The game of destiny - 5 in Gujarati Fiction Stories by Kiran books and stories PDF | પ્રારબ્ધ નો ખેલ - ભાગ 5

The Author
Featured Books
  • ऋषि की शक्ति

    ऋषि की शक्ति एक बार एक ऋषि जंगल में रहते थे। वह बहुत शक्तिशा...

  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

Categories
Share

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 5

આનંદવન નામના જંગલમાં શ્યામા એની દિકરી સુનંદા સાથે લાકડા કાપવા જાય છે ત્યાં એનો એક વીરુ નામના નાના માઁ વગર ના છોકરા સાથે પરિચય થાય છે અને વીરુ ના પિતા શ્યામા ને લાકડા કાપવા માં મદદ કરે છે. લાકડા કાપતા કાપતા વીરુ ના પિતા શ્યામાને ઊંડા વિચારો માં પડેલી જોવે છે.

'ઝંખના '
વીરુ ના પિતા એ શ્યામા ઊંડા વિચારો માં ખોવાયેલી જોઈ ફરી પૂછ્યું, 'બેન શુ થયું? જાણે આમ જમવા પર તમારું ધ્યાન જ નથી એવું લાગે છે. શુ વાત છે?
આ સાંભળી શ્યામાએ ચિંતાતુર નજર થી પેલા માણસ સામું જોયું અને પછી કહ્યું, 'ભાઈ, તમે તમારા દીકરા ના લગ્ન વિશે ની વાત કરતા હતા ને !એ સાંભળી મને મારો દીકરો વૈભવ યાદ આવી ગયેલો.આ લાકડા કાપવામાં મારાથી વૈભવ ઉપર તો કાંઈ ધ્યાન જ ના અપાયું.હવે મને એની ચિંતા થવા લાગી છે. અમે બન્ને જીવતા છે ત્યાં એના માટે પણ કોઈ સારી છોકરી ગોતી લેવી જોઈએ આવી મારી ઝંખના છે. એવું હું વિચારતી હતી.આ કામ ની ઝંઝટ માં દીકરા ને તો સાવ ભુલી જ ગઈ !!આજે જ મારે એના બાપુને આ વિશે કંઈક વાત કરવી જોશે.' આમ કહી જાણે કે એની ભૂખ મરી ગઈ હોય એમ બધું જમવાનું સંકેલી ઉભી થઈ ગઈ. પછી કહયું, 'લાવો ભાઈ હવે હું કાપી નાખીશ, તમે ઘેટાં -બકરા ચરાવો. આમ શ્યામા ના હાથ માં કુહાડી આપી 'સારું બેન તો હવે હું ત્યાં જાવ 'એમ કહી પેલો માણસ પોતાના ઘેટાં બકરા પાસે જતો રહે છે.
આ બાજુ સુનંદા એ વીરુ ને એટલો વાતો માં ચડાવી દીધો હતો કે વીરુ ક્યારે બધી જ ખીર ખાઈ ગયો એનું એને ભાન જ ના રહ્યું. સુનંદા તો સેતુ ને રમાડતા રમાડતા વીરુ જોડે વાતો માં ખોવાયેલ હતી. ત્યારબાદ વીરુ ને જાણે કે અચાનક યાદ આવી ગયું હોય એમ કહેવા લાગ્યો, 'અરે હું તો એકલો જ ખીર ખાઈ ગયો. તે તો ખાધી જ નઈ. કેમ કાંઈ યાદ ના કરાવ્યું'.
સુનંદા એ કીધું, ' હું તો ઘરે ખાતી જ હોઈ થોડાક દિવસે તો ભલે ને આજે તું ખાઈ ગયો'. હવે વીરુ ના પિતા પણ સુનંદા અને વીરુ ની બાજુમાં આવીને બેઠા હતા. સુનંદા ને તો વીરુ અને સેતુ જોડે મિત્રતા થઈ ગઈ હતી. એટલે એણે મિત્રતા ના ભાવ થી પુછ્યું, 'વીરુ,આ સેતુ કેટલો મસ્ત અને વ્હાલો લાગે છે નઈ !!આ આવો મસ્ત છે તો એની માઁ તો કેવી હશે!મારે એની માઁ ને જોવી છે.'
