કમ્પ્યુટર સ્ક્રીન પર અત્યારે ગઇકાલ રત્રિની cctv ફુટેજ ચાલી રહી હતી અને ત્યાં હાજર બધાની નજર સ્ક્રીન પર જ જડાયેલી હતી, જે ચાલી રહ્યું હતું તેના પર કોઈને વિશ્વાસ નહોતો આવતો, નિસર્ગે ફરી-ફરી તે રેકોર્ડિંગ ચલાવી જોયું અને પછી કંટાડીને રેકોર્ડિંગ બંધ કરવાનું કહ્યું.
ત્યાં હાજર દરેક અત્યારે વિસ્મયથી એકબીજા તરફ જોઈ રહ્યા હતા, હવે આગળ શું કરવું એ કોઈને સમજાતું ન હતું.
“આનું પંચનામું કરો હું ડીઆઇજી સાહેબ ને ફોન કરું” નિસર્ગે હવાલદાર ને સુચના આપી અને મોબાઈલમાં નંબર ડાઈલ કરવા લાગ્યો.
સંતોષનગર સ્થિત આ પોલિસ-સ્ટેશન સીધું જ પોલિસ હેડ-ક્વાટરના અંડરમાં આવતું હતું તેથી નિસર્ગને સીધો જ ડીઆઇજીને ઇન્ફોર્મ કરવાનું ઉચિત લાગ્યું.
“બોલ, નિસર્ગ.” સામે છેડેથી અવાજ આવ્યો એટલે નિસર્ગે બધી જ માહિતી અનિરુધ્ધને આપી અને સામેથી મળેલી સુચના સાંભળીને કોલ કટ કર્યો.
થોડી વાર પોતાની રીવોલ્વીંગ ચેર પર આંખ બંધ કરીને તે બેઠો હતો, તેના માનસપટ પર ફરી-ફરી ને હમણાં થોડીવાર પહેલા જોયેલા દ્રશ્યો આવી રહ્યા હતા, તેને હજુ પણ પોતાની આંખોપર વિશ્વાસ નહોતો આવતો, તે સ્વસ્થ થયો અને પોતાની કમ્પ્યુટર સ્ક્રીન પર ફરીથી ગઇકાલ રાત્રીનું cctv ફુટેજ સ્ટાર્ટ કર્યું, આખા સ્ટેશનમાં પાંચ cctv હતા પરંતુ તેને 3 નંબર ના cctvમાજ રસ હતો તેથી તેને 3-નંબરનો ફુટેજ પર ક્લિક કર્યું અને તેને ફુલ-સ્ક્રીનમાં પ્લે કર્યું.
‘cctvના ફૂટેજ ગઇકાલ રાત્રિના 2:30નો સમય દર્શાવી રહ્યું હતુ, રાત્રિના શિફ્ટમાં ડ્યૂટી બજાવતા બે પોલીસ-કર્મચારિયો પોતાના નિયત સ્થાન પર બેસેલા હતા અને પોતાના કામમાં વ્યસ્ત હતા, તેમની બિલકુલ સામે આવેલી પાંચ સેલમાં કેદીઓ આરામ ફરમાવી રહ્યા હતા, અચાનક વચ્ચેની સેલમાં આરામ ફરમાવતો એક કેદી અચાનક ઊભો થયો અને પોતાનો જમણો હાથ હવામાં અધ્ધર કરીને પોતાના હાથમાં રહેલ છરી ગરદન પર ફેરવી અને લથડિયા ખાતો ખાતો નીચે પડી ગયો થોડીવાર પછી તેના શરીરનું હલન-ચલન બંધ થયું.
આ ઘટના ના તરર્ટ જ પછી તેની પાસે રહેલી ચોથા નંબરની સેલમાં રહેલા કેડીએ પણ આજ ઘટનાનું પુનરાવર્તન કર્યું.
તે બને કેદીઓના મૃત્યુ બાદ તે બંને સેલની અંદર ચાર માનવ આકૃતિ નૃત્ય કરી રહી હતી જેઓના કમરથી ઉપરના શરીર પર કોઈ જાતના વસ્ત્ર નહોતા, કમર પર જાણે કે કોઈ મૃત પ્રાણીનું ચામડું પહેરેલું હોય તેવું લાગી રહ્યું હતું, તેઓના શરીરનો રંગ લાલ હતો, માથા પર બે શિંગડા હતા, હાથમાં ત્રિશુળ જેવા હથિયાર હતા, અને માત્ર દસ-પંદર સેકંડ્સ માં તેઓ અદ્રશ્ય થઈ ગયા, પછીના સવાર સુધીના રેકોર્ડિંગ્સમાં કઇં ખાસ નહોતું એટ્લે તેણે રેકોર્ડિંગ બંધ કર્યું, તે ઊભો થયો અને પેલી બે સેલનું નિરક્ષણ કરવા માટે ઊભો થયો અને સેલ તરફ ચાલવા લાગ્યો.
સેલનો ખૂણે-ખૂણો તપાસી લીધા છતાં પણ તેના હાથમાં કઇં ના લાગ્યો આથી નિરાશા સાથે તે પોલીસ-સ્ટેશનની બહાર આવ્યો, તેણે પોતાના ખિસ્સામાથી સિગરેટનું પેકેટ કાઢ્યું તેમાથી એક સીગરેટ બહાર કાઢીને સળગાવી અને તેના લાંબા કસ ખેંચવા લાગ્યો.
“સાહેબ પંચનામું અને cctv ફૂટેજની નકલ આમાં છે તેના ડ્રાઇવરે તેણે ફોલ્ડર આપતા કહ્યું.
“ચાલો ત્યારે ગાડી હેડ-ક્વાટરે લઈ લ્યો.”
“જી સાહેબ.”
ગાડી અત્યારે ગજરાજપુર સ્થિત પોલીસ-હેડક્વાટર તરફ આગળ વધી રહી હતી.
“આ સાઇરન બંધ કર માથું દુખે છે,આમ પણ ક્યાં અહિયાં રોડ પર ટ્રાફિક છે!”
નિસર્ગના કહેવાથી ડ્રાઇવરે સાઇરન બંધ કર્યું, અને બોલ્યો “સાહેબ શું લાગે છે સાહેબ તમને?”
“મને તો કઇં સમજાતું નથી જોઈએ હવે આગળ તો હેડ-ક્વાટરે જઈને જ ખબર પડશે.”
તેઓની ગાડી અત્યારે હેડક્વાટરના ગેટ પાસે ઊભી હતી ત્યજ નિસર્ગનો મોબાઈલ રણકવા લાગ્યો.
(ક્રમશ:)