Darkhart - the story of sword - 3 in Gujarati Thriller by Heena Pansuriya books and stories PDF | ડાર્કહાર્ટ - the story of sword - 3

Featured Books
Categories
Share

ડાર્કહાર્ટ - the story of sword - 3

Part 3


" સેવ મી, જેક. પ્લીઝ કમ..."

એક સ્ત્રીનો પડછાયો જેક સામે હતો અને તે જેક પાસે મદદ માંગી રહી હતી અને પોતાની પાસે આવવા કહી રહી હતી. જેક તેને જોઈને ગભરાઈ ગયો. તેની આંખ ખુલી ગઈ. આજુબાજુ જોયું તો પોતે રૂમમાં હતો. ફક્ત સપનું હતું તેવો ખ્યાલ આવતાં હાશકારો થયો. ડરને કારણે કપાળ પર પરસેવો વળી ગયો હતો.

" ફરીથી ખરાબ સપનું, એઝ ઓલ્વેઝ..." જેક પરસેવો લુછતાં લુછતાં બોલ્યો. તેણે ફરીથી સૂવાની કોશિશ કરી પણ ઊંઘ ના આવી. ઘડિયાળમાં જોયું તો સાત વાગવાની તૈયારી હતી. તે બેડ પરથી ઉતરીને બાથરૂમમાં ગયો અને મોં ધોયું. અરીસામાં પોતાનો ચહેરો જોયો. રાત્રે એલ અને સ્ટીવ મિસથી છુપાઈને બર્થડે વીશ કરવા આવ્યાં હતાં એ યાદ આવતાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

" જેક, યુ આર વેરી લકી. એલ અને સ્ટીવ જેવાં ફ્રેન્ડ્સ મળવા ખરેખર ખૂબ મુશ્કેલ છે. જ્યારે પણ તને જરૂર હોય ત્યારે હંમેશા તારી સાથે રહ્યાં છે. તારી તકલીફ વગર કહ્યે તે સમજી જાય છે અને તારી હેલ્પ કરે છે. એલ અને સ્ટીવ સિવાય કોઈ તને સમજી શકે નહીં. તે ફક્ત ફ્રેન્ડ્સ નહીં, તારું ફેમિલી છે. " જેક અરીસામાં જોઈ પોતાની સાથે જ વાત કરી રહ્યો હતો. જૂની યાદોને યાદ કરી રહ્યો હતો.

જેક વિચારમાં ખોવાયેલો હતો એટલામાં તેનાં દરવાજા પર ટકોરા પડ્યા.

" અત્યારે કોણ આવ્યું હશે..? "

જેક બોલ્યો અને જઈને દરવાજો ખોલ્યો. મિસ એમિલીને જોઈને જેકને નવાઈ લાગી.

" તમે..? અત્યારે અહીં..!! " જેકે પૂછ્યું.

" હેપી બર્થડે, જેક. ગોડ બ્લેસ યુ, માય ચાઇલ્ડ. " મિસ એમિલીએ જેકનો હાથ પકડી બર્થડે વીશ કર્યો . જેકે તેનાં ચહેરા તરફ જોયું. કાંઈક હતું જે મિસ એમિલીને તકલીફ આપી રહ્યું હતું. જેક જાણતો હતો કે મિસ એમિલીને પહેલેથી તેનાં પ્રત્યે થોડો વધુ પડતો જ લગાવ રહ્યો છે પણ આજનું તેનું વર્તન જેકને વિચાર કરવાં મજબૂર કરી રહ્યું હતું.

" થેન્ક યુ, મિસ. પણ આટલી વહેલી સવારમાં.. કોઈ વાત છે?" અંતે જેકે પૂછી જ લીધું.

" જેક, તું ફ્રેશ થઈને ઓફિસમાં આવ. ખૂબ જરૂરી કામ છે." મિસ એમિલીએ કહ્યું. જેક વધુ કોઈ સવાલ કરે તે પહેલાં ફટાફટ ત્યાંથી જવાં લાગી. જેક તેને જતાં જોઈ રહ્યો.

થોડીવાર પછી જેક તેની ઓફિસ તરફ ગયો. તે દરવાજા પર ઊભો રહ્યો અને જોયું કે મિસ એમિલી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી હતી. જેકને જોઈને મિસ એમિલીએ અંદર આવવા કહ્યું. હેન્ડ્રીકે જેક તરફ જોયું.

" જેક, આ મિસ્ટર હેન્ડ્રીક છે. તે એક ખૂબ જ જરૂરી કામથી તને મળવા આવ્યાં છે. " મિસ એમિલીએ હેન્ડ્રીકનો પરિચય આપતાં કહ્યું.

