call center - 53 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૫૩)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૫૩)

ઓકે વિશાલ હું આવી જ રહી છું.થોડીજવારમાં જીન્સ અને ટી-શર્ટ પેહરી વિશાલ સરની રૂમમાં કવિતા પોહચી ગઇ.

વાત છે વિશાલસર અને કવિતા કોલેજમાં હતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા.પણ,અચાનક વિશાલના પપ્પા એ વિશાલસરના લગ્ન પાયલ સાથે નક્કી કરી દીધા.વિશાલ સર ઘણી બધી રિકવેસ્ટ કરી કે હું કવિતાને પસંદ કરું છું,પણ તેમના ઘરેથી કોઈ પણ કવિતાને ઘરમાં લાવા માટે તૈયાર થયા નહિ.

કેમકે તે એક અમીર બાપની દીકરી હતી અને તે વખતે વિશાલ સરની પરિસ્થિતિ પણ ખરાબ હતી.એટલે ઘરે થી બધા જ લોકો એ ના પાડી દીધી કે આપણે કવિતાને ઘરે લાવી નથી.મોટા લોકોના ખર્સ પણ મોટો મોટો હોય,અને તે ખર્સ આપડે ઉપાડી પણ ન શકયે.

એ પછી વિશાલ સર અને પાયલના લગ્ન થઇ ગયા.ચાર પાંચ વર્ષ સુધી કવિતાએ વિશાલ સાથે વાત ન કરી અને એક દિવસ બેંગ્લોરની એક હોટલમાં તે મળી ગયા,અને બંને વચ્ચે ઘણી બધી વાત થઇ.કવિતા એ વિશાલને કહ્યું હું તો હજુ તારી જ વાટ જોય રહી છું,તું કયારે મારી સાથે લગ્ન કરે.

પણ કવિતા મારા લગ્ન તો હવે થઇ ગયા છે.તું કોઈ સારો છોકરો શોધી પરણી જા.હું જેને પ્રેમ કરું છું તેની સાથે જ હું લગ્ન કરીશ,નહિ તો હું લગ્ન નહિ કરું.વિશાલ સર તે દિવસે તો કઈ બોલ્યા વગર નીકળી ગયા,પણ એ પછી જ્યારે બેંગ્લોર જાય ત્યારે તે કવિતાને મળતા.

વિશાલ સર પાયલને છોડવા નોહતા માંગતા પણ ધીમે ધીમે પાયલ સાથેના ઝઘડાએ કવિતાને પ્રેમ આપતા કરી દીધા.પાયલ જેમ જેમ વિશાલ સાથે ઝઘડો કરતી તેમ તેમ કવિતાના વિશાલ સાથે સંબંધો વધતા ગયા.

એક દિવસ વિશાલસરે કવિતાને કહી દિધું કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું.કવિતા પણ રાજી થઇ ગઇ.પણ તે એક શરત પર રાજી થઇ.જો વિશાલ તું જાણે છે કે મારા પપ્પા ખીમજી શેઠની હું એકની એક દીકરી છું,અને તે કોઈ વિવાદમાં પડવા નથી માંગતા,અને તેનો ૬૦%બિઝનેસ હું જ અત્યારે સંભાળી રહી છું,એટલે તું કંઈક એવું કર કે તારી સાથે મારુ અફેર છે,તેવી વાત બહાર ન આવે,અને પાયલ તને છૂટાછેડા આપી દે.તું તારા જ કોલસેન્ટરની કોઈ પણ છોકરી સાથે અફેર શરૂ કરી દે અને પાયલને ખબર પડી જશે એટલે તે તને છૂટાછેડા આપી જ દેશે,અને મારું નામ પણ કઈ નહિ આવે અને અહીં બેંગ્લોરમાં આપણે બંને લગ્ન કરી લેશું.


ઓકે કવિતા..!!!હું એ પ્લાન મુંજબ જ કરીશ,અને ટૂંક સમયમાં આપણે બંને લગ્ન કરી લેશું.

ઓહ,તું તો ઝડપી આવી ગઇ હોટલ પર કવિતા.તે મને ઘણા સમયથી કોઈ સરપ્રાઈઝ આપી નથી આજ તે સરપ્રાઈઝની વાત કરી એટલે હું દોડીને જલ્દી આવી ગઇ.બોલ શું છે મારા માટે સરપ્રાઇઝ.

એ જ કે મેં પાયલને છૂટાછેડા મેં આપી દીધા છે,અને તારી સાથે લગ્ન કરવા હવે હું આતુર છું.કોલેજના પ્રેમના એ દિવસો યાદ કરવા હું તડપી રહ્યો છું.બોલ કયારે તું મારી સાથે લગ્ન કરીશ.

કાલે જ..!!!હવે મોડું શા માટે કરવું?આટલા દિવસ તો તારાથી હું દૂર રહી હવે હું તારીથી એક દિવસ પણ દૂર જવા નથી માંગતી.તારી સાથે જ રેહવા માંગુ છું.

પણ એ તો કે તે પાયલ સાથે છૂટાછેડા કેવી રીતે લીધા?

તારા જ પ્લાન મુજબ ચાલીને..!!!તે જ કહ્યું હતું કે તું તારા કોલસેન્ટરની કોઈ છોકરી સાથે અફેર શરૂ કરી દે,અને મેં ધીમે ધીમે તેની સાથે અફેર શરૂ કરી દીધું.

શું નામ હતું તેનું વિશાલ?

માનસી..!!


તેને તો એમ જ છે કે વિશાલસર મારી સાથે લગ્ન કરવાના છે,તે લગ્નની ખરીદી પણ અત્યારે કરી રહી છે.હવે તે મારી સાથે નહિ પણ કોઈ બીજા સાથે લગ્ન કરશે.

બંને એક સાથે હસી પડ્યા..!!પણ આ પાયલે તને એટલી જલ્દી છૂટાછેડા કેમ આપી દીધા?બધું જ મારા પ્લાન મુજબ થયું.મુંબઈમાં મેડીકોલ કોલસેન્ટરની ઓફિસમાં મારી અને માનસીનો એક વીડિયો બનાવ્યો.મને ખબર હતી કે પાયલ આ વીડિયો જોશે એટલે મને છૂટાછેડા આપશે જ એટલે તે વીડિયો મેં મારા કોમ્પ્યુટરમાં ડીલીટ ન કર્યો,અને અહીં બેંગ્લોર આવતા પેહલા મેં મારા કોમ્પ્યુટરનો પાસવર્ડ પણ નીકાળી દીધો.એટલે આસાનીથી તે વીડિયો જોય શકે.

એ પછી મેં બેંગ્લોરમાં આવી પાયલ સાથે વાત કરી અને અમારી બંને વચ્ચે ઝઘડો થતો હતો તે જ રીતે ઝઘડો થયો,અને તે દિવસે મેં પાયલને કહી દિધું કે મારે તારી સાથે છુટાછેડા જોઇએ છે.

પાયલને થયું કે વિશાલનું કોઈ સાથે અફેર હશે જ તો જ તે મને છૂટાછેડા આપવાની વાત કરે ,એટલે તેણે તપાસ કરી અને માનસી અને મારી સાથેનો વીડિયો તેંને ઓફિસ પર હું કોમ્પ્યુટરમાં મેકીને આવ્યો હતો તે જોયો,તેને ખબર પડી ગઇ કે વિશાલનું માનસી સાથે ચક્કર છે.

વાહ,વિશાલ બુદ્ધિ તો તારી જ ચાલે હો..!!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup