aanu j naam prem - 9 in Gujarati Fiction Stories by તેજસ books and stories PDF | આનું જ નામ પ્રેમ - ભાગ - 9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

આનું જ નામ પ્રેમ - ભાગ - 9

આગળના અંકમાં આપણે જોયું કે પારિજાત સાંજે પ્રજ્ઞા મેડમ ના ઘરે જાય છે. પ્રાંજલ સાથે પૂજન પ્રથમ વાર કોફી પીવા માટે જાય છે ત્યાં સજાનું બીજા દિવસે કહેવાનું નક્કી કરે છે. બીજા દિવસે પૂજનની આંખો કોઈ પાછળથી આવીને બંધ કરે છે. પારિજાત પ્રજ્ઞા મેડમ જોડે એમના ભૂતકાળની અમુક વિગતો પૂજન ને જણાવે છે. આગળનો પ્લાન પૂજન બીજા દિવસે પારિજાત જોડે વાત કરશે એવું જણાવે છે. આગળ રોડ પર એક્સિડન્ટ થયો હોવાથી પૂજન ગાડી બીજા રોડ પર લેવા જાય છે ત્યાં એને સામેની ગાડીમાં કોઈક જાણીતું દેખાય છે. હવે આગળ...

પૂજનના હૃદયમાં એક અજબ ડર અને પ્રેમ સમિશ્રિત લાગણી ઉદભવે છે અને એને પોતાના જ શબ્દો સંભળાય છે.
"તારી સજા એ છે કે જ્યારે પણ હું તને કોફી પીવા બોલાવીશ ત્યારે તારે આવવું પડશે. સમય, સ્થિતિ કે વ્યક્તિ કે બીજું કઈ પણ હોય, પણ હું જ્યારે કોફી માટે બોલવું ત્યારે તું ના નહી પાડી શકે."
અને પાછળ મધુર સ્વરે બોલાયેલા શબ્દો પડઘાય છે.
"હું પ્રોમિસ કરું છું. તું જ્યારે પણ મને કોફી માટે બોલાવીશ. હું બધું મૂકીને આવી જઈશ."

અચાનક જ આગળની ગાડી બ્રેક મારતા બંને ગાડી સામસામે આવી જાય છે. પૂજન વ્યવસ્થિત રીતે જોવે ત્યાં જ તો ટ્રાફિક પોલીસ એને ગાડી આગળ લેવા કહે છે. પૂજન ના છૂટકે ગાડી આગળ લે છે. ટ્રાફિકના લીધે ગાડી દૂર ઊભી રાખી પૂજન તરત જ પાછો આવે છે પણ ત્યાં સુધી બીજી ગાડી નીકળી ગઈ હોય છે.

વિશ્વાસ છે કે આભાસ છે એ વિચારતા જ પૂજન પાછો ફરે છે. રાત્રીના દસ વાગવા આવ્યા હોય છે. પૂજન હજી પણ અસમંજસ અનુભવતો હોય છે. મન જાણે એની જાણ બહાર ઊંડે દબાયેલી બધી સ્મૃતિ એની સામે લાવી રહ્યું હોય એમ બધું માનસપટ પર દેખાવા લાગે છે.

જે વાતો પૂજન યાદ નહોતો કરતો એ જ બધી વાતો... કોલેજમાં બાઈક પાસે રાહ જોતો પૂજન ઊભો છે. ત્યાં જ પાછળથી કોઈ આવીને પૂજનની આંખ પર હાથ મૂકી આંખો બંધ કરી દે છે.

પૂજન (વિશ્વાસ ભરેલા સ્મિત સાથે): "ઓહો! આવી રીતે તું આંખો બંધ કરી દઈશ તો શું હું તને જોઈ નહી શકું? તને જોવા માટે મારે આંખો ખુલ્લી હોવી જરૂરી નથી. બંધ આંખોથી પણ હું તને મારી એટલી જ નજીક મહેસુસ કરી શકું છું. તો હવે સામે આવી જા. તો હું મારા હૃદયની વાત તને જણાવી શકું."

