આગળ આપણે જોયું મુળી ની સ્થાપના..
મુળી માં બનેલા ઐતિહાસિક પ્રસંગો:...
*ધર્મ રક્ષણ એક તેતર કારણે:-
મુળી ગામ નું બાંધકામ ચાલુ હોવાથી તમામ લોકો મુળીથી ૨ કિલોમીટર દૂર છાવણી બાંધી ને રહેવા લાગે છે. એક દિવસ અચાનક ત્યાં એક ગવાયેલું તેતર(પક્ષી) છાવણીમાં આવી ને પડે છે.તેતર નો શિકાર ચાભડ શાખા ના રાજપૂતો દ્વારા કરવામાં આવેલો હોવાથી એ પોતાનો શિકાર સમજી ને પરમારો ની છાવણીમાં આવે છે,પણ શરણે આવેલા વ્યક્તિ કે અબોલા જીવ નું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે એ સમજી ને પરમારો તેતર ને પાછો નથી આપતા...એની પર એક દુહો લખવામાં આવ્યો છે..
શરણ ગયો સોંપે નહીં, રજપુતારી રીત
મરે તોય મેલે નહીં, ક્ષત્રિય હોય ખચિત...
શરણે આવેલા ને આશારો આપવો આ આપણી નૈતિક ફરજ છે પછી ભલે મરવું પડે,બહુ સમજાવ્યા ચાભડ શાખાના રાજપૂતો ને પણ એ નથી સમજતા અને એક તેતર ના લીધે ચડભડ થાય છે., અને માતા જોમબાઈ કુંવર મુંજાજી ને આદેશ આપે છે ,
મુંજાને માતા કહે , સુણ સોઢાના શામ,
દળમાં બળ દાખો હવે, કરો ભલેરા કામ,
માતા ના આશીર્વાદ અને આદેશ માથે ચડાવીને કેસરીયા કરવા ચાભડ શાખાના રાજપૂતો પર તુટી પડે છે. બધા કાંંઇ વિચાર કરે એ પહેલાંં તો તલવારો બંને બાજુ સબા સબ ,સબા સબ વીંજાવા લાગી... અને જોત જોતાાં માં તો શરીર પર થી ધડ અલગ થવા લાગ્યા.. ત્યારે મુુંજાજી સાથીદારો નેે કહે છે કે ભલે હવે મરવુંં પડે પણ ધર્મ રક્ષણ કરવા આપણે આ લડાઈ કરવાની છે..
સતી શિયળ ભોંરિગ મણી,શુરાના શરણત,
કૃપણ ધન મુછ કેસરી, મુવે પડે પરમારથ...
ચાભડ શાખાના રાજપૂતોએ તીરો વતી મારો ચલાવ્યો,તો સોઢા પરમારોએ તલવાર મીયાન માંથી કાઢીને વીંજવા માંડી. જોત જોતામાં તો ખેંગોએ ખપ્પર ભર્યા, અને દિવસ અથમતા સુધીમાં તો ધડ પરથી માથા ઉંડી ઉંડી ને જમીન પર પટકાયા હતા..અને પરમારો વિજયી થયા., અને આ યુધ્ધમાં કુંવર મુંજાજી અને એમના ૧૪૦ સાથી તથા ચાભડ શાખાના ૫૦૦ જેટલા સાથીદારો હતા. એમાંથી પરમારો ના દરેક સાથી કામ માં આવી ગયા..
પડ્યા ચાભડ પાંચસો,સોઢા વિસુ સાત,
એક તેતરને કારણે, અલ રાખી અખિયાત..
* એક ગભરુ પક્ષી અબોલ કે જેને માણસ, શત્રુુુતાની અને લડાઈ થઈ તેમાં ૧૪૦ સોઢા વ્યકિતના માણસો મરણ પામ્યાા..
* ૪૫ પરમાર રાજપૂતો
*૨૦ ખેર મશાણી રાજપૂતો
*૦૩ રાજકવિ અને તેના બે પુત્રો
*૧૨ ભટ્ટી રાજપૂતો
*૨૪ રાયકા રબારીઓ
*૧૬ છાવણીના સિપાઈઓ
*૦૫ પટેલ શાખાના વણિક અને એમના ચાર પુત્રો
*૦૭ સુતારો
*૦૮ વજીર જ્ઞાતી ના સૈનિકો
આ લડાઈ સવંત ૧૪૭૪ વૈશાખ માસની અજવાળી ત્રીજ ( અખાત્રીજ) ને દિવસે માત્ર એક શરણ આવેલા તેતર ના કારણે ધર્મ નિભાવવા ક્ષાત્ર ધર્મનું પાલન કરવા માટે લડાઈમાં, હસતા મુખે પોતાના આત્મજનો સામે જ હસતા મુખે કામ આવી ગયા હતા.. આ બાબતના પાળીયા હાલમાં મોજુદ છે...
* માતા જોમબાઈ સતી થયા..
" સતી અને સુરાજતાં, તેજ થયા એકાકાર,
અગ્નિ ઉઠયો અંગુઠડે, પહોંચ્યા પ્રભુને દ્વાર..."
શુરવીરો તો સ્વર્ગ સીધાવ્યાની નજર સામે જ જોઈ આ લડાઈ પુરી થઈ કાંઈક વિચારે તે પહેલાં જ પારકરથી લાંબુ અંતર કાપી ને ઉંટ લઈ સિપાઈ છાવણી પાસે આવીને નમન કરીને ઉભો રહ્યો. ત્યાં સામે જ કણસવાનો અવાજ આવ્યો સામે જુવે છે તો માનવ ની લાશો પડેલી હતી.થોડી વ્યક્તિઓ જીવતી હતી તે અર્ધ બેભાન અવસ્થામાં કણસતી હતી અને મેદાન તો જાણે લોહી ની ચાદર ઓઢી હોય. આ જોઇને અનુમાન કરી શકતો હતો કે હમણાં જ લડાઈ પુરી થઈ હોય તેમ લાગ્યું..
આગતુંક સિપાઈ એ નમન કરીને રાણા રતનજી પરમાર ( લગધીરજી, મુુંજાજી ના પિતાજી)
દેવ થયાના સમાચાર આપ્યા. ઘડીભર તો વાત પર સાથ ન દેખાણું ત્યાં સિપાઈ એ ફરી રાણા રતનજી સ્વર્ગવાસના સમાચાર આપ્યા.જોમબાઈ માં ઘડીનો પણ વાર કર્યા વગર અવાજ દીધો મુળીબાઈ ને હાજર થયા..પલનો વાર કર્યા વગર મૂળીબાઈ ને જણાવ્યું કે ચિતાની તૈયારી કરો.મુળી બાઈ તો કાંઈ સમજી શક્યા જ નહીં..જડવત ઉભા રહ્યા પછી ફોડ પાડીને જોમબાઈમાં એ વાત કરી કે પારકરમાં
"રાણા રતનજી પરમાર" દેવ થયા હોવાથી અને સામે કુંવર મુંજાજી ની લાશ પડી છે, હવે જીવવાનો કોઈ ઈરાદો નથી.
આ વાત પુરી થઈ મુળીબાઈ બહાર જઈને બધાને વાત કરી બધાં શાન માં સમજી ગયા.
ચિતાની તૈયારીઓ થવા માંડી. ચિતા ખડકાઈ ગઈ, ત્યાં સુધી તો જોમબાઇ માં નાહીને તૈયાર થઈ ગયા.મૂળીબાઈ આવી ત્યાં તો માં જોમબાઇ નક્કર પગલે આગળ ચાલીને ચિતા તરફ જવા લાગ્યા..
(ક્રમશ........)