સુનંદા ની આવી વાત સાંભળી વીરુ નિરાશા ભરી નજર થી સુનંદા સામું જોવા લાગ્યો.પછી સેતુ ને પોતાના ખોળામાં લઇ હેત ભર્યું ચુંબન કરવા લાગ્યો. આ બધું જોઈ વીરુ ના પિતા સુનંદા ને કહેવા લાગ્યા, 'બેટા, નસીબ(પ્રારબ્ધ)ના ખેલ છે આ બધા!આ બન્ને સરખા જ નસીબ (પ્રારબ્ધ )લખાવી ને આવ્યા છે. બંને એ પોતાની માનું મોઢું જોયું જ નથી.'આમ કહી એ માણસ ઘેટાં -બકરા ચરાવવા જતો રહ્યો.
સુનંદા ને મનોમન થયું કે, 'મેં આવો પ્રશ્ન પૂછી વીરુ નું દિલ દુભાવ્યું છે. આથી એણે વાત વાળતા કહ્યું,'વીરુ, ચાલ આપડે ત્રણેય ભેગા પકડાપકડી રમીયે. હું પેલા દાવ આપું'.
આ સાંભળી વીરુને જાણે સુનંદા વ્હાલી લાગવા માંડી હોય એમ કેહવા લાગ્યો, 'તું કેટલી સારી છે !'આટલું કહી એની સામું પ્રેમ ભરી નજર થી જોયું અને પછી બોલ્યો, 'એક કામ કર તું અને સેતુ દોડો હું તમને પકડું. એટલે કે પેલા હું દાવ આપું.'આમ કહી એ ત્રણેય રમવા લાગ્યા. સેતુ પણ જાણે રમત સમજતો હોય એમ દોડવા લાગ્યો.
આ બાજુ શ્યામા લાકડા કાપતા -કાપતા વૈભવ ની સગાઇ ની પોતાની ઝંખના કેવી રીતે પુરી કરવી એના વિશે વિચારી રહી હતી.હવે સાંજ થવા આવી હતી આ બાજુ સુનંદા અને વીરુ તો રમવામાં એટલા વ્યસ્ત હતા કે એમને તો ઘરે જવાનુ જાણે ભુલાય ગયું હોય એવું લાગતું હતું.
હવે શ્યામા એ લાકડાં નો ભારો બાંધી સુનંદા ને ઘરે જવા બોલાવી.સુનંદા ને ઘરે જવા ના દેવી હોય એમ વીરુ એને કહેવા લાગ્યો, 'હજુ તો વાર છે ને?? સુનંદા ને પણ હવે જાણે ઘરે જવાનુ તો મન નહતું. પણ, એ સમજુ હતી એટલે એણે કહ્યું, 'હવે વેળાસર જાવું જોશે, વળી અંધારું થઈ જાશે. કાલે પાછા મળશુ હો !હવે તો આપણે રોજ મળશુ'.આમ કહી એ માઁ તરફ જવા લાગી.
વીરુ પણ જાણે મોટુ મન રાખીને કેહતો હોય એમ બુમ પાડીને કેહવા લાગ્યો, 'સારુ, કાલે વેલા આવજો હો !હું અને સેતુ તારી રાહ જોશુ. આટલું કહી વીરુ પણ એના પિતા પાસે જતો રયો.
આ બાજુ શ્યામા આખા રસ્તે વિચાર કરતા અચાનક જ કંઈક યાદ આવી ગયું હોય એમ અચાનક જ સુનંદા ને કેહવા લાગી, 'અરે હું અનસૂયા ને તો ભુલી જ ગઈ સાવ. એ તો આપણી જાણીતી જ છે. વૈભવ માટે પણ એનાથી સારી છોકરી નઈ મળે.આજે જ ઘરે જઈને તારા બાપુને કેહવું પડશે'.
સુનંદા તો આ બધા થી સાવ અજાણ હતી એટલે આતુરતા થી પૂછવા લાગી, માઁ આ અનસૂયા કોણ? અને તું શુ બાપુને વાત કરવાની છે? હવે ગામ આવી ગ્યું તું અને આજે તો ખૂબ અંધારું પણ થઈ ગયેલું. શ્યામા થોડી ઉતાવળ માં ચાલવા માંડે છે અને કહે છે, 'ચાલ બેટા,હું ઘરે જઈને નિરાંતે બધું સમજાવીશ, અત્યારે બહુ અંધારું થઈ ગયું, વળી તારા બાપુ વઢશે '.આમ કહી બન્ને ઉતાવળ થી ચાલવા લાગે છે.


હવે આ અનસૂયા કોણ છે એ આવતા....... ભાગ -6...... "સગાઇ ની વાત "...... માં