Life lessons in Gujarati Motivational Stories by Rupal Patel books and stories PDF | જીવનના અનુભવ

Featured Books
Categories
Share

જીવનના અનુભવ


જીવનના અનુભવ

કોઈ છોકરીને તેના વ્યક્તિત્વથી વંચિત કરી નાખવી અને પોતાના વ્યક્તિત્વ માં ઓગળી દેવી એનું નામ "પ્રેમ" છે.

શું થઈ જતું હોય છે સંબંધોને ? માણસ ના જે ગુણ માટે તમે એને પ્રેમ કરો છો એ જ ગુણ સમય સાથે તમારા માટે પ્રશ્ન બની જતો હોય છે.

માણસ પસંદ કરે ત્યારે અવગુણ નથી જોતો અને નફરત કરે ત્યારે ગુણ નથી જોતો.

યાદ ' યાદ ' બનીને રહે ત્યાં સુધી બહુ વહાલી લાગે છે પણ જ્યારે એ યાદ એક ખાલીપો બનીને ચારે તરફ પડઘાવા લાગે ત્યારે ઘરની દિવાલો તમારી નજીક ખસવા માંડે છે.

પ્રેમ અને મૃત્યુને કોઈ રોકી નથી શકતું ન આવતા ને ન જતા.
જિંદગી ટુકડાઓમાં નથી જીવાતી.આખે આખી જ જીવવી પડે છે. પળો ની પસંદગી થઈ શકતી નથી. એતો ક્રમબદ્ધ આવતી જાય એમ જ સ્વીકારવી પડે છે.
સમય નો એક સ્વભાવ છે એ હંમેશા આગળની તરફ વહે છે અને આપણે હંમેશા એનું સાથે જ વહેવું પડે છે.

"પ્રભુ" આપે છે ત્યારે "સારું" આપે છે અને જયારે નથી આપતો ત્યારે, વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે.પણ જયારે "રાહ" જોવડાવે છે ત્યારે તો તે, "શ્રેષ્ઠ" જ આપે છે"

આંસું તમારું હોય અને પીગળતું કોઈક બીજું હોય , તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે. પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય.
માણસની આંખો ને હંમેશા એ જ વ્યક્તિ, ખોલી જાય છે જેના પર તે આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે.
હું બીજા "થી" સારું કરું તો શું ફરક પડે છે,પણ હું બીજા "નું" સારું કરું તો ઘણો બધો ફરક પડે છે
પથ્થર માં ભગવાન છે એ સમજાવા માં " ધર્મ "સફળ રહ્યો,પણ માણસ માં ભગવાન છે એ સમજાવા માં "ધર્મ" આજે પણ અસફળ છે સંસારમાં બે જ સત્ય બોલે છે, "અરીસો અને આત્મા"

જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે
ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે
મણાય એટલી માણી લેજો= મિત્રો
કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચે ની નાની વાર્તા છે.....
પતિ એવો હોવો જોઈએ જે સ્વામી નહી મિત્ર હોય, હાથ માં હાથ પરોવી શકે, સત્તા ચલાવવામાં નહિ સાથે જીવવામાં , આજ્ઞાંકિત ઢીંગલી નહી મોંઘા મુલા મિત્ર હોય.
દુનિયા ની સૌથી સુરક્ષિત વિમા પોલિસી છે. ”ભગવાન પર નો ભરોસો” બસ તમે રોજ સારા કર્મ ના પ્રિમિયમ ભરતા રહો....!!!

શરીર સુંદર હોય કે ના હોય પણ શબ્દો હંમેશા સુંદર રાખવા કારણ કે, લોકો ચહેરો ભૂલી જશે પણ, તમારા શબ્દો નહીં ભુલે...!!
હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે, પણ એનો અર્થ એ છે કે એમનામાં
પરિસ્થિતિને સંભાળવા ની ક્ષમતા છે.

જીવનમા મુશ્કેલીતો અનેક હોય છે.પરંતુ દરેકનો એક રસ્તો હોય છે અને એ રસ્તો એને જ મળતો હોય છે જેનો ચેહરો હમેશા હસતો હોય છે
રૂપિયા એ સુખ આપવાની શરત ક્યારેય કરી નથી.. ને છતાં,શરત જીતવા આખી જિંદગી દાવ પર લગાવીએ છીએ..!
અડધા દુઃખ ખોટા લોકો પાસેથી આશા રાખવાથી થાય છે.અને,બાકીના અડધા સાચા લોકો પર શંકા કરવાથી..

તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જ તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે..
જીંદગી માં કોઈનું મન દુ:ખાવતા પેલા વિચારજો કેમ કે સમય તો ગુજરી જાય છે પણ વાત યાદ રહી જાય છે.

સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે લોકો "સમજે" છે ઓછુ અને "સમજાવે" છે વધારે.