Pagrav - 38 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 38

Featured Books
Categories
Share

પગરવ - 38

પ્રકરણ - ૩૮

સુહાની : "  તો કેમ પંક્તિને છોડી દીધી ?? એ તો મને પણ સવાલ થયો હતો અને નવાઈ લાગી હતી કે તું એને બીજાં લગ્ન કરીને સુખી રહેવા દે છે..."

પરમ : " કારણ કે એ બીજું કોઈ નહીં પણ મારી સગી બહેન ફરી છે..."

સુહાની : " શું ?? "

પરમ : " હા.. મમ્મીનાં બીજાં લગ્ન બાદ હું ક્યારેય એને મળ્યો નહીં. થોડાં જ સમયમાં એને દીકરાનો જન્મ થયો. પણ કદાચ  બદનસીબે એક અકસ્માતમાં મારી મમ્મી અને એનાં બીજાં પતિ બેય બાળકોને નાનાં મુકીને સ્વર્ગે સિધાવ્યા...ને પછી એનાં કાકાએ જ પંક્તિ અને એનાં ભાઈને મોટાં કર્યાં. વળી મોટા થયાં બાદ પંક્તિ અને સમીર બંનેએ લવ વિથ અરેન્જ મેરેજ કર્યાં હતાં આથી કદાચ એ જે.કે.પંડ્યાને બહું વધારે હિસ્ટ્રી ખબર નહોતી...આથી જ તો એમણે પંક્તિ સાથે સંબંધ માટે હા કહી... ફક્ત એટલી જ ખબર હતી કે એની મમ્મીનાં બીજાં લગ્ન હતાં.

પહેલાં તો હું મારાં પપ્પા જોડે જ રહેતો પણ પછી કદાચ એમનાં કામમાં હું નાનો હોવાથી થોડો અવરોધરૂપ બનતો હોય એવું લાગ્યું. આથી એમણે મને પહેલાં તો મારાં મામા સાથે સંબંધ રાખવાની હા પાડી. પણ મારાં મમ્મીનાં મૃત્યુ પછી તો એમણે વધારે છૂટ આપી દીધી. કારણ કે મારી મમ્મી બહું હોશિયાર હતી ને સાથે જ એમણે પપ્પાનાં સ્વભાવ અને કારનામાંની બધી જ ખબર હતી...પણ એનાં અવસાન પછી હું ધીમે ધીમે મામાની વધારે નજીક આવતો ગયો...છેલ્લે હું ત્યાં જ રહેવા જતો રહ્યો.એમણે મને ભણાવ્યો બધું જ કર્યું. એમની એક શરત હતી કે મારે મારાં પપ્પા સાથે કોઈ સંબંધ ન રાખવો. પણ એવું શક્ય નહોતું. હજું સુધી મામાને ખબર નથી કે હું તો એ દિવસથી લઈને હજું સુધી પપ્પાનાં સંપર્કમાં છું.

સુહાની : " વાહ એટલે તું બે મહોરાં સાથે ફરી રહ્યો છે એમ ને ?? "

