ધ ગ્રેટ ફિલોસોફર જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે જે માણસ નિડર છે તે ઇન્ટેલિજન્ટ છે. વાત સાચી છે કારણકે તમે ગમે તે કક્ષા એ હો પણ ડરતા હો તો ના ચાલે. ધારોકે તમે મોટા નેતા થઇ ગયા પણ જો તમને એક ડર સતાવતો હોય, તમને ડર હોય કે હજી હું મોટો નેતા નહિ થાઉં તો શું થશે અથવા આ પદ ચાલ્યુ જશે તો શું થશે અથવા મારે વધારે પૈસા જોઈએ છે અને નહિ મળે તો શું થશે. એવા કોઈ પણ ડર થી પિડાતા હો તો તમારું જીવન લગભગ બરબાદ થઈ જતું હોય છે.પછી તમે ભલે ગમે તેટલા મોટા માણસ હો પણ તે બહુ માયના નથી રાખતું.
માણસ ને ડર લાાગવા ના ઘણા કારણ છે, તેમાં એક કારણ એ પણ છે કે આપણી લાયકાત કરતાા ખુબ વધુુ પામવાની ઈચ્છા.
સમજો ધારોકે તમે ભણો છો હવે તમને ખબર છે કે તમારી કેપેસિટી 70 ટકા માર્કસ લાવવાની છે હવે તમે ઈચ્છા કરો કે મને 90 ટકા માર્કસ આવે તો તમે જરૂર ડરવાના.પણ જો તમે એમ કહો કે મને 70 ટકા થી સંતોષ છે તો ડર કેવો ને વાત કેવી. વધારે માર્કસ લાવવા ખોટું નથી, તેના માટે પ્રયત્ન પણ કરવો જોઈએ પણ જ્યારે તમને ખબર જ હોય કે 70 ટકા થી વધારે નથી જ આવવાના હોય તો 70 ટકા સ્વિકારતા શિખો. અને સ્વીકારશો તો ક્યારેય ડરશો નહીં. અગર આવા સમયે માં બાપ પણ કહે કે બેટા 90 ટકા લાવજે તો વગર હીંચકીચાટે કહી દેવા નું કે મારી કેપેસિટી 70 ટકા ની જ છે અને એના થી વધારે નહીં જ આવે તો ડર રહેશે જ નહીં.
જીવન માં હું ઘણા માણસ ને ઓળખું છું કે જેઓ મહિને 50 હજાર કમાતા હોય તો 5 લાખ કમાવવાની આશા રાખે છે. વધુ કમાવવું ખરાબ નથી પણ તમારી કેપેસિટી કરતાં ખૂબ મોટી આશા કરશો તો ડર સિવાય કંઈ હાથ માં નહિ આવે. જો તમે 50 હજાર કમાતા હશો અને તેમાં આનંદ થી નહિ જીવો અને મોટી મોટી ખોટી આશા કરશો તો ડર્યા જ કરશો. તમારી જે પણ આવક હોય તેમાં આનંદ માં રહી તમારી કેપેસિટી મુજબ આગળ વધતા રહેશો તો ડર નહીં રહે.વધુ ને વધુ કમાવવું, આગળ ને આગળ વધવું તે તો જીવન ની મહાન વાત છે પણ જે પરિસ્થિતિ માં છો તેમાં દુઃખી રહી ને ખૂબ મોટી આશા કરવી તે ડર જ પેદા કરે છે.
માણસ ની એવરેજ આયુષ્ય 70 થી 80 વર્ષ ની હોય છે.પણ ઘણા પાગલ માણસો ને એમ કહેતા સાંભળ્યાં છે કે મારે તો 100 વર્ષ જીવવું છે. જ્યારે કુદરતે લગભગ બધાને એવરેજ 70 થી 80 વર્ષ નું આયુષ્ય આપ્યું હોય ત્યારે આવી ઘેલછા એક ડર પેદા કરે છે. માણસે 60 વર્ષે જ તેના બધા કામ પતાવી દેવાના હોય, પછીના વર્ષો માં ભલે તે રિટાયર્ડ ના થાય, કર્મ કર્યા કરે અથવા પોતાના કાર્ય માં થી રિટાયર થાય તો પણ પોતાને મન ગમતા કર્મ કરતા રહેવા જોઈએ. 60 વર્ષ પછીના વરસો તો બોનસ સમજી મજે થી જીવવુ જોઈએ. અને 100 વર્ષ ની ઘેલછા રાખવા વાળા બાપરે કેટકેટલા નુસખાઓ કર્યા જ કરે છે. ભાવતું ખાવા પીવાનું છોડે છે અને સતત ભય માં જ જીવે છે કે હું વહેલો મરીશ તો શું થશે. માણસ જે પરિસ્થિતિ હોય તેનો આનંદ થી સ્વીકાર કરે તો ભય રહેતો જ નથી.અને તમે 100 વર્ષ જીવવાના અભરખા રાખો તો તમે મહત્વ નાં કામ ઉલ્ટાના પાછળ ઠેલતા જાઓ એને બદલે એમ વિચારો કે હવે પાંચ વર્ષ પછી પણ મરી જઈશ તો વાંધો નહી એમ વિચારી તો ઉલ્ટાના ધારેલા મહત્વ નાં કામ તમે જલ્દી પતાવી દો અને એવા સંતોષી થઇ જાવ કે કાલે પણ મૌત આવે તો તેને કહો કે ચાલ હું તો તૈયાર જ બેઠો છું.
જ્યારે તમે તમારી કેપેસિટી કરતાં ખૂબ વધારે પામવાના અભરખા રાખો છો ત્યારે ડર બધી બાજુ થી આવે છે અને વધતો જ રહે છે. એને બદલે જે છે એનો આનંદ થી સ્વીકાર કરશો તો ડર ની નાનકડી માત્રા પણ નહીં રહે.
તો મિત્રો, ખુબ મોટી ઈચ્છા કરવી ખોટું નથી પણ કેપેસિટી કરતા ખુબ મોટી કરવી તે ડર સિવાય કંઈ જ ના લાવે. જે છે તેમાં સંતોષ અને આનંદ રાખી આગળ વધશો તો ક્યારેય ડર નહિ લાગે.