Viral Tasvir - 7 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૭)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૭)

મમ્મી હું ક્યારેક સપનાઓમાં સ્પષ્ટ જોઈ શકુ છું કે કોઈક છે જે મને હેરાન કરી રહ્યું છે.મારી બોડીને ટચ કરે છે મને પોતાના વશમાં કરી લે છે મને ક્યારેક પકડીને પોતાની તરફ લઈ જતું હોય છે. અને તે દિવસ પૂછ્યું તું ને તે કે,
હું એ રાત્રે ક્યાં હતી !
મને લાગે છે એ વખત શાયદ તે જોયું હશે એ હું નહિ હોવ પ્લીઝ તું કઈક કર મને નથી સમજ આવી રહ્યું શુ થઈ રહ્યું છે મારી સાથે અને કેમ થઈ રહ્યું છે.
આ પત્ર વાંચતાની સાથે જ અનિની મમ્મી ખૂબ જ ચિંતાતુર જણાઈ રહી છે. ઇશીની આંખોમાં હવે ડર અને પોતાની દીકરીને બચાવવાની લાગણી દેખાઈ રહી છે. શુ થશે હવે??
બસ આ જ પ્રશ્ન વારંવાર એને ટટોર્યા કરે છે એના મગજને કે હવે કઈક થશે કારણ કે જ્યારે
ઇશીના પતિનું ખૂન એનાથી થયું ત્યારે કઈક આવું જ એને પણ ફિલ થવા માંડ્યું હતું અને ત્યારે જ તેનો સાથ પેલા બાબાએ આપ્યો હતો પણ ઇશી વિચારે છે કે પરિસ્થિતિને હમણાં તો હું સાચવી લઉ કેમ કે હું ડરીશ તો મારી દીકરી ડરી જશે અને તે તૂટી પડશે.
ચલ બેટા !! તું ચિંતા કરીશ ના એ તો ડોકટર એ કીધું છે કે બધું ઠીક થઈ જ જશે થોડો સમય આવી તકલીફ રહેશે કેમ કે મગજનું વાગ્યું છે ને એટલે દીકરા,
હું છું ને અને આપણે હવે થોડાક દિવસોમાં ગંગા ઘાટ જવાના છીએ એટલે બધું ઓકે કરીને જ આવીશું ત્યાં ચલ હમણાં ઘરમાં જઈએ બરાબર,
ઉભી થા અને તને હવે કઈ જમવું નથી ને??
અનિ માથું હલાવે છે અને બન્ને ઘરમાં જાય છે.
***
રુદ્ર અને સલોની ફોન પર વાત કરી રહ્યા છે
તે સાંભળ્યું ??
શુ??
પેલો આપણો ફોટો હતો ને? હા...વાયરલ થયો હતો એ?
હા એ જ તો શુ?? અરે યાર !! લોકો એના પર કેવા કેવા યુટ્યુબ વીડિયો બનાવી રહ્યા છે?
મતલબ !! મતલબ એટલો જ કે લોકો ખૂબ જ વધારે તે ફોટોને કોઈ નેચરલ પાવર માનીને તેને શાપિત બતાવે છે.
શુ શાપિત?? અલા પણ કેવી રીતે એ ફોટોમાં આપણે ચાર જ છીએ અને કંઈક એવું લોકેશન પણ નથી એ ફોટોમાં કે એટલું બધું હોય.
રુદ્ર જવાબ આપે છે.સલોની આપણા માટે નથી કારણ કે બધા લોકો કહી રહયા છે કે કંઈક છે.
હું તું અને પટલાણી નથી જોઈ શકતા પણ બીજા લોકો ઇવન આપણી અનિ પણ જોઈ શકે છે એમાં કઈક.
અરે હન....તું એ મુક તે અનીની મમ્મી જોડે વાત કરી હતી આજે??
ના કેમ? તારે રોજ કોલ કરી જ લેવાનો હા એ તો હું કરી જ લઉં છું પણ આજે રહી ગયું ઓકે ચલ
બાકીનું કાલે વાત કરીશું મળીએ એટલે બરાબર?
ના સાંભળ કઈક કહેવું છે મને....
હા બોલ....
સલોની મને કેમ એવું લાગે છે કે,
અનિની તબિયત પાછળ સાચેમાં જ કોઈક શક્તિનો હાથ છે?? તને નથી લાગતું એવું..
અલા તારી પણ છટકી છે આજના જમાનામાં એવું બધું કઈ જ ન હોય શુ તું પણ ચલ હવે સુઈ જઈએ કાલે મળીશું.આટલું કહી સલોની ફોન કટ કરી દે છે પણ રુદ્ર હજી પણ ફોન પકડી રાખીને કઈક વિચારી રહ્યો છે અને પોતાના ફોનમાં યુટ્યુબ ખોલીને ટાઈપ કરે છે.
' Kyaa sach me Bhut hote hai?'
ઘણા બધા વીડિયોની સાથે એક વીડિયો જુએ છે જેનું Thumbnail કઈક એવું છે કે એક છોકરી ફોટોમાં ડર સાથે થોડી ખુશ છે.
રુદ્ર એ સમજી નથી શકતો કે ફોટોમાં શુ છે?
કઈક રહસ્ય???
વીડિયો પર ક્લિક કરે છે અને અવાજ આવે છે.
