તમે ગતાંક માં જોયું કે...
રચનાને હવે રોકીને મારવા માટે એનું પહેરેલું તાવીજ નડે છે..
એ તાવીજને કયી રીતે નીકળવું એની યુક્તિ વિચારે છે.
આ બાજુ રોકીને અને એના ફ્રેન્ડ ને તાંત્રિક પૂનમે રચનાની શક્તિઓ ઓછી થશે, એમ કહીને એ દિવસે એક હવન કરવા સૂચન આપે છે. અને હવનની સામગ્રી લખી આપે છે..
આ બાજુ રચના આ બધું સાંભળીને વિચલિત થાય છે પણ છતાં એ એના પ્લાન ને અંજામ આપે છે..તાંત્રિક ને રોકી છૂટા પડતા જ રચના રોકી નો પીછો કરીને કનડગત કરેછે.. એને બાઇક પરથી પછાડીને અને એના મિત્ર ને પણ મારી નાખે છે.. એને તાવીજ નહોતું પહેર્યું એટલે એના રામ રમી જાય છે..
પણ રોકી ને હજુ તાવીજ હોવાથી એને મારવા કૂવામાં નાખે છે જ્યાં એના મિત્રની.પણ લાશ હતી.. એ બુમો પાડેછે . પણ એની પુકાર સાંભળવાં કોઈ હોતું નથી..ભેંકાર સુમસામ જગલ ભાસે છે..
રચના આક્રમક મૂડમાં આવી ગયી અને એને ભાન ન રહ્યું કે રોકી પાસે તાવીજ છે અને રોકીને મારવા એકદમ નજીક જતા જ વિસ્ફોટ થયો ને રચનાની શક્તિઓ ધીમી પડી.. એ ત્યાથજ ધુમાડો બનીને ઉડી ગયી..
પણ જતા જતા રોકી ને ધારદાર નજરે જોઈને ગયી.
હવે જોઈએ આગળ...
રચનાને હવે ટેંશન આવ્યું..
બે દિવસ પછી પૂનમ હતી અને એ દિવસે પવિત્ર દેવતાઓરૂપી આત્માઓની શક્તિ વધુ હોવાથી એના જેવી આત્માની શક્તિ ઓછી થાય છે..
એ સમયે તાંત્રિક સામે લડવું મુશ્કેલ હોય છે.
એટલે એ સમયે હવે શું કરવું એ માટે રચના સ્ટ્રેટેજી બનાવવા માગે છે..
અને એને એક વિચાર આવે છે ..કે તરત જ એ અમલમાં મૂકે છે..
આજે રોકીને એક સમારોહમાં જવાનું હોયછે.. એટલે રેડી થઈ રહ્યો છે.
રચનાં દૂર ઉભી રહીને આ બધું જોઈ રહે છે..
રોકી ગાડીમાં જય રહ્યો હોયછે એટલે રચના એની બેક સીટ પર હોયછે.. એને પણ જાણવું હોય છે રોકી ક્યાં જાય છે..
બસ આગળ એક ચેકપોસ્ટ આવે છે અને રચના એના વિચારને અમલમાં મૂકે છે..
રોકીની કાર સામેં એક અત્યંત સ્વરૂપવાન યુવતી ઊભી રહીને લિફ્ટ માગે છે.. એટલે રોકીએ ગાડી ઉભી રાખી.. એના ચહેરે લાળ ટપકતી સ્પષ્ટ જોઈ શકાતી હતી..
એણે અંદર બાજુની સીટમાં જગ્યા લીધી અને રોકીએ કાર હંકારી.. ધીમા અવાજે રોમેન્ટિક સોન્ગ વગાડ્યું..
એક લડકી ભીગી ભાગી સી..
સોતી રાતો મેં જાગી સી..
મિલી એક અજનબી સે
કોઈ આગે ન પીછે..
તુમ હી કહો એ કોઈ બાત હૈ..?
અને યુવતી સાંભળીને ખડખડાટ હસી..
એને નામ પૂછ્યું ..
તો રોકી કહ્યું અને એને પણ સામેથી યુવતીનું નામ પૂછ્યું..
રિયા. ..યુવતી બોલી
રોકી..: ઓહ નાઇસ નેઇમ
રિયા : thank you..
બંને એ વાતચીત શરૂ કરી ને વાતવાતમાં ખબર પડી કે એને પણ રોકીની જગ્યાએ જ જવાનું છે સમારોહમાં..
આખરે બન્ને ને દોસ્તી થયી ગયી અને નમ્બર ની.આપ-લે થયી.
બને સમારોહ અટેન્ડ કરીને પાછા એના ઘેર ડ્રોપ કરવા પણ રોકી આવ્યો..
રિયા એ રસ્તામાં જ કાર થોભાવી ને કહ્યું મારા ઘરનાને નહીં ગમે તમે અહીં સુધી જ મૂકી જાવ મને ..
અને હા ધન્યવાદ લિફ્ટ બદલ
ઓકે..." રોકીએ હામી ભણી"
મારી વાર્તા કાલ્પનિક છે તમારા પ્રતિભાવો વાસ્તવિક છે તો કમેન્ટ કરતા રહેજો મને ઉત્સાહ મળે છે લખવાનો આભાર આટલા ભાગ સુધી લગાતાર વાંચવા બદલ
મિત્રો, આવતા અંકમાં જોશું રોકીની આ નવી મિત્ર નું શું રહસ્ય છે ત્યાં સુધી આવજો..
જય ભીમ