હવે આગળ,
દેવની હરેક કોશિશ નાકામ બને છે પણ દેવ હિમ્મત હરતો નથી તે આઇટીઆઈમાં જઈને ભાવેશ સાથે વાત કરે છે ભાવેશ પણ તેને એજ સલાહ આપે છે કે એક વાર તું હિમ્મત કરી તો જો ના પાડશે તો ચાલશે પણ તું આમ ક્યાં સુધી તેની પાછળ ફરતો રહીશ આમ લોફરની જેમ . દેવના મગજ પર ભાવેશની વાતની અસર થાય છે અને તે આજે બપોરે મનમાં જ વિચારી લે છે અને તે ભાવેશ સાથે બપોરે 12 વાગ્યે રિસેશમાં બસ સ્ટોપ તરફ નીકળી જાય છે આમ તો ભાવેશ અને દેવનો રોજનો રૂટિન બની ગયો હતો પણ આજે દેવે કઈક અલગ જ મનમાં વિચારી રાખ્યું હતું .દેવ બસ સ્ટોપ પર પહોંચી કાજલની રાહ જોવા લાગે છે દસ મિનિટ રાહ જોયા પછી કાજલની એન્ટ્રી થાય છે કાજલ પણ દેવ ને જોવે છે સામે સામે સ્માઇલની આપ લે થાય છે દેવમાં થોડી હિમ્મત આવે છે આજે તે મનમાં વિચારીને લે છે કે કાજલ જે બસમાં જાય તે બસમાં બેસીને જવું .તે ભાવેશને પણ આ વાત કરતો નથી . કાજલની બસ ને આવવામાં હજી દસ મિનિટ જેટલો સમય વીતી જાય છે દેવ અને કાજલ આંખો આંખો માં ઇસારા પણ કરી લે છે . બસ આજે તો દેવ કાજલના ગામની બસ આવે તેની જ રાહ જોવે છે .
કાજલ પણ બસની રાહ જોવે છે તે થોડી થોડી વારે તેની કાંડા ઘડિયાળમાં સમય જોવે છે સાથે સાથે તે બસ સ્ટોપની ઘડિયાળમાં પણ સમય જોવે છે તે આજે ખબર નહીં કેમ ઘરે જવાની ઉતાવળ છે કે કઈ બીજું સમજમાં આવતું ના હતું દેવ ને ? દેવ પણ વિચારે છે થોડીવાર થાય યો સ્માઈલ આપે છે અને થોડીવાર થાય તો તેના માથાની લકીર બદલાય જાય છે ખબર નહીં તેને શુ થયું છે.
જે સમયની બેય રાહ જોતા હતા તે સમય આવી ગયો ભાવેશ તો જોતો જ રહી ગયો.હા કાજલના ગામની બસ આવીને કાજલ બસમાં જવા માટે બસમાં દાદર ચડે છે અને એકવાર દેવ તરફ જોઈને ફરી સ્માઈલ આપે છે દેવ પણ તેની સામે જ સ્માઈલ આપે છે બસને ઉપડવાની હજી વાર હતી તો કાજલ પાછળથી ત્રીજી સીટ પર બારી બાજુ આવીને બેસે છે ફરી એકવાર બંનેની નજર મળે છે દેવ હવે મનમાં વિચારી લે છે અને તે આજે ગમે તે થાય તે પૂછી લેવા માંગે છે. બસનો દરવાજો દેવાય છે બસ ઉપડે છે બસ જેવી આગળ વધવાની તૈયારી કરે છે ત્યાં દેવ દોડીને બસનો દરવાજો ખોલીને ચડી જાય છે . કાજલ પણ જોતી જ રહે છે એકવાર બંનેની ફરી નજર મળે છે દેવ હવે કાજલ જ્યાં બેઠી છે તે તરફ આગળ વધે છે દેવના ધબકારા પણ વધે છે સાથે સાથે કાજલના પણ . દેવ બસમાં આવ્યો તે બસમાં ખાલી જગ્યા જાજી હોય છે દેવ તો ચાહે છે કે કાજલની બાજુની સીટ પર જઈને કાજલની બાજુમાં બેસું પણ તે એવું કહેતો નથી અને તેની સામેની સીટમાં જગ્યા હોવાથી તે બહારની સીટમાં બેસે છે કેમ કે જેમ બને તેમ તે કાજલ સાથે વાત કરવાનો મોકો મળી શકે . કંડકટર આવે છે દેવ પાસે ને પૂછે છે કે કયાની ટીકીટ આપું એટલે દેવ બાબાપુર ની ટિકિટ નું કહે છે અને દેવને ટીકીટ આપે છે કંડકટર ટીકીટ આપી અને બધાના પાસ જોઈને તેની સીટ પર જઈને બેસી જાય છે .
શુ દેવ અને કાજલ વાત કરી શકશે?
શુ કાજલ દેવનું પ્રપોઝલ ઍક્સેપ્ત કરશે?
શુ દેવને માર પડશે કે કાજલ હા પાડશે ? તે જાણવા માટે લવની ભવાઇ જરૂર વાંચો.