Jungle raaz - 4 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | જંગલ રાઝ - ભાગ - ૪

Featured Books
Categories
Share

જંગલ રાઝ - ભાગ - ૪

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મેઘના ખુબ બિમાર થઈ જાય છે ખાવા પીવા નુ પણ છોડી દેય છે. કરણ અને વિજય મેઘના ના ગામડે પહોંચે છે હવે જોઈએ આગળ. . .
મેઘના ની હાલત જોઈ ને કરણ ને કંઈ લાગે છે કે આ કોઈ બિમારી નથી પણ બીજુ જ કંઈ છે. એ મેઘના ના મમ્મી ને કોઈ તાંત્રિક પાસે લઈ જવા કહે છે. કાળીદાસ ને સારા તાંત્રિક વિશે ખબર હોય છે એટલે કરણ ની વાત માની એ લોકો મેઘના ને તાંત્રિક પાસે લઈ જાય છે. મેઘના ને જોઈ ને જ તાંત્રિક બધુ સમજી જાય છે.
તાંત્રિક : આ છોકરી ની કોઈ ની સાથે દુશ્મની છે.
રમીલાબેન : ના એવુ તો કંઈ નથી પણ ખબર નય એના મિત્રો ને કંઈ ખબર હોય.
કોમલ : ના ના એવુ તો, કંઈ નથી મેઘના ની કોઈ ની સાથે દુશ્મની નથી.
તાંત્રિક : પણ હુ જોઈ રહ્યો છુ કે કોઈ ની સાથે તો દુશ્મની થઈ છે, કોઈ ઝઘડો થયો છે.
કોમલ : હા, ઝઘડો તો થયો હતો. અમે જ્યારે ગામ મા આવતા હતા ત્યારે રસ્તા મા ૨-૩ છોકરીઓ હતી. એમનો શણગાર જોઈને મેઘના ને હસવુ આયુ. મેઘના ના હસવાથી એ છોકરીઓ ગુસ્સે થઈ ને એમનો અને મેઘના નો મોટો ઝઘડો થયો. અમે લોકો એ વચ્ચે પડી ને બધુ શાંત પાડ્યુ અને પછી અમે અમારા રસ્તે આગળ વધ્યા.
તાંત્રિક : એ કોઈ સામાન્ય છોકરીઓ ન હતી, એ બધી આત્મા ઓ હતી.
રચના : આ શુ છે બધુ આત્માઓ, આ બધા પર મને વિશ્વાસ નથી એવુ કંઈ ના હોય.
પાયલ : હા સાચી વાત છે આ બધુ હુ પણ નય માનતી.
કરણ : ના આ વાત સાચી હશે કેમ કે જેમ આપણી દુનિયા છે એમ આત્માઓ ની પણ દુનિયા છે. હા અટલુ જ કે જેમણે જોયુ હોય એ માને ના જોયુ હોય એ ના માને.
તાંત્રિક : આ છોકરો સાચુ કહે છે. મેઘના નો જેની સાથે ઝઘડો થયો એ આત્મા ઓ હતી અને એ મેઘનાથી નારાઝ થઈ ગઈ છે એટલે એની હાલત આવી થઈ ગઈ છે.
કાળીદાસ : બાબા હવે આનો કોઈ રસ્તો બતાવો કંઈ પણ કરી ને મારી છોકરી ને બચાવો અમારા પાસે આ એક છોકરી સિવાય કંઈ નથી.
તાંત્રિક : હા રસ્તો છે, મેઘના એ લોકો ની પાસે જઈને માફી માંગશે તો એની હાલત મા સુધારો આવી જશે.
કરણ : હા પણ બાબા એ આત્મા ઓ મેઘના ને કંઈ નુકશાન પહોચાડશે તો?
તાંત્રિક : એવુ જ હોત તો મેઘના અત્યાર સુધી જીવીત ના રહી હોત. એ લોકો નારાઝ છે એટલે એમનો પરચો બતાવ્યો પણ એ માફી માંગી લેશે તો, બધુ ઠીક થઈ જશે.
કરણ : પણ તમે એટલા વિશ્વાસ થી કેવી રીતે કહી શકો છો કે મેઘના માફી માંગી લેશે તો બધુ સારુ થઈ જશે.
