lag ja gale - 8 in Gujarati Fiction Stories by Ajay Nhavi books and stories PDF | લગ જા ગલે - 8

Featured Books
Categories
Share

લગ જા ગલે - 8

તમે જાણવા માગો છો ને એ ચમચી આખરે કોની હતી???

એ હતી નિયતિ ની. હા... એ જ નિયતિ જેનો હાથ પણ તન્મય પર પડતો તો એ ઉઠાવી લેતો. તન્મય એ નિયતિ ની જ એઠી ચમચી થી ખાધું અને એક વાર નહી, ઘણી વાર. એક વાર નિયતિ ખાયને ચમચી ડીશમાં મૂકતી અને તન્મય એ જ ચમચી થી ફરી ખાતો.

તમે વિચારો તમારી crush તમારી જ ડીશમાંથી અને તમારી જ એઠી ચમચી થી ખાય તો તમને કેવી feeling આવે? બસ, આવું જ કંઈક થયું નિયતિ ને પણ. આજે તો એના ચહેરા પર ખુશી દેખાતી હતી.

પહેલું કે તન્મય એ નિયતિ ને રાત ની વાત ને લઇને પણ કઇ ના કહયું, બીજું, એણે પલકની વાત કરી અને ત્રીજું હમણાં પોતાની એઠી ચમચી થી ખાધું. આ ત્રણ ઘટનાએ એના મનમાં એક આશા જન્માવી.

આજે રાત્રે શૂટિંગ માટે જાગવાનુ હોવાથી, નિયતિ રાતે થોડી વાર માટે સૂઇ ગઇ. રાતના અગિયાર વાગ્યા હતા અને તન્મય એ નિયતિ ને ઉઠાડી. એ કલાક માં તૈયાર થઈ ગઈ. બંને એ મોડી રાત સુધી જાગીને કામ કર્યું પછી સૂઇ ગયા. આજે તો નિયતિ આ સમયનો ઘણો સારી રીતે રાહ જોતી હતી. એણે ફરી તન્મય પર હાથ મૂકીને જો સૂવાનું હતું.....

પણ આ શું? આજે તન્મય એ એમની બંને ની વચ્ચે ઓશિકું મૂકી દીધું અને એને ગળે લગાડી ને સૂઇ ગયો. નિયતિ ને જે થોડી ઘણી આશા જાગી હતી. એમાં જાણે પાણી ફરી વળ્યું.

નિયતિ ને આનાથી ઘણું જ દુઃખ પહોંચ્યું. તન્મય ઉઠી જશે એટલા માટે એ રડી પણ ના શકી. થોડી વાર પછી એ બાથરૂમમાં ગઇ અને બધા આંસુ વહાવી દીધાં. ત્યારબાદ ફરી પોતાનું મોઢું ઠીક કરી રૂમમાં આવી અને સૂઇ ગઇ.

નિયતિ વધારે જ ઉદાસ થઇ ગઇ હતી. એ આ વાત તન્મય ને કહીને મન બગાડવા માંગતી ન હતી. એને તન્મય નો જવાબ ખબર હતો. આ વાતથી કામને ઘણી જ અસર થઇ શકતી હતી તેથી એણે કઇ જ ના કહયું.

સવાર પડી, એ જાગતી જ હતી છતાં પણ આંખ બંધ કરી પડી રહી. એને ઉઠવાનું જરાય મન ન હતું. બપોરના બાર વાગ્યા ત્યારે એ ઉઠી. એણે ફ્રેશ થઇ ને ચા પીધી અને કંઈ પણ બોલ્યા વગર લિવિંગ રૂમમાં બેઠી મોબાઇલ માં જોવા લાગી.

તન્મય શાક બનાવવા રસોડામાં ગયો અને નિયતિ ને રોટલી બનાવવા માટે કહયું. નિયતિ એ તન્મય ને કોઈ જવાબ ના આપ્યો. તન્મય નું શાક બની ગયું છતાં પણ નિયતિ હજુ પણ લિવિંગ રૂમમાં એમને એમ જ બેઠી છે. તન્મય એ ફરી નિયતિ ને બૂમ મારી ને રોટલી બનાવવાનું કહ્યું. નિયતિ મોઢું બગાડીને ઉભી થઈ ને ન્હાવા જતી રહી.

નિયતિ નાહીને ફરી લિવિંગ રૂમમાં આવી બેસી ગઇ. છોકરીઓ ના મૂડ એમ પણ જલદી બગડી જતા હોય છે. ત્રાંસી નજરે એણે રસોડામાં નજર કરી. તન્મય રોટલી બનાવવા મથી રહ્યો હતો. એ જોઈને નિયતિ મનમાં જ હસવા લાગી. થોડી વાર પછી તન્મય જમવાનું લઇ આવી ગયો. વિવેક પણ જમવા આવ્યો. વિવેક એ રોટલી ને જોઈ ને કહયું, "આ શું છે? ?? પરોઠા? ભાખરી? કે અડધી રોટલી?" નિયતિ આ સાંભળી પોતાની હસી રોકી ના શકી. તન્મય એ કહ્યુ, "જે હોય એ, ખાય લો હવે."

