ભોજન પતાવી કાકીની મદદ કર્યા બાદ મનસ્વી ઉપર ગઈ તો રૂમમાં અંધારું કરી એક ખૂણે વિચારમગ્ન મુદ્રમાં બેઠો આકાશ દેખાયો....મનસ્વીને આ દ્રશ્ય જોઈ નવાઈ લાગી એને લાઈટ ઓન કરી. અચાનક પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ આકાશ થોડો ડગી ગયો.....મનસ્વી એની નજીક જઇ એકદમ સામે બેઠી...આકાશનો હાથ પોતાના હાથમાં લીધો....." શું થયું છે આકાશ ? " મનસ્વીએ ચિંતિત થયેલા આકાશને પૂછ્યું.......
આકાશે મનસ્વીની આંખોમાં જોયું, કેટલાય વેરવિખેર થયેલા સપનાઓને સંજોવતી એ આંખો આકાશના દિલમાં ઉતરી ગઈ. આકાશે વહાલથી પોતાનો હાથ મનસ્વીના માથા પર ફેરવ્યો....મનસ્વી કશું સમજી શકે એ પેહલા તો આકાશે મનસ્વીનું માથું એના ખોળામાં ઢાળી ને એને સુવડાવી. આકાશ એને કેટલાય સમય સુધી સેહલાવતો રહ્યો. મનસ્વી આ આકસ્મિક વ્હાલનું કારણ સમજી નહતી શકતી પણ એને મળતી હૂંફ સામે કારણ ની કોઈ ખાસ પરવા હતી નહિ એટલે પોતે આંખો બંધ કરી લાંબા શ્વાસ લઈ શાંતિ મેળવતી હતી......
" માનું..... તારે શું કરવું છે હવે ? " આકાશે મનસ્વીને પૂછ્યું.
" મતલબ " મનસ્વીએ એ જ સ્થિતિ માં ઉત્તર આપ્યો.
" એટલે...ભણવું છે કે બીજું કંઈ કરવું છે ? " આકાશે સ્પષ્ટતા કરી.
" ખબર નહિ....કઈ વિચાર્યું જ નહીં, પણ પેહલા તો મમ્મીને મળવું છે....આકાશ મને બસ હવે એક જ ચિંતા થયા કરે છે કે એ ક્યાં હશે ? શુ કરતા હશે ? ઠીક તો હશે ને ?" મનસ્વીએ ખોળામાં જ માથું સીધું કરી આકાશ ની સામે જોઈ કહ્યું.
" હમ્મ...." આકાશે કહ્યું.
" પણ....તને શું થયું હતું ? " મનસ્વી એક જાટકા સાથે ઉભી થઇ ને આકાશ ને પુછ્યું.....
આકાશ લાંબા સમય સુધી કોઈ જવાબ ન આપી શક્યો ને મનસ્વી જવાબ ની આશાએ બસ આકાશની સામે જોતી રહી......
અચાનક દરવાજે ટકોર થઈ. આકાશના સૂચન મુજબ કોઈ વિશેષ કામ માટે કાકા અને કાકી બંને બેસવા આવ્યા હતા પરંતુ મનસ્વીને એની કોઈ જાણ નહતી. અજાણ મનસ્વી કાકા કાકીને બેસાડી એમની માટે ચા પાણી ની વ્યવસ્થા કરતી રહી....થોડીવાર આડીઅવળી વાતચીત થઈ. વચ્ચે વચ્ચે કાકી આકાશને ઈશારા કરતા રહ્યા કે મુખ્ય વાત હવે માંડવી જોઈએ પણ આકાશની હિંમત નહતી થતી.... આખરે વાત કરવી જરૂરી હતી માટે કાકી આકાશથી થાક્યા.....
" જો આકાશ સો વાતની એક વાત તારે મનસ્વીને કેહવું તો પડશે જ. આજે નહીં તો કાલે.....એટલે હવે તું કહે છે કે હું કહું ? " પલંગ પર એકબાજુ ટેકો લઈને ગોઠવાયેલા કાકીએ આકાશને કહ્યું.
એમની વાતથી અજાણ મનસ્વી ખુરશી પર બેઠા બેઠા વાતને સમજવાનો પ્રયત્ન કરતી રહી. કાકીના આ સ્વરૂપથી ને કદાચ મહોલની ગંભીરતા ને કારણે કાકાનું મોં પણ ઉતર્યું. મનસ્વીએ આકાશ સામે જોયું તો એ પણ ચિંતિત હતો. આવું ગંભીર વાતાવરણ જોઈ મનસ્વી આખરે શું થયું છે એ પૂછ્યા વગર રહી નહિ.....
