હોટલ થી બહાર નીકળે ને હું મારી બાઈક લઈ આવું. થોડો સમય થયો એટલે એકપછી એક બધા પોલીસ હોટલ માંથી બહાર નીકળ્યા. તેમની સાથે બે કપલ પણ હતા. જેવો પકડાયેલા હોય તેવું લાગ્યું. પાછળ આવેલો એક પોલીસ વાળો આમિર ની બાઇક પાસે આવી ને બાઇક ને જોવા લાગ્યો.
પોલીસ વાળો બાઇક જેમ જોઈ રહ્યો હતો તેમ તેમ આમિર નો જીવ જઈ રહ્યો હતો. તેને ડર હતો જો બાઇક મારી પકડાશે છે તો હું અને વિદ્યા ની પણ ધડપકડ થઈ શકે છે. ત્યાં ઉભો રહી આમિર અલ્લાહ ની દુઆ કરવા લાગ્યો. પણ અલ્લાહે તેમની ઉપર રહેમ કરી હોય તેમ પોલીસ વાળો બાઇક પાસે થી પસાર થઈ તેની જીપ માં બેસી ગયો.
પોલીસ ની ગાડીઓ નીકળી ગઈ એટલે આમિર તેની બાઇક લઈને પોતાની દુકાને જતો રહ્યો ને મન માં નક્કી કર્યું કે આજ પછી ક્યારેય વિદ્યા સાથે હોટલ માં જઈશ નહિ.
બીજે દિવસે કોલેજ ના વિદ્યા ને વિશાખા મળી.
વિદ્યા હમણાં ક્યાં...?
તું કેમ ક્લાસ મિસ કરે છે.?
તને ખબર છે તારા પપ્પા કાલે કોલેજ માં આવ્યા હતા અને કોઈ જાણકારી મેળવી રહ્યા હતા. પણ ખબર ન રહી કોની જાણકારી તેઓ મેળવી રહ્યા હતા. પછી તેઓ મારી પાસે આવ્યા ને કહ્યું વિદ્યા ક્યાં છે.?
ઉતાવળ માં જવાબ નીકળી ગયો કે આજે ટીચર ડે છે તો બાજુના કોલેજ માં લેક્ચર આપવા ગઈ છે.
આટલું વિદ્યા સાંભળી એટલે વિશાખા ને ગળે વળગી રહી. મારી પ્યારી ફ્રેન્ડ. " લવ યુ "
બસ બસ મને ખબર છે આજ કલ તું ક્યાં જાય છે ને કોની સાથે મળે છે. પણ એટલું ધ્યાન રાખજે વિદ્યા તારા પપ્પા એક પોલીસ ઇન્સ્પેકટર છે જો ખબર પડશે કે તું એક ભંગાર વાળા ના છોકરા ના પ્રેમ મા છે તો તમે અને તે છોકરાને જાન થી મારી નાખશે અને ખબર પણ નહી પડે કે વિદ્યા અને આમિર ક્યાં ગયા.
વિશાખા તેને સાચી સલાહ આપી રહી હતી પણ વિદ્યા બસ ફ્રેન્ડ છે એટલે આ કાને થી સાંભળી બીજા કાને કાઢી નાખી.
બધું ભૂલી ને વિદ્યા ફરી ચાલુ ક્લાસમાં બહાર જઈ આમિર ને મળવા લાગી. આમિર પણ વિદ્યા ના પ્રેમ મા પાગલ થઈ ગયો હતો. વિદ્યા જે કહે તે કરતો. વિદ્યા ને બસ મોજ મસ્તી સિવાઈ કઈ સુઝતું ન હતું. દિવસે આમિર સાથે મોજ મસ્તી તો રાત્રે પોર્ન મૂવી જોવામાં મસગુલ રહેતી. જાણે કે એક પોલીસ ઇન્સ્પેકટર ની છોકરી નહિ પણ પોર્ન સ્ટાર હોય.
વિદ્યા ને રોજ બહાર મળવા માં હવે તેના પિતાનો ડર સતાવવા લાગ્યો. એટલે આમિર ને કહ્યું "આમિર આપણે હોટલ માં મળીએ તો.?"
આમિરે તરત ના પાડી. પણ વિદ્યા તો જીદ કરવા લાગી. હું તને આમ હવે રોજ બહાર મળી નહિ શકું મારા પપ્પા જોઈ જશે તો બધું બંધ થઈ જશે તે કરતા હોટલ માં મળીએ તો સારું. આમ પણ તે હોટલ મેનેજર એવું કઈ થવાનું હશે તો જાણ કરી દેશે તું ચિંતા ન કર. આપણે કાલે હોટલ માં મળીશું કહી વિદ્યા કોલેજ જતી રહી.
કોલેજ થી નીકળી વિદ્યા હોટલ પાસે આવી ત્યાં આમિર તેની રાહ જોઈ રહ્યો હતો. બંને હોટલ ની અંદર પ્રવેશ્યા ને મેનેજર ને પહેલે થી ખબર હોય તેમ એક રૂમ ની ચાવી આપી. બંને તે રૂમમાં દાખલ થયા.
આમિર ના ચહેરા પર થોડો ડર દેખાઈ રહ્યો હતો. આ જોઈ વિદ્યા બોલી તું તો સાવ ફટ્ટું છો હું છોકરી થઈ ડરી રહી નથી ને તું છોકરો થઈ ડરી રહ્યો છે. આમ કહી વિદ્યા આમિર ને ચીપકી ગઈ ને કિસ કરવા લાગી. પછી ધીરે ધીરે વિદ્યા આગળ વધવા લાગી. આમિર પણ ભૂલી ને વિદ્યા નો સાથ આપવા લાગ્યો. બંને હજુ મસ્તી એ ચડ્યા હતા ત્યાં કોઈ રૂમ નો દરવાજો ખખડાવ્યો.
મેનેજર હશે તેમ માની ને બંને એ કપડાં પહેરી રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં તો બંને એ તે માણસ ને જોઈ સ્તબ્ધ થઈ ગયા. તે માણસ કોઈ નહિ વિદ્યા ના પપ્પા પોલીસ ઇન્સ્પેકટર હતા.
****
વિદ્યા તેના પપ્પા ને જોઈ હોશ ખોઈ બેઠી. પણ ઇન્સ્પેકટરે આમિર ને કઈ જ કહ્યા વગર જવા દીધો ને વિદ્યા ને હોશ માં લાવી તેને ઘરે પહોંચાડી. વિદ્યા ને નવાઈ લાગી કે પપ્પા મને આવું કરતા જોઈ ગયા તો પણ મને એક શબ્દ કેમ કહ્યો નહિ.!!!
સાંજે જમતી વખતે વિદ્યા ના પપ્પાએ કહ્યું બેટી પેલા તારી કોલેજ પૂરી કર પછી તું કહીશ ત્યાં તને લગ્ન કરાવી આપીશ. તારી ખુશી માં મારી ખુશી છે. પણ આજ થી તું આમિર સાથે હોટલમાં નહિ મળે.
પ્રોમિસ આપતી વિદ્યા એ કહ્યું. પપ્પા હવે તમે કહો તેમ કરીશ. અને તમને શિકાયત નો એક પણ મોકો નહિ આપુ. આટલું કહી વિદ્યા પપ્પા ને ગળે લગાડી લીધી.
જાણે કે બધી તરફ થી છૂટ મળી હોય તેમ વિદ્યા તો રાજી થઈ ગઈ. તેને એમ હતું કે પપ્પા મારા પ્રેમ ની ખિલાફ હશે પણ તેઓએ મારો પ્રેમ સ્વીકારી લીધો. થોડી નવાઈ લાગી વિદ્યા ને પણ એમ સમજી કે દીકરી જ્યાં ખુશ ત્યાં હું ખુશ. તેનું જીદગી છે ભલે તે તેની રીતે જીવે.
પપ્પા ના વર્તનના પરિવર્તન આવતાં વિદ્યા તો જાણે બદલાઈ જ ગઈ. કોલેજ ના બધા લેક્ચર લેવા લાગી તો. આમિર સાથે થોડી વાર જ મળતી ને વાતો કરતી. આમિર ને બધી વાત કરી તો આમિર પણ ખુશ થયો ને જેમ વિદ્યા કહે તેમ કરતો ગયો. આમિર પણ તેમની દુકાન માં વધુ ધ્યાન આપવા લાગ્યો ને વિદ્યા ને ભવિષ્ય માં કેમ સુખ સગવડ કેમ આપી શકું તે હેતુ પણ કામ કરવા લાગ્યો. બંને હવે ફીઝીકલ રિલેશન ભૂલી ને બસ પ્રેમ જ કરવા લાગ્યા.
પ્રેમભર્યા દિવસો વીતવા લાગ્યા પણ વિદ્યા પોતાની પોર્ન મૂવી જોવાની લત છોડાવી શકી નહિ. ક્યારેક ક્યારેક રાતે વિદ્યા પોર્ન મૂવી જોઈ લેતી. પણ ધીરે ધીરે તેના મનમાં ફીઝીકલ રિલેશન ના વિચારો આવવા લાગ્યા. ઘણા દિવસો તેમને અંદર તેના વિચારો દબાવી રાખ્યા પણ આખરે તેના મન પર પોર્ન મૂવી હાવી થઈ ગઈ.