જમીને નિયતિ અને તન્મય લિવિંગ રૂમમાં જ બેઠા હતા. હજુ પણ એમની વચ્ચે કોઈ વાત ચીત ન થઇ હતી. તન્મય પર એની મમ્મી નો ફોન આવ્યો. નિયતિ એમની વાતો સાંભળી રહી હતી. ફોન પર એની જ વાતો કરતા હોય એવું નિયતિ ને લાગ્યું. તન્મય એની મમ્મી ને ફોન પર કહી રહયો હતો કે,"બધું બરાબર જ છે, એવું કઇ નથી. એવું કઇ નહી થાય. મને ખબર છે શું સારું છે અને શું સારું નથી. તું એવું કઇ ના વિચાર." આમ કહી એણે ફોન મૂકી દીધો. નિયતિ એ આ આખી વાતો સાંભળી ત્યારે એને થયું કે એમની મમ્મી ને પણ અમે બંને સાથે રહીએ છીએ એનો થોડો ડર હતો.

નિયતિ એ વિચાર્યું કે,"હવે તન્મય પાસે આ રીતે આશા રાખવી બરાબર નથી. એમની મમ્મી એ એમના પર આટલો ભરોસો રાખ્યો છે કે તન્મય કઇક ખોટું પગલું ના ઉઠાવે અને અમને સાથે રહેવા દીધા છે તો મારે એમનો ભરોસો તોડવો ના જોઈએ."

જયારે પણ પોતાનું બાળક લાંબા સમય માટે પોતાના થી દૂર જાય તો સૌથી વધારે ચિંતા માં ને જ થતી હોય છે કે મારું બાળક કોઈ ખરાબ આદત ના શીખી લે. આવું જ તન્મય ની મમ્મી ને પણ હતું.

નિયતિ આ વાત સમજી ગઇ. એ રૂમ માં આવી ને બેઠી. તન્મય પણ રૂમ માં આવ્યો. બંને બેડ પર બેઠા હતા. તન્મય એ કહ્યુ, " એક વાત પૂછું? તુ રડતી હતી એનું કારણ હું તો નહી હતો ને? "
ખરેખર તો એ જ હતો પણ તન્મય અને એની મમ્મી ની વાત સાંભળ્યા બાદ હા કહેવાની ઇચ્છા ના થઇ. તેથી નિયતિ એ ના પાડી અને બંને એકબીજા ને સ્માઇલ આપવા લાગ્યા અને તન્મય એ હસ્તા હસ્તા પોતાની આંગળીઓથી નિયતિ ની આંગળી પકડી લીધી. તન્મય એ નિયતિ ની આંગળી પકડી ને કહયું, "મારી કોઈ જરૂર હોય તો કે જે." નિયતિ કંઇ જ ના બોલી અને પોતાનું કામ કરવા લાગી.

દરરોજ ની જેમ આજે રાત્રે પણ નિયતિ થોડી વાર માટે સૂઇ ગઇ અને દરરોજ ના સમયે તન્મય એ એને જગાડી. એમણે ઘણી સારી રીતે કામ કર્યું. નિયતિ માં આ વાત સારી હતી કે કામ વખતે એ personal વાત કયારેય વચ્ચે ના લાવતી. ગરમી તો દરરોજ વધતી જ જતી હતી. પંખા ની તો કોઈ અસર જ ન થતી હતી.

કામ પૂરું કરી નિયતિ બાથરૂમમાં ગઇ, કપડાં બદલ્યા અને જેવી બહાર આવી એ થોડી વાર માટે ત્યાં જ જાણે અટકી ગઇ. એ તન્મય ને જોઈ જ રહી. તન્મય એ ઉપરની ટી શર્ટ કાઢી નાખી હતી અને ખાલી બોક્ષરમાં જ હતો.