એમ કહેતા જ પૂજન હાથ પકડી આંખો બંધ કરવાવાળીને પોતાની સામે લઈ આવે છે. આંખો ખુલતા જ પૂજન આશ્ચર્ય અને આઘાત સાથે બોલે છે: "સુહાની, તું અહી શું કરે છે? અને આવી રીતે પાછળથી આવીને આંખો બંધ કરવાનું શું નાટક છે? " (સુહાની પૂજન સાથે ક્લાસમાં ભણતી હોય છે અને પ્રાંજલની ખાસ સહેલી હોય છે.)

સુહાની: "તું અહી આવીને મને તારા હૃદયની વાત જણાવે એટલા માટે જ તો આવી છું. તે જ તો કીધું કે તું મને બંધ આખોથી પણ એટલી જ નજીકથી નિહાળી શકે છે. તો હવે બોલી જ નાખ."

પૂજન: "એ.. એ.. એવું કઈ નથી. હું એ તારા માટે નહોતો કહેતો. એ તો બીજી કોઈ સમજી ને બોલાઈ ગયું હતું. તું ઊંધું સમજી હોય એવું લાગે છે."

સુહાની: "અચ્છા. હું તારા માટે કઈ પણ કરી શકું એમ છું. તને જ્યારથી ફ્રેશર પાર્ટીમાં જોયો છે ત્યારથી જ તને પસંદ કરું છું. એટલે જ તો તને મે તારા એક્સીડન્ટ વિશે જણાવ્યું હતું. પણ તું મને બીજા કોઈ માટે ના પાડે છે. એવું તો કોણ છે એ તો મને જણાવ."

પૂજન: " મે ક્યારેય તને નથી કીધું કે હું તને પસંદ કરું છુ. હું તો તને એક કલાસમેટ તરીકે જ જોવું છું. અને હું અહી પ્રાંજલની રાહ જોઈને ઉભો છું. જે બોલાયું એ પણ પ્રાંજલ માટે જ હતું."

સુહાની: "ઓહ... પ્રાંજલ. જેણે તને જાણીજોઈને હોસ્પિટલ પહોંચાડ્યો તું અહી એની રાહ જોવે છે. મને તો હતું કે તું એની સાથે બોલતો જ નથી. એણે તને એવું તો શું કીધું કે તું એને દિલની વાત કહેવા તૈયાર થઈ ગયો."

પૂજન: "એ મારો અંગત વિષય છે જેના વિશે તને જણાવવું હું જરૂરી નથી સમજતો. પ્રાંજલ અને મારી વચ્ચે શું થયું એ અમારી વાત છે. પ્રાંજલ તો તારી ખાસ દોસ્ત છે તો એના માટે તો તારે ખુશ થવું જોઈએ."

સુહાની: " પ્રાંજલ મારી ખાસ દોસ્ત છે એટલે જ તો તને મે બધી ઘટના કીધી હતી. હું એને જેટલું ઓળખું છું, તું હજી એને ઓળખતો નથી. તમારી અંગત બાબત છે તો પ્રાંજલે તને એની સગાઈની અંગત વાત પણ જણાવી જ હશે ને. ઓહ... નથી કીધું. અરે રે... પણ તું તો અંગત વાત કરવાનો છે અને સૌથી અગત્યની અંગત વાત તો તને ખબર નથી. "

પૂજન આ સાંભળીને બહુ દુઃખ અનુભવે છે. સુહાની તો આટલું કહીને જતી રહે છે. પૂજન પણ ઘરે પાછા જવાનું વિચારતો જ હોય છે. ત્યાં સામેથી પ્રાંજલ કૉલેજમાં પ્રવેશ કરતી દેખાય છે.

એક સમય બંધ આંખે મારું આખું સ્વપ્નું પૂરું થતું હોય એવું લાગતું હતું ને હવે એ જ સ્વપ્નું તૂટીને ટુકડા થઈ રહ્યું હતું. બે રસ્તા હતા પૂજન સામે અત્યારે ત્યાંથી જતું રહેવું અથવા પ્રાંજલ સાથે સગાઈની વાત કરવી.

