આ એક કાલ્પનિક વાર્તા છે. પરંતુ આ વાર્તા મા મે આપણા સમાજ ની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.આપ સૌ મારી વાર્તા વાંચીને તમારો કિંમતી પ્રતિભાવ આપવા વિનંતી...
એક દિવસ સાંજની વાત છે હું બજારમાં થોડી ઘણી વસ્તુ લેવા માટે નીકળી હતી વળતાં રસ્તામાં જ મારી એક ખાસ ફ્રેન્ડ સીમા નું ઘર આવે. એટલે મને એમ થયું કે લાવને આજે વહેલી ફ્રી થઈ ગઈ છું ઘરે પણ કોઈ ખાસ કામ નથી તો જરા મારી દોસ્ત સીમા ને મળતી જાવ..
સીમા આમ તો સ્વભાવની ખુબ જ ભલી ભોળી ને બીજા સાથે જલદી હળી મળી જાય પરંતુ એ લોકોની વાતોમાં ખૂબ આવી જાય.કોઈ કાંઈ પણ કહે એટલે સમજ્યા જાણ્યા વગર જ તેનું અનુકરણ કરવા લાગે. એનો પતિ રાજન પણ સ્વભાવનો ભલો ભોળો માણસ. સારી કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકેની જોબ કરતો હતો. ઘરમાં સીમા ને તેનો પતિ રાજન એ બે જણા જ રહેતા હતા.લગ્નને ચાર એક વર્ષ થયા હશે પણ બાળક નહોતું. મને સીમા સાથે ખૂબ જ ફાવે એટલે મને થયું કે આજે સમય છે તો તેને મળતી જાવ.આજે અમે બંને બહેનપણીઓ સાથે ગરમાગરમ ચા પીશું અને ખૂબ સારી વાતો કરશું એવા ઉત્સાહ સાથે હું એના ઘરે ગઈ..
પરંતુ આ શું? હું સીમાના ઘરે પહોંચી ને જોવું છું તો સીમા નું ઘર વિખરાયેલું પડ્યું છે અને સીમા ને રાજન વચ્ચે જોરદાર ઝઘડો ચાલી રહ્યો છે. આમ મેં કોઈ દિવસ એ લોકોને ઝઘડતા નથી જોયા એટલે મને ઘણી નવાઈ લાગી. આજે આવું તો શું થયું હશે આ બંને વચ્ચે કે આવી રીતે ઝઘડે છે. હું અંદર ગઈ ને બંનેને ઝઘડતા રોક્યા..
Me:- આ શું કરો છો તમે બંને જણા? એવું તો શું થયું કે તમે બંને આવી રીતે ઝઘડો છો?..
રાજન:-જો ને મીરા આ તારી બહેનપણી.તું સમજાવ આને કઈક બીજાના કહેવા ઉપરથી પોતાના જ ઘરમાં આગ ના લગાડે. કઈક સમજાવ આને નઈ તો આ આગ માં એ પોતે જ દઝશે..
Me:- પણ એવું તો શું થયું છે કોઈ કહેશે મને ? સીમા શું થયું છે કંઈક તો કે મને?..
સીમા તો છણકો કરીને એકબાજુ બેસી ગઈ જાણે રાજનની સાથે મારાથી પણ રિસાઇ ગઇ હોય એમ કાંઈ બોલે જ નહીં કે શું થયું છે. મે રાજનને પૂછ્યું "રાજન તમે તો કહો કે શું થયું છે મેં તમને બને ને આમ ક્યારે ઝઘડતા નથી જોયા આજે એવું તો શું થયું છે તમારા બંને વચ્ચે કોઇ કહેશે મને?..
