Learn to live - 3 in Gujarati Human Science by Tanu Kadri books and stories PDF | Learn to live - 3 - પરિસ્થિતિને અનુરૂપ. . .

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Learn to live - 3 - પરિસ્થિતિને અનુરૂપ. . .

શું તમને ખબર છે કે દેડકા ને ઠંડા પાણી માં નાખવામાં આવે અને ત્યાર પછી એ પાણી ને ગરમ કરવામાં આવે છે તો દેડકો ધીરી ધીરી પાણીનાં તાપમાન ની સાથે સાથે પોતાના શરીરનાં તાપમાન ને પણ વધારે છે અને વધતા તાપમાન સાથે શરીરનાં તાપમાન ને એડજેસ્ટ કરી લે છે જેથી ઉકળતા પાણીમાં પણ દેડકો જીવતો રહે છે. પરતું એક સમય એવું આવે છે કે દેડકો પોતાના શરીરનાં તાપમાનને એડજેસ્ટ કરી શકતો નથી ત્યારે એ પાણી ની બહાર આવવાની કોકીશ કરે છે પરતું બહાર આવી શકતું નથી અને દેડકો મારી જાય છે. આપણને એવું લાગે છે કે દેડકો ગરમ પાણી ને લીધે મારી ગયો, એવું નથી પરતું પાણી ની બહાર ન નીકળીશાવાને લીધે દેડકો મારી જાય છે. જો દેડકો શરૂઆતમના પાની ની બહાર આવવાની કોશીશ કરતો તો એ સહેલાઇથી બહાર આવી શકતો. પરતું એ એની બધી શક્તિ પાણીનાં તાપમાન ને અનુરૂપ થવામાં ખર્ચી નાખે છે. મનુષ્યમાં પણ એવું જ છે અલગ અલગ પરિસ્થિતિઓ નું સામનું કરવું પડે છે વધતા તાપમાન સાથે શરીરનાં તાપમાન ને એડજેસ્ટ કરી લે છે જેથી ઉકળતા પાણીમાં પણ દેડકો જીવતો રહે છે. પરતું એક સમય એવું આવે છે કે દેડકો પોતાના શરીરનાં તાપમાનને એડજેસ્ટ કરી શકતો નથી ત્યારે એ પાણી ની બહાર આવવાની કોકીશ કરે છે પરતું બહાર આવી શકતું નથી અને દેડકો મરી જાય છે. આપણને એવું લાગે છે કે દેડકો ગરમ પાણી ને લીધે મારી ગયો, એવું નથી પરતું પાણી ની બહાર ન નીકળીશાવાને લીધે દેડકો મારી જાય છે. જો દેડકો શરૂઆતમના પાણી ની બહાર આવવાની કોશીશ કરતો તો એ સહેલાઇથી બહાર આવી શકતો. પરતું એ એની બધી શક્તિ પાણીનાં તાપમાન ને અનુરૂપ થવામાં ખર્ચી નાખે છે અને અંતે મરી જાય છે.