એક દિવસ કોલેજ પૂરી કરી વિદ્યા આમિર ને મળવા પહોંચી ત્યારે આમિર ને કહ્યું આમિર "હું એકવાર અંકાંત માં મુલાકાત કરવા માંગુ છું.?"
આમિર સમજી ગયો કે વિદ્યા શું કહેવા માંગે છે. વિદ્યા આ બધું હવે લગ્ન પછી કરીશું. તારા પપ્પા પણ આપણા પ્રેમ માટે રાજી છે. તો આટલી ઉતાવળ કેમ કરે છે. એક દિવસ તો હંમેશા સાથે રહેવાના જ છીએ.!! પણ વિદ્યા આજીજી કરવા લાગી.
"ફક્ત એક જ વાર પછી હું નહિ કહું"
પ્લીઝ ઘણો સમય થઈ ગયો છે ને હું તે માટે બેચેન રહુ છું. તું સમજ ને આમિર....!!!
આમિરે કહ્યું. સારું છેલ્લી વખત પછી નહિ હો. પણ આપણે મળીશું ક્યાં...?
હોટલમાં પપ્પાએ તો ના પાડી છે તો કોઈ સારી સેફ જગ્યા શોધ જ્યાં આપણે મળી શકીએ. જગ્યા શોધવાનું કામ તારું આપણે કાલે મળીશું જ. કહી વિદ્યા કોલેજ જવા નીકળી.
બીજે દિવસ આમિરે મન મનાવી તેની બાઇક લઈ કોલેજ પહોંચ્યો. કોલેજ ના ગેટ પાસે વિદ્યા રાહ જોઈ રહી હતી. બાઇક પર બેસી ને વિદ્યા બોલી ચાલ કોઈ સારી જગ્યાએ લઈ જા અને તે પણ જલ્દી મારે આવનાર ક્લાસ મિસ નથી કરવો..
ફાસ્ટ બાઇક ચલાવી આમિર સિટી થી બસ થોડે એક સુંદર રમણીય જગ્યાએ લઈ ગયો. રોડ પાસે બાઇક પાર્ક કરીને જગલમાં બંને પહોંચ્યા. વહેતા ઝરણા ની પાસે બેસીને બંને વાતો કરવા લાગ્યા. પણ વિદ્યા ઉતાવળ કરી રહી હતી એટલે વિદ્યા એ વાતો બંધ કરી આમિર ને કિસ કરવા લાગી. પણ આમિર નું આ બધું કરવા મન માની રહ્યું ન હતું. તેને કોઈ ઘટના ઘટશે તેઓ ભાસ થવા લાગ્યો. તેને ગભરામણ વધી જતાં વિદ્યા ને કહ્યું મારું મૂડ નથી. ચાલ આપણે ઘરે જઈએ.
પણ વિદ્યાએ આમિર ની વાત ને અવગણના કર ને આમિર ને ચીપકી ગઈ. આમિર લાચાર બની તેનો સાથ આપવા લાગ્યો. વિદ્યા એ ભૂલી ગઈ કે રોડ નજીક છે ને કોઈ જોઈ શકે પણ છે. પણ વિદ્યા તો મસ્તી માં મશગુલ થઈ ગઈ ને. આમિર પણ તેનો પૂરો સાથ આપવા લાગ્યો.
તઅચાનક કોઈ બે માણસો હેલ્મેટ પહેરેલ ત્યાં આવી પહોંચ્યા. હજુ વિદ્યા અને આમિર ને ખબર પડે કે કોઈ આવી રહ્યું છે ત્યાં તો તે બંને તેની પાસે આવી ને આમિર ને એક માણસે પેટમાં ચરી ના ઘા ઝીંકતા લાગ્યો તો બીજો માણસ વિદ્યા ને પકડી રાખી. કોઈ અવાજ ન થાય એટલે વિદ્યા નું મો દબાવી રાખ્યું. આમિર કઈ જ કરી શક્યો નહિ ને લોહી લુહાણ થઈ જમીન પર પડ્યો ને મૃત્યુ પામ્યો. ત્યાં થી ઝડપથી બંને માણસો ભાગી ચૂંટ્યા.
****
વિદ્યા તો બસ લોહી લુહાણ જમીન પર પડેલ આમિર ને જોઈ રહી. અચાનક આવું થતાં તે થોડી ગભરાઈ ગઈ ને, શું કરવું તે તેને સુઝતું ન હતું. વિચાર આવ્યો પોલીસ સ્ટેશનમાં ફોન કરું પણ ફસાઈ જવાનો ડર લાગ્યો. ઉપર થી પપ્પા નું નામ ખરાબ થવાનો ડર લાગ્યો. એટલે વિચાર આવ્યો અત્યારે અહી થી નીકળી જવું હિતાવહ છે. વિદ્યા જેવી રોડ પર આવી તો આમિર ની બાઇક હતી નહિ. તે બંને ખુની માણસો લઈ ગયા હતા.
મો પર ચુંદડી બાંધીને ગમેતેમ કરીને ઘરે પહોંચી. પણ તેને ક્યાંય ચેન પડતું ન હતું. આમિર તેની નજર સામે દેખાઈ રહ્યો હતો. વિદ્યા ને ગભરાટ થવા લાગ્યો અને ઉપર થી ઘરે કોઈ હતું નહિ એટલે તે પોતાના રૂમમાં જઈ સૂઈ ગઈ.
જ્યારે વિદ્યા ની આખો ખુલે છે તો તે એક હોસ્પિટલ માં દાખલ હોય છે. તેની બાજુમાં મમ્મી અને સામે પપ્પા બેઠા હોય છે. પપ્પા ની સામે નજર કરી વિદ્યા બોલી પપ્પા "હું અહી કેમ.?"
નજીક આવીને પપ્પાએ વિદ્યા ના માથા પર હાથ મૂકીને કહ્યું તું કાલે તારા રૂમમાં બેહોશી ની હાલતમાં સૂતી હતી. થોડો તાવ પણ આવ્યો હતો એટલે તને અને હોસ્પિટલ લાગ્યા. હવે કેમ છે બેટી તને.?
વિદ્યા, હજુ તો સારું છે એમ બોલવા જાય છે ત્યાં ટીવી ના ન્યૂઝ આવે છે. શહેર થી દુર એક યુવાન છોકરા ની લાસ મળી આવી છે લાગે છે ચરી ના ઘા ઝીંકીને તેનું ખૂન કરવામાં આવ્યું હોય. પોલીસ ઘટના સ્થળે પહોંચી ને કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોઈએ આગળ શું થાય છે. આટલું સાંભળતા જ વિદ્યા કઈ બોલી નહિ ને સૂઈ ગઈ.
બીજે દિવસે વિદ્યા સાજી થઈ જતાં તે ઘરે આવે છે. પણ હજુ મગજમાં આમિર ના જ વિચારો આવ્યા કરતા હતા. તેના મનમાં એક જ સવાલ હતો આખીર "આમિર ને કોણે માર્યો.?" પણ હું કોને જઈને કહું કે મારો આમિર નું ખૂન થયું છે. ખૂન કરનાર ને પણ વિદ્યા ઓળખતી ન હતી. પપ્પા પોલીસ માં રહ્યા એટલે તેમને કહવું ઉચિત લાગ્યું નહિ આખરે મનમાં દુઃખ દબાવી તે ઘટના ને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગી.
થોડા દિવસ માં તો પોલીસે તે કેસ મર્ડર નહિ પણ આત્મહત્યા કરી છે તેવું સાબિત કરી દીધું. આ જોઇને વિદ્યા ને એટલું તો ખબર પડી જ ગઈ આમિર ના ખૂન માં પપ્પાનો હાથ તો રહેલો જ છે. પણ વિદ્યા કઈજ કરી શકે તેમ ન હતી. વિદ્યા ને ખબર હતી પપ્પા સામે હું આવાજ ઉઠાવિશ તો મને પણ આમિર પાસે મોકલી દેશે. ઉપરથી પપ્પાનો હાથ આમિર ના ખૂન માં રહેલો છે તેના કોઈ પુરાવા પણ હતા નહિ. આખરે ધીરે ધીરે બધું ભૂલીને કોલેજ જવા લાગી.
વિદ્યા કોલેજ પહોંચી એટલે વિશાખા એ તેને એક બાજુ બોલાવી ને પૂછ્યું. "આમિર નું ખૂન તે કર્યું છે.?" કે " આત્મજાતા તેણે કરી છે.?"
શું વાત કરે છે વિશાખા 'આમિર મારો પ્રેમ હતો હું મારા પ્રેમ ને કેમ મારી શકું.!' પણ તેણે આત્મહત્યા તો નથી જ કરી.!
સારું..તે માર્યો ન હોય તો. પણ સાચું કહુ તારા પ્રેમ અને હવસ ને કારણે જ આમિર મરાયો છે. બાકી આટલો ગરીબ સીધો છોકરા ને કોણ મારે..! વિદ્યા... તારે તારા પપ્પા ને કહી ફરી આમિર નો કેસ ઓપન કરી સાચો ખૂની ને શોધવો જોઈએ. દિલાસો આપતી વિશાખા બોલી.
હવે વિશાખા ને કોણ સમજાવે કે મને તો મારા પપ્પા પર જ ચંકા છે. આમિર ના ખૂન માં તેનો પણ હાથ રહેલો છે. મનમાં વિચારતી વિશાખા ને કહ્યું આમિર ના ખૂની ને ગમે તે ભોગે સજા આપીને જ જંપીશ.