અસમંજસ વચ્ચે અચાનક જ લાલ ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેરેલી પ્રાંજલ સામે આવીને ઊભી રહી જાય છે. પૂજન બંને રસ્તા મૂકી ત્રીજો રસ્તો નક્કી કરે છે.

પ્રાંજલ: "આજે તો વહેલા આવી ગયા છો. બાઈક લઈને એ પણ. કઈક નવો જ પ્લાન લાગે છે."

પૂજન: "અરે આ તો બસ એક્ઝામ પૂરી થઈ છે તો કઈક ફરવા જવાનું વિચારતો હતો. અમદાવાદ શહેરમાં આવ્યા 5 મહીના થઈ ગયા છે પણ હજી શહેર બરાબર જોયું નથી."

પ્રાંજલ: " અમદાવાદ જોવું છે. કોઈ સાથે છે કે એકલા જ જવાનો છે?"

પૂજન: "(શબ્દો ગોઠવતા) હું અને મારી બાઈક છીએ અત્યારે તો. બીજું તો કોઈ નથી, પણ બાઈક ની પાછળની સીટ પર બેસી શકે એવી તારા ધ્યાનમાં કોઈ હોય તો મને કહે."

પ્રાંજલ: "ધ્યાનમાં તો છે પણ તારી બાઈકની સીટ બહુ નાની તો નહી પડે ને. એવું ના થાય કે તારા માટે જગ્યા જ ના વધે."

પૂજન: " અરે આ બાઈકની સીટ જાણીજોઈને નાની બનાવી છે. તું સમજ ને...(કહીને આંખ મિચકારે છે.) "

પ્રાંજલ: "અચ્છા. હું બધું સમજુ છું. તારો લાલ ચહેરો અને આંખોની મસ્તી પણ."

પૂજન: "સારું છે કે કીધા વગર જ સમજે છે. હવે જલ્દીથી બોલ કોણ છે જેને પાછળની સીટમાં બેસાડીને અમદાવાદમાં ફરવા જવાય."

પ્રાંજલ: "બહુ ઉતાવળ લાગે છે નામ જાણવાની અને એને લઈને ફરવા જવાની. આપણા ક્લાસમાં સૌથી હુસ્ટપુસ્ટ ગર્લ છે ને રોશની. (રોશની એ કોલેજની સૌથી જાડી છોકરીનું નામ છે.) એને લઈ જાવ તો માનું. બાઈકની સીટમાં એને બેસાડી જોવો. અમદાવાદ ફરવામાં મજા આવશે." (ખડખડાટ હસવા લાગે છે.)

પૂજનનું મન પ્રાંજલનું નામ વિચારતું હતું પણ આતો બાજી હાથમાંથી સરકી જતી હોય એવું લાગ્યું.

પૂજન: "અરે એમાં શું? હું તો એને પણ લઈ જાઉં. પણ એને લઈ જતો જોઈને ક્લાસની બીજી છોકરીઓ ઈર્ષાથી સળગી જશે એવું લાગે છે. એવું હોય તો તું બાઈકની સીટમાં બેસીને જોઈ લે. તને બેસતા આવડે તો હું તને પણ લઈ જઈ શકું." (પૂજન જાણીને દાવ ફેકે છે.)

પ્રાંજલ: "બાઇકમાં તો બેસતા આવડે જ ને. બાઈક ચાલુ કરો એટલે હું બેસીને બતાવું."

પૂજન: "ખાલી બેસવાનું નથી. અમદાવાદ પણ બતાવવાનું છે. ખબર તો હસે ને અમદાવાદના જોવાલાયક સ્થળો વિશે?"

પ્રાંજલ: "હા, અમદાવાદની મુલાકાત જેવી હું કરાવીશ એવું તને કોઈ નહી કરાવે. અને મારી ગેરંટી છે કે આવી અમદાવાદ સાથેની ઓળખાણ કરાવીશ કે તું આ શહેરને પ્રેમ કરવા લાગીશ."

પૂજન: "ચાલ તો બેસી જા. અને હા, તું સ્પીડથી ડરીશ તો નહી ને."