આપને પણ એવું જ છે પરિસ્થિતિના પ્રમાણે એડજેસ્ટ કરવું પડે પરતું આપણને એ ખબર નથી પડતી કે ક્યારે એ પરિસ્થિતિ સાથે સમાધાન કરવું અને ક્યારે એ પરિસ્થિતિ માંથી બહાર નીકળી જવું. સૌ પ્રથમ તો એ નક્કી હોવું જોઈએ કે જે પરિસ્થિતિમાં છીએ એ ની સાથે એડજેસ્ટ કરવું કે પછી એમાંથી બહાર નીકળી જવું. જેમ કે એક વ્યક્તિ છે જેની બાંધી આવક હોવાથી મહિનાનાં અંતે એને ખુબજ તકલીફ પડતી હોય તો હવે એ વ્યક્તિ જેની બાંધી આવક હોવાથી હંમેશા મહિનાનાં અંતે તકલીફ પડતી હોય એ એની તકલીફ આપતી પરિસ્થિતિ ગાંઠ વાળી દે અને વિચારે કે આ તો રહેવાનું જ છે કેમ કે આવક મર્યાદિત હોવાથી મહિના નાં અંતે થોડીક તકલીફ પડશે જે ચલાવી લેવી. એ આ લેખનાં દેડકા જેવું કહેવાય કે જે ઉકળતા પાણી સાથે શરીર નું તાપમાન એડજેસ્ટ કરે છે. પરતું એમાંથી બહાર આવવા કોઈ પ્રયત્ન નથી કરતો. જો એ વ્યક્તિ ઈચ્છેતો પોતાની આવક માંથી ૧ મહિના જેટલી આવક અલગ મૂકી દે, આનાથી એને એક મહિનો જ તકલીફ પડશે પરતું એના પછીનાં બધા મહિનામાંપહેલાની જેમ છેલ્લા દિવસોમાં જે તકલીફ પડતી હશે તે બંધ થઇ જશે. આમ એને માત્ર એક મહિના જ તકલીફ પડશે પછી નહિ આ થઇ વાત વિપરીત પરિસ્થિતિ માંથી બહાર નીકળવાની.

એક બીજું ઉદાહરણ લઇએ થોમસ એડીશનનું. થોમસ એડીશન ને બાળપણમાં જ સ્કુલ માંથી કાઢી મુકવામાં આવે છે એમ કહી ને કે એ મંદ બુદ્ધિ નો બાળક છે, એ મંદ બુદ્ધિ નો બાળક ખુબ જ મહેનતુ હોય છે આગળ જતા એ મહાન વિજ્ઞાનિક બને છે અને બહુ બધા સંશોધન કરે છે. એમના સંશોઘન માં મુખ્યત્વે વીજળી નો બલ્બ છે. વીજળી નો બલ્બ બનાવવા માટે તેઓએ એક હજાર પ્રયોગો કર્યા હશે ત્યારે એમને સફળતા મળી હતી. જો બાળપણમાં થોમ એડીશન બીજાની જેમ ખુદ ને મંદ બુદ્ધિ વાળો સમજયો હોત તો આગળ જતા એ એક મહાન વ્યક્તિ ન બન્યા હોત. અહિયાં પ્રથમ વાત મંદ બુદ્ધિની હતી કઈક તો કારણ હશે જે થી લોકો એ બાળક ને મંદ બુદ્ધિ નો ગણતા હશે. પરતું એ વાતને ખોટી સાબિત કરવા માટે થયેલ પ્રયાતોનાં લીધે જ થોમસ એડીશન એક મહાન વ્યક્તિ બની ગયા.

જેમ ક્રિકેટ ની રમત રમતા ખેલાડી ની સામે બોલ ફેંકનાર વ્યક્તિ કોઈ પણ રીતે બોલ ફેંકી શકે છે. પછી એ બાઉન્સ હોય કે ફીરકી, એ બોલ નો સામનો બેસ્ટમેન કેવી રીતે કરે છે એની ઉપર રમત નો આધાર હોય છે. જો બોલ ની સ્પીડને જોઈ ને ડરી જાય તો એને રન બનાવવામાં મુશ્કેલી પડે. પરંતુ એ સામેથી આવતા બોલ ને જોઈ એની સ્પીડ ને જોઈ ડર્યા વગર રમે તો એ આરામથી સેન્ચુરી બનાવી ને પોતાની ટિમ ને જીતાડી શકે. આપણા જીવનમાં આવતી પરિસ્થિતિઓ નું પણ એવું જ છે જો એના થી ડરી જઇયે તો પરિસ્થિતિ વધારે વિકટ બને પણ આવનાર પરિસ્થિતિને જોઈ એને પારખી આરામ થી સમજદારી થી સામનો કરવામાં આવે તો એમાંથી આરામ થી બહાર નીકળી શકીયે..