કોલેજ થી ઘરે આવીને એક સાદી છોકરી ની જેમ વર્તન કરવા લાગી. તેમની પાસે ફોન હતો તે પપ્પા ને આપી ને કહ્યું "પપ્પા મારે હવે કોઈ ફોન ની જરૂર નથી આપ રાખો" પપ્પા સમજી ગયા કે દીકરી ને હવે ભાન આવી ગઈ છે. યોગ્ય પાત્ર જોયા વગર પ્રેમ કરાય નહિ. હવે વિદ્યા કોઈને પ્રેમ નહિ કરે એવું સમજી ગયા એટલે પપ્પા એ વિદ્યા ને ફોન આપી દીધો.
વિદ્યા ને તે રાત્રે ઊંઘ આવી રહી ન હતી. એટલે તે બહાર નીકળી. જોયું તો પપ્પા અડધી રાત્રે કોઈ સાથે ફોન પર વાતો કરી રહ્યા હતા. શાંત વાતાવરણ હતું એટલે પપ્પા નો અવાજ સંભળાયો.
મારી દીકરી અવળે માર્ગે જઈ રહી હતી.
પ્રેમ કરવા જઈ રહી હતી.
આપણે તેના પ્રેમી ને જ પતાવી દીધી.
પ્રેમ હશે તો પ્રેમ કરશે ને..!
****
વિદ્યા ચૂપચાપ તેમના પપ્પાની બધી વાત સાંભળી રહી. પપ્પાએ ફોન પર વાત પૂરી કરે તે પહેલાં વિદ્યા તેના રૂમમાં જઈ સૂઈ ગઈ. રાત્રે તેના પપ્પા પર ઘીન આવવા લાગી.
કહ્યું હોત કે આમિર ને ભૂલી જા તો હું આમિર ને ભૂલી જાત પણ આમ નિર્દોષ આમિર ને મારવાની શું જરૂર હતી. આમ મનમાં વિદ્યા કોસવાતી હતી.
સવારે દ્રઢ વિશ્વાસ સાથે સંકલ્પ લીધો. ગમે તે ભોગે પપ્પા નો પર્દાફાસ કરી આમિર ના આત્મા ને જરૂર થી શાંતિ આપીશ. હવે તો વિદ્યા આઝાદ હતી તેને પોલીસ ની ગાડી પણ કોલેજ છોડવા આવતી ન હતી. હવે તે જાતે તેની સ્કુટી લઈને કોલેજ જતી. તે દિવસે વિદ્યા કોલેજ જઈ રહી હતી. વિચાર એવો આવ્યો કે આમિર ના પરિવાર ને મળીને દિલાસો આપી થોડી માહિતી એકત્ર કરુ પણ તે જેવી કોલેજ રસ્તે નહિ પણ આમિર ના ઘર તરફ સ્કુટી વાળી ત્યાં વિદ્યાએ સ્કુટી ના અરીસા પર નજર કરી તો પાછળ એક બાઇક સવાર આવી રહ્યો હતો. અને વિદ્યા એ તેને પપ્પા સાથે એકવાર જોયો હતો એટલે તરત સ્કુટી ને કોલેજ જવાના રસ્તે વાળી ને કોલેજ જવા નીકળી. તે માણસ ધીરે ધીરે સીધો જતો રહ્યો. વિદ્યા ને ખબર પડી ગઈ કે પપ્પા હજુ મારી પળે પળ ની માહિતી રાખે છે.
વધુ દિવસો વિદ્યા જવા દેવા માંગતી ન હતી એટલે કોલેજ થી કોઈ જગ્યાએ જવું એટલે પપ્પા ને ખબર પડવી.!!! એટલે કોલેજ થી ઘરે ને ઘરે થી કોલેજ જતી. પણ તે રાત્રે મમ્મી પપ્પા સૂઈ ગયા એટલે ધીરે થી ઘરની બહાર નીકળી ને પોતાની સાયકલ લઈ આમિર ના ઘરે પહોંચી.
અડધી રાત્રે દરવાજો ખખડાવ્યો એટલે આમિર ના અબુ અમ્મી ને ધ્રાસકો પડ્યો અત્યારે અહી કોણ..!
દરવાજો ખોલી ને જુએ છે તો વિદ્યા હતી. પણ તેઓ વિદ્યા ને ઓળખતા ન હતા એટલે કહુ.
બેટી તું કોણ છે.? ને અત્યારે શું લેવા આવી છો.
થોડી વાર તો વિદ્યા વિચારતી રહી કે આમિરે તેના ઘરે મારી કોઈ જ વાત નહિ કરી હોય. હવે આવી છે તો કહી જ દવ એમ વિચારી બોલી. હું વિદ્યા છું. આમિર ની ફ્રેન્ડ..
"તું વિદ્યા છે. મારા આમિર નો ભોગ લેનારી."
આટલું કહી આમિર ના અમ્મી એ ઘરનો દરવાજો બંધ કરી દીધો.
આંટી મારી વાત સાંભળો...
દરવાજો ખોલો મારી વાત કરવી છે..?
દર્દભર્યા અવાજ થી વિદ્યા બોલી એટલે આમિર ના અમ્મી એ દરવાજો ખોલ્યો ને વિદ્યા ને અંદર આવવા કહ્યું.
બેટી અડધી રાત્રે અહી આવવાનું કારણ કહીશ વિદ્યા..?
અમ્મી મને ખબર છે. આમિર નો કાતિલ કોણ છે પણ હું તેણે જ આમિર નું ખૂન કર્યું છે તે હું સાબિત કરી શકું તેમ નથી તે માટે માટે પુરાવા ની જરૂર છે. જો તમારી પાસે કોઈ આમિર ની કોઈ એવી વાત જે પુરાવા રૂપ બની શકે તે મને જરૂર થી કહો.
આંખ માંથી આશુ લૂછતાં આમિર ના અમ્મી બોલ્યા. બેટી અમે રહ્યા ગરીબ અમારા કોઈ દુશ્મન હોય જ નહિ. પણ તું અમીર છોકરી છે તેના કારણે મારો આમિર.....
ના ના અમ્મી હું માનું છું મારા પ્રેમ ના કારણે થયું હોય પણ અમે એકબીજા ના ખાસ દોસ્ત હતા નહિ કે દુશ્મન. થોડીક મારી પણ ભૂલ રહી હશે પણ હું આમિર ના દોષી ને સજા આપી તે પૂરી કરવા માંગુ છું. ઘણી વાતો થઈ પણ આમિર ના ખૂન ને લગતી કોઈ માહિતી વિદ્યા ને મળી નહિ એટલે વિદ્યા ઘરે જવા નીકળી.
ત્યાં આમિર ની અમ્મી એ વિદ્યા ને રોકી ને કહ્યું. બેટી તને ખબર છે મારા આમિર નું ખૂન કોણે કર્યું છે.?
વિદ્યા ના ચહેરા પર માયુચી છવાઈ ગઈ. ને બોલી. અમ્મી..મારા અને આમિર ના પ્રેમના દુશ્મન હતા મારા પિતાજી. મારા પિતાજી પોલીસ ઇન્સ્પેકટર છે. મને પૂરો વિશ્વાસ છે. આમિર નું ખૂન મારા પપ્પા દ્વારા જ કરવામાં આવ્યું છે.
આટલું સાંભળતા જ આમિર ના બાપુ એ વિદ્યા નો હાથ પકડી ઘરની બહાર ધક્કો મારી કાઢી મૂકી.
તારા જ કારણે મારો દીકરો આમિર અમારા થી દુર થયો છે. આજ પછી અહી ક્યારેય તારે આવવું નહિ. મારે તારા કોઈ દિલાસા ની જરૂર નથી. આ ગરીબ ની બદદુઆ છે. મારા આમિર ના કાતિલ ને મારો અલ્લાહ જરૂર થી સજા આપશે કહી દરવાજો બંધ કરી આમિર ના માતા પિતા રડવા લાગ્યા.
****
વિદ્યા ને ધક્કો માર્યો એટલે વિદ્યા રીડ પર પડી. કઈ વાગ્યું તો નહિ પણ થોડા કપડાં ખરાબ થઈ ગયા. જલ્દી તે ઉભી થઇ ને સાયકલ લઈ ઘરે પહોંચી. ઘરે જઈ ચૂપચાપ તેના કપડા બદલી તેની પથારી પર પડી. વિદ્યા માટે આમિર નો પરિવાર તેને મદદકર્તા અને પુરાવા રૂપ હતો તે પણ આજે તેનાથી વિમુખ થયો. પણ વિદ્યા એ હાર સ્વીકારી નહિ તે ફરી તે રાત્રે વિચારીને સવાર થવાની રાહ જોઈ.
સવારે કોલેજ માં વિશાખા ને કોલેજ ના ટેરેસ પર વિદ્યા લઈ જાય છે. ને વિદ્યા આમિર ના ખૂન ની બધી વાત કરે છે. અને વિશાખા પાસે મદદ માંગે છે.
