Granny, I will become rail minister - 15 in Gujarati Fiction Stories by Pratik Barot books and stories PDF | બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૫

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૫

અધ્યાય ૧૫

સવારે દસ વાગ્યાની આસપાસની ટ્રેન હતી. દિલ્હી સુધીનો પ્રવાસ બાર કલાકનો હતો, પણ એ બાર કલાકો બાર સદીઓ ની જેમ વીતવાના હતા.

અમારી બોગીમાં હું, મિનલ,અજ્જુ અને દેસાઈ સાહેબે સાથે મોકલેલા બે હવાલદાર હતા. મિનલને કેટલીય વાર ના પાડવા છતાં જીદ કરીને એ ધરાર બારીની પાસે જ બેઠી હતી અને મૂક બની બહારના દ્રશ્યો સાવ નચિંત થઈ કોઈ બાળકના જેવી ઉત્સુકતાથી જોઈ રહી હતી. એના ચહેરા પર બસ એક જ લાગણી વર્તાતી હતી : આત્મસંતોષની.

અજ્જુના ચહેરા પરના ભાવ અને કપાળ પર પડેલી કરચલીઓ એના મનમાં ચાલી રહેલી ચિંતાને સ્પષ્ટરૂપે દર્શાવતા હતા. મિનલની જીદ સામે એણે કાયમની શરણાગતિ તો સ્વીકારી જ હતી, માટે જ કદાચ એ ચૂપ હતો. બીજી તરફ મિનલે જોયેલુ સ્વપ્ન અજ્જુએ પણ સહિયારા લક્ષ્ય તરીકે સ્વીકાર્યુ હતુ, જે પૂરૂ થવામાં હવે અમુક કલાકો જ બાકી હતા, જેની ખુશી પણ એની આંખોમાં ઝળકી રહી હતી.

વાતાવરણ જરાક હળવુ કરવા મિનલની જીદને લઈ એક બાળપણનો કિસ્સો મેં અર્જુનને કહ્યો.

શાળામાં કાયમ બાજુમાં બેસતી છોકરીના દફ્તરમાં રંગોનુ બોક્સ જોઈને નાનકડી મિનલે પણ ઘરે આવી એના પિતા ઈશ્વરભાઈ પાસે પેન્સિલીયા રંગ લાવી આપવાની જીદ પકડી. મહિનાનો અંત સમય હતો અને પગારના પૈસા પૂરા થઈ ચૂક્યા હતા. ઈશ્વરભાઈએ મિનલને સમજાવી-પટાવી આવતા મહિનાનો વાયદો આપ્યો.

જીદ્દી મિનુડીને આ રૂચ્યુ નહી અને એ મારા ઓટલે આવી બેસીને કોઈ ઉપાય વિચારવા લાગી. હું એને આમ દોડમદોડ આવતા જોઈ એટલે કારણ પૂછવા ગયો. પણ રિસાયેલી મિનલે મને ત્યાંથી જતુ રહેવા કહયું એટલે હું દૂર ઉભો રહી ખાલી જોઈ રહ્યો કે એ શુ કરે છે. થોડીવાર પછી કોઈ રસ્તો મળ્યો હોય એમ એ કોલોની બહાર કયાંક દોડી ગઈ.

બે કલાકે એ ખુશખુશાલ ચહેરે દોડતા દોડતા સીધી મારા ઘરે આવી અને પેલુ પેન્સિલ કલરનુ ખોખુ મારી સામુ ધર્યુ્ અને બોલી, "કાકા, તમારા ભાઈબંધ તો સાવ મખ્ખીચૂસ છે. તોપણ હું તો મારે જોઈતુ હતુ એ લઈ આવી, જોયુ."

હું પહેલા ખુશ થયો, પણ પછી પૈસા ક્યાંથી આવ્યા એનો વિચાર આવતા મિનલને કોણીએથી પકડી ત્યાં જ રોકીને પૈસાના સ્ત્રોત વિશે પૂછયુ.

"કાકા, એ તો શાળામાં બે બહેનપણીઓને લેશન પૂરૂ કરવામાં મદદ કરી. બંનેના પપ્પા ખૂબ પૈસાદાર છે, તો મને બક્ષિસ મળી. અને બાકીના પૈસા જડીકાકીના ફૂલ-હાર ચાર રસ્તે વેચીને મળી ગયા."

મિનલના જવાબે મને ખુશ પણ કર્યો અને વિચારતો પણ કરી મૂક્યો. નાનપણમાં આવી આ ધાર્યુ કરનારી છે તો આગળ જઈને જરૂર આ છોકરી કોઈ રાજનેતા બનવાની એવી હું ટીખળ કરી બેઠો. ને જો આવતી કાલે એ ટીખળ સાચી પણ પડશે.

પણ આવતીકાલની વાત કરતા જ વાતાવરણ હળવાને બદલે વધુ ગંભીર બન્યુ અને હું ફરી મૂક બન્યો. મિનલ તરફ નજર કરી તો એ બારીમાંથી આવતા પવનની લહેરોની મજા માણતા માણતા બારીના સળિયાના ટેકે ઘસઘસાટ સૂઈ ગઈ હતી.

અર્જૂને મારી સામે હળવુ સ્મિત કર્યુ.

આમ જ વાતો કરતા-કરતા ને ચાના કપ ખાલી કરતા-કરતા અંતર કપાઈ રહ્યું હતુ. ટ્રેન પાટા પર પૂરપાટ દોડી અમને દિલ્હી શહેરની વધુ ને વધુ નજીક લઈ જઈ રહી હતી. એ જ દિલ્હી શહેર જ્યાં મિનલને અમારા સૌથી દૂર કરવાનુ કોઈ ગુપ્ત કાવતરૂ ઘડાયુ હતુ અને દિલ્હીમાં ઉતરતા જ એ ષડયંત્રના ભોગ બનવાનુ નક્કી હતુ.

ઈશ્વરને સતત એક જ પ્રાથૅના હતી કે આવતીકાલે બધુ સમસુતરૂ પાર ઉતરે અને આ નાનકડા પરિવારના સુ:ખને કોઈ આંચ ન આવે.