પરમ જોરજોરથી હસવા લાગ્યો, " તો જેનાં લોહીમાં જ આટલી શક્તિ અને ભયાનકતા હોય એને સીધું સાદું જીવન ફાવે ખરી ?? મામા મને હંમેશા જીવનમાં કોઈપણ વસ્તુ ચલાવી લેવાનું , એનાં પર હાવી ન થવાનું કહેતાં જ્યારે બીજી બાજું મારાં પપ્પા જે કહેતાં કે જે ગમે એની પાછળ અંત સુધી મંડ્યા રહો...એ કોઈ પણ ભોગે... જ્યારે કોઈ વસ્તુમાં મામા તરફથી સહકાર ન મળતો પપ્પા મને એ કોઈ પણ રીતે લાવી આપતાં. આથી હું એ જ રીતે ટેવાયો છું....કે જે ગમે એ મેળવીને જ રહેવાનું એનાં માટે ભલે ને આકાશ પાતાળ એક કરવા પડે....!! પંક્તિને હું કોઈ પણ રીતે ન છોડત...પણ એક દિવસ પપ્પા સાથેની મારી મુલાકાત દરમિયાન બધી વાત કરતાં એની ડિટેઈલ શોધતાં મને ખબર પડી કે પંક્તિ એ મારી સગી બહેન જ છે...આખરે એ વખતે પહેલીવાર મને પપ્પાને કહ્યું કે, " હું તારું આ કામ નહીં પૂરું કરી શકું...તારી ઈચ્છા અધૂરી પૂર્ણ નહીં કરી શકું..." એટલે મેં એને છોડી દીધી. પણ આ વાતની પંક્તિને કંઈ જ ખબર નથી કે હું તેનો સગો ભાઈ છું...."

સુહાની : " તો હવે મારી અને સમર્થની લાઈફ કેમ બગાડી રહ્યો છે ?? હવે કહી દે સાચું કે તે સમર્થ સાથે શું કર્યું છે ?? "

પરમ : " મેં તો ફક્ત એને યુએસએ જવાની ઓફર આપી હતી....જેથી એ તારાથી દૂર જાય...પણ કદાચ કુદરત પણ એવું જ ઈચ્છતી હતી કે એ હંમેશાં તારાથી દૂર થઈ જાય...એટલે જ કદાચ આટલું બધું કુદરતી રીતે સર્જાઈ ગયું...હવે ફક્ત હું જ તારી માટે... તું ફક્ત ને ફક્ત મારી જ બનીશ..."

સુહાની : " એવું હોત તો મંથન કેવી રીતે આટલું બધું બન્યાં બાદ પાછો આવ્યો ત્યાંથી ?? એ સમર્થની સાથે જ હતો ને ?? "

પરમ : " પૂછી લે તું એને જ... તું કરતી હતી ને એને ફોન હમણાં ?? શું થયું કંઈ જવાબ ન મળ્યો ?? " કહીને એક વિચિત્ર રીતે હસવા લાગ્યો.

સુહાની : " આ બધું જ તારું કારસ્તાન છે... સમર્થે પોતે મને ફોન કર્યો છે કે એ અહીં ઈન્ડિયા આવી ગયો છે...તો પછી એ કેમ ન મળ્યો કોઈને ?? "

પરમ : " એ તો એને ખબર...મને શું ખબર...એણે મને કંઈ જણાવ્યું નથી કે અમારી સાથે કોઈ પણ સંપર્ક પણ નથી કર્યો તો અમે તેને કેવી રીતે બચાવી શકીએ..."

સુહાનીને હવે બહું ગુસ્સો આવી રહ્યો છે એ બોલી, " સાવ જુઠ્ઠુ...હવે એમ કહે કે કંપનીમાંથી ફોન પણ તે જ કર્યો હશે ને કે સમર્થને મળવું હોય તો અહીં આવીને કંપની જોઈન કરી દો...."

સમર્થ : " હવે સમર્થ આ હોનારતમાં હોમાઈ જતાં હવે તું દુઃખી થઈ જાય એ તો ન જ ચાલે ને... તારે તારાં આ સાચાં આશિકની જોડે આવવું તો પડે ને...મારે તને મારી બાહોમાં સમાવવી છે હંમેશાં માટે...તો શું થાય ?? એ સિવાય તને પાછી બોલાવવાનો કોઈ વિકલ્પ નહોતો મારી પાસે..."