વિશાખા તું મને એવી કઈક મદદ કરે કે હું આમિર ના દોષિતો ને સજા આપી શકું.!!! પણ હું મીડિયા કે પોલીસ પાસે જવા નથી માંગતી. જો તેની પાસે જઈશ તો મને લાગે છે મારા પપ્પા પણ મને ઉપર પહોંચાડી દેશે. એટલે કોઈ એવો ઉપાય કે જેથી હું આરામ થી નીંદર કરી શકું. રાત્રે મારી સામે આમિર આવીને ઊભો રહે છે. ને એટલું કહે છે. મારા હત્યારા ને તું સજા આપ. મારા અમ્મી બાબા મારા વગર રડી પડી દિવસો પસાર કરે છે. બસ મારી એક જ ઈચ્છા છે મારા કાતિલ ને તું સજા આપે. આટલું બોલી વિદ્યા રડવા લાગી.
વિદ્યા ને પહેલા વિશાખા ચૂપ કરે છે ને વિદ્યા પાસે બે દિવસ નો વિચારવાનો સમય માંગે છે. ત્યારે વિદ્યા શાંત થઈ ને, વિશાખા ને એક દિવસ નો જ સમય આપે છે. ને કાલે અહી ફરી મળીશું કહી બંને ક્લાસ માં જતા રહે છે.
વિદ્યા ને વિશ્વાસ હતો કે વિશાખા તેની મદદ જરૂર થી કરશે એટલે બીજા દિવસે ફરી બંને કોલેજ ના ટેરેસ પર મળે છે. ત્યારે વિશાખા તેને એક યુક્તિ બતાવે છે.
જો વિદ્યા... આમિર નો કેસ હવે બંધ થઈ ચૂક્યો છે. ને કોઈ ફરી રીઓપન કેસ કોઈ કરી શકે તેમ નથી. એટલા માટે કે તારા પપ્પા થી બધા ડરે છે. એટલે એ કેસ પર કોઈ કામ કરવું મને ઉચિત નથી લાગતું. તું કહે તો એક જોખમ ભર્યું કામ છે પણ તું તે કામ થકી આમિર ના કાતિલ સુધી પહોંચી જઈશ. કદાચ તારી મહેનત રંગ લાવી તો આમિર ના કાતિલ ને સજા આપવા કોઈ રોકી નહિ છે.
વિદ્યા ના ચહેરા પર થોડીક રોનક આવી. વિશાખા ને કહ્યું તો આમ ગોળ ગોળ વાતો ન કર સીધી મુદ્દા ની વાત કર મારે શું કરવું પડશે..?
તો સાંભળ...તારે ફરી પ્રેમમાં પડવું પડશે.
આટલું વિશાખા બોલી ત્યાં વિદ્યા તેને રોકે છે. મારે હવે કોઈના પ્રેમના નથી પડવું. આમિર મારો પહેલી અને છેલ્લો પ્રેમ હતો..
વિદ્યા પહેલા સાંભળ તો કરી. થોડી ગુસ્સે થઈ વિશાખા બોલી.
જો વિદ્યા તારે ફક્ત પ્રેમનું નાટક કરવાનું છે. તે પણ હું કહું તે છોકરા માં..
તે છોકરો બહુ હોશિયાર અને બળવાન છે.
તે છોકરાના પ્રેમમાં પડીને મને શું ફાયદો. ઉતચૂતા પૂર્વક વિદ્યા બોલી.
તે છોકરા ના તું પ્રેમમાં પડીશ એટલે તારા પપ્પાને જાણ થશે. તે તને કઈ નહિ કે તે પહેલાં તે છોકરા વિશે જાણવાની કોશિશ કરશે. એકવાર તને વોર્મિંગ પણ આપશે કે તે છોકરા ને ભૂલી જા. તું તે છોકરા ને મળવાનું બંધ નહિ કરે એટલે તે તેને દુનિયા થી દુર કરવાની કોશિશ કરશે. તે સમયે તને બંને એ તારા પપ્પા નો પર્દાફાસ કરવાનો રહેશે. પણ જોજે આ કામમાં બહુ જોખમ ભર્યું છે. અને ખાસ તો તે છોકરા ને પ્રેમમાં ફસાવવો.
વિદ્યા ને તે છોકરાનું નામ જાણવાની ઉતચુક્તા વધી ગઈ. એટલે વિશાખા ને કહ્યું તે છોકરા નું નામ તો કે...?
વિશાખા એ તે છોકરા નું નામ મનોજ કહ્યું. ત્યાં તો વિદ્યા ના મુખ માંથી શબ્દો સરી પડ્યા.
તે સાવ ગાંડો ને અકલ વગર નો મનોજ...!!!!
હા તે જ મનોજ. તું જે સમજે છે તે, વિદ્યા તે મનોજ એવો નથી પણ પોતાનામાં રહેલું ઝુનુન તેને અકલ વગરનો બનાવી દિધો છે. વિદ્યા આમિર ના દોષિતો ને સજા આપવા માટે આ દુનિયા માં મનોજ જ કામ આવી શકે છે. બાકી તારી મરજી મારે તને સલાહ અને યુક્તિ આપવી હતી તે આપી દીધી. હવે તારે જે કરવું હોય તે કર. હા હું હંમેશા તારી સાથે જ છું કહી વિશાખા વિદ્યા ને સાથે લઈ ક્લાસ માં જતી રહી.
****
વિદ્યા કોલેજમાં પહોચી એટલે મનોજ ને શોધવા લાગી. વિદ્યા કોલેજની બધી જગ્યાએ જોઈ આવી પણ મનોજ ક્યાંય દેખાયો નહિ એટલે વિચાર આવ્યો કે કોલેજ ની કેંટીનમાં જઈ જોઈ આવું. કેંટીનમાં પહોચી આજુ બાજુ નજર કરી તો તે એક ટેબલ પર ચાર યુવાનો બેઠા બેઠા ચા પી રહ્યા હતા. બધા પોતાની મસ્તીમાં વાતો કરી રહ્યા હતા. વિદ્યાએ બધાને પાછળથી જોયા. અનુમાન લગાવ્યું કે નક્કી આમાંથી એક મનોજ હોવો જોઈએ. મનોજ ને ક્યારેય મળી હતી નહિ એટલે પહેલા દૂર થી તેને ઓળખી શકે તેમ હતી નહિ. વિદ્યા થોડી તેમની નજીક ગઈ.
હવે કઈ રીતે મનોજ સાથે વાત કરવી તે પણ આટલા બધા માણસો બેઠા હોય..! એટલે વિદ્યા ત્યાં થોડી વાર બેસી ને મનોજ ક્યારે કેંટીન ની બહાર નીકળે તેની રાહ જોવા લાગી. તે રાહ માં વિદ્યા બે ચા પણ પી ગઈ. ઘણો સમય થયા પછી મનોજ કેંટીન માંથી બહાર નીકળ્યો. એટલે પાછળ પાછળ વિદ્યા પણ ગઈ. મનોજ બધા ફ્રેન્ડ થી અલગ થયો એટલે વિદ્યા તેમની પાસે જઈ બોલી.
હાય...મનોજ. હું વિદ્યા. તારી ક્લાસ મેટ.
વિદ્યા સામે મનોજ જોઈ રહ્યો જાણે કે તે વિદ્યા ને પહેલી વાર જોઈ રહ્યો હોય.
તું વિદ્યા છે. તે પણ મારા ક્લાસ ની ક્લાસ મેટ. મને તો નહિ ખબર....!!!!
હું જાણું છું મનોજ.
સારું..તું મને ઓળખે છે પણ એ તો કહે કે તને મારું શું કામ છે.?
મને કેમ મળવા આવી છે.?
વિદ્યા માટે આનો જવાબ હતો પણ તે આપી શકે તેમ હતી નહિ. એટલે મનોજ ને એટલું કહ્યું. હું અહી ચા પીવા આવી હતી તને જોઈ મળવાનું વિચાર્યું. આગળ વાત કરે તે પહેલાં તો મનોજ પોતાની બાઇક લઇને નીકળી ગયો.
વિદ્યા ત્યાંથી કોલેજ જવા નીકળી ને રસ્તામાં વિચારવા લાગી. મનોજ સાથે દોસ્તી કેવી રીતે કરીશ.! ને હું ક્યારે તેના દિલમાં જગ્યા બનાવીશ.! ને ક્યારે હું આમિર નો બદલો લઈશ...!! વિચારી રહી ત્યાં કોલેજ આવી ગઈ. કોલેજ માં પ્રવેશ કરતા જ તેને વિશાખા મળે છે.
વિશાખા એ વિદ્યા નો ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને સમજી ગઈ કે મનોજે કોઈ ભાવ આપ્યો નહિ હોય. પાસે આવીને વિદ્યાએ કહ્યું.
"વિશાખા મનોજે મારી સાથે સરખી વાત પણ ન કરી." હવે તું જ કઈક કરી શકે છે. તારા થકી જ મારી મનોજ સાથે દોસ્તી થઈ શકશે.!!!
દિલાસો આપી વિશાખા એ વિદ્યા નો હાથ પકડી મનોજ પાસે લઈ ગઈ. મનોજ વિશાખા ને પહેલે થી ઓળખતો હતો. એટલે વિશાખા ને જોઈ મનોજ તેના ફ્રેન્ડ થી દુર થઇ વિશાખા પાસે આવ્યો.
"બોલ વિશાખા આ વિદ્યા સાથે તું કેમ.?" અને આમ અચાનક આવવાનું કારણ કહીશ.? હજુ થોડી વાર પહેલા વિદ્યા મને મળીને ગઈ હતી.