પ્રાંજલ: "મને સ્પીડ પસંદ છે. બસ તું સંતુલિત રહેજે. આજે તને ઘણા રોમાંચિત અનુભવો થવાના છે."

પ્રાંજલ - પૂજન બંને બાઈક પર શહેરને જોવા નીકળી પડે છે. આ સંવાદને થોડે દુર ઊભી સુહાની કોઈનું ધ્યાન ના પડે એમ જોઈ રહી હોય છે. એમના ગયા પછી સુહાની કોઈક ને મોબાઈલમાં મેસેજ કરે છે અને મનોમન કહે છે :"હવે બંનેને ખબર પડશે. "

એટલામાં પૂજનના ફોન પર રીંગ વાગે છે. પૂજન યાદોના વમળમાંથી બહાર આવે છે. ફોન પર પારિજાત હોય છે.

પારિજાત: "પૂજન, તારા માટે એક ખાસ સમાચાર છે. "

પૂજન: "સમાચાર? શું સમાચાર છે? "

પારિજાત: " તે જે ગાડી વિશે કીધું હતું ને એ ગાડી પ્રજ્ઞા મેડમની બહેનની જોડે છે. ઘણીવાર શુક્રવારે પ્રજ્ઞા મેડમ એમના લાલ બંગલો પાસે આવેલા ઘરે જાય છે અને શનિવારે ત્યાંથી જ કૉલેજ આવે છે."

પૂજન: "વાહ પારિજાત, તે તો જબરદસ્ત સમાચાર આપ્યા છે. સાંભળ, કાલે તારે સવારે મને રિવરફ્રન્ટ પર 7 વાગે મળવાનું છે. આગળનું પગલું ત્યાં જ મળીને સમજાવીશ."

પારિજાત: " સારું, પણ સવારે થોડુ વહેલું થઈ જશે ને. સાંભળ, હું ફૅમિલી સાથે આવીશ."

પૂજન: "સારું છે. એ બહાને તારા પતિદેવની સાથે મુલાકાત થઈ જશે. બિચારો ક્યાં ભરાઇ ગયો છે એની જોડેથી સાંભળવાની મજા આવશે." (ખડખડાટ હસે છે.)

પારિજાત: "ઓયે કોઈ નથી ભરાઇ ગયું. તું છે ને મોઢું સંભાળજે, એને મારા કિસ્સા કહેવાની કઈ જરૂર નથી."

પૂજન: " સારું હવે... કાલે મળીયે. "

પૂજન ફોન મુકીને સુવા જાય છે. પારિજાત એના પતિ(નિસર્ગ) જોડે કાલની વાત કરે છે.

પારિજાત: "નિસર્ગ, કાલે આપણે સવારે રીવરફ્રન્ટ જઈએ છીએ. પૂજન પણ ત્યાં મળશે આપણને. તારી જોડે મળવા એ પણ ઉત્સુક છે."

નિસર્ગ: "પૂજન, અરે એને મળવા તો હું જરૂર આવીશ."

પારિજાત: "નિસર્ગ, પેલા જાસૂસને માહિતી મેળવવાનું કામ આપેલું એ ક્યાં પહોંચ્યું?"

નિસર્ગ પારિજાતને એક મોટું કવર આપે છે. પારિજાત સ્માઈલ સાથે નિસર્ગને ગળે લગાવી લે છે.

મિત્રો,
આ અંકમાં પૂજન અને સુહાની વચ્ચેનો સંવાદ જોયો. સુહાનીને પ્રાંજલ માટે પૂજનની લાગણીઓ જાણીને એના સગાઈની વાત કહે છે. પ્રાંજલ સાચે જ સગાઈની વાત પૂજનની છુપાવે છે? પૂજન ક્યો ત્રીજો રસ્તો લે છે? પૂજન અને પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યારે સુહાની કોને મેસેજ કરે છે? પારિજાત અને પૂજન આગળના પ્લાન માટે બીજા દિવસે સવારે મળવાનું પ્લાન કરે છે. નિસર્ગ એક કવર પારિજાતને આપે છે. એમાં શું માહિતી હશે? આ બધાનો જવાબ મળશે પણ આગળના અંકમા.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020