રાજન:-મીરા આ તારી બહેનપણી એ મારી પાસે સાડી ગિફ્ટ માંગી હતી. મને કહ્યું કે જો તમે મને પ્રેમ કરતા હોવ તો એક સરસ મજાની સાડી ગિફ્ટ લઈ આપો. તો એના માટે આ સરસ મજાની સાડી પણ લઈ આવ્યો. એ પણ એના પસંદ ની એને એના ગમતા કલરની અત્યારે આ કોરોના કાળમાં lockdown માં ત્રણ મહિના ઘરે બેસવાનું થયું. અત્યારે પગાર પણ ઓછો આવે છે અને બીજા ઘણા ખર્ચા માથે છે. અહીંયા અમે બંને એકલા રહીએ છીએ પણ ત્યાં ગામડે મારે મારા બા બાપુજીને પણ પૈસા મોકલવાના હોય છે એટલે આવી મંદીમાં મને હજાર રૂપિયાની સાડી પોસાય એમ હતી એટલે હું એના માટે એને ગમતા કલરની એને ગમતી ડિઝાઇનની હજાર રૂપિયાની સાડી લઈ આવ્યો. પણ એના મગજમાં તો ખબર નહીં શું ભૂસુ ભર્યું છે. કહે છે કે તમે ફક્ત હજાર રૂપિયાની જ સાડી લઈ આવ્યા! કહે છે કે તમે મને પ્રેમ નથી કરતા પ્રેમ કરતા હોત તો પાંચ હજાર ની સાડી લઈ આવ્યા હોત.એની કોઈ બીજી બહેનપણી છે રીના નામ છે એનું.તમારી કિટી પાર્ટીમાં આવે છે.એને આના મગજમાં ભુસુ ભરી દીધું છે. એના પતિએ એને ૧૦ હજારની સાડી લઈ આપી એટલે કહે છે કે જુઓ પેલી રીના નો પતિ એને કેટલો પ્રેમ કરે છે તે તેની બધી જીદ પૂરી કરવા તૈયાર છે અને તમે ફક્ત હજાર રૂપિયા ની જ સાડી લઈને આવી ગયા. આવો હલકો છે તમારો પ્રેમ હું એમ કહું છું કે મીરા શુ પ્રેમ ફક્ત મોંઘી ભેટથી જ મપાય છે.હા હું માનું છું કે ભેટ આપવી એ પ્રેમ વ્યક્ત કરવાનો એક માર્ગ છે. પરંતુ એનો મતલબ એવો નથી કે મારો પ્રેમ એના પ્રત્યે ઓછો છે.હું એને આટલો પ્રેમથી રાખું છું એની સારસંભાળ રાખું છું કયરેય પણ એને કાંઈ ઓછું નથી આવવા દીધું.કોઈ જાતના બંધન માં પણ નથી રાખી જે ખાવું હોય જે પહેરવું હોય જ્યાં જવું હોય અને બધી જ છૂટ છે.એની બધી જ ખવાઈશ પૂરી કરવા પણ ત્યાર છું.પણ કોઈ બીજાના કહેવા પરથી એ આ રીતે ખોટી જીદ કરશે તો એ નઈ ચાલવી લવ.ભેટમાં પૈસા જોવાના ના હોય. ભેટ આપવા વાળાનો પ્રેમભાવ જોવાનો હોય. પણ આ તારી બેનપણી તો કાંઈ સમજતી જ નથી બસ બીજાના ચડાવ્યા એમ ચડી ગઈ પોતાની બુદ્ધિ તો વાપરવાની જ નહીં...
હું સીમા પાસે ગઈ ને મે એને કહ્યું સીમા શું છે આ બધું? રાજન સાચું કહે છે ભેટમાં પૈસા જોવાના ના હોય આપવા વાળા નો પ્રેમ ભાવ જોવાનો હોય ને જોને રાજન ભલે હજાર રૂપિયાની સાડી લઈને આવ્યા પણ એને તારી પસંદનું કેટલું ધ્યાન રાખ્યું છે અને તારા ગમતા કલર ની ડિઝાઈન ની સાડી લઈને આવ્યા છે તો તને એમાં એનો પ્રેમ નથી દેખાતો! અને તું કોની વાતમાં આવીને તારા સંસારમાં આગ લગાડે છે ઓલી રીના કે જેના એકવાર ડિવોર્સ થઈ ગયા છે ને તને શું ખબર કે સાચે એનો પતિ એને પ્રેમ કરતો હશે કે નહીં. હું એને ઓળખું છું એક નંબરની જીદી ને પૈસા ની ભૂખી છે ખોટી છે એ છોકરી. મને ખબર છે એના પતિ સાથે પણ એને કાંઈ ખાસ નથી બનતું એના પતિ સાથે નાની-નાની બાબતે ઝઘડતી હોય આ તો એનો પતિ ભલો અને ભોળો માણસ છે કે એની બધી જીદ પૂરી કરે છે એ બંને વચ્ચે પ્રેમ નહીં પૈસા મહત્વનો છે એ બધા જાણે છે કે રીના એના પતિ સાથે કેટલું ઝઘડતી હોય છે એના પહેલા પતિ સાથે પણ એને આવું જ કર્યું હતુ.એને સહન ના કર્યું પણ આ બીજો પતિ સહન કરીને રહે છે એની સાથે. અને સીમા તારા ને રાજનના પ્રેમની તો મિસાલ અપાય છે આપણા ગ્રુપમાં. બધાને ખબર છે કે રાજન તને કેટલો પ્રેમ કરે છે તો પછી આમ બીજાના કહેવા પરથી પોતાના જ ઘર સંસારમાં આગ કેમ લગાડે છે બીજાની દેખાદેખીમાં પોતાનો ઘરસંસાર માં કાયરેય પણ આગ ના લગાડાઈ એમાં આપણો જ હાથ દાઝે. અને એ પણ તું એવી વ્યક્તિનું માને છે કે જેનું સમાજમાં કોઈ માન સમ્માન જ નથી. કોઈ બીજાના કહેવાથી તું તારો આટલો સુંદર માળો વિખેરીસ નહિ.પછી એક દિવસ એવો આવશે કે રાજન પોતાની ફરજ ખાતર તારી બધી જીદ પૂરી તો કરશે જ પણ એમાં પ્રેમ ની હાજરી ક્યાંય નહિ હોય. પ્રેમ તો ભગવાને આપેલી અનમોલ ભેટ છે એને ક્યારેય પૈસાની સાથે તોલી ના શકાય. ભગવાન પણ પ્રેમથી રીઝાય છે પૈસા થી નહીં. ભગવાન પણ એવા લોકો પર જ પોતાની કૃપા વરસાવે છે જે પ્રેમથી ભરપૂર હોય. અને તું રાજન ની પત્ની છો તારાથી વધારે એની પરિસ્થિતિ કોણ સમજી શકે. પત્ની કોને કહેવાય કે પતિની દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપે આવા સમયે રાજન ને તારા સાથ ની તારા પ્રેમની જરૂર છે.ને એવામાં તું બીજાની વાત માનીને આવું કામ કરે છે. સાચે સીમા મને તને એક લાફો મારી દેવાનું મન થાય છે. અરે અત્યારની સ્ત્રીઓ તો આત્મનિર્ભર થઈ ગઈ છે ખુદ કમાય અને પોતાના શોખને જરૂરિયાત પૂરી કરે છે જરૂર પડે તો ઘરની આર્થિક સ્થિતિમાં પણ મદદ કરે છે.અને તું તો ખૂબ સમજદાર છે પછી આ બધું શું કામ કરે છે...