તાંત્રિક : હુ જોઈ રહ્યો છુ કે એ બધી ખરાબ આત્માઓ, નથી સારી છે અને જાણી જોઈને કોઈ ને નુકશાન નય પહોંચાડે.
કરણ : સારુ પણ હવે એ આત્માઓ ને શોધવાની કંઈ રીતે એ ક્યા છે આપણને કેવી રીતે ખબર પડે?
તાંત્રિક : જે સમયે અને જે જગ્યાએ, મેઘના નો એ લોકો સાથે ઝઘડો થયો હતો એ જ સમયે અને એ જ જગ્યાએ એ લોકો મળશે.
રમીલાબેન : સારુ બાબા અમે એને લઈ જઈશુ પણ એને સારુ તો થઈ જશે ને?
તાંત્રિક : હા મેઘના એમની માફી માંગી લેશે તો સારુ થઈ જશે, પછી કંઈ નય થાય એને હા પણ આગળ મને કોઈ સંકટ આવવાના ભણકારા વાગી રહ્યા છે.
કાળીદાસ : કેવુ સંકટ બાબા.
તાંત્રિક : એ તો હુ હમણા નય કહી શકુ કેમ કે હુ પણ સ્પષ્ટ જોઈ નય શકતો પણ તમે જાવ કંઈ નય થાય.
બધા મેઘના ને લઈ ને ઘરે આવે છે, સાંજે એ બધા મેઘના ને સમજાવી ને એ આત્માઓની માફી માંગવા એ જગ્યા એ લઈ જાય છે જ્યા એનો ઝઘડો થયો હતો. એ બધી છોકરીઓ ત્યા જ ઊભી હોય છે. મેઘના એમને જોઈ ને જ એમના પગે પડી જાય છે અને રડી ને માફી માંગે છે. એ છોકરીઓ, મેઘના ને ઊભી કરે છે અને એનો અફસોસ જોઈ ને મેઘના ને માફ કરે છે અને કહે છે કે ફરી આવી ભુલ ના કરતી. મેઘના એમને વચન આપે છે કે ફરી આવી ભુલ ક્યારેય નઈ કરે. પછી બધા મેઘના ને લઈને ઘરે આવે છે. ઘરે આવતા જ મેઘના ને બોવ ભૂખ લાગે છે. એ જમવાનુ માંગે છે. રમીલાબેન જમવાનુ લાવે છે મેઘના પેટ ભરી ને જમે છે. બધા બોવ ખુશ થાય છે કે મેઘના ને હવે સારુ થઈ ગયુ છે. પણ કરણ થોડી મુંઝવણ મા હોય છે એને પેલા તાંત્રિકે કહેલી વાત યાદ આવે છે કે મેઘના પર પાછળ થી કોઈ સંકટ આવવાનુ છે , એ કયુ સંકટ છે શુ છે એ બધુ વિચાર્યા કરે છે. રાત્રે બધા ભેગા થઈ ને વાતો કરે છે. કાળીદાસ રમીલાબેન ને બધુ સંભળાવતા હોય છે.
કાળીદાસ : હુ આ છોકરી ને નાનપણ થી જ દુર રાખી તો પણ એ અહી આવી જોયુ ને કેવુ થયુ?
રનીલાબેન : હા પણ એનુ સારુ થયુ ને પછી શુ કરવા તમે ગુસ્સો કરો છો?
કાળીદાસ : સારુ તો થયુ પણ કંઈ થઈ ગયુ હોત તો?
કોમલ : હા અંકલ તમે તમારી જગ્યાએ સાચા છો પણ હવે બધુ સારુ થઈ ગયુ ને? તમારી છોકરી પહેલીવાર અહી આવી છે તમને ખુશી નથી એ વાત ની?
કાળીદાસ : કયો બાપ એવો હોય કે એની છોકરી ના આવવાથી ખુશ ના હોય. ખુશ તો હુ બોવ છુ પણ મારી છોકરી ના જીવ ના જોખમ ના લીધે હુ એને અહી આવવા નહી દેતો.
કરણ : જીવ નો જોખમ હુ કંઈ સમજ્યો નય.
કાળીદાસ : મેઘના જ્યારે એની મા ના ગર્ભ મા હતી ત્યારે અમારા ગામ ના એક તાંત્રિકે કહ્યુ હતુ કે જો તમારી છોકરી અહી રહેશે તો એ જીવતી નય રહે.