વિશાખા એ મનોજ ને કહ્યું ચાલ આપણે કેંટીનમાં જઈ વાતો કરીએ. બધા કેંટીન માં પહોચ્યા અને સીટ લઈ ચા નો ઓર્ડર કર્યો.
બોલ વિશાખા શું કહેવું છે તારે.. મનોજે વિશાખા સામે નજર કરી કહ્યું.
વિશાખા એ વિદ્યા સામે જોઈ મનોજ ને કહ્યું આ મારી ખાસ ફ્રેન્ડ છે. અને તે તારી સાથે દોસ્તી કરવા માંગે છે. દોસ્તી નું કારણ બસ એટલું કે તારી જેમ તેને હિમ્મત વાળી થવું છે. જો તારી સાથે વિદ્યા રહેશે તો તેને ડર જતો રહેશે.
મનોજ ને આ વિશાખા ની વાત ગળે ઉતરી નહિ એટલે. મનોજે કહ્યું. સાચું કે વિશાખા... વિદ્યા ને મારી સાથે દોસ્તી કેમ કરવી છે.?
તું વિદ્યા સાથે થોડા દિવસ રહે તને બધી ખબર પડી જશે અને હા તારે કોઈ પૈસા ની જરૂર હોય તો વિદ્યા પાસે થી માંગી લેવા. હવે સમજ્યો મનોજ.. આટલું કહી વિશાખા ઉભી થઇ ગઈ.
મનોજ પણ ઉભો થયો ને વિદ્યા સામે દોસ્તી નો હાથ લંબાવી કહ્યું. આજ થી તું મારી દોસ્ત. પણ એટલું યાદ રાખજે મારા ફ્રેન્ડ મારી સાથે હોય ત્યારે તારે મને મળવા આવવું નહિ. હું તને મળવા માટે જરૂર થી સમય કાઢીશ.
વિશાખા ને કોલેજ જવાની ઉતાવળ હતી એટલે તે નીકળી ગઈ. પણ મનોજ અને વિદ્યા થોડીવાર ત્યાં બેસી રહ્યા. મનોજ સાથે દોસ્તી થવાથી વિદ્યા ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને મનોજ નો આભાર માન્યો ત્યારે મનોજે કહ્યું આભાર નહિ મારે થોડા રૂપિયા જોઈએ..
કેટલા રૂપિયા જોઈએ. વિદ્યા એ કહ્યું.
હસતા ચહેરે મનોજ બોલ્યો બસ એક લાખ.
એક લાખ સાંભળી ને તો વિદ્યા પરસેવે રેબઝેબ થઇ ગઇ.
****
વિદ્યા ને પરસેવે રેબઝેબ જોઈ મનોજે કહ્યું વિદ્યા હું મઝાક કરી રહ્યો છું. મારે કોઈ પૈસાની જરૂર નથી. મારી પાસે બધું જ છે એટલે તો હું મારી લાઈફ બિન્દાસ થી જીવી રહ્યો છું.
મનોજ નો હસતો ચહેરો જોઈ વિદ્યા ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. વિદ્યાએ મનોજ સામે મીઠી સ્માઇલ કરી. બંને છુટા પડ્યા.
મનોજ ને સમય મળતો એટલે વિદ્યા ને મળતો. વિદ્યા પણ મનોજ ને મળવાનો એક મોકો છોડતી ન હતી. રોજ બંને મળતા એટલે ધીરે ધીરે બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. હવે તો મનોજ તેમના દોસ્તો કરતા વધુ સમય વિદ્યા સાથે વિતાવવા લાગ્યો. વિદ્યા ને થયું હવે સમય વેડફ્યા વગર હું મનોજ ને વાત કરી દવ. પણ તે પહેલાં વિશાખા ની રાઈ લેવી તેને ઉચિત લાગી.
કોલેજના ક્લાસમાં વિદ્યાએ વિશાખા ને ઈશારો કરી કહ્યું હું તને મળવા માંગુ છું.? હાથના ઈશારા થી વિશાખા એ કોલેજ ની બહાર મળવાનું કહ્યું.
કોલેજ બહાર બંને મળે છે. કોફી પીવાનું બહાનું કરી વિદ્યા વિશાખા ને કોફી શોપ પર કોફી પીવા લઈ જાય છે. ખુશીમાં વિદ્યા ને જોઈ ને વિશાખા એ કોફી પીતા પહેલા કહ્યું મને ખબર છે, તને મારી મદદ જોઈએ છે.!! બોલ જલ્દી મારે આજે ઘરે વહેલું જવાનું છે.
હું અને મનોજ હવે એક સારા દોસ્ત બની ગયા છીએ પણ હું તેને પ્રપોઝ કરી શકું તેમ નથી જો તું મારું પ્રેમનું પ્રપોઝલ મનોજ સુધી પહોંચાડી દઈશ તો હું તારી આભારી રહી. તે મારો બોય ફ્રેન્ડ થઈ જશે પછી હું મારું કામ આસાની થી કરાવી શકીશ. અપેક્ષા વાળી નજર કરી વિશાખા સામે વિદ્યા બોલી.
વિશાખા ગુસ્સા ભર્યા ચહેરા થી ઉભી થઈ ગઈ ને વિદ્યા ને કહી દીધું. મારું કામ મનોજ સાથે દોસ્તી કરી આપવાનું હતું. તે કરી આપી. હવે તમારી બંને વચ્ચે પ્રેમ કરાવીશ તો મને ખબર છે મુસીબત આવવાની છે એટલે હું મુસીબત મારી પર લેવા નથી માંગતી. તારે જે કરવું હોય તે કર પણ આજથી મને મનોજ વિશે ની કોઈ વાત કરીશ નહિ. આટલું કહી વિશાખા નીકળી ગઈ. વિદ્યા એ ઘણું કહ્યું પણ વિશાખા ઉભી રહી નહિ.
હવે વિદ્યા ને જ બધું કરવાનું રહ્યું. વિદ્યા વિચારવા લાગી કે હું આખરે મનોજ ને મારો ક્યારે બનાવીશ. મનોજ સાથે વિદ્યાએ ઘણો સમય વિતાવ્યો પણ તેના વિશે પુરે પુરી પસંદ નાપસંદ ને જાણી શકી નહિ. એક ડર હતો કે મનોજ ને પ્રપોઝ કરીશ તો તે મારું પ્રપોઝલ સ્વીકારશે કે નહિ. અને હું આમિર ના ખૂન નો બદલો લઈ શકીશ નહિ. ઘણા વિચારો પછી એક વિચાર આવ્યો કે મનોજ નો ખાસ ફ્રેન્ડ સાહિલ ને પૂછી જોવ. કદાચ તે મારી ફિલિંગ સમજે ને મારું કામ બની જાય.
બીજે દિવસે મનોજ અને તેના ફ્રેન્ડ સાથે બેસીને કેન્ટીન માં ચા પી રહ્યા હતા. વિદ્યા દૂર થી બધાને નિહાળી રહી હતી અને રાહ જોઈ રહી હતી કે ક્યારે બધા છૂટા પડે ને હું સાહિલ ને એકલી મળું.
થોડો સમય થયો એટલે બધા છૂટા પડીને ઘરે જવા નીકળ્યા. સાહિલ પોતાની બાઇક સ્ટાર્ટ કરી ઘરે તરફ જવાના રસ્તે રવાના થયો. વિદ્યા પણ સાહિલ ની પાછળ પાછળ તેમની સ્કુટી ચલાવી. પણ સાહિલ તો પોતાની બાઈક ફાસ્ટ ચલાવી રહ્યો હતો એટલે તેની આગળ થવું વિદ્યા માટે મુશ્કેલ હતું. જોત જોતામાં સાહિલ ની બાઇક બહુ આગળ નીકળી ગઈ ને વિદ્યા કઈજ કરી શકી નહિ. પણ તેણે પોતાની સ્કુટી તેજ રસ્તે ચલાવતી રહી.
આગળ વધી તો ગાડીઓ ની મોટી હરોળ હતી. ત્યાં વિદ્યા પહોંચી તો ચાર રસ્તા હતા ને ટ્રાફિક સિગ્નલ ની લાલ લાઈટ થઈ રહી હતી. વિદ્યા બધાની હરોળ માં ઉભી રહી આમ તેમ જોઈ સાહિલ ને શોધવા લાગી. પણ ટ્રાફિક ઘણી હતી અને સમય ઓછો હતો એટલે ધીરે ધીરે આગળ જતી વિદ્યા આજુ બાજુ જોઈ રહી. ત્યાં તેની નજર એક બાઇક પર પડી તે બાઇક પાછી આવી રહી હોય તેમ લાગ્યું. ટ્રાફિકના કારણે વિદ્યા જોઈ રહી પણ જેવી તે બાઇક પાસે આવી બાઇક સાહિલ ની હતી. સાહિલ જેવો આગળ વધ્યો એટલે વિદ્યાએ તેની સ્કુટી સામે લાવી ને ઉભી રાખી.
અચાનક સામે સ્કુટી આવતા સાહિલ ગભરાઈ ગયો. આંધળી છો. ? દેખાતું નથી હું જઈ રહ્યો છું.? સાહિલ બોલતો રહ્યો ને વિદ્યા ચૂપચાપ સાંભળતી રહી.
