all roundar in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | ઓલ રાઉન્ડર

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ઓલ રાઉન્ડર

*ઓલ રાઉન્ડર*. વાર્તા... ૨૩-૪-૨૦૨૦

લાગણી,પ્રેમ,ચિંતા,કાળજી...યાદ અને...ગુસ્સો..
એટલે દોસ્તી બાકી તો....ઓળખાણ કહેવાય..
આંધી તૂફાન અને પર્વતોની સામે અડીખમ રહી આ દોસ્તી અને દોસ્તી નાં સંબંધો....
મણિનગરમાં રહેતાં જીનલ, મેહુલ, અને જતન ત્રણેય મધ્યમવર્ગના સંતાનો હતા... ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી સારી ટકાવારી એ ઉત્તિર્ણ થયાં એટલે એલ. જે એન્જિનિયર કોલેજ જે નવી શરૂ થઈ હતી એમાં એડમિશન લીધું...
ઘરેથી એલ. જે કોલેજ જવા થોડે સુધી બસ પછી શટલ રીક્ષામાં અને પછી ત્રણેક કિલોમીટર ચાલીને જવું પડતું..
આ ત્રણેય ની દોસ્તી ખુબ જ પાકકી હતી... ભણવામાં ખૂબ જ સિનસયર હોય છે... વગર ટ્યુશને એ ત્રણેય પોતાની જાત મહેનત થી ભણતાં હતાં અને ઘરમાં પણ એમનાં જેટલું કોઈ ભણેલું ન હોવાથી જાતે જ મહેનત કરવી પડતી અને ત્રણેય દિલ લગાવીને ભણતાં હતાં... નિયમિત કોલેજ જતાં અને દરેક લેક્ચર માં મન લગાવીને ભણતાં .. ત્રણેય ખૂબ જ સરળ અને સાલસ હતાં અને સતત બીજાને મદદરૂપ બનતાં હોય છે...
ત્રણેય ને કોલેજમાં જવા તકલીફ પડતી હોય છે એટલે એક જ વ્હીકલ પર ત્રણેય જતાં અને પેટ્રોલ નો ખર્ચ ત્રણ ભાગમાં વિભાજન કરી લેતા એથી એમને ખર્ચ પણ ઓછો થાય અને સમય પણ બચે...
ત્રણેય નો દ્રષ્ટિકોણ એમની ઉંમર નાં વિધાર્થીઓ કરતાં અલગ અને એમની મહત્વકાંક્ષા ખુબ જ ઉંચી હોય છે...
ભણીગણીને કંઈક બનીને માતા પિતાને સુખી કરવા અને એક અલગ ઓળખાણ બનાવવી એ જ ધ્યેય હતો.
ત્રણેય ને એકબીજા માટે ખુબ લાગણી હોય છે...
પણ,
ત્રણેય ની ખાસિયત અલગ અલગ હોય છે....
જીનલ જીવનમાં ઉપયોગી થાય એવું અને પ્રેકટિકલ જ્ઞાન માં માનતો હોય છે...
જ્યારે...
મેહુલ ભણતરના જ્ઞાન થી ઉચ્ચ દરજ્જાની સારી જોબ મળી રહે એવી રીતે ભણતર ને ગોખવા કરતાં સમજીને ભણવામાં વધુ માનતો હતો...
જ્યારે,
જતન કોમ્પ્યુટર માં સોફ્ટવેર અને કોમ્પ્યુટર લેન્ગવેજ માં વધુ રુચિ દાખવતો હતો...
આમ ત્રણેય નાં પોત પોતાના ગોલ અને એક લક્ષ્ય નક્કી જ હતાં....
તેમની સાથે ભણતાં અમુક વિધાર્થીઓ તેમની ગરીબી અને તેમની આવી વિચારસરણી ની મજાક મશ્કરી ઉડાવતાં અને એ લોકોને થ્રી ઈડયટસ કહીને જ બોલાવતાં...