સુહાની : " હવે એક શબ્દ પણ બોલીશ નહીં હવે...મને ખબર છે તું જાણી જોઈને કંઈ પણ સાચું નથી કહી રહ્યો.... પહેલાં એ કહે કે અહીં તું આવ્યો કઈ રીતે અહીં મારાં ઘરમાં ?? "

પરમ બોલ્યો, " પરમ નામ છે મારું પરમ અગ્રવાલ... તું મને શોધવાં આવી હતી ને...પણ મારી પર તને પૂરો શક હતો... કદાચ પહેલાં જ દિવસે જ તું મારાં પર  શબ્દોનો ગોળીબાર કરવા આવી હતી...પણ મારી ક્ષાતિર ચાલમાં તું ફસાઈ ગઈ... મારાં એ એકદમ સરળ અને આત્મીયતાભર્યા વ્યવ્હારને કારણે તું મારાં પર શંકા કરવાનુ વિચારી ન શકી...તું મુંઝવણમાં આવી ગઈ કે શું થઈ રહ્યું છે આ બધું....તે લોકોનો સહારો લેવાનો પ્રયત્ન કર્યો પણ એ પણ શક્ય ન બન્યું કારણ કે મને ખબર હતી કે તું કોઈને તફલીક આપીને તારી ખુશી ક્યારેય નહીં મેળવે‌.. કદાચ સત્ય જાણવા માટે જ તે આ ઓફર સ્વીકારી...અને એ પહેલાં જ મેં તને મારી નજીક લાવવાં માટે પ્લાન ઘડી કાઢ્યો હતો... એમાં તું ફસાતી ગઈ....મારો આ ફ્લેટ આપવાનો પ્લાન જરૂર હતો પણ તારાં કારણે મારે રાત-દિવસ કામ કરાવીને આ બધું કરવું પડ્યું... આટલું કરી શકું તો શું આ ઘરની બીજી ચાવી ન બનાવડાવી શકું ?? કદાચ તને ખબર નહીં હોય કે તું જે ઘરમાં રહેતી હતી એનો માલિક પણ હું પોતે જ હતો. બાકીનું તો તને સમજાઈ જ ગયું હશે‌‌....પણ હવે તો હું તને હંમેશાં માટે મારી કરીને જ રહીશ..." કહીને પરમ સુહાનીની એકદમ નજીક આવી ગયો.

સુહાનીએ એને છોડાવવા કોશિષ કરી પણ પરમનાં બળ સામે એ જાણે મજબૂર બની ગઈ....એને પરમની દાનવ જેવી કુબુદ્ધિ પર કંઈ થવાં લાગ્યું. પરમે ત્યાં બેડ પર જ એને સુવાડી દીધી..‌સુહાની કંઈ બૂમો પાડે એ પહેલાં જ એનાં મોંઢા પર પટ્ટી લગાવી દીધી. એ નાઈટડ્રેસમાં રહેલી સુહાનીનાં એ  આકર્ષક ઉભાર ધરાવતાં અંગોને જોઈ રહ્યો....સુહાની પોતાની જાતને છોડાવવા મથતી રહી.‌‌..

પરમ : " દેહની આટલી સુંદર લાલિમા તો કોઈ અપ્સરાની જ હોય...દુરથી તું જેટલી રોચક લાગતી હતી એનાંથી જ અત્યારે મારી બાહોમાં વધારે આકર્ષક લાગી રહી છે... તારું સૌંદર્ય તો કદાચ જે આજની સેલિબ્રિટીઓને જોઈને જે ઉતેજના થાય એનાં કરતાં પણ વધારે અદમ્ય છે... મારામાં શું ખૂટે છે તને ?? તને જે જોઈએ એ પૌરુષત્વ, મર્દાનગી, આટલો સુંદર આકર્ષક છું... હજું પણ તને મોકો આપું છું કે તું તારી જાતે જ પ્રેમથી તારી જાતને મને સમર્પિત કરીને હંમેશા માટે મારી બની જા..."

સુહાની : " એનાં કરતાં મરી જવાનું હું વધારે પસંદ કરીશ... તારાં જેવાં દેહલાલિત્યનાં ભૂખ્યા વરૂઓ જેવાની લપેટમાં આવીને ચૂંથાઈ થવું એના કરતાં મરવું વધારે યોગ્ય છે...."