****
સાહિલ હજુ આગળ કઈ બોલે તે પહેલાં વિદ્યા એ મો પરથી ચુંદડી હટાવી.
વિદ્યા ને જોઈ સાહિલ ચોંકી ગયો...
વિદ્યા તું..!!!
મને માફ કરજે હું તને ઓળખી શક્યો નહિ.
પણ...!! તે મારી બાઈક ની આગળ કેમ તારી સ્કુટી કરી..?
બધાની નજર આ બંને પર પડે તે પહેલા વિદ્યાએ સાહિલ ને કહ્યું એક બાજુ આવીશ મારે તારું કામ છે.
સાહિલ અંને વિદ્યા રોડ ની એક સાઈડ ગયા. હજુ તો સાહિલ કોઈ સવાલ પૂછે તે પહેલાં વિદ્યાએ કહ્યું સાહિલ મારે તારી મદદ જોઈએ છે..? બોલ કરીશ મદદ..?
વિદ્યા પહેલા એ કહે કે કેવી મદદ જોઈએ. મારાથી થશે એ ચોક્કસ મદદ કરીશ. પણ તને મારી પાસે મદદ માંગવાની કેમ જરૂર પડી. સાહિલ વિદ્યા ને સરળતા થી કહ્યું.
તને ખબર છે હું અને મનોજ ઘણા ક્લોઝ છીએ. હું કોઈ લાંબી વાત નહિ કરું સીધે સીધું કહુ છુ. હું મનોજ ને પ્રેમ કરવા લાગી છું. ને મારાથી હું મનોજ ને પ્રપોઝ કરી શકું તેમ નથી. મને ડર છે કે કદાચ નહિ સ્વીકારે તો.!! એટલે હું અને મનોજ પ્રેમ કરવા લાગીએ એવું તું કઈક કર.. એક ઉમ્મીદ ની આંખો થી વિદ્યા એ સાહિલ ને કહ્યું.
સાહિલ તો વિચારવા લાગ્યો. જો હું મનોજ ને કહીશ કે વિદ્યા તને પ્રેમ કરવા લાગી છે. તો મનોજ નો એક જ સવાલ હશે. તને કેમ ખબર..? આ સવાલ નો જવાબ હું નહિ આપી શકું. આટલું સાહિલ વિચારી રહ્યો હતો ત્યાં વિદ્યા બોલી શું વિચારે છે સાહિલ..??
તારે જ કઈક કરવાનું છે.
હા વિદ્યા હું તારા માટે જ વિચારી રહ્યો હતો. આ બાબત થી તને મદદ કરવી બહુ જટિલ છે. પણ એક ઉપાય છે જો તું કરીશ તો મનોજ તને જરૂર થી પ્રેમ કરવા લાગશે.
ઉતચૂકતા પૂર્વક વિદ્યા બોલી. હું મનોજ ને પામવા કઈ પણ કરી શકું છું. અંદર થી વિદ્યા એ જ વિચારી રહી હતી કે મારે તો બસ સાહિલ ના કાતિલ ને સજા આપવી છે.
તો સાંભળ વિદ્યા. હરેક પુરુષ સ્ત્રી ના પ્રેમ માટે ભૂખ્યો જ હોય છે. અત્યાર સુધી મનોજ ની લાઇફ માં કોઈ છોકરી આવી નથી જેણે મનોજ ને કોઈ સ્પર્શ કે આલિંગન આપ્યું હોય. તારે કોઈ ખુશી વ્યક્ત કરવા મનોજ પાસે જવાનું છે ને તેને હગ કરી કિસ કરજે. મનોજ ને તારો સ્પર્શ તેને ફીલ કરાવ જે. તે જરૂર થી પિગળશે ને તારા પ્રેમમાં પડી જશે.
સાહિલ ની વાત વિદ્યા ને યોગ્ય લાગી. સાહિલ ને થેંક યું કહી વિદ્યા તેના ઘરે જવા નીકળી. સાહિલ પણ નીકળી ગયો.
બીજે દિવસે વિદ્યા મનોજ ની રાહ જોવા લાગી. મનોજે તેને કહ્યું હતું હું આટલા સમય પર તને મળવા આવીશ. હજુ તો ઉભી રહી વિદ્યા મોબાઇલ માં મેસેજ જોઈ રહી હતી ત્યાં મનોજ પોતાની બાઈક લઈને આવ્યો. મનોજે કહ્યું ચાલ વિદ્યા આપણે કોફી પીવા જઈએ. વિદ્યા કોફી માટે ના કહે છે. અને ક્યાંય ફરવા જઇએ એવું કહે છે.
મનોજ હમેશા ફ્રેન્ડ સાથે બહાર ફરવા જતો આજે પહેલી વાર કોઈ છોકરી એ તેને ફરવા જવા માટે કહ્યું. આમ તો બહુ હિમ્મત વાળો પણ છોકરી સામે નર્વસ થઈ જાય. મનોજ ધીમા અવાજે કહ્યું બહાર ફરવા કરતા આપણે અહી ક્યાંક બેસીએ તો..?
ના મારે આજે તારી સાથે ફરવા જવું છે અને એવી જગ્યાએ જ્યાં આપણે બંને જ હોય. આજીજી કરતી વિદ્યા મનોજ ને ફરવા જવા માટે મનાવવા લાગી. અને આખરે વિદ્યા ની જીદ આગળ મનોજ હારી ગયો. બંને બાઇક લઈ કોઈ સારી જગ્યાએ ફરવા નીકળ્યા. રસ્તામાં વિદ્યા મનોજ ને ચીપકી ને બેસી ગઈ.
અવાર નવાર આમિર વિદ્યા ને જે જગ્યાએ લઈ જતો હતો તે જગ્યાએ આજે મનોજ વિદ્યા ને લઈ આવ્યો. બંને તે જગ્યાએ બસીને વાતો કરવા લાગ્યા. આજે વિદ્યા બસ પ્રેમની જ વાતો કરતી હતી. મનોજ પણ વિદ્યા ની પ્રેમભરી વાતો પ્રેમથી સાંભળી રહ્યો હતો. વાતો કરતા વિદ્યા એ તેમની બેગ માંથી એક ચોકલેટ કાઢી. અને મનોજ ને આપી. મનોજ જેવો ચોકલેટ ખાવા ગયો ત્યાં વિદ્યા તેને રોકે છે. મનોજ આમ ચોકલેટ નહિ ખા. આપણે બંને એક સાથે એક ચોકલેટ ના ભાગ કર્યા વગર ખાઈશું.
મનોજ કઈ સમજ્યો નહિ કે ચોકલેટ કઈ રીતે વિદ્યા ખાવા માંગે છે. તેણે બસ તેના મો પર ચોકલેટ રાખી. વિદ્યા નજીક આવી ને મનોજ ના મો પર રહેલી ચોકલેટ ખાવા લાગી. ચોકલેટ પૂરી થવા આવી એટલે બંને ની લીપ ટકરાઈ. પહેલી વાર મનોજ ને આવો અહેસાસ થઈ રહ્યો હતો એટલે તે ભડક્યો ને વિદ્યા થી દુર ભાગ્યો.
****
વિદ્યાએ મનોજ ને પાસે બોલાવી કહ્યું. કેમ દૂર ભાગે છે.? કઈ પ્રોબ્લેમ હોય તો હું અહી થી ચાલી જાવ..
ના ના વિદ્યા મને અચાનક કઈ ફિલ થવા લાગ્યું એટલે...! બાકી તું પાસે હોય તો ગમે મને. નર્વસ થઈ ને મનોજ બોલ્યો.
વિદ્યા એ મનોજ નો હાથ પકડી પાસે બેસાડ્યો, ને મનોજ ને વિદ્યા માથા પર હાથ ફેરવી વ્હાલ કરવા લાગી. મનોજ ને ધીરે ધીરે સારું ફિલ થવા કહ્યું. વિદ્યા સમજી ગઈ કે મનોજ ને મારા પ્રેમનો અનુભવ થવા લાગ્યો છે એટલે ધીરે ધીરે મનોજ ની નજીક આવી ને કહ્યું. મનોજ હું કિસ કરી શકું.? હજુ તો મનોજ કઈ બોલે તે પહેલાં વિદ્યા તેને કિસ કરવા લાગી. મનોજ તેને રોકી શક્યો નહિ ને તે પણ વિદ્યાનો સાથ આપવા લાગ્યો. બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો. વિદ્યા ને ઘરે જવા મોડું થઈ રહ્યું હતું એટલે ઘરે જવાની ઉતાવળ કરી. એટલે મનોજે તેને હગ કરી તેના ઘર પાસે છોડી આવ્યો.
તે રોમાન્સ વાળો દિવસ મનોજ માટે પહેલો દિવસ અને પહેલો અનુભવ હતો એટલે તે રાત તેને ઊંઘ ન આવી અને વિદ્યાના વિચારમાં ખોવાઈ રહ્યો. બીજે દિવસે મનોજ કોલેજ જઈ વિદ્યા ની રાહ જોવા લાગ્યો. કોલેજમાં તે દિવસે વિદ્યાની મનોજ રાહ જોઈ રહ્યો પણ વિદ્યા આવી નહિ. નારાજ થઈને મનોજ સીધો તેના ઘરે જતો રહ્યો. તે તેમાં મિત્રોને પણ મળ્યો નહિ. વિદ્યાની હવે મનોજ ને ચિંતા થવા લાગી હતી.