વાતાવરણ અનુકૂળ બન્યું હતું એટલે વધુ વાર ન કરતા આકાશ પલંગ પરથી નીચે ઉતર્યો ને મનસ્વીની ખુરશીની સામે નીચે ગોઠવાયો. પોતાના એક હાથમાં મનસ્વીનો હાથ લઈને મુક્યો અને બીજો હાથ એની માથે રાખ્યો.....
" તને ખબર છે માનું હું ક્યાં ગયો હતો ? " આકાશે મનસ્વીની સામે જોઈ કહ્યું.
" ના....મેં તને આજે સવારે જ પૂછ્યું હતું ને...." મનસ્વી વધુ કઈ કહે એ પેહલા જ....
" હું તારા ગામ ગયો હતો માનું....." આકાશે વાત આગળ વધારી. મનસ્વી નવાઈ ભરેલી નજરોથી આકાશને જોતી રહી....
" હા મનસ્વી....જ્યારે તારો ફોન આવ્યો હતો ને ત્યારે આઈ વોઝ એટ દિલ્હી ઍરપોર્ટ....." આકાશે મનસ્વી સમક્ષ વાત ખુલ્લી મૂકી. પેહલા નવાઈ પામેલી મનસ્વી ધીમે ધીમે ખુશ થતી હતી....
" તું મમ્મીને મળ્યો ? એ કેમ છે ? લીલાકાકી ? એ ઠીક તો છે ને ? " મનસ્વીએ ઉત્સાહ સાથે પૂછ્યું.
" પેલા દુષ્યંત ને ગંડુંરામ તો ખરા ત્રાંસ બન્યા હશે બંને માટે......એક મિનિટ તું એમને અહીંયા કેમ ન લાવ્યો ? ને તારે નહતું લાવવું તો પછી મને એમની પાસે કેમ ન લઈ ગયો ? " આકાશ એક પ્રશ્ર્ન નો જવાબ આપે એ પેહલા જ મનસ્વીએ પેહલા ચિંતિત ને પછી નારાજગીના સ્વરે કહ્યું. પોતાની વાત શાંતિથી મૂકી શકે માટે કાકા અને કાકી વચ્ચે કઈ જ ન કહીને આકાશે સાથ આપતા રહ્યા....
" તને સાથે લઈ જવામાં મને રિસ્ક જેવું લાગ્યું કેમ કે જ્યાંથી તું માંડ છૂટી છો એ લોકો તને પેહલા ત્યાં જ શોધવા જશે. સો આઈ હેવ ટુ બી કેરફુલ. ને બીજું કે હું એમને લેવા જ ગયો હતો....પણ " આકાશે વાતની રજુઆત કરી.
" પણ શું ? " મનસ્વીએ આકાશને પૂછ્યું.
" બોલ આકાશ પણ શું ? " આકાશના હાવભાવ જોઈ ડરતી મનસ્વીએ પૂછ્યું.....
" બટ.... શી ઇસ નો મોર.....એ આ દુનિયામાં નથી રહ્યા મનસ્વી....." આકાશે સ્પષ્ટતા કરી એ સાથે જ આકાશે પકડેલો મનસ્વીનો હાથ ત્યાંથી છૂટો પડીને નીચે ફસડાઈ પડ્યો. મનસ્વીની આંખો અને શરીર સ્થિર થઈ ગયા....
" મનસ્વી તું અચાનક ખોવાય ગઈ હતી ને વળી તારા પપ્પાનો સાથ પણ છૂટ્યો હતો....એ એકલા થઈ ગયા હતા....હું લીલાકાકીને મળ્યો હતો એમનું કેહવું હતું કે તારા ગયા ના પંદર જ દિવસ પછી એમને હાર્ટ અટેક આવ્યો હતો....." મનસ્વીની આવી શિથિલ હાલત જોઈ આકાશ આંખો માં આંસુ સાથે મનસ્વીને સમજાવવાના વ્યર્થ પ્રયત્નો કરતો રહ્યો.....મનસ્વી હજુ એમની એમ જ હતી એક પણ હરફ નહતી બોલી.
" કાકી....." મનસ્વીની આવી હાલત જોઈ હિંમત હારેલા આકાશે કાકી સામે જોઈ વિનંતી કરી. કાકા અને કાકી બંનેએ મનસ્વીને સાચવવાના એને હલાવી મનસ્વી રડે તો એનું દુઃખ ઓછું થાય એવા અથાગ પ્રયત્નો કર્યા પણ બધું જ વ્યર્થ. મનસ્વીની આંખો ભીની સુધ્ધા ન થઈ. મનસ્વી એક ઊંડી તંદ્રામાં જતી રહી......
To be Continued