પરમ : " હવે તું નહીં માને એમ જ ને...પણ મને આ તારી માદકતા હવે મદહોશ કરી રહી છે..."કહીને એ સુહાનીનાં સુંદર દેહ પર પોતાનો હાથ ફેરવવા લાગ્યો. હવે આ બધું હદની બહાર જઈ રહ્યું છે....

સુહાનીએ કદાચ આની કલ્પના પણ નહોતી કરી કે એની આવી સ્થિતિ પણ થશે..‌પરમ આટલો ખતરનાક હશે‌...‌આજે એનું સર્વસ્વ લુંટાઈ જવાની તૈયારીમાં છે....એણે જે બધું જ સર્વસ્વ છે સમર્થને હસ્તે મુખે સમર્પિત કર્યું હતું એ આજે કદાચ ખતરનાક મહોરાની મહોરમાં ફસાઈ ગયું છે... અત્યારે પરમનો સ્પર્શ કરતો એ હાથ અને એનો ચહેરો એને અંગારા કરતાં પર વધારે ગરમી આપી રહ્યાં છે... એનાં દેહમાં જાણે અગ્નિ વરસાવી રહ્યું હોય એવું અનુભવાઈ રહ્યું છે....એની આંખો ચોધાર આંસુ વહાવી રહી છે... આખરે એણે એનાં કાનાને મનોમન પ્રાર્થના કરીને કે એની ઈજ્જત બચાવી લે... સમર્થનાં સાથ માટે તડપવા લાગી...જાણે એનામાં એક શક્તિનો સંચાર થયો હોય એમ એણે પરમને જાણે સહમતિ આપી હોય એવું વર્તન કરતાં પરમે એને જે મજબૂત રીતે પકડી હતી એ એની ઢીલ નબળી કરી દીધી....એ સાથે જ સુહાનીએ લાગ જોઈને બેડની નજીક રહેલો ફ્લાવર બુકેને ધીમેથી લઈને પરમનાં માથામાં જોરથી પછાડ્યો....એ સાથે જ પરમને ચક્કર આવવાં લાગ્યાં પણ હજું એ ભાનમાં હતો...પણ એની સુહાનીને પકડેલી પકડ મૂકાઈ ગઈ.

સુહાનીએ ફરીથી એ જ બૂકેથી બીજો પ્રહાર કરતાં હવે એને અસહ્ય પીડા થતાં એ ભોંય પર પડી ગયો...એ સાથે જ ફટાફટ એની મિશન માટે હંમેશા રેડી રાખેલી એ બેગ લઈને દરવાજાની ચાવી તો પરમ પાસે આવી ગઈ હોવાથી ફ્લેટની એ બારીનું લોક ખોલીને કૂદકો મારીને ત્યાંથી નીકળી ગઈ....!! કદાચ એ રાત પડવાનાં સમયમાં એને ખુદને નથી ખબર કે હવે ક્યાં જશે...પણ કદાચ પરિસ્થિતિને સમજીને નક્કી કરી ચૂકી હતી કે કદાચ હવે એ આ શહેર કે કંપનીમાં ક્યારેય પાછી નહીં ફરે...!! ને એકાએક ફરી કદાચ પાછળથી કોઈની આહટ જેવું સંભળાતાં એ પાછળ જોયાં વિના જ મેઈન રસ્તાની તરફ પૂરવેગે ભાગી નીકળી !!

સુહાની પરમની જાળમાંથી એમ નીકળી શકશે ?? પરમ એને છોડી દેશે ખરાં ?? શું કરશે હવે સુહાની ?? હવે કાયમ માટે સુહાની સમર્થને ગુમાવી બેસશે ?? જાણવાં માટે વાંચતા રહો પ્રેમનો પગરવ ભીનેરો -૩૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....