બીજે દિવસે ફરી મનોજ કોલેજમાં વિદ્યાની આવવાની રાહ જોવા લાગ્યો. ઘણો સમય થયો પણ વિદ્યા આવી નહિ એટલે મનોજે વિદ્યા ને ફોન કર્યો પણ વિદ્યાનો ફોન બંધ આવી રહ્યો હતો. મનોજ હવે વધુ ચિંતા થવા લાગી શું કરવું તે ખબર પડતી ન હતી. હજુ સુધી વિદ્યા નું ઘર પણ તેણે જોયું હતું નહિ. ત્યાં યાદ આવ્યું કે વિશાખા ને વિદ્યા વિશે પૂછી જોવ. ત્યાં મનોજ ની નજર વિશાખા પર પડી. વિશાખા ક્લાસ તરફ જઈ રહી હતી. મનોજ તેની પાસે જઈ ને એક વાત કરવી છે તેવું મનોજે કહ્યું. વિશાખા તેને થોડા સમય પછી મળવાનું કહે છે.
મનોજ થોડી વાર કોલેજ ના ગાર્ડનમાં વિશાખા ની રાહ જોવે છે. થોડો સમય થતાં વિશાખા પાસે આવી. મનોજ નો ચહેરો પડી ગયેલો જોઇને વિશાખા સમજી ગઈ કે કઈક તો હશે નહિતર બીજાની મુશ્કેલી દૂર કરનારો મનોજ મારી પાસે મદદ લેવા ન આવે.
વધુ વિચાર કર્યા વગર વિશાખા એ મનોજ ને કહ્યું બોલ મનોજ કેમ મને અચાનક કઈક કહેવા માટે બોલાવી.
નર્વસ થઈ ને મનોજ બોલ્યો. વિદ્યા બે દિવસ થી કોલેજ નથી આવી રહી ને તેનો ફોન પણ બંધ આવે છે. તું તેની ખાસ ફ્રેન્ડ છે તેની ઘરે જઈ તેની ખબર મેળવી આવ ને.?
વિશાખા ને વિદ્યા વિશે કઈ જ ખબર હતી નહિ તો પણ મનોજ ને ખોટું કહી દીધું. તેની તબિયત સારી હતી નહિ તે કાલે કોલેજ આવશે તેવું મને કહ્યું છે.
થોડી વિદ્યા પ્રત્યે ની મનોજ ને ચિંતા થઈ પણ કાલે તે કોલેજ આવશે તે સાંભળીને મનોજ ના ચહેરા પર ખુશી આવી. હજુ મનોજ આગળ કઈ પૂછે તે પહેલાં વિશાખા ત્યાંથી નીકળી જાય છે.
બીજે દિવસે મનોજ કોલેજમાં વિદ્યાની રાહ જોઈ રહ્યો હતો. કોલેજ શરૂ થઈ પણ વિદ્યા આવી નહિ. મનોજ ક્લાસમાં જઈ લેક્ચર લેવા લાગ્યો ત્યાં ક્લાસમાં વિદ્યા આવે છે. વિદ્યા ને જોઈ મનોજના ચહેરા પર રોનક આવી ગઈ. વિદ્યા મનોજ ની સામે ની બાજુએ બેસી એટલે મનોજ તેને હાથમાં ઈશારા થી કહ્યું તું ઠીક તો છે ને.? વિદ્યાએ સ્માઇલ આપી હું ઠીક છું તેઓ જવાબ આપ્યો. બીજા ઈશારા માં મનોજે તેને બહાર મળવાનું કહ્યું. વિદ્યાએ હાથમાં ઈશારા થી આપણે જે જગ્યાએ મળ્યા હતા તે આપણે મળીશું.
ક્લાસ પૂરો થતાં બંને કોલેજ બહાર મળ્યા. મનોજે વિદ્યાને કહ્યું હું તને સારી જગ્યાએ લઈ જવા માંગુ છું. પણ વિદ્યા એ કહ્યું કોલેજ નો સમય પૂરો થઈ ગયો છે ને પપ્પા મારી રાહ જોઈ રહ્યા હશે એટલે આપણે દૂર નહિ જઈ શકીએ પણ એક કામ કરીએ આપણે કોફી શોપ પર કોફી લઈએ અને થોડી વાતો કરીએ.
મનોજ વિદ્યા ની વાત માનીને બંને કોફી શોપ પર જઈને, કોફી પીતા પીતા વાતો કરવા લાગ્યા. કોફી પી રહ્યા હતા ત્યાં અચાનક કોફી શોપ પર વિદ્યા ના પપ્પા ત્યાં આવી પહોંચ્યા ને બંને ને એક ટેબલ પર કોફી પીતા જોઈ ગયા.
****
વિદ્યાના પપ્પા વિદ્યાની પાસે આવ્યા એટલે વિદ્યા તો બેચેન થવા લાગી. વિદ્યા ને લાગ્યું કે મારી મહેનત નું પાણી ફરી જશે. અને હું હવે આમિર ને ન્યાય નહિ આપુ શકું.. હજુ તો વિદ્યા મનોજ ને કઈ કહે તે પહેલાં વિદ્યા ના પપ્પાએ કહ્યું બેટી કોફી પી ને સીધી ઘરે જજે. તારી મમ્મી તારી રાહ જોઈ રહી હશે.
પપ્પાનું આવું વર્તન જોઇને વિદ્યાને થોડી નવાઈ લાગી પણ તે એક પોલીસ છે એટલે પોલીસ ને સમજવો બહુ મુશ્કેલ રહે. એમ વિચારી વિદ્યા થોડી સજાગ થઈ. મનોજ ને કહ્યું આપણે કાલે મળીશું અત્યારે મારે ઘરે જવું પડશે. મનોજ સમજી ગયો એટલે વિદ્યાને જવા દીધી પણ જતા પહેલા મનોજે વિદ્યા ને કહ્યું આપણે ક્યારે મળીશું..?
હું ફોન કરીશ કહીને વિદ્યા ચાલતી થઈ.
ઘરે પહોંચી એટલે વિદ્યાને ખબર હતી કે પપ્પા મને કઈ નહિ કહે તો પણ મનોજ વિશે તો જરૂર થી વિચાર કરશે. વિદ્યા ને યોગ્ય સમય આવી ગયો હોય તેવું લાગ્યું. સાંજે જમી ને તેના રૂમમાં ગઈ. થોડો સમય પછી તેણે રૂમની બાલ્કની માંથી બાજુના રૂમમાં નજર કરી તો તેના પપ્પા ખુરશી પર બેઠા હતા અને મારી પર નજર રાખી રહ્યા હતા. વિદ્યા એ મનોજ ને ફોન કર્યો ને કહ્યું આપણે કાલે કોલેજ પૂરી થયા પછી શહેર થી દુર એક જગળમાં એક તળાવ આવેલું છે ત્યાં આપણે બંને મળીશું ને ખુબ વાતો સાથે મજા પણ માણીશું. આટલી વાત કરી વિદ્યાએ ફોન મૂકી દીધો ને તે બાલ્કની પાસે ઊભી રહી ને ફોન નું રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું તેને ખબર હતી પપ્પા પેલા માણસો ને ફોન કરીને કહેશે અને કાલે મનોજ ને કદાચ મારી પણ નાખશે.
વિદ્યાના પપ્પાએ પેલા માણસો ને ફોન કર્યો.
હું ઇન્સ્પેકટર..
કાલે વિદ્યાની કોલેજ પૂરી થાય એટલે તેનો પીછો કરવાનો છે તમારે જોવાનું, જો કોઈ છોકરા સાથે તે મળવા આવી હોય અને તે સમયે બંને કઈક કરી રહ્યા હોય તો તે જ સમયે પેલા આમિર ને પતાવી દીધો હતો તેમ આને પણ પતાવી દેજો. બાકી બધું હું જોઈ લઈશ. આટલું કહી ફોન મૂકી દીધો. ને વિદ્યા એ પપ્પા ના અવાજ નું રેકોર્ડિંગ કરી લીધું.
બીજે દિવસે વિદ્યા કોલેજ ના સમય પહેલા ઘરે થી વહેલી નીકળી ગઈ ને રસ્તા માં એક લાકડી લઈ પેલા જંગલના તળાવ પાસે ગઈ અને ત્યાં લાકડી સંતાડી દીધી. અને કોલેજ આવતી રહી.
કોલેજના ક્લાસમાં મનોજ વિદ્યા ને તાકીને જોઈ રહે છે. વિદ્યા એ ઈશારો કર્યો ક્લાસ પૂરા થયા પછી આપણે બહાર મળીશું. અને એક મસ્ત વિદ્યાએ મનોજ ને ફ્લાઈંગ કિસ આપી ત્યાં તો મનોજ જાણે ઘાયલ થઈ ગયો હોય તેમ દિલ પર હાથ રાખી ખુશ થવા લાગ્યો.
