Dil ka rishta - a love story - 41 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 41

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 41

ભાગ - 41

(આગળ જોયું કે રોહન તેજલ ને પ્રોપોઝ કરે છે તેજલ એનું પ્રપોઝલ સ્વીકારે છે અને બન્ને ખૂબ જ ખુશ હોઈ છે રોહન પોરબંદર છે તેજલ પણ આવી જાય પછી ઘર ના ને વાત કરી દેશે અને પછી એની ભાવિ જિંદગી ના સુનહરા સપના જોવે છે પણ ત્યાં દરવાજો ખખડયો કોઈ અણગમતા સમાચાર એ દરવાજે દસ્તક આપી હવે જોઈએ આગળ )


બન્ને પોતાની જીંદગી ના રંગીન સપના જોવા માં મશગુલ હતા ત્યાં દરવાજો ખખડયો રોહન ની ઈચ્છા ન હતી પણ દરવાજો ફરી 3 4 વાર ખખડયો એને તેજલ ને કહ્યું 2 મિનિટ માં મેસેજ કરું કોઈ આવ્યું છે તેજલ એ કહ્યું ઓકે

રોહન દરવાજો ખોલે છે તો રશ્મિ ઉભી હતી રોહન ને આશ્ચર્ય થયું

રોહન - રશ્મિ તું ??? અત્યારે ??? હજી સૂતી નથી ???

રશ્મિ - અરે સુવા જ જતી હતી ત્યાં બોસ નો ફોન આવ્યો આપણે મેરેજ અને બીજી બધી ભાગદોડ માં એતો ભૂલી જ ગયા કે આપણી લિવ ના દસ દિવસ આજ પુરા થઈ ગયા ને કાલ સવારે તો ઓફીસ એ જવાનું છે

રોહન - ઓહ યાર એતો મારા મગજ માં થી જ નીકળી ગયું સાવ અને કાલ સવારે જ ??? એમ તો ક્યાં થી પહોંચાશે પેકીંગ ને બાકી છે બધું

રશ્મિ - હા એતો મેં એક દિવસ પૂરતું સમજાવ્યું બોસ થોડા ગુસ્સે તો થયા પણ તોય કાલ એક દિવસ તો ચાલશે પણ આપણે કાલ સવારે જ નીકળી જવું પડશે રોહન

રોહન - અરે યાર કાલે જ જરૂરી છે ?? મતલબ યાર તેજલ બોમ્બે છે હું એના અહીંયા આવવાની રાહ જોવ છું ને રશ્મિ આ બધી વાત માં હું તને એતો કેતા જ ભૂલી ગયો
(એકદમ ખુશ થઈ) રશ્મિ મેં આજ તેજલ ને પ્રોપોઝ કરી દીધું અને તને ખબર એનો જવાબ શુ હતો ?? યસ યસ યસ એને હા પાડી એ પણ મને પ્રેમ કરે છે યાર હું એના આવવા ની રાહ જોવ છું એ પોરબંદર આવે એટલે બન્ને ના ઘરે વાત કરી દેશું મારા ઘરે થી તો ના નહિ જ પાડે અને તને ખબર એને પણ કીધું કે એના ઘર ના પણ હા જ પડશે મતલબ હવે તેજલ ને મારી બનતા કોઈ નહિ રોકી શકે... જલ્દી જ ઘર ના હા પાડે એટલે તરત જ લગ્ન અને પછી મિસિસ તેજલ રોહન... રોહન એની ધૂન માં બોલ્યે જતો હતો રશ્મિ બસ શૂન્યમનસકે એને જોઈ રહી હતી અરે યાર મારો આ બધો પ્લાન છે ને વચ્ચે આ બોસ!! અરે રશ્મિ તું શું ઉભી છે બોલ તો ખરા.. રશ્મિ ઝબકી ગઈ

રશ્મિ- હમ્મ રો...રોહન હા... બોલ... બોલ ને..

