હેલી ને એકલી જોઈ પરબતે તેની મેલી મુરાદ પૂરી કરવા તેના પર તૂટી પડ્યો . પણ ચાલાક હેલી એ પિતા ને બ્લેન્ક મેસેજ કરી જાણ કરી દીધી .
હેલી એ પોતે જ કાળી છે એ ઘટસ્ફોટ પરબત સામે કર્યો ત્યારે પહેલા તો તે ડર્યો પછી તેને હુંકારો ભર્યો.
‘ તું હું હમજે સે તું આ બધું કહીશ ને હું માની જઈશ? હું પરબત સુ પરબત સાવજ સુ આ પંથક નો કાળી જેવી કેટલીય સોરી ઓ ને મેં મહળી સે શિકાર બનાવી સે અરે સાવજ સુ સાવજ આખા પંથક માં મારી રાડ સે. આંયા થી નીકળતી કોઈ સોરી મને ગમી તો મજાલ સે મારા પંજા થી સૂટે, તું પન નય સૂટે’ કહેતો પરબત ફરી હેલી તરફ આક્રમક થયો.
એના ધક્કા થી હેલી લગભગ પડવા જેવી થઈ ગઈ ત્યાં જ તેને પોતાની બેગ ના સાઈડ પોકેટ માંથી કટર જેવું ચાકુ કાઢ્યું , તેનાથી તેની તરફ આવતા પરબત ના હાથ પર વાર કર્યો.
પરબત ના હાથ પર તે કટર ઘા કરી ગયો , તે પોતાની જાતને સંભાળે એ પહેલા હેલી ભાગવા ગઈ પણ પરબતે તેનો પગ ખેંચી પાડી દીધી.
પરબત હેલી તરફ આગળ વધી તેને સ્પશૅ કરવા ગયો ત્યાં જ જેસંગભાઈ ગામ ના મોભીઓ ને લઈ ને આવ્યા , તો બીજી તરફ અજયભાઈ હેલી ના બ્લેન્ક મેસેજ બાદ રામભાઈ ની મદદ થી પોલીસ લઈ ને આવ્યા.
પરબતે હેલી ને જૂઠી પાડવાની કોશિશ કરી પણ ગામ લોકો ના ઘટનાસ્થળ ના બયાન બાદ પોલીસ તેને પકડી ગઈ.
હેલી એ પરબત કઈ રીતે આ રસ્તે નીકળતી એકલી સ્ત્રીઓ નો ગેરફાયદો ઉઠાવતો એ આખા ગામ ને કહ્યું. જેસંગભાઈ એ પોતાની દિકરી કાળી નું મોત પણ પરબત ના દુષ્કર્મ નું જ પરિણામ હતું એમ કહ્યું ત્યારે ગામલોકો ચોંકી ગયા.
જેસંગભાઈ એ હેલી જ કાળી નો પુનૅઃજન્મ લઈ ને પોતાના ન્યાય માટે આવી છે એ ઘટસ્ફોટ કર્યો.આ સાંભળી બધા મોં માં આંગળા નાંખી ગયા.
પરબતે પોતાની પહોંચ નો ફાયદો ઉઠાવી બચવાની ઘણી કોશિશ કરી પરંતુ ગીર પંથક ના મોટાભાગના ગામો અને તેના મોભેદારો એ તેની વિરૂદ્ધ ગવાહી આપી ,તેમજ એક વિદેશી છોકરી પર બળાત્કાર ની કોશિશ માટે તેને આજીવન કેદ થઈ.
આજે હેલી પોતાના બાપુ જેસંગભાઈ ને પિતા તરીકે જાહેર માં મળી , તેમજ ગીધુકાકા, ભોળાકાકા કાળી ના વ્હાલા ચંપામાસી, લખીમાસી ને મળવાનો ને દિલ થી તેમનું વહાલ મેળવવાનો મોકો મળી ગયો.
બીજી તરફ અજયભાઈ અને રાખીબહેન દિકરી ને જોઈ ને ખુશ તો હતા પણ તેમનો ડર ફરી જાગી ગયો કે હેલી તેમની સાથે પાછી નહી ફરે તો…….
બે-ત્રણ દિવસ આ હસી-ખુશી માં પસાર થયા બાદ હેલી એ તેના બાપુ ને લંડન સાથે આવવા કહ્યું,ત્યારે જેસંગભાઈ બોલ્યા, ‘સોરી હવે મારી ઉંમર સે લંડન જાવાની ? ને મને ન્યાની બોલી પન ન આવડે તો હું ન્યા આવી ને હું કરૂં? જો સોડી મારી તો હવે ઉમર થય ,એ ઇ ને હવે તો પરભુ બોલાવે તો ય ખુશી થી જાવ . આ તારી હારે ચ્યમ આવું થ્યું ને તું મને સોડી ને ચ્યમ ગય ઈ વિચારો દલ માંથી જાતા નો’તા, હાસું કવ તો મન માનતું જ નો’તુ …… હશે હવે બધુ હાચુ સામે સે ને તુ ય પન . બેટા આ જન્મારો તો તારો હેલી તરીકે જ સે ને? ઈ બસારા તારા મા-બાપ તારી પાસડ હેરાન થાય એવું નો કરાય.
જો બેટા કાળી તરીકે તારા લેણાદેણી પૂરા થ્યા,હવે હેલી બુન બની ને જીવો . ખુશ રયો ને રાખો.ને આ બાપુ ની યાદ આવે તો ફોન કરજો . જો મેં લય લીધો આ નાનકો ફોન , ને ચંપા બોન નો ભોણીયો સે ને ઈ મને શીખવશે.
બેટા, હવે આ મા-બાપ ની સેવા કપો ને હમેશા એમની કાળજી રાખજો .જાવ બેટા હવે તમારા દેશ જાવ, આ તારા ડેડ………ડેડ જ ને?’ હેલી એ હકાર માં માથું હલાવ્યું
‘હા ઈમ નું કામ પણ બગડે સે બેટા.તો શાંતિ થી હસતાં-રમતાં જાવ. ભગવાન તમને બવ ખુશ રાખે, તારા પર હવે કોઈ મુસીબત ન આવે’. કહેતાં જેસંગભાઈ ની આંખો ભરાઈ આવી.
એક અઠવાડિયા પછી જેસંગભાઈ ની રજા લઈ ને હેલી અજયભાઈ અને રાખીબહેન સાથે અમદાવાદ જવા નીકળ્યા . જેસંગભાઈ એ તેમની સાથે અમદાવાદ આવવા કહ્યું તો હેલી એ ના કહી .
પોતાનું કાળી તરીકે નું કમૅ પુરૂં થયા બાદ હેલી પોતાની જાતને રિલેક્સ ફીલ કરતી હતી.
(સંપૂર્ણ)