પણ આજે એ જ થ્રી ઈડયટસ એમનાં કરતાં વધુ સફળ છે અને એક અલગ ઓળખાણ પણ બનાવી છે...
જ્યારે આ ત્રણેય ભણતરની સાથે ગણતર અને રમત ગમત માં પણ ખૂબ જ નિષ્ણાત હતા ...
એલ જે કોલેજ નવી જ શરૂ થઈ હતી એથી આ ત્રણેય આગળ પડતો ભાગ લઈને પ્રોફેસર ને અને પ્રિન્સીપાલ ની જોડે વાટાઘાટો કરીને કોલેજમાં નવી સ્પર્ધાઓ ચાલુ કરાવી અને બધાને ભાગ લેતાં કર્યા ...
એમાં કોલેજમાં થી દરેક વિદ્યાર્થીને એક રોબોટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું...
અને એ માટે સુરેન્દ્રનગર પાસે આવેલી વઢવાણમાં સી.યુ. શાહ કોલેજમાં સ્પર્ધા માં ભાગ લેવા જવાનું હતું...
તો આ ત્રણેય મિત્રો એ..
ઘરમાં પડેલી નકામી વસ્તુઓ નો ઉપયોગ કરીને ઓછામાં ઓછાં ખર્ચ માં રોબર્ટ બનાવ્યો અને ભાગ લેવા વઢવાણ ગયાં અને સ્પર્ધામાં ભાગ લીધો અને બીજા ક્રમે આવ્યા...
આ જોઈ કોલેજમાં છોકરીઓ આ લોકો સાથે દોસ્તી વધારતી અને એન્જિનિયરિંગ નું શીખતી અને આ ત્રણેય ની સલાહ પ્રમાણે ચાલતી આ જોઈ કોલેજમાં ભણતાં છોકરાઓ એ આ ત્રણેય ને માટે કાવતરું રચ્યું અને માર પણ ખવડાવ્યો પણ આ ત્રણેય નિર્દોષ હતાં એટલે એમને ઉની આંચ પણ નાં આવી અને જે વિધાર્થીઓ એ કાવતરું રચ્યું હતું એમને કોલેજમાં થી નિકાળી દીધાં ‌...
આમ એ ત્રણેય દોસ્તો ની ભણવામાં ધગશ હતી એટલે એ સમયે જેના નિષ્ણાત એન્જિનિયર ની મદદથી જ થતું એ કામ જીનલ અને જતને લેન ગેમીંગ નું પણ આયોજન કર્યું હતું અને વાહ વાહ મેળવી હતી...
અને માસ્ટર ડિગ્રી સાથે એન્જીનીયરીંગ પુરું કર્યું...
કોલેજ કેમ્પસમાં થી જીનલ અને મેહુલ ને નોકરી મળતી હતી પણ એમણે પોતાના બળે જ નોકરી મેળવવા પ્રયત્ન કર્યો...
જીનલે ઈસરો માં એક વર્ષ જોબ કરી અને પછી એણે એ જોબ છોડી અને સર્કીટ પણ બનાવી... એક ટેમ્પરેચર કન્ટ્રોલર બનાવતી ફેક્ટરીમાં સી.ઈ.ઓ તરીકે કામ કર્યું અને આજે એ પોતાના ક્ષેત્રથી અલગ જ પ્રવૃત્તિ કરીને વિધાર્થીઓ ને ટ્યુશન આપવાનું કાર્ય કરે છે..
અને આખાં મણિનગરમાં જીનલ સર થી પ્રખ્યાત છે..
જ્યારે મેહુલ એક કંપનીમાં હેડ મેનેજર ની પોસ્ટ પર નોકરી કરે છે... અને જતન સોફ્ટવેર એન્જિનિયર નું કામ કરે છે અને ખૂબ જ સારું કમાય છે ... અને આજેય ત્રણેય જણાં મહિનામાં એક દિવસ ભેગા થાય છે અને એ કોલેજ નાં સોનેરી દિવસો યાદ કરે છે...
અને પોતાની કારકિર્દી થી ખુશ છે અને પરિવારને સુખી રાખે છે.....
ભાવના ભટ્ટ અમદાવાદ......