રચના : પણ તમે આવી વાતો પર વિશ્વાસ કેમ કર્યો? જીવન મરણ ભગવાન ના હાથ મા છે માણસ ના નહી.
કાળીદાસ : હા પણ અમુક અલૌકિક શક્તિ પણ હોય છે દુનિયા મા જે અમુક અશક્ય ને શક્ય કરવાની તાકાત રાખે છે
કરણ : તમે મને એ તાંત્રિક પાસે લઈ જશો મારે એની સાથે વાત કરવી છે.
કાળીદાસ : શુ વાત કરવી છે મારે કોઈ મુશ્કેલી ઊભી નથી કરવી તમે બધા અહી થી જતા રહો મેઘના ને પણ લઈ જાવ
કરણ : અરે અંકલ તમે વાત ના ફેરવશો તમને શુ લાગે છે કે મેઘના અહી થી દુર છે તો સુરક્ષિત છે? પણ એવુ નથી તમે જે હોય એ, કહો, નય તો મેઘના ખરેખર મુસિબત મા મુકાઈ જશે તો રડવા નો વારો આવશે.
કાળીદાસ : એ આટલા સમય થી દુર જ છે તો એને કશુ ના થયુ અને હવે અહી આવી તો જો કેવુ થઈ ગયુ. અને એવુ તો શુ છે કે એ અહી થી દુર છે તો પણ સુરક્ષિત નથી?
મેઘના ના બધા જ મિત્રો એના મમ્મી પપ્પા ને હોસ્ટેલ મા બનેલી બધી ઘટના વિશે કહે છે.
રમીલાબેન : મને તો બોવ બીક લાગે છે મારી છોકરી સાથે શુ થઈ રહ્યુ છે. મેઘના ના બાપુ તમે આ છોકરા ને એ તાંત્રિક પાસે લઈ જાવ કંઈ વધારે ઓછુ થઈ જશે તો આપણે શુ કરીશુ? શુ થશે પછી?
કાળીદાસ : કેવી રીતે લઈ જઉ એ તાંત્રિક હવે અહી નય રહેતો ખબર નય ઘણા વર્ષો પહેલા એ અહી થી જતો રહ્યો છે ક્યા ગયો છે કંઈ જ ખબર નય.
કરણ : અંકલ તમે ગમે તે રીતે એ તાંત્રિક ની ખબર કાઢો કે એ ક્યા છે, એને જ ખબર હશે કે મેઘના સાથે આવુ બધુ કેમ થાય છે.
કાળીદાસ : હુ કંઈ કરીને એને શોધવાનો પ્રયત્ન કરુ છુ. હમણા બોવ રાત થઈ ગઈ છે બધા ઊંઘી જઈએ.
કરણ : હા ભલે પણ હુ એક વાત જાણવા માંગુ છુ કે ગામ ના બધા રોજ રાત્રે ત્યા ચોક મા કેમ ઊંઘી જાય છે, પોતાના ઘર મા કેમ નથી ઊંઘતા.
કાળીદાસ : અહી જે, જંગલ છે ત્યા આત્માઓ નો વાસ છે એ બધા ને કોઈ નુકશાન ના પહોંચાડે એટલે ત્યા ઊંઘી જાય છે, ત્યા માતા ની ચોકી પણ કરેલી છે.
કરણ : તો તમે ત્યા નય ઊંઘતા, ઘર મા જ ઊંઘી જાવ છો.
કાળીદાસ : ના અમે પણ ત્યા જ ઊંઘી જઈએ છે, આ તો, તમે બધા આવ્યા છો એટલે ઘરમા ઊંઘી જઈએ છે. સારુ હવે બધા ઊંઘી જઈએ.
બધા ઊંઘવાની તૈયારી કરે છે. થોડીવાર મા ધીરે ધીરે બધા જ ઊંઘી જાય છે. કરણ અને મેઘના ને ઊંઘ નથી આવતી એ બંન્ને જણ વાતો કરે છે. વાતો કરતા કરતા અકબીજા મા ખોવાઈ જાય છે. બંન્ને એકબીજા ને વળગી પડે છે. અચાનક જ મેઘના ના કાન મા સંભળાય છે કે છોડ એને એ તારો નથી. તુ મારી છે મેઘના બીજા કોઈ ની નય.
ક્રમશ : . . . . . . . . . . . . . . . . .