જેક તેને જાણતો ન હતો કે ન તો ક્યારેય તેને મળ્યો હતો. તેણે હેન્ડ્રીક તરફ હળવી મુસ્કાન આપી અને તેની પાસેની ખુરશી પર બેઠો.

" મારું.. શું જરૂરી કામ? " જેકે હેન્ડ્રીકને પૂછ્યું.

" હેય જેક, લાસ્ટ ટાઈમ તને જોયો ત્યારે સાવ નાનો હતો. તું તો મને નહીં ઓળખતો હો પણ હું તો તને સારી રીતે ઓળખું છું. " હેન્ડ્રીક બોલ્યો.

તેની વાત સાંભળી જેક હેન્ડ્રીક તરફ એકીટશે જોવા લાગ્યો. ગોળ મોટો ચહેરો અને તેનાથી ય મોટાં વાળ, અજીબ પ્રકારનાં કપડાં પહેરેલ આ વ્યક્તિ તેની સામે બેઠી હતી કે જેણે જેકને પહેલાં પણ જોયો હતો. જેક ક્યારેય પણ તેને મળ્યો ન હતો છતાં તે પોતાને સારી રીતે ઓળખે તે વાત જેક માટે સમજાવી અઘરી હતી.

" આઇ નો, અત્યારે તારાં મનમાં ઘણાં સવાલો હશે. તને બધાં જવાબ મળશે પણ એનાં માટે તારે મારી સાથે એલસ્ટોન આવવું પડશે." હેન્ડ્રીક સીધો મૂળ વાત પર આવ્યો.

જેકે મિસ એમિલી તરફ જોયું અને પછી હેન્ડ્રીક તરફ જોઈને પૂછ્યું, " એલસ્ટોન? પણ કેમ? "

" એલસ્ટોનની દુનિયા આ દુનિયાથી ખુબ જ અલગ છે. તે કદાચ સપનામાં પણ નહીં જોઈ હોય. તું ધીરે ધીરે સમજી જઈશ. અને તારા બધાં સવાલોના જવાબ પ્રોફેસર ફ્રેન્ક પાસે છે. " હેન્ડ્રીકે જેકનાં હાથ પર પોતાનો હાથ રાખ્યો અને વાત આગળ વધારતા બોલ્યો, " જેક, તારે મારી સાથે આવવું પડશે. એવી ઘણી વાત છે જેની તને ખબર નથી અને તે જાણવાનો હવે સમય આવી ગયો છે."

જેકે પોતાનો હાથ હેન્ડ્રીકનાં હાથ નીચેથી હટાવ્યો અને બોલ્યો, " મારે ક્યાંય નથી આવવું. હું મારાં સવાલોના જવાબ જાતે શોધી લઈશ. હું નહીં આવું ત..."

" યોર મોમ ઈસ વેઈટીંગ ફોર યુ. એનાં માટે ય નહીં આવ? " હેન્ડ્રીક જેકની વાત અટકાવીને બોલ્યો. હેન્ડ્રીકની વાત સાંભળી જેક તેની જગ્યાએથી ઊભો થઈ ગયો. જેકએ જે સાંભળ્યું તેનાં પર તેને ખુદને વિશ્વાસ નહોતો આવી રહ્યો.

" શું...? શું કહ્યું? મારી મોમ? ક્યાં છે? " જેક મિસ એમિલી તરફ ફર્યો અને પૂછ્યું, " આ કોની વાત કરે છે? અહીં તો જેનાં મોમ-ડેડ ન હોય તેને રાખે છે ને, તો આ કેમ મારી મોમની વાત કરે છે? ક્યાં છે તે?" જેકની આંખમાં આંસુ આવી ગયા. મિસ એમિલી જેકની પાસે આવી તેને શાંત કર્યો.

" હા જેક, હેન્ડ્રીક સાચું કહે છે. તારે જવું પડશે. તારા જીવનની વાસ્તવિકતા જાણવાનો સમય આવી ગયો છે. તારે એલસ્ટોન જવું પડશે. પ્રોફેસર ફ્રેન્ક તને બધું જણાવશે. " મિસ એમિલી જેકનાં માથાં પર હાથ ફેરવતા બોલી.

થોડીવાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. મિસ એમિલી અને હેન્ડ્રીક જેક તરફ જોઈ રહ્યાં હતાં અને તેનાં નિર્ણયની રાહમાં હતાં. જેક પર વિચારોનો મારો ચાલી રહ્યો હતો. અંતે વિચારો પર લગામ લગાવી અને બોલ્યો, " ઓકે, હું એલસ્ટોન જવા તૈયાર છું. " આખરે તે પણ જાણવા માંગતો હતો કે તેની મોમ છે તો કેમ તેને અહીં રાખવામાં આવ્યો હતો..!! 20 વર્ષ સુધી કેમ પોતાનાથી અલગ રાખ્યો..!!