નિયતિ થોડી અચકાતી બેડ પર આવીને બેઠી. તન્મય એ કહ્યુ, " ગરમી બહું જ લાગી રહી છે. મારાથી રહેવાયું નહીં તો મેં ટી શર્ટ કાઢી નાખ્યું. તને કોઈ વાંધો તો નથી ને?" નિયતિ એ બીજી બાજુ નજર કરી કહ્યું, " ના, મને કોઈ વાંધો નથી." પણ એના મનમાં શું ચાલી રહ્યું હતું અને એને નિયતિ કેવી રીતે સંભાળતી હતી. એતો નિયતિ જ જાણે. થોડી થોડી વારે એની નજર તન્મય તરફ જતી. જેવું તન્મય જોય એ બીજી તરફ જોઈ જતી. આવી પરિસ્થિતિ માં એનું મન તો કહેવા માટે ઉછળી રહયું હતું પણ એણે વિચાર્યું કે જયારે એને ભરોસો થવા લાગે કે હવે તન્મય એને એક લાઇફ પાર્ટનર કે દોસ્ત ની રીતે જોવા લાગ્યો છે ત્યારે જ એ કેહશે. ત્યાં સુધી નહી. એક વાર તો લિવિંગ રૂમમાં જઇ સૂઇ જવાનો પણ વિચાર આવે પણ આ રીતે બાજુ માં સૂવાનો મોકો એ જવા દેવા નહી માંગતી હતી. બીજી બાજુ તન્મય ને ટી શર્ટ પહેરવાનું કહેવાનો પણ વિચાર આવે. પણ ફરી એ જ... આ રીતે જોવાનો મોકો ફરી મળે ના મળે.

બાજુમાં તન્મય નું આ રીતે સૂવું અને આજે તો એણે વચ્ચે ઓશિકું પણ ના રાખ્યું. એક તરફ મન એની સાથે સૂવાનું કહી રહયું છે બીજી તરફ મગજ ના પાડી રહયું છે. શું કરવું શું ન કરવું?

બંને સૂઇ જાય છે. નિયતિ પોતાના કાનમાં ઇઅરફોન નાંખી ને ગીતો સાંભળતી સીધી જ સૂતી હોય છે. સરસ ગીત વાગી રહ્યા હોય છે. એમાં જ લતા મંગેશકર નું એક ગીત વાગે છે,"લગ જા ગલે...કે ફિર યે હસીં રા..ત હો ના હો... શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ના હો..." નિયતિ આંખ બંધ કરી ગીત સાંભળી રહી હોય છે, થોડી વાર પછી એક લાઇન આવે છે "પાસ આઇએ કે હમ... નહીં આયેંગે... બાર બાર..., બાહેં... ગલે મેં ડાલ કર હમ રો.. લે ઝાર ઝાર.." અને ત્યાં જ તન્મય એ પડખું ફેરવ્યું અને એનો સીધો હાથ આવ્યો નિયતિ પર. નિયતિ એ તરત પોતાના હાથ ઉપર લઇ લીધા. તન્મય નો હાથ ઉંઘ માં જ નિયતિ પર આવી ગયો હતો. તન્મય નિયતિ ને અડીને એના પર હાથ મૂકીને ખૂબ જ સરસ રીતે સૂઇ રહયો હતો.

આ વખતે નિયતિ ના દિલ ના ધબકારા નો અવાજ જાણે એને બહાર સુધી આવી રહ્યો હતો. નિયતિ એ નકકી કર્યું હતું કે તન્મય ના મમ્મી એ એમના પર ભરોસો મૂક્યો છે એને એ નહી તોડવા દે. પણ તન્મય તો એને ભેટીને સૂઇ રહ્યો છે અને સાથે સાથે ગીત પણ નિયતિ ને સંભળાય છે "લગ જા ગલે."

નિયતિ આ સ્થિતિમાં સ્તબ્ધ બની સૂતી છે. નિયતી એ શું કરવું ? શું ન કરવું? તેને ખ્યાલ આવતો ન હતો. નિયતી વિચારે છે ,આ ૫રિસ્થિતિ માં પોતાના પર કાબુ રાખવાનું વિચારે છે, પણ એ કાબુ રાખે કઈ રીતે ? ત્યાં જ એ ગીત સાંભળતી હોય ત્યારે છેલ્લો દિવસ મુવી નું ગીત વાગે છે "કહેવું ઘણું છે , બોલી શકાય નહી... બોલ્યા વિના એ કહી દે શું એવું થાય નહી".

આ ઘડી નો જ એ ઇંતેજાર કરતી હોય, પણ પરિસ્થિતિ વિકટ થઈ ગઈ. વિશ્વાસ બનાવી રાખવો કે તોડવો. માણસનું એવું જ હોય છે, જેના પાછળ ભાગે અને જ્યારે મળે ત્યારે ખરેખર , પરિસ્થિતી તેના હાથમાં નથી હોતી.

મને ખબર છે તમારા મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હશે. નિયતિ હવે શું કરશે એ આગળના ભાગમાં જોઇશું. તમે આ સ્થિતિ માં હોત તો શું કરત? મને જરૂરથી કહેજો.. અભિપ્રાય આપવાનું બિલકુલ ભૂલતા નહીં અને ગમે તો જરૂરથી બીજાને મોકલજો.
આભાર