ક્લાસ પૂરા થયા એટલે બંને કોલેજ બહાર આવ્યા ને વિદ્યા એ મનોજ ને કહ્યું ચાલ બાઇક કાઢ આપણે સુંદર રોમાંટિક જગ્યાએ જઈએ અને ખુબ રોમાન્સ કરીશું. મનોજ તરત પાર્કિંગ માંથી બાઇક બહાર લાવ્યો. પણ વિદ્યા બાઇક પર બેસી રહી ન હતી. વિદ્યા આજુબાજુ જોઈ રહી કે પેલા માણસો આવ્યો છે કે નહિ તેની રાહ જોઈ રહી હતી. મનોજે વિદ્યા ને કહ્યું ચાલ બેસ આપણ ને મોડું થશે.
એક મિનિટ રાહ જો મારા પગમાં ખાલી ચડી ગઈ છે. આટલું કહી વિદ્યા ફરી આજુ બાજુ નજર કરવા લાગી. ત્યાં પેલા ત્રણ માણસો ને જોઈ ગઈ. એટલે મનોજ ને કહ્યું ચાલ મનોજ આપણે જઈએ. બંને બાઇક લઈ જંગલ તરફ રવાના થયા. પાછળ પેલા માણસો આવી રહ્યા છે તે વિદ્યા નોટિસ કરી રહી હતી.
રસ્તો બતાવવી બતાવતી વિદ્યા મનોજ ને એક રમણીય સૌંદર્ય વાળી જગ્યાએ લાવી. મનોજ આવું કુદરતી સૌંદર્ય જોઈ ખુશ થઈ ગયો. બંને થોડા જંગલની અંદર પ્રવેશ્યા. અને એક તળાવ ના કિનારે જાડ નીચે બંને બેસીને વાતો કરવા લાગ્યા. વિદ્યા ની નજર પેલા માણસો ની હલચલ પર હતી. ત્યાં તેણે એક માણસ ને ફોન કરતા જોઈ ગઈ. હાથ ના ઈશારા થી એવું લાગ્યું કે મનોજ ને મારી નાખવાની વાત થઈ રહી છે.
વિદ્યા ને મનોજ પર વિશ્વાસ હતો કે તે દસ માણસો પર તે ભારી પડી શકે તેમ છે. એટલે મનોજ ને પ્રેમ કરવા લાગી. મનોજ પણ ધીરે ધીરે વિદ્યાએ ને ગાલ પર અને હોઠ પર કિસ કરવા લાગ્યો. ત્યાં અચાનક તેમની પાસે ત્રણ નહિ પણ છ માણસો લાકડી લઈને આવી પહોંચ્યા ને એક માણસે મનોજ પર વાર કર્યો.
****
લાકડીનો એક વાર થી મનોજ ને કઈજ ફર્ક પડ્યો નહિ ઉલ્ટાનો તે બહુ ગુસ્સે થયો. મનોજ ફટાક ઉભો થયો. બીજો માણસ જેવો મનોજ પર વાર કરવા જાય ત્યાં વિદ્યા એ ઝાડ પાછળ છુપાવેલી લાકડી મનોજ ને આપે છે. પછી તો ઘમાસાણ યુધ્ધ જેવો માહોલ થાય છે. એક પણ માણસ મનોજ સામે ટકી શકતા નથી ને જમીન પર ઢળવા લાગે છે.
આ બધું વિદ્યા તેના ફોનમાં રેકોર્ડ કરી રહી હોય છે. મનોજ ને એટલો તો અંદાજ આવી ગયો હતો કે વિદ્યાના પપ્પાએ જ આ માણસો ને મને મારવા મોકલ્યા હશે. એટલે તેમાંનો એક માણસ જે જમીન પર પડીને "મને મારશો નહિ, મને મારશો નહિ" તેવું કહી રહ્યો હતો તેને જ મનોજે પકડીને ઉભો કર્યો.
તમને કોણે મોકલ્યા છે અને શા કારણે તે બતાવો.. નહિ તો બધાને અહી જ પતાવી દઈશ. ગુસ્સે થયેલ મનોજે ત્રાડ પાડી ને અવાજ કર્યો.
તે ઉભો થયેલો માણસ આવી મનોજ ની ત્રાડ થી ડરી ગયો ને ફટાફટ બોલવા લાગ્યો.
એમને વિદ્યાના પપ્પા ઇન્સ્પેકટર તમને મારવા માટે જ મોકલ્યા છે. તેના માટે એમને મોટી રકમ પણ આપવામાં આવી છે. તે પહેલાં અમે વિદ્યા ના બોય ફ્રેન્ડ ને પણ પહેલા આ જગ્યાએ પતાવી દીધો હતો.
આટલું સાંભળતા જ મનોજ ની નજર વિદ્યા પર પડી. વિદ્યા ની આંખો બધું કહી રહી હતી. વિદ્યા સમજી ગઈ કે આ સમય છે બધું મનોજ ને કહી દેવાનો. વિદ્યા તેની સાથે બનેલી બધી ઘટના કહેવા લાગી. અને તેનો ઈરાદો પણ કહી દીધો.
થોડીવાર તો મનોજ અચમનજસ માં પડી ગયો કે આ બધું વિદ્યા કરી રહી હતી તે પણ તેના આમિર ના ખૂન નો બદલો લેવા, પણ પછી વિચાર આવ્યો વિદ્યા જે કરી રહી છે તે ઠીક કરી રહી છે. હજુ તો મનોજ વિચારી રહ્યો હતો ત્યાં પેલા માણસો ભાગવાની કોશિશ કરવા લાગ્યા. ફરી મનોજે તે બધાને લાકડી વડે મર મારવાનું શરૂ કર્યું.
મનોજે વધુ વિચાર કર્યો ને તે જ સમયે તેમના એક ન્યૂઝ પત્રકાર મિત્રને ફોન કરીને તે જગ્યાએ લાઈવ ન્યૂઝ ટેલિકાસ્ટ કરવા માટે બોલાવ્યો. તે પત્રકાર મિત્ર આવે તે પહેલાં મનોજે એક પણ માણસ ને ત્યાં થી જવા ન દીધો અને વિદ્યા ને કહી દીધું આજે તારી પાસે સમય છે તારા પપ્પા ની કરતૂત નો પર્દાફાસ કરવાનો. મનોજ ની આવી બહાદુરી અને મદદ જોઈ વિદ્યા ને પણ હિમ્મત આવી ગઈ.
લાઈવ ન્યૂઝ ચેનલ વાળા ત્યાં આવી પહોંચ્યા. તે દ્રશ્ય જોઈ સમજી ગયા. મનોજ લાઈવ ચેનલ પર આવી તે પડેલા માણસો અને મારી પર હુમલો કરવાનું કારણ જણાવવા લાગ્યો. ધીરે ધીરે વિદ્યા ના પપ્પા નો પર્દાફાસ થવા લાગ્યો. મારવા આવેલા બધા માણસો પણ એક પછી એક ટપોટપ બોલવા લાગ્યા. આખરે વિદ્યા લાઈવ કેમેરા પર આવી અને તેમના પપ્પા નું બધું રેકોર્ડિંગ સંભળાવ્યું. અને તેની અને આમિર સાથે બનેલી બધું ઘટના વર્ણવી.
લાઈવ ન્યૂઝ આખું શહેર જોઈ રહ્યું હતું. ત્યાં તો તે સથળે બીજી ઘણી ન્યૂઝ ચેનલો આવી પહોંચી. પછી વિદ્યા ના પપ્પા, ડીએસ્પી, એસપી, મામલતદાર સાથે પોલીસ કાફલો પણ ઘટના સથળે આવી પહોંચ્યા. બધું દ્રશ્ય જોઈ ડીએસ્પી અને એસપી એ બધા પોલીસ સ્ટાફ ને હુકમ કર્યો કે અત્યારે જ ઇન્સ્પેકટર ને ખૂન ના કેસમાં ગિરફ્તાર કરવામાં આવે અને હું તેને અત્યારે જ નોકરી પરથી બરખાસ્ત કરું છું. વિદ્યા ના પપ્પા ને અને પેલા માણસો ને ગિરફ્તાર કરી પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં આવેલી બધી ન્યૂઝ રિપોર્ટર પણ એક પછી જતી રહી. હવે વિદ્યા અને મનોજ બંને ત્યાં ઊભા હતા.
ઉભી ઉભી વિદ્યા રડી રહી હતી. મનોજે તેમની પાસે જઈ તેને બાહોમાં ભરી લીધી. વિદ્યા મને પહેલે થી ખબર હતી કે તું મારા થકી આમિર ને ન્યાય આપવા માંગે છે. તારો અને આમિર નો સાચો પ્રેમ જાણી ને મને પણ અંદર થી ફિલ થયું કે હું આમિર ના ખુની ને જરૂર થી સજા આપુ.
મનોજે વિદ્યાના આશુ લૂછતો લૂછતો બોલ્યો હવે તો તને અને આમિર ના આત્માને ઠંડક મળી છે. એટલું કે તું મને પ્રેમ કરે છે કે નહિ.?
વિદ્યા નો ચહરો ખીલી ઊઠયો ને મનોજ ને તેની બાહોમાં ભરી કિસ કરવા લાગી.
એક વાત કહું મનોજ "તું મારી સાથે લગ્ન કરીશ ને..?"
મનોજ નીચે બેસી ને વિદ્યાને પ્રપોઝ કરી કહ્યું. "તું મારી જીવનસાથી બનીશ ને.?"
વિદ્યાએ મનોજ ને ઊભો કર્યો, ફરી બંને ભેટી ને કિસ કરવા લાગ્યા.
સમાપ્ત..
જીત ગજ્જર