રોહન - રશ્મિ આજ મને મારી દુનિયા મળી ગઈ હું આજ બહુ જ ખુશ છું દોસ્ત

રશ્મિ બે હાથ વડે રોહન નો ચહેરો હાથ માં લઇ બોલી - એ ખુશી તારા ચહેરા પર દેખાઈ રહી છે

god bless both of you

ચલ સવારે રેડી રેજે હું બસ નું બુકીંગ કરાવી દઉં ગુડ નાઈટ એમ કહી રશ્મિ પછી ફરી અને ચાલવા લાગી

રોહન - અરે... રશ્મિ... વાત તો સાંભળ.....

પણ રશ્મિ તો જાણે કઈ સાંભળ્યું જ નહોય એમ પાછું ફરી ને જોતી પણ નથી

ત્યાં તેજલ ના ઉપરાઉપર મેસેજ ચાલુ થયા એટલે એની મેસેજ બેલ સંભળાતા રોહન ભાગ્યો મોબાઈલ તરફ

આ તરફ રશ્મિ એ પાછું ફરી ન જોયું જો જોયું હોત તો રોહન એની આંખ માંથી વહેતી અશ્રુધારા ને અને એની સાથે વહેતા એના અપાર દુઃખ ને જોઈ ગયો હોત એ દુઃખ એ પીડા એ તકલીફ જેના થી અત્યારે રોહન એકદમ અજાણ હતો અને આજ રોહન ની વાત સાંભળી રશ્મિ એ પણ સ્વીકારી લીધું જાણે કે હવે તો આ દુઃખ આ પીડા સાથે આખા જન્મ નો સથવારો નિભાવા નો છે હવે રોહન એનો ક્યારેય નહીં થઈ શકે એ વાત એનું મન કઈ રીતે માનશે રોહન ને કોઈ બીજા નો થતો એ કેમ જોઈ શકશે એ પોતે પણ જાણતી નહોતી બસ આજ દુઃખ અને પીડા ની હદ વટી રહી હતી એટલું એ જાણતી હતી એ દોડી અને પોતાના રૂમ માં ચાલી જાય છે કારણ કે એ પોતાની તકલીફ કોઈ ને બતાવવા માંગતી નહોતી હવે એજ તો રહ્યું હતું એની જિંદગી માં......

**********

રોહન એ જોયું તો તેજલ ના 7 8 મેસેજ હતા

રોહન તેજલ ને મેસેજ કરે છે

રોહન - hi

તેજલ - 2 મિનિટ ની 10 મિનિટ થઈ

રોહન - ઓહ સોરી મેડમ રાહ જોવડાવી એના માટે

તેજલ - વાંધો નહિ ! કોણ હતું ?

રોહન - અરે દિકા રશ્મિ હતી એક બેડ ન્યૂઝ છે યાર

તેજલ - કેમ શુ થયું ???

રોહન -(ઉદાસ થઈ) અમારી લિવ નો ટાઈમ પૂરો મને તો યાદ પણ ના રહ્યું ને અમારે કાલ સવારે નીકળવું પડશે યાર

તેજલ - ઓહો ઓકે કઈ વાંધો નહી એમ ઉદાસ કેમ થાય છે

રોહન - તો શુ કરું તેજુ હું તો એ વિચારતો હતો કે જલ્દી તું અહીંયા આવી જા પછી આપણે ફરશુ સાથે બાર જશું તને જોવાની કેટલી ઈચ્છા થઈ છે મને એમ કે તું આવીશ પોરબંદર હું તને મળવા આવીશ strongly hug કરીશ પણ યાર બધા સપના પર પાણી ફરી વળ્યું જવું જ પડશે

તેજલ - કઈ વાંધો નહિ રોહન એમ ઉદાસ ના થા આમ પણ મમ્મી ને સારું ના થાય ત્યાં સુધી તો હું પોરબંદર આવી નહિ શકું તો તું અત્યારે એ જોઈન કર

રોહન - પણ તેજુ મારે ઘરે આપણી વાત કરવાની પણ બાકી છે મારા મમ્મી ને મેં કીધું છે કે મને કોઈ છોકરી ગમે પણ એ તું છે એ એને નથી ખબર તો એ બધું આટલી ઉતાવળ માં કેમ થશે અને હવે મારે બધું જલ્દી જ કરવું છે હવે તારા વિના રહેવું મને એક મિનિટ પણ નથી ગમતું