" થેન્ક યુ, જેક. કમ વિથ મી. " હેન્ડ્રીક તેની જગ્યાએથી ઊભો થયો. તેની સાથે સાથે તેની બિલાડી પણ તેનાં ખભા પર બેસી ગઈ.

" પણ મિસ, એલ.. સ્ટીવ..? " કાંઈપણ થાય.. જેક તેનાં મિત્રોને ભૂલે એવો નહોતો.

" તેને હું બધું જણાવી દઈશ. તે તારી સાથે નહીં આવી શકે." મિસ એમિલીએ ક્હ્યું.

" પણ તેનાં વગર હું..કેમ..? " જેક તેનાં વગર નહોતો જવા ઇચ્છતો.

" તે અહીં સુરક્ષિત છે, જેક. એલસ્ટોન જવું તેનાં માટે ખતરનાક રહેશે. " હેન્ડ્રીકે કહ્યું.

" અમ.. ઓકે. " જેકનો જીવ હજુ તેનાં મિત્રોમાં જ અટવાયેલ હતો. પણ પોતાને લીધે તે મુસીબતમાં મુકાય તેવું નહોતો ઈચ્છતો. માટે જેક તેમને અહીં રાખીને જ હેન્ડ્રીક સાથે ચાલવા લાગ્યો.

થોડે દૂર આવીને હેન્ડ્રીકે તેનાં કોટમાંથી એક લોકેટ કાઢીને જેકને આપ્યું. તલવારનાં નિશાન વાળું લોકેટ જોઈને જેકએ પૂછ્યું, " આ શું છે? "

" મેં તને કહ્યું હતું ને કે એલસ્ટોનની દુનિયા ખૂબ અલગ છે. બસ તેની આ શરૂઆત છે. " હેન્ડ્રીકે કહ્યું.

" મતલબ? " જેકને કંઈ સમજ ન પડી. હેન્ડ્રીકે જવાબમાં કંઈ કહ્યું નહીં પરંતુ તેણે પોતાનાં ગળામાં પહેરેલ લોકેટને હાથમાં લઈને આંખ બંધ કરી. જેક તેને જોઈ રહ્યો. હેન્ડ્રીકના ખભા પર બેઠેલ બિલાડી નીચે ઉતરી અને એકાએક તેનું શરીર મોટું થવાં લાગ્યું. જેક ફાટી આંખે જોઈ રહ્યો. હેન્ડ્રીક તે બિલાડી પર બેઠો અને જેકને કહ્યું, " ઈટ્સ માય કીટી, જેક. આ મને એલસ્ટોન પહોચાડશે."

" આ કઈ રીતે થયું? " જેક માટે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત હતી. હેન્ડ્રીકે ફરીથી લોકેટ પર હાથ રાખીને આંખ બંધ કરી. એટલામાં એક ગરુડ ઊડતું ઊડતું આવ્યું. તે જેક પાસે આવીને ઊભું રહ્યું અને તે પણ કીટીની જેમ મોટું સ્વરૂપમાં આવી ગયું.

" આજથી આ 'ગ્રીફી' તારો સાથી. " હેન્ડ્રીકે કહ્યું અને ઉમેર્યું, " નાઉ ફોલો મી, જેક."

હેન્ડ્રીકે કહ્યું, " કમ ઓન, કીટી. " તે બિલાડી દોડવા લાગી અને થોડેક આગળ જઈને તે હેન્ડ્રીક સાથે હવામાં અદ્રશ્ય થઈ ગઈ. જેક પણ તે ગરુડ પર બેઠો અને હેન્ડ્રીકની જેમ બોલ્યો, " કમ ઓન, ગ્રીફી. "

તે ઉડવા લાગ્યું. જેકે તો આંખ જ બંધ કરી દીધી. તે ગરુડ પણ હવામાં અદ્રશ્ય થઈ ગયું. ગુરુડ નીચે ઊભું રહ્યું ત્યારે જેકએ આંખ ખોલી. બાજુમાં હેન્ડ્રીક ઉભો હતો.

" વેલકમ ટુ ઘ એલસ્ટોન, જેક. " હેન્ડ્રીકે સામેની તરફ ઈશારો કરતાં કહ્યું. જેકે તે તરફ જોયું અને બોલ્યો,

" ઓહ માય ગોડ "

***


વધુ આવતાં ભાગમાં...


વધુ જાણવા બન્યા રહો.
આપના અમુલ્ય પ્રતિભાવોની આશા સહ રાધે રાધે..