સીમા ને મારી વાત સાંભળીને એકદમ જ પસ્તાવો થવા લાગ્યો અને કહ્યું કે હા મીરા તારી વાત સાચી છે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ખબર નથી કેમ કે મે આવી મૂર્ખામી કરી. મારે રીના ની વાતમાં આવવાની જરૂર નોહતી. સોરી મીરા હવે હું આવું ક્યારેય નહીં કરું...
Me:- સોરી મને નહીં સોરી રાજનને કહે તે એનું દિલ દુખાવ્યું છે કોઈ બીજાની વાતમાં આવીને તે આવા પ્રેમાળ પતિ ના પ્રેમ નું અપમાન કર્યું છે..
સીમા:- હા મીરા તું સાચું કહે છે સોરી રાજન મને માફ કરી દો. મને સાચે પસ્તાવો થાય છે કે મેં આવું બુદ્ધિ વગર નું કામ કેમ કર્યું.અને હવે પ્રોમિસ કરું છું આ છેલ્લી વાર મને માફ કરી દો હવે ક્યારેય આવું નહીં થાય..
રાજન:-સીમા તને આ વાત સમજાઈ ગઈ તને પસ્તાવો થયો બસ એટલું જ મારા માટે કાફી છે અને એક સાડીની કિંમત આપણા પ્રેમને ક્યારેય તોલી નહિ શકે. આપણો પ્રેમ તારી સાડી કરતા અનમોલ છે..
સીમા:- હા રાજન તમે સાચું કહો છો આ દુનિયામાં જો કોઈ કીમતી વસ્તુઓ હોય તો એ પ્રેમ જ છે..
Me:- હા સીમા અને તું જ વિચાર કે તારી પાસે રાજન જેવા પ્રેમાળ પતિ નો કિમતી પ્રેમ છે જે પેલી રીના પાસે નથી.એટલે જ કહું છું કે કોઈ દિવસ બીજા ની દેખાદેખીમાં માં બીજા ના બંગલા જોઈ ને પોતાના કાચ ના ઘર તોડવા ના બેસાય..
સીમા:-હા મીરા થેન્ક્યુ તું જ મારી ખરી ફ્રેન્ડ છે ફ્રેન્ડ હંમેશા ઘર જોડવામાં મદદ કરે ઘર તોડાવે નહીં..
Me:-હા સીમા હવે તું બરાબર સમજી...
બસ પછી અમે ત્રણેય રાજીખુશીથી ચા નાસ્તો કર્યો અને ખૂબ સારી વાતો પણ કરી ..
Me:-ચલો હવે હું જાઉં છું મારે પણ ઘરે રસોઈ કરવાની છે પછી મોડું થઈ જશે..
સીમા:-થેન્ક્યુ! મીરા બસ આમ જ તું મને સાથ આપતી રહેજે..
Me:-હા સીમા હું તો હમેશા તરી સાથે જ છું ચાલ હવે હું જાઉં છું byee..
*હંમેશા પૈસા કરતાં કુટુંબને આપણા સંબંધોને મહત્વ આપવું જોઈએ. કુટુંબમાં એક બીજા પ્રત્યે પ્રેમ ને એક બીજાનો સાથ સહકાર હશે તો પૈસા તો ગમે ત્યારે પાછા કમાઈ લઈશું પરંતુ પૈસા માટે ક્યારે આવો પ્રેમથી ભરપૂર સુંદર માળો ક્યારેય વિખરાવો ના જોઈએ*
**********આભાર🙏🏻************