તેજલ હસી પડે છે

તેજલ - પાગલ ! એ હું ત્યાં આવી જાવ પછી આપણે સાથે જ બેય ના ઘર ના ને કહીશું ઓકે અત્યારે ઉતાવળ ન કર અને તું જોઈન કર અને મારા પાગલ પ્રેમી તું ચિંતા ના કર હવે તને અને મને કોઈ અલગ નહિ કરી શકે

રોહન - હા મારા જીવ હું તને ક્યારેય મારા થી દુર જોવા નથી માંગતો તેજુ

તેજલ - હું પણ 😊😊😊
ચાલ હવે અત્યારે સુઈ જઈએ તારે પણ વેલું ઉઠવાનું અને મારે પણ તો કાલ વાત કરીશું ફ્રી થઈ ને ઓકે

રોહન - ના યાર

તેજલ - ના નહીં હા સુઈ જા નહીં તો તબિયત બગડશે

રોહન - તું તો અત્યાર થી જ રોફ જમવા લાગી છો

તેજલ - હા એતો જમાવીશ જ મેં આપકી હોને વાલી ધર્મપત્ની હું ઓર યે ધર્મપત્ની ઓ કા જન્મસિદ્ધ અધિકાર હોતા હૈ

બન્ને હસવા લાગે છે

રોહન - ઓકે ધર્મપત્ની જી આપકા હુકુમ સર આંખો પર

તેજલ - ગુડ બોય ચાલ બાય ગુડ નાઈટ

રોહન - ના પાડી ને કે બાય નહિ કેવાનું

તેજલ - ઓહ સોરી ગુડ નાઈટ સ્વીટ ડ્રિમ

રોહન - હરામી કંઈક ભુલાય છે હજી

તેજલ અજાણ્યા બનવા નુ નાટક કરે છે

તેજલ - શુ??? બધું તો આવી ગયું હવે શું ભુલાઈ છે

રોહન - તેજુ હરામી નાટકબાજ બધું સમજે તો ય નાટક કરે એમ

તેજલ ( હસતા હસતા ) સાચે જ શુ મને નથી ખબર

રોહન - ઓકે આ નાટક ની પનીશમેન્ટ અલગ થી મળશે તું આવ પછી

તેજલ - ઓહ અચ્છા

રોહન - યસ મિસ યુ હરામી લવ યુ સો મચ

તેજલ - મિસ યુ ટૂ હરામી લવ યુ ટુ મચ સવારે વાત કરીએ

રોહન - ઓકે

આજ બન્ને ખૂબ ખુશ હતા આજનો દિવસ એ ક્યારેય નહીં ભૂલે એટલો ખાસ હતો બન્ને પોતાના ભાવિ જીવન ના મીઠા સમણાં જોતા જોતા નિંદ્રાધીન થઈ જાય છે

કાલ રોહન અમદાવાદ જવાનો હતો પણ અમદાવાદ જતા જ એક આઘાતજનક કિસ્સો એની જિંદગી માં બનવાનો હતો જે બધા ની જિંદગી માં કોઈ એ ના ધારેલો વળાંક લઈ આવવાનો હતો....



TO BE CONTINUE.......

( શુ હશે એ આઘાતજનક કિસ્સો ????? શુ નવો વળાંક આવી રહ્યો છે રોહન ની જિંદગી માં ???? એ સકારાત્મક હશે કે નકારાત્મક ????? હવે થી શરૂ થશે દિલધડક સફર તો શું થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા....)

મારા વ્હાલા વાંચક મિત્રો હમણાં થોડી કામ માં છું તો થોડું મોડું થાય છે સમજુ છું તમારી ઉત્સુકતા પણ કોશિશ કરીશ કે જલ્દી લખી શકું અને આ વખતે તમને પણ એક ટાસ્ક આપું છું મને કોમેન્ટ માં જણાવો કે આગળ શું થવાનું હશે ????

અને તમે પોતે આ સ્ટોરી નો શુ અંત જોવા માંગો છો એ પણ જરૂર જણાવો મેસેજ અથવા કોમેન્ટ માં

મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો

@singer_tejal.rabari_official