Shhhhhhhh.....આપને કહાનિયા તો બહોત સુની હોગી પર જબ જબ ડરાવની કહાનીની કી બાત આતી હે તો લોગ ઉસે માનતે ભી હે ઔર કુછ નહિ ભી લેકિન આજ જો કહાની મેં આપકો બતા રહા વૉ સચ્ચી કહાની હે જો કી આજસે કઈ સાલ પહેલે London મેં એક લડકી કે સાથ ઘટિત હુઈ થી,યે બાત હે ૧૯૭૦ કી જબ એક લડકી ઉસકે દોસ્તો કે સાથ કિસી ફ્રેન્ડ કી શાદી મેં જાતી હે વહા સબ દોસ્ત પાર્ટીમેં એન્જોય કર રહે હોતી હે,થોડી દેર બાદ વૉ લડકી જો કી હાથ મેં વાઈન કા ગ્લાસ લિયે ઉસકે દોસ્તો કો નાચતે હુએ દેખ રહી હે ઉસકે બાલો પર એક હવા કા જોંકા આતા હે ઔર કુછ મહેસુસ કરતી હે પીછે શાયદ કોઈ બુલા રહા હોતા હે, મારિયા...કમ હિયર,
ઉસે વૉ આવાજ કુછ જાની પેહચાની સી લગતી હે ઔર વૉ ઉસ તરફ બઢકર જાતિ હે જહાં કોઈ ઉસે બુલા રહા હોતા હે,
તભી વૉ ગીર જાતી હે કુછ થા શાયદ પેર કે નીચે દેખતી હે તો ચોંક જાતિ હે સબ કાલા ધૂંધલા નજર આ રહા હે, થોડી દેર વહા રુકકર દેખતી ફિર સોચતી હે શાયદ અંધેરા જ્યાદા હોને કી વજહ સે મેં કુછ દેખ નહિ પા રહી પર દરઅસલ એસા કુછ હોતા નહિ હે વૉ અંધી હો જાતી હે
કિસી કો માલુમ નહિ હો પાતા અચાનક સે હુઆ કયા યે!! એસે કેસે નીચે ગીરકર કોઈ અંધા હો શકતા હે ભલા,
ઉસકી દવાઈ કી જાતી લંડન કે બહોત હી બડે બડે ડોકટરો સે ઉસકા ઈલાજ કરવાયા જાતા હે પર ફિરભી વૉ દેખ નહિ પાતી,
ઉસકી માને એક ટીવી ઇન્ટરવ્યૂ મેં કહા થા કી વૉ પલ આજ ભી મુજે ચોંકા દેતા હે જબ મેં યાદ કરતી હું વૉ દિન,
એકદિન મેં કિચનમેં કામ કર રહી થી તભી મારિયા કે બેડરૂમ સે આવાજ આતી હે,
હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી.....
ઔર જાકર મેં દેખતી હું કી મારિયા વહા ફર્શ પર ગિરી હુઈ હે મુજે સમજ નહિ આતા ક્યાં કરું,
ફિર અચાનક એક દૂસરા હાદસા હોતા હે જો મુજે ઔર મેરી ફેમિલી કો પુરા જનજોર કે રખ દેતા હે,
ઉસે મેં ઉઠાઉ ઉસકે પેહેલ વૉ ખડી હો જાતિ હે ઔર બાર બાર મુજે માર દો,
મુજે માર દો મુજે માર દો મેં જીના નહિ ચાહતી
એસે બોલતી હે થોડી દેર વહ બોલને કે બાદ ફિર સે ચૂપ હોકર રોને લગતી હે, મેં ડોકટર કો કોલ કરું ઉસ સમય તક ઉસકી આંખો સે કુછ દિખાઈ નહિ દે રહા વેસે બોલતી હે,
એસે કઈ સમય તક ચલતા રેહતા મેં તો કુછ ભી સમજ પાઉ ઉસકે પહેલે એકદીન વૉ કબ્રસ્તાન જાને કી બાત કરતી હે ઔર ઉસદિન સે આજતક વૉ મેરે સામને દેખતે હુએ મેં ઉસકો મિલ નહિ પાતી,...
આટલો વીડિયો જોયા પછી રુદ્ર શાયદ કઈક પ્રશ્નો મેળવવા માટે વધારે વીડિયો જુએ છે અને હવે તેની પાસે આ બધું માનવા સિવાય કોઈ ઉપાય રેહતો નથી. ગૂગલ પર સર્ચ કરતા તેણે જોયેલા વીડિયોની સાબિતી આપતા લેખો પણ મળે છે,ત્યારપછી પોતાનો ફોન ઓફ કરીને રુદ્ર સુવાની તૈયારી કરે છે.
***
અનિ તું સુવે છે હવે??
ઇશીના પૂછાયેલા પ્રશ્નને અનિ સારી રીતે માથું હલાવી જવાબ આપે છે અને ચોખ્ખી સ્માઈલ કરે છે.
આ જોઈને ઇશીના મનને શાંતિ થાય છે અને તે હળવાશનો અનુભવ કરે છે. તું સુઈ જા હું રુદ્રને કહી દઉં કાલે આપણને પણ સાથે લઈ જાય હું અને તું ડોકટરને બતાવી આવીશુ. હેલો.....રુદ્ર
જાગે છે તું કે ઊંઘી ગયો??
હા આંટી જાગુ જ પણ સુવાની તૈયારી, હું તમને કોલ કરવાનો જ હતો. રુદ્ર કાલે તમે જ્યારે નીકળો ત્યારે મને અને અનિને લઈ જજો.
અનિને ડોક્ટરને બતાવવાનું છે. હા આંટી,
ચલ તો હવે તું સુઈ જા એમ કહી ઇશી કોલ કટ કરી